menu

ચાલતી લીટી

મારા આ બ્લોક માં મુકવામાં આવેલ માહિતી સંકલિત છે જે માટે મારા તમામ કર્મયોગી શિક્ષકો અને શિક્ષણ ને સરળ તથા સર્વલક્ષી બનાવવા મહેનત કરતા તમામ ને તે માટે સહ હર્દય થી આભાર. આ બ્લોક માં મને ગમેલ અને ઉપયોગી લાગેલ માહિતી નો સંગ્રહ કરેલ છે .જેથી એંક જ સ્થળે સરળતાથી મીહતી મેળવી શકાય.॥

Monday, June 29, 2015

Tat 2

TET -2 Exam Syllabus
Sylabus TET 2
TET: 2 અભ્યાસક઼મ કુલ ગુણ: ૧૫૦
●●●●●●●●●●●●●●●●●●●●●●●
વિભાગ: ૧ ગુણ: ૭૫
જનરલ નોલેજ = ૧૩ગુણ
વર્તમાન પ્રવાહો = ૧૨ગુણ
(કુલગુણ= ૨૫ )
-----------------------------------------
શિक्षક અભિયોગ્યતા = ૧૩ ગુણ
અંગ્રેજી વ્યાકરણ = ૧૨ ગુણ
(કુલ ગુણ=૨૫)
----------------------------------------
તાકિઁક અભિયોગ્યતા = ૧૩ ગુણ
ગુજરાતી ભાષા વ્યાકરણ = ૧૨ ગુણ
(કુલ ગુણઃ ૨૫ )
-----------------------------------------
વિભાગઃ૧ (૨૫+૨૫+૨૫) = ૭૫
નોઘ: ઉપરના ગુણ માં (૧૨+૧૩ અથવા ૧૩+૧૨ =૨૫ એમ પણ પુછાઈ શકે)
========================
વિભાગ:૨ ગુણ: ૭૫
સામાજિક વિજ્ઞાાન:
૬ થી ૮ નાં સા.વિ.નાં તથા ધો- અને ૧૦ નાં કઠિનતા ની દ્રષ્ટીએ પુછાય છે તથા ધો:૧૧ અને ૧૨ નુ અર્થશાત્ર પુછાય છે.
----------------------------------------
ભાષા (અંગ્રેજી.ગુજરાતી.હિન્દી.સંસ્કૃત માટે: ધો-૬ થી ૮ નાં પાઠપુસ્તકો નાં કવિ પરીચય ,ઉપનામ ,પાઠનું વાંચન,શબ્દાર્થ,સમાનાર્થી,રુઢ અને અન્ય
------------------------------------
ગણિત અને વિજ્ઞાન
ધોરણ 6  થી 8 પાઠપુસ્તકો

🎯TET -2 SYLLABUS
PART -1(common for all subject)

🎯1.bal vikash ane shiksan na siddhanto -25 marks
2. gujarati & english -25 marks 3. gk & Current affiars -25 marks

🎯PART -2 (Language mate )
gujrati - 20
hindi - 20
english - 20
sanskrit -15 marks

🎯Part-2 (For maths science)

Maths & scuence- 75 marks

🅾Part -2 ( For social science)
History
Geography
Arthsastra
Nagrik shastra

ALL THE BEST...

🎯SHARE THIS..FOR YOUR FRIENDS..🌷


Wednesday, June 24, 2015

Yogdin

➡➡IMPORTANT FOR YOG DIN......

🔴YOG DIVAS NI UJAWNI 21/6/2015 NE 6:30 VAGYATHI START THASHE.(JILLA NA PARIPATRA MUJAB )

🔴YOG DIVAS MATE SLOGAN ANE "INTERNATIONAL YOG DAY" LOGO READY RAKHVO.....

🔴DHYAN RAKHVU K YOG MATRA DHORAN 6-8 NA BALAKONE J KARAVANO CHHE.AMUK JILLA MA STD-5 NI PAN SUCHNA CHHE.

