menu

ચાલતી લીટી

મારા આ બ્લોક માં મુકવામાં આવેલ માહિતી સંકલિત છે જે માટે મારા તમામ કર્મયોગી શિક્ષકો અને શિક્ષણ ને સરળ તથા સર્વલક્ષી બનાવવા મહેનત કરતા તમામ ને તે માટે સહ હર્દય થી આભાર. આ બ્લોક માં મને ગમેલ અને ઉપયોગી લાગેલ માહિતી નો સંગ્રહ કરેલ છે .જેથી એંક જ સ્થળે સરળતાથી મીહતી મેળવી શકાય.॥

Saturday, August 28, 2021

નિવૃત્ત શિક્ષક

નથી વેડફી નોકરીમાં ક્યારેય
એક ક્ષણ કદી  નકામી
પરંતુ
*નિવૃત્તિમાં નવરા બેસી રહેવાની*
*મજા પણ કઈક ઓર હોય છે*

ના જાગવાની કોઈ ઝંઝટ
ના ઊંઘવાની કશી ઉતાવળ
અભેરાઈએ ચડાવી દો એલારામને
*મોડા ઉઠવાની*
*મજા પણ કઈક ઓર હોય છે*

સદા અંકુશ માં
ખુદ ને મિટાવી રહ્યા કાયમ ખુશ માં
ભૂલી જાઓ એ બધું
*મુક્તિને માણવાની*
*મજા પણ કઈક  ઓર હોય છે*

શરીર ને સાચવો હવે
*આળસુ થઈ ને આરામ ફરમાવાની*
*મજા પણ કઈક ઓર હોય છે*

બદલીની બીકમાં કશું બોલી ના શક્યા
લોકેશન ની લ્હાયમાં લડી ના શક્યા
ફગાવી દ્યો એ ફડફડાટ,
*માથું ઉચકીને માગવાની*
*મજા પણ કઇક ઓર  છે*

છૂટી ગયા,સીએલ,ઈએલ,
સીક લીવના છટકામાંથી,
ના ઉગારી શક્યું કોઈ એ ખટકામાંથી
ફરો હવે ફાવે તેમ ફિકર વિના,
*રજા વગર રખડવાની*
*મજા પણ કઈક ઓર  છે*

બોલવાનું હતું ત્યાં બોલી ના શક્યા
આક્રોશ કોઈ ની આગળ ઓલવી ના શક્યા
હવે ફેકો, ફેકવું હોય તેટલું
*બિન્દાસ બેધડક બોલવાની* 
*મજા પણ કઇક ઓર  છે*

હાજી..હાજી..જીહા..જીહા
કહીને વેડફી નાખી જીન્દગી
હવે નિવૃતિ જીવન માં
જલસા કરી લ્યો મિત્રો ,
*સમય આવ્યે સામા પડવાની*
*મજા પણ કઈક ઓર હોય છે*

*વિતી ગયેલા વર્ષો*
*કદી પાછા નહી વળે*
*છોડી ગયાછે જે સાથ*
*એ ફરી નહી મળે*
*અંતિમ ક્ષણ સુધી*
*કરી લ્યો આનંદ*
*નિવૃત્તિ માં મુસ્કુરાવાની*
*મજા પણ કઇક ઓર  છે*

*(મારા નિવૃત વડીલોને અર્પણ)*

Sunday, August 15, 2021

શિક્ષક સજ્જતા સર્વેક્ષણ કસોટી* 🔥 📚 PART - 2 📚

🔥 *

🔰 *શિક્ષક સજ્જતા સર્વેક્ષણ 2021*
🔰 *વર્ણનાત્મક કલમોના જવાબ*
🔰 *જવાબ જોઈ તમને વર્ણન કરવાનો ખ્યાલ આવી જશે*


🛎️ *આવા જ બીજા એજ્યુકેશનને લગતાં વીડિયો જોવા માટે મારી ચેનલ CN PLATFORM અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો*🛎️

