🙏પાંચે ઊઠો નવે શિરાવો, પાંચે વાળુ નવે સુવો, બસ આટલું રોજ કરો, તે પછી સો વર્ષ જીવો.
🙏ભોંય પથારી જે કરે, લોઢી ઢેબર ખાય, તાંબે પાણી જે પીએ, તે ઘર વૈદ્ય ન જાય.
🙏ગળો, ગોખરું ને આમળા, સાકર ઘી થી ખાય, વૃદ્ધપણું વ્યાપે નહીં, રોગ સમૂળા જાય.
🙏ખાંડ, મીઠું ને સોડા, સફેદ ઝેર કહેવાય, વિવેકથી ખાજે નહિતર, ના કહેવાય કે ના સહેવાય.
🙏સવારે પાણી બપોરે છાશ, સાંજે પીઓ દૂઘ, વહેલા સૂઈ વહેલા જાગો, ના રહે કોઈ દુઃખ.
🙏સર્વ રોગના કષ્ટોમાં ઉત્તમ ઔષધ ઉપવાસ, જેનું પેટ નથી સાફ, પછી આપે બહુ ત્રાસ.
🙏જે-તે પધરાવશો મા, સાફ રાખજો આ઼ંત, ચાવીને ખૂબ ખાજો, હોતા નથી પેટમાં દાંત .
🙏હજાર કામ મૂકીને જમવું ને લાખ કામ મૂકી સૂવું, કરોડ કામને પડતાં મૂકી હાજતે જઈને રહેવું.