BY-"SHIKSHAK"GROUP..


🔴YOG DIVAS NI UJAWNI NI PHOTOGRAPHY ANE VIDEOGRAPHY JARUR KARVI.....DHYAN RAHE VIDEO SIZE OCHHI RAKHVI VADHI JASE TO CD NA BADLE DVD BANAVI PADSE....

🔴GRAMJANO MATE PIVANA PANI NI VYAVSTHA JARUR KARISU....

🔴YOG DIVASE JTLA PAN STUDENT ANE GRAMJANO HAJAR RAHE TEMNI SIGN. LEVANU BHULSO NAHI..

BY-"SHIKSHAK"GROUP..


🔴AA DIVASE MANNIY P.M SHREE BISAG DWARA SAMBODHAN KARVANA HOI TE MATE VYAVSHA KARVI...

🔴YOG DIN E FARJIYAT HAJAR RAHEVANI SUCHNA CHHE PAN EJ DIVSE GPSC NI EXAM CHHE TO TAMARE AGAU THI MANJURI LAI LEVI...

BY-"SHIKSHAK"GROUP..


🔴KHAS DHYAN RAHE KHAS KISSA JM K BIMARI,KOI PARENTS NO OPPOSE JVA KISSAMA  BALAK NE YOG KARVA DABAN NA KARVU...

🔴
YOG MATE NO TOTAL TIME 33 MINUTES J CHHE....

BY-"SHIKSHAK"GROUP..

🙏🙏🙏🙏🙏🙏🙏🙏


Chhatri vishe

* વરસાદથી બચવા છત્રીનો ઉપયોગ થાય છે પરંતુ છત્રીની મૂળ શોધ સૂર્યના તડકાથી બચવા માટે થયેલી.
* છત્રીને અંગ્રેજીમાં 'અમ્બ્રેલા' કહે છે તેનું બીજું નામ 'પેરાસોલ' છે. પેરાસોલ એટલે સૂર્યના તાપથી બચાવતું છત્ર.
* ઉઘાડબંધ થઈ શકે તેવી છત્રીની શોધ ઈસુની પહેલી સદીમાં ચીનમાં થયેલી ત્યારે છત્રીનો ઉપયોગ ઘોડાની બગી પર થતો.
* પ્રાચીનકાળમાં મોટાભાગની સંસ્કૃતિમાં રાજા મહારાજાઓના રથ ઉપર છત્રીનો ઉપયોગ થતો.
* સળિયાવાળી છત્રીની શોધ ઈ.સ. ૧૮૫૨માં સેમ્યુલ ફોક્સ નામના કારીગરે કરેલી.
* શરૃઆતમાં છત્રીના સળિયા બનાવવા વ્હેલના હાડકાંનો ઉપયોગ થતો.
* ઈ.સ. ૧૯૨૮માં વિયેનાના એક વિદ્યાર્થી સ્લાવા હોરોવિટ્ઝે વાળીને ખિસ્સામાં મૂકી શકાય તેવી પ્રથમ છત્રી બનાવી.
* ગોલ્ફની રમતમાં ૬૦ થી ૭૦ ઇંચના વ્યાસવાળી મોટી છત્રીઓ વપરાય છે.
* આજે સૌથી વધુ છત્રીનું ઉત્પાદન ચીનમાં થાય છે.
* વિશ્વભરના દેશોમાં નવી નવી જાતની છત્રીઓ બનાવવાનું ચાલુ જ રહે છે. અમેરિકાની પેટન્ટ ઓફિસમાં ૩૦૦૦ જેટલી છત્રી સંબંધી શોધો નોંધાઈ છે.
* ૨૦૦૪માં જર્મનીના રોટરડેમના એક કારીગરે વાવાઝોડાનો સામનો કરી શકે તેવી પંખાવાળી છત્રી બનાવેલી.
* ૨૦૦૫માં નેધરલેન્ડની ડેલ યુનિવર્સિટીના એક વિદ્યાર્થી જર્વીન હુગેનડૂમે વિમાન આકારની છત્રી બનાવેલી. ઉઘાડબંધ થઈ શકે અને હાથમાં લઈને ફરી શકાય તેવી આ છત્રી ૭૦ થી ૧૦૦ કિલોમીટરના ઝડપી પવનનો સામનો કરી શકે તેવી હતી. આ શોધ બદલ તેને ઘણા એવોર્ડ મળેલા.