Wednesday, August 11, 2021

*સરકારી શાળાના 'અચ્છે દિન 'આવશે:* ગુજરાતની સરકારી શાળાના 1 લાખ વિદ્યાર્થીને દર વર્ષે સ્કૂલ ઓફ એક્સેલન્સમાં વિનામૂલ્યે શ્રેષ્ઠ શિક્ષણ અપાશે.
 *JEE, NEET* તેમજ સિવિલ સર્વિસીઝ પરીક્ષા માટે કોચિંગની સુવિધા પૂરી પાડવામાં આવશે
પ્રોજેકટ પાર્ટનર્સની પસંદગી માટે કુશળ અને અનુભવી વ્યક્તિઓની બનેલી સમિતિ દ્વારા ચકાસણી કરાશે
        ગુજરાતની સરકારી સ્કૂલોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાયુકત શાળાકીય શિક્ષણ આપવાના ઉદ્દેશથી શિક્ષણ વિભાગે મિશન સ્કૂલ ઓફ એકસેલન્સની શરૂઆત કરી છે. આ પ્રોજેકટમાં ખાનગી સંસ્થા કે વ્યકિત સરકારી સ્કૂલોના તેજસ્વી વિદ્યાર્થીઓને કારકિર્દીના ઘડતરમાં મદદરૂપે તમામ પ્રકારની સુવિધા વિનામૂલ્યે પૂરી પાડશે. રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે આ પ્રોજેકટ હેઠળ એક લાખ વિદ્યાર્થી તૈયાર કરાશે.

પ્રત્યેક વિધાર્થી પાછળ સરકાર 60 હજાર રૂપિયાનો ખર્ચ કરશે
આ નીતિ પ્રમાણે, ધોરણ–1થી ધોરણ–5ના સૌથી વધુ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને શોધીને તેમને આગળના ધોરણોમાં ગુણવત્તાયુકત શિક્ષણ વિનામૂલ્યે આપવાનું પ્રયોજન છે. શિક્ષણ વિભાગનાં સૂત્રોએ જણાવ્યું હતું કે વર્ષે એક લાખ વિદ્યાર્થીઓને આ નીતિમાં આવરી લેવાથી પ્રત્યેક વિદ્યાર્થી પાછળ સરકાર 60 હજાર રૂપિયાનો ખર્ચ કરશે, જેથી સમગ્ર પ્રોજેકટનો કુલ ખર્ચ 600 કરોડ રૂપિયા થવા જાય છે. પ્રોજેકટ પાર્ટનર્સની પસંદગી માટે કુશળ અને અનુભવી વ્યક્તિઓની બનેલી સમિતિ દ્વારા ચકાસણી કરાશે. આ સમિતિ પસંદગી પામેલા અરજદારોની મંજૂરી માટે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સચિવની બનેલી ગવર્નિંગ કાઉન્સિલને ભલામણ કરશે.

ધોરણ–6 થી 12 સુધીના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે શિક્ષણ
હાલ રાજ્યમાં સરકારી નિવાસી સ્કૂલોમાં જવાહર નવોદય વિદ્યાલય, એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ અને કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય કાર્યરત છે. આ સ્કૂલોમાં પ્રવેશ માટે દર વર્ષે મોટી સંખ્યામાં અરજીઓ આવે છે. શિક્ષણ વિભાગે આ બાબતને ધ્યાને લઇ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ (પીપીપી) મોડલ પર વિશ્વસ્તરની રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સની નીતિ બનાવી છે. આ નીતિ પ્રમાણે, રાજ્યની સરકારી સ્કૂલોમાં અભ્યાસ કરતા ધોરણ–6થી 12 સુધીના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે શિક્ષણ આપવામાં આવશે.

