menu

ચાલતી લીટી

મારા આ બ્લોક માં મુકવામાં આવેલ માહિતી સંકલિત છે જે માટે મારા તમામ કર્મયોગી શિક્ષકો અને શિક્ષણ ને સરળ તથા સર્વલક્ષી બનાવવા મહેનત કરતા તમામ ને તે માટે સહ હર્દય થી આભાર. આ બ્લોક માં મને ગમેલ અને ઉપયોગી લાગેલ માહિતી નો સંગ્રહ કરેલ છે .જેથી એંક જ સ્થળે સરળતાથી મીહતી મેળવી શકાય.॥

Saturday, May 19, 2018

sbuvichar

👁‍🗨 *રજનીશજી કહે છે...*👁‍🗨
*ઈજિપ્તમાં એક જૂની કહેવત છે કે જે વસ્તુ માણસથી છુપાવવી હોય,*
 *તે તેની આંખની સામે મૂકી દો;*
 પછી તે એને જોઈ નહીં શકે.
*તમને યાદ છે, કેટલા દિવસોથી તમારી પત્નીનો ચહેરો તમે નથી જોયો ?*
*ખ્યાલ છે તમને કે તમારી માતાની આંખમાં આંખ પરોવીને ક્યારથી તમે નથી જોયું ?*
પત્ની એટલી મોજૂદ છે, માતા એટલી નજીક છે, પછી જોવાનું શું ?
*પત્ની મરી જાય છે, તો ખબર પડે છે કે એ હતી.*
*પતિ જઈ ચૂક્યો હોય છે ત્યારે યાદ આવે છે કે અરે, આ માણસ આટલો વખત સાથે રહ્યો, પરંતુ પરિચય જ ન થયો !*
*આથી તો લોકો સ્વજનના મરણ ઉપર આટલું રુદન કરે છે.*
*તે રડે છે એ મરણને કારણે નહીં, પણ એટલા માટે કે આટલા દિવસોથી જેની સાથે હતા તેને આંખ ભરીને જોયા પણ નહીં;*
*તેની ધડકનો સાંભળી ન શક્યા, એની સાથે કોઈ પરિચય થઈ ન શક્યો;*
*તે અજાણ્યા જ રહ્યા ને અજાણ્યા જ વિદાય થઈ ગયા !*
*અને હવે તેનો કોઈ ઉપાય નથી.*
*તમારું સ્વજન ચાલ્યું જાય ત્યારે તમે એટલા માટે રડો છો કે એક તક મળી હતી અને ચૂકી ગયા;*
 *તેને આપણે પ્રેમ પણ ન કરી શક્યા.* ઈજિપ્તના ફકીરો એટલે એ વાત કહેતા હતા કે કોઈ ચીજને છુપાવવી હોય તો તેને લોકોની આંખો સામે મૂકી દો.
*ચીજ જેટલી નજીક હોય છે, એટલી જ વધુ નજર બહાર નીકળી જાય છે.*

No comments:

Post a Comment