Pagarbill


Chhatri vishe

* વરસાદથી બચવા છત્રીનો ઉપયોગ થાય છે પરંતુ છત્રીની મૂળ શોધ સૂર્યના તડકાથી બચવા માટે થયેલી.
* છત્રીને અંગ્રેજીમાં 'અમ્બ્રેલા' કહે છે તેનું બીજું નામ 'પેરાસોલ' છે. પેરાસોલ એટલે સૂર્યના તાપથી બચાવતું છત્ર.
* ઉઘાડબંધ થઈ શકે તેવી છત્રીની શોધ ઈસુની પહેલી સદીમાં ચીનમાં થયેલી ત્યારે છત્રીનો ઉપયોગ ઘોડાની બગી પર થતો.
* પ્રાચીનકાળમાં મોટાભાગની સંસ્કૃતિમાં રાજા મહારાજાઓના રથ ઉપર છત્રીનો ઉપયોગ થતો.
* સળિયાવાળી છત્રીની શોધ ઈ.સ. ૧૮૫૨માં સેમ્યુલ ફોક્સ નામના કારીગરે કરેલી.
* શરૃઆતમાં છત્રીના સળિયા બનાવવા વ્હેલના હાડકાંનો ઉપયોગ થતો.
* ઈ.સ. ૧૯૨૮માં વિયેનાના એક વિદ્યાર્થી સ્લાવા હોરોવિટ્ઝે વાળીને ખિસ્સામાં મૂકી શકાય તેવી પ્રથમ છત્રી બનાવી.
* ગોલ્ફની રમતમાં ૬૦ થી ૭૦ ઇંચના વ્યાસવાળી મોટી છત્રીઓ વપરાય છે.
* આજે સૌથી વધુ છત્રીનું ઉત્પાદન ચીનમાં થાય છે.
* વિશ્વભરના દેશોમાં નવી નવી જાતની છત્રીઓ બનાવવાનું ચાલુ જ રહે છે. અમેરિકાની પેટન્ટ ઓફિસમાં ૩૦૦૦ જેટલી છત્રી સંબંધી શોધો નોંધાઈ છે.
* ૨૦૦૪માં જર્મનીના રોટરડેમના એક કારીગરે વાવાઝોડાનો સામનો કરી શકે તેવી પંખાવાળી છત્રી બનાવેલી.
* ૨૦૦૫માં નેધરલેન્ડની ડેલ યુનિવર્સિટીના એક વિદ્યાર્થી જર્વીન હુગેનડૂમે વિમાન આકારની છત્રી બનાવેલી. ઉઘાડબંધ થઈ શકે અને હાથમાં લઈને ફરી શકાય તેવી આ છત્રી ૭૦ થી ૧૦૦ કિલોમીટરના ઝડપી પવનનો સામનો કરી શકે તેવી હતી. આ શોધ બદલ તેને ઘણા એવોર્ડ મળેલા.