ધોરણ–6થી 12 સુધીના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે શિક્ષણ આપવામાં આવશે.
ધોરણ–6થી 12 સુધીના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે શિક્ષણ આપવામાં આવશે 
સિવિલ સર્વિસીઝ પરીક્ષા માટે કોચિંગની સુવિધા પૂરી પડાશે.
શ્રેષ્ઠ શિક્ષણ પદ્ધતિ, ઉચ્ચ અધ્યાપન સામગ્રી અને વૈકલ્પિક શૈક્ષણિક માધ્યમ, જે ખાનગી સ્કૂલોમાં હોય એવી સુવિધા આ નિવાસી સ્કૂલમાં પ્રદાન કરાશે. આ સ્કૂલોમાંથી પ્રતિભાવંત વિદ્યાર્થીઓને શોધી તેમના માટે JEE, NEET તેમજ સિવિલ સર્વિસીઝ પરીક્ષા માટે કોચિંગની સુવિધા પૂરી પાડવામાં આવશે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ધોરણ 6થી ધોરણ 12ના કુલ એક લાખ વિદ્યાર્થીઓને ક્ષમતાવાળી રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એકસેલન્સ પીપીપી મોડલથી સ્થપાશે. આ માટે સરકારે ખાનગી વ્યક્તિઓ, સંસ્થાઓ, કોર્પેારેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી હેઠળના વિકલ્પ તેમજ ભાગીદારોને આવી સ્કૂલ સ્થાપવા માટે પ્રોત્સાહિત કરવાનો નિર્ણય કર્યો છે.

બિન-શૈક્ષણિક સ્ટાફને પ્રોજેકટ પાટર્નર દ્વારા કરારના આધારે ભરતી કરવાનો રહેશે 
બિન-શૈક્ષણિક સ્ટાફને પ્રોજેકટ પાટર્નર દ્વારા કરારના આધારે ભરતી કરવાનો રહેશે 
શૈક્ષણિક સ્ટાફને કરારના આધારે ભરતી કરવાનો રહેશે
આ પ્રોજેકટમાં સંપૂર્ણ મૂડીરોકાણ પાર્ટનર દ્વારા કરવામાં આવશે અને પ્રોજેકટ પાર્ટનર્સને રિકરિંગ ખર્ચ માટે શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે વિદ્યાર્થીદીઠ ઉચ્ચક રકમ આપવામાં આવશે. પાર્ટનરે જમીન અને શિક્ષણની તમામ સુવિધાઓનું રોકાણ કરવાનું રહેશે. નિવાસી સ્કૂલોનું પરિસર ન્યૂનતમ 2 હજાર અને મહત્તમ 10 હજાર વિદ્યાર્થીને ક્ષમતાવાળું રહેશે. ભવિષ્યમાં આવા કેમ્પસ રાષ્ટ્ર્રીય શિક્ષણનીતિમાં જણાવ્યા પ્રમાણે, શૈક્ષણિક ઝોન તરીકે પણ વિકસિત કરી શકાશે. આ સ્કૂલોમાં શૈક્ષણિક તેમજ બિન- શૈક્ષણિક સ્ટાફને પ્રોજેકટ પાટર્નર દ્વારા કરારના આધારે ભરતી કરવાનો રહેશે.

આ સ્કૂલમાં શ્રેષ્ઠ શિક્ષકની જ નિમણૂક કરવાની રહેશે 
આ સ્કૂલમાં શ્રેષ્ઠ શિક્ષકની જ નિમણૂક કરવાની રહેશે.
આ સ્કૂલમાં શ્રેષ્ઠ શિક્ષકની જ નિમણૂક કરવાની રહેશે
કર્મચારીઓ સાથે તેઓ સીધો કરાર કરશે અને તેમને પગાર તેમજ ભથ્થાં ચૂકવશે. આ સ્કૂલમાં શ્રેષ્ઠ શિક્ષકની જ નિમણૂક કરવાની રહેશે. આ પ્રોજેકટ માટે સમગ્ર શિક્ષા– ગુજરાત શાળા શિક્ષણ પરિષદ અમલીકરણ સંસ્થા રહેશે. ગવર્નિંગ કાઉન્સિલમાં શિક્ષણના ઉચ્ચ અધિકારીઓ ઉપરાંત શિક્ષણવિદો પણ હશે. આ સ્કૂલોનું માધ્યમ ગુજરાતી તેમજ અંગ્રેજી રહેશે. આદેશમાં જણાવ્યા પ્રમાણે, આ સ્કૂલોના વિદ્યાર્થીઓને સંભવિત કારકિર્દી માટે યોગ્ય દિશામાં માર્ગદર્શન આપવામાં આવશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ ઉપરાંત સ્કૂલોમાં NDA, NID,NEET, કમ્બાઇન્ડ ડિફેન્સ સર્વિસ અને સિવિલ સર્વિસીઝ જેવા અભ્યાસના વિકલ્પ રાખવામાં આવશે.

Friday, August 6, 2021

👨‍👨‍👦‍👦 *શાળા વ્યવસ્થાપન સમીતી અર્થાત SMC નું માળખું.*➖શાળા વ્યવસ્થાપન સમિતિમાં *૧૨ સભ્યો* હશે ➖જેમાં *૭૫% (૯) સભ્યો શાળામાં અભ્યાસ કરતા બાળકોના માતા/પિતા કે વાલીઓ હશે,* જેમાં વંચિત જૂથ અને નબળા વિભાગના બાળકોના વાલીઓને પ્રમાણસર પ્રતિનિધિત્વ આપવાનું રહેશે.➖બાકી રહેલ *૨૫ % સભ્યોની સંખ્યામાં નીચે મુજબની વ્યક્તિઓનો સમાવેશ કરવાનો રહેશે.* 👇👉🏻એક સભ્ય સ્થાનિક સંસ્થા(ગ્રામ પંચાયત/નગર શિક્ષણ સમીતી) નક્કી કરે તેવા સ્થાનિક સંસ્થાના ચુંટાયેલ સભ્ય.👉🏻એક સભ્ય શાળાના શિક્ષકોમાંથી શિક્ષકો નક્કી કરે તે શિક્ષક.👉🏻એક સભ્ય સ્થાનિક શિક્ષણવિદ/શાળાના બાળકોમાંથી સમિતિમાં સમાવિષ્ટ માતા/પિતા નક્કી કરે તે.👉🏻સ્થાનિક કડીયો( જે ગામમાં કડીયો ન હોય તે ગામની બાજુના ગામનો કડીયો). આ સભ્યની નિયુક્તિ SMC ના અધ્યક્ષશ્રીએ કરવાની રહેશે.All help guruji

પ્રતિભાશાળી શિક્ષક

*🔖પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર ફાઈલ*

*🏺Word અને PDF માં*

*⚱️વર્ષ 2021-22 રાજ્યની પ્રાથમિક શાળામાં ઉત્તમ શૈક્ષણિક કાર્ય કરતા અને શાળાકીય સહઅભ્યાસિક પ્રવૃત્તિ, નાવિન્યપૂર્ણ પ્રયોગો, સામાજિક યોગદાન વગેરેમાં ઉત્સાહપૂર્વક સક્રિય હોય તેમજ સમાજને ઉપયોગી બની રહે તેવા પ્રાથમિક શિક્ષક, મુખ્ય શિક્ષક ને પ્રોત્સાહન મળી રહે તેવા ઉમદા હેતુથી પ્રાથમિક શિક્ષક, મુખ્ય શિક્ષકને “પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર" આપવાની યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. જેમાં ઉપયોગી ફાઈલ અહીંથી ડાઉનલોડ કરો...*

Thursday, August 5, 2021

*🔖ગુણોત્સવ 2.0 ફાઈલ Word, Pdf*

*♦️ગુણોત્સવ 2.0 એક્શન પ્લાન પી.ડી.એફ માં*
*♦️ગુણોત્સવ 2.0 એક્શન પ્લાન વર્ડ માં*

*⚱️Key Steps of Success For Gunotsav 2.0 FINAL*

*⚱️ગુણોત્સવ 2.0 મૂલ્યાંકન ફાઈલ*