Oudit

Documents instructions help for SMC audit

Important Instructions for SMC audit 

Sr No. Document should taken at the time of Audit.
1 Rojmel & Khatavahi
2 Vouchers 01.04.2014 to 31.03.2015 
3 Passbook 01.10.2014 to 31.03.2015
4 Bill Registred or Activity Patrak ( Entry of all Bills and Vouchers of 01.04.2014 to 31.03.2015)
5 Grant Utilisation (Annexure-10 )  FY 01.04.2014 to 31.03.2015
 6 Bank Reconcilation - (annexure -9) on as on 31.03.2014 and 31.03.2015
7  Register- Dead Stock, Bhav Patrak File(Quotation File), Bill Register, Tharav Book, STP Student Present List,Transport Student List and Vehicle Details, TLM, Cheque issue Register, Present List,Inward and outward Register, Stock Register  and Majur Patrak (for Construction work) and any register is required as per MHRD Guideline


Sr No. Zerox copy of following document

1 Pass Book  Xerox (01.4.2014 to 31.03.15)
2 Cash Book (Last Pg. Xerox)
3 Annexure 10 (Grant Utilization) -1.04.2014 to 31.03.2015 - Three Copy ( One will be given after auditor sign)
4 Annexure 10 (Grant Utilization) -Last Year 01.04.2013 to 31.03.2014
5 Bank Reco. (Annexure 9)
6 Copy of TDS Challan with Details
7 Bill Registered / Activity Patrak- Entry of all Bills and Vouchers of 01.04.2014 to 31.03.2015

8Thrav book Zerox only for Construction work

9 Civil Work Completion certificate at which stage work is completed

→9;10;11 namuno
→10 namunani 2 copy
→Khatavahi
→Rojmelna first and last panani xerox



Sunday, June 21, 2015

પ્રજ્ઞા વગૅ materials -

 pragna 


Kaleidoscope

If this is God’s world, there are no unimportant people.

- Rt. Hon. George Thomas

કુદરત એક જેવો બીજો નમૂનો બનાવતી નથી. એક જેવો બીજો મનુષ્ય કે પ્રાણી તો ઠીક, એક જેવું આબેહૂબ બીજું વૃક્ષ કે જંતુ પણ પેદા થતું નથી. કરોડો વર્ષથી આ ક્રિયા ચાલુ છે. હજી કુદરતનો ખજાનો ખૂટયો નથી અને કરોડો વર્ષ પછી પણ ખૂટવાનો નથી.

કોઈ બે મનુષ્યના માત્ર ચહેરા જ જુદા હોય છે, એવું નથી. હાથની રેખાઓ, અંગૂઠા, આંગળીઓ, નાક, દાંત, શ્રવણશક્તિ, દૃષ્ટિ, બધું જ ભિન્ન હોય છે. સમય સતત વહ્યા જ કરે છે અને પરિસ્થિતિ બદલાયા જ કરે છે. પ્રતિક્ષણે ઊભી થતી નવી પરિસ્થિતિ માટે કુદરત નવા જીવોનું નિર્માણ કર્યા કરે છે, એટલું જ નહીં, નવી રીતે નિર્માણ કર્યા કરે છે. પ્રત્યેક જીવ તેની પોતાની રીતે એક અને અનોખો હોય છે. કારીગર પોતાના કામ માટે જુદા જુદા પ્રકારનાં અને જુદાં જુદાં માપનાં હથિયારો વાપરે છે એમ કુદરત પણ પોતાના કામ માટે જુદા જુદા જીવોનો ઉપયોગ કરે છે. તેના આ કામ વિષે આપણે બહુ જ ઓછું જાણી શકીએ છીએ, કારણ કે સર્જનની આ લીલા અગાધ અને અટપટી છે, પરંતુ એટલું આપણે જાણીએ છીએ કે, આપણે આવી કોઈક વિશાળ લીલાનો ભાગ છીએ અને બીજાથી જુદા, વિશિષ્ટ, એક અને અનોખા છીએ.

અને એટલે જ આપણા સમયની એક બહુ મોટી સમસ્યા આપણી જીવનરીતિને એકસરખી બનાવવામાંથી સર્જાય છે. આવું બે રીતે બને છે. એક તો સમાજ અને સરકાર (પછી તે ગમે તે દેશની હોય) આપણા જીવનને એક જ બીબામાં ઢાળવા પ્રયત્ન કરે છે,અમુક પ્રકારનું રેજિમેન્ટેશન દાખલ કરે છે ત્યારે અને બીજું આપણે પોતે જ્યારે બીજા જેવા બનવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે.

સરકાર કે સમાજ જે એકસરખાપણું આપણા ઉપર લાદે છે તેને દૂર કરવાની એક વ્યક્તિ તરીકે આપણી પાસે શક્તિ હોતી નથી,એટલે તે સ્વીકારીને જ ચાલવું પડે છે, પરંતુ આપણે પોતે બીજા જેવા બનવાનો જે પ્રયત્ન કરીએ છીએ તેમાંથી આપણે જરૂર છૂટી શકીએ છીએ.

ર્ડાિવનના નેચરલ સિલેક્શનના નિયમ પ્રમાણે, કુદરત જે ઉત્તમ હોય તેનો જ પોતાના કામ માટે ઉપયોગ કરે છે. તેને જ જીવન જીવવાનો અધિકાર આપે છે. આનો અર્થ એવો ન કરવો જોઈએ કે કુદરત તગડા, પઠ્ઠા, મજબૂત હોય તેને જ જીવવા દે છે. આનો અર્થ એવો છે કે જે પરિસ્થિતિમાં જે સૌથી યોગ્ય હોય તેને જ કુદરત પસંદ કરે છે. આ તો સ્વાભાવિક છે. કારીગર હંમેશાં ઉત્તમ હથિયાર જ પસંદ કરે છે, પરંતુ આમાં યોગ્યતાની જે વાત છે તે બહુ જ અટપટી છે, કારણ કે એમાં સંકળાયેલ વિશિષ્ટ પરિસ્થિતિ,એ પરિસ્થિતિમાં જીવની વિશિષ્ટ પ્રકારની યોગ્યતા અને એ યોગ્યતા નક્કી કરવા પાછળનો કુદરતનો હેતું, એ બધી બાબતો વિષે આપણે ભાગ્યે જ કશું જાણી શકીએ છીએ.

અમેરિકાના ર્જ્યોિજયા પરગણાના સેનેટર એલેક્ઝાન્ડર સ્ટીવન્સનું કદ ખૂબ જ નાનું અને વજન પણ ઘણું જ ઓછું હતું, પરંતુ બુદ્ધિ તીવ્ર હતી. એક વાર ચર્ચાની ગરમીમાં એક મોટા, ઊંચા, તગડા કોંગ્રેસમેને એના તરફ દાંતિયું કર્યું, "એવો ગુસ્સો ચડે છે કે, તને આખો ને આખો ગળી જાઉં!"

સ્ટીવન્સે સહીને કહ્યું, "તો, તારા માથામાં છે એ કરતાં પેટમાં બુદ્ધિનું પ્રમાણ વધી જાય!"

કોનો, ક્યાં, કોઈ જાતનો ઉપયોગ છે તે આપણે જાણતા નથી. કુદરત તગડાને અમુક કારણે જીવવા દે છે તો દૂબળા અને બુદ્ધિશાળીની પસંદગી બીજાં જ કોઈક કારણોસર કરે છે. એમાં એટલી બધી વિવિધતા હોય છે અને એટલા બધા મુદ્દાઓ સંકળાયેલા હોય છે કે નેચરલ સિલેક્શન બાબતાં કોઈ એક નિયમ આપણે તારવી શકતા નથી. માત્ર એટલું જાણી શકીએ છીએ કે કુદરતમાં આવું કોઈક સિલેક્શન કામ કરી રહ્યું છે.

અને કબીર કહે છે કે તેમ, "જહાં કામ આવે સૂઈ, ક્યા કરે તલવારી?" જ્યાં સોય કામ આવે તેમ હોય ત્યાં તલવારનો શું ઉપયોગ?

આપણે સોય હોઈએ તો સોય, નાના હોઈએ તો નાના, ઝીણા હોઈએ તો ઝીણા, એ રીતે જ આપણે ઉપયોગી થઈ શકીએ તેમ છીએ. આપણે તલવાર બનવાની ચેષ્ટા શા માટે કરવી? કારણ કે સોયનો જ્યાં ઉપયોગ કરવાનો હશે, ત્યાં તલવાર શું ઉપયોગમાં આવવાની છે? તલવારનું કામ તલવાર કરતી હશે, પણ એથી કાંઈ એનું મહત્ત્વ વધી જતું નથી. કદમાં એ મોટી હશે, તેજ,ચમકદાર હશે, પણ એક નાનકડું કપડું પણ એ સાંધી શકશે નહીં. એનું તેજ કે એની ચમક જોઈને સોયને શરમાવાની જરૂર નથી,ઓજપાવાની જરૂર નથી, પોતાની કિંમત ઓછી આંકવાની જરૂર નથી અને સૌથી વધુ તો, તલવારની ઈર્ષા કરવાની કે તલવાર બનવાનો પ્રયત્ન કરવાની જરૂર નથી.

જે જ્યાં છે અને જે છે, તે રહીને જ જીવનની આ વિશાળ લીલામાં યોગ્ય ભાગ લઈ શકે છે. બીજા જેવા બનવાની એને જરૂર નથી,કારણ કે તે એક અને વિશિષ્ટ છે. કુદરતે એનું એ રીતે જ નિર્માણ કર્યું છે. એને બીજા જેવા નહીં, પણ પોતાના જેવા બનવાની જરૂર અને ઉત્તમ રીતે પોતાના જેવા બનવાની જરૂર છે. આ જ એના જીવનનો એકમાત્ર હેતુ હોઈ શકે છે.

પરંતુ માણસ પોતાના જેવો બનવાના બદલે બીજા દેવો બનવા પ્રયત્ન કરે છે. એક નિરર્થક હરીફાઈમાં એ દોડવાનું શરૂ કરે છે. બીજા જેવો એ ક્યારેય બની શકતો જ નથી. પરિણામે એને દુઃખ, બળતરા અને અશાંતિ જ મળે છે.

આપણે આપણી પોતાની સામે ભાગ્યે જ નજર કરીએ છીએ. આપણી પોતાની મૂડીનો ભાગ્યે જ ખ્યાલ કરીએ છીએ. આપણે તો બીજા સામે નજર કરીને, આપણું જીવન ઘડવાનો પ્રયત્ન કરીએ છીએ.

મોટાભાગના માણસોને બીજા કોઈકની પ્રશંસા, બીજા કોઈકની હરીફાઈ, બીજાની ઈર્ષા જિંદગીના ખોટા માર્ગે દોડાવી જાય છે,પરંતુ ત્યાં તેમને માટે સુખ કે સંતોષના બદલે ખાલીપો અને નિરાશા જ પડયાં હોય છે.

માણસ જ્યારે પોતાના પિંડને અનુરૂપ, 'સ્વ'ભાવને અનુરૂપ કામ કરે છે, ત્યારે જ તેમાંથી તેને સુખ અને આનંદ પ્રાપ્ત થાય છે. બીજાની દેખાદેખી કે બીજાની પ્રશંસામાંથી તે ક્યારેય મળતાં નથી.

અને દરેક વ્યક્તિમાં કોઈક વિશિષ્ટતા તો હોય જ છે. એની એ વિશિષ્ટતા જ એની સાચી મૂડી હોય છે.

જોકે, હમણાં મારા એક મિત્રે મને આ રીતે કહ્યું હતું, "મારામાં તો કોઈ વિશિષ્ટતા નથી, કોઈ શક્તિ નથી, હું શું બની શકું? હું લેખક, કવિ, ચિત્રકાર, સંગીતકાર, પોલિટિશિયન, વેપારી, ઉદ્યોગપતિ, વૈજ્ઞાાનિક કશું જ બની શકું તેમ નથી. હું એક સામાન્ય માણસ છું."

એમની વાત એકદમ વિચાર કરવા જેવી છે. હજારો લાખો માણસોને એમ થાય છે કે, અમારામાં તો કોઈ વિશિષ્ટ શક્તિ નથી. અમે વળી શું બની શકીએ? અમે તો સામાન્ય માણસ છીએ, પરંતુ વિશિષ્ટ શક્તિ એટલે શું? માત્ર લેખક, કવિ, ચિત્રકાર, સંગીતકાર, કલાકાર, વિજ્ઞાાની બનવાની શક્તિ જેનામાં હોય એ જ વિશિષ્ટ શક્તિ ગણાય?

આ એક ભ્રમ છે અને આપણે ઊભાં કરેલાં ખોટાં જીવનમૂલ્યો ઉપર એ આધારિત છે. અમુક માણસોને આપણે સમાજમાં મહત્ત્વનું સ્થાન આપીએ છીએ. એને કારણે બીજા હજારો માણસો શક્તિ નહીં હોવા છતાં એમના જેવા બનવા પ્રયત્ન કરે છે અને એમની જિંદગી બરબાદ કરે છે. બહારથી એવા દેખાવા છતાં અને ઘણી વાર એવા હોવાની પ્રશંસા મેળવ્યા છતાં, એમની જિંદગી તો બરબાદ જ થાય છે, કારણ કે ખરેખર તેઓ એવા હોતા નથી. મનુષ્યનું મનુષ્ય હોવું અને બીજા કરતાં હોવું એ જ એની વિશિષ્ટતા છે.

સોક્રેટિસ કવિ નહોતો, ચિત્રકાર નહોતો, વિજ્ઞાાની નહોતો, છતાં એને આપણે યાદ કરીએ છીએ. કોઈ કહે કે, તે તો વિચારક અને ફિલસૂફ હતો.

મહાત્મા ગાંધી સંગીતકાર નહોતા, વિજ્ઞાાની નહોતા, કલાકાર નહોતા, સાહિત્ય, કલા, વિજ્ઞાાન, સંગીત, કોઈ ક્ષેત્રમાં એમનું કોઈ મૌલિક પ્રદાન નથી, ફિલસૂફના ક્ષેત્રમાં પણ નહીં છતાં માનવતાના ક્ષેત્રમાં એમણે જે પ્રદાન કર્યું છે તે કેવડું મોટું છે?

કોઈ એમ પણ કહી શકે કે, એ તો મહાત્મા હતા, મહાન હતા. બધા કાંઈ થોડા મહાત્મા ગાંધી, સોક્રેટિસ કે બુદ્ધ બની શકે?

બધા ચોક્કસ ગાંધી કે બુદ્ધ ન બની શકે, (કારણ કે એ તો માત્ર એમની વિશિષ્ટતા હતી), પરંતુ કોઈ પણ માણસ એ જે કાંઈ હોય તે 'સારામાં સારો' તો બની જ શકે અને કોઈ પણ સામાન્ય માણસમાં એની પોતાની જ કહી શકાય તેવી વિશિષ્ટતા અને અસામાન્યપણું તો હોય જ છે.

અને ખરાબ સંગીતકાર બનવા કરતાં સારા કારીગર બનવું સારું. કોઈ પણ વ્યક્તિ સારી ગૃહિણી, સારા પતિ કે પત્ની, સારાં માતા-પિતા, સારા મિત્ર કે સારા પાડોશી તો જરૂર બની શકે.

"હું તો સામાન્ય માણસ છું." એમ જ્યારે કોઈ કહે છે ત્યારે, 'માણસ' હોવું એટલે શું એની એને ખબર નથી હોતી.

પ્લેટોએ એક નાનકડી કથા લખી છે. એમાં પરલોકના જીવો આ ધરતી ઉપર આવીને જુદાં જુદાં ખોળિયાં ધારણ કરી, જુદાં જુદાં કાર્યો કરવાનાં શરૂ કરે છે. કોઈક કવિનું ખોળિયું ધારણ કરે છે, કોઈક કલાકારનું. આખરે, યુલિસિસ ધરતી પર આવે છે. "ઓહ!" તે કહે છે, "બધાં જ ઉત્તમ ખોળિયાં કામે લેવાઈ ગયાં છે, મહાન કાર્યો થઈ રહ્યાં છે. મારા માટે બાકી કશું જ રહ્યું નથી."

એ વખતે આકાશવાણી સંભળાય છે, 'જે ઉત્તમ છે, તે તારા માટે બાકી રહ્યું છે- એક સામાન્ય માણસનું ખોળિયું. એ ખોળિયામાં રહીને તારે સામાન્ય ભલાઈનું, સામાન્ય કામ કરવાનું છે.'

જે આપણને સામાન્ય લાગતું હોય છે તે ખરેખર અસામાન્ય હોય છે. ઉત્તમ પુરુષો જ તે કરી શકે છે.

પણે જે કાંઈ હોઈએ તે સારામાં સારા બનીએ, જે કામ કરીએ તે સારામાં સારી રીતે કરીએ. જ્યાં રહીએ ત્યાં સારામાં સારી રીતે રહીએ. જીવનની આ લીલામાં આપણું પોતાનું સ્થાન આપણે શોધી લઈએ અને તેને દીપાવીએ.

કેલિડોસ્કોપ : મોહમ્મદ માંકડ

(સંદેશ ૧૪/૦૬/૨૦૧૫ )



Sunday, June 14, 2015

Teacher

शिक्षक की गोद में उत्थान पलता है।
सारा जहां शिक्षक के पीछे ही चलता है।

शिक्षक का बोया हुआ पेड़ बनता है।
वही पेड़ हजारों बीज जनता है।

शिक्षक काल की गति को मोड़ सकता है।
शिक्षक धरा से अम्बर को जोड़ सकता है।

शिक्षक की महिमा महान होती है।
शिक्षक बिन अधूरी हूँ वसुन्धरा कहती है।

याद रखो चाणक्य ने इतिहास बना डाला था।
क्रूर मगध राजा को मिट्टी में मिला डाला था।

बालक चन्द्रगुप्त को चक्रवर्ती सम्राट बनाया था।
एक शिक्षक ने अपना लोहा मनवाया था।

संदीपनी से गुरु सदियों से होते आये है।
कृष्ण जैसे नन्हे नन्हे बीज बोते आये है।

शिक्षक से ही अर्जुन और युधिष्ठिर जैसे नाम है।
शिक्षक की निंदा करने से दुर्योधन बदनाम है।

शिक्षक की ही दया दृष्टि से बालक राम बन जाते है।
शिक्षक की अनदेखी से वो रावण भी कहलाते है।

हम सब ने भी शिक्षक बनने का सुअवसर पाया है।
बहुत बड़ी जिम्मेदारी को हमने गले लगाया है।

आओ हम संकल्प करे की अपना फ़र्ज निभायेगे।
अपने प्यारे भारत को हम जगतगुरु बनायेंगे।

अपने शिक्षक होने का हरपल अभिमान करेगे।
इस समाज में हम भी अपना शिक्षा दान करेगे।

शिक्षको को समर्पित कविता।


Monday, June 8, 2015

Badali

💥💥BREAKING NEWS


🔴ONLINE BADLI STATUS IS NOW AVAILABLE.

🚧ઓનલાઈન બદલી સ્ટેટસ ચેક કરો.
રજીસ્ટ્રેશન નંબર & જન્મ તારીખ સાથે રાખો .

🚀Online badli arji nu status check karo

અન્ય જાણકારી માટે: ૦૭૯ - ૨૩૨૫૩૯૭૨,૭૩

ટેકનીકલ સપોર્ટ માટે: ૦૭૯ - ૨૩૨૫૬૫૯૨

ઉપરોક્ત નંબર પર સવારે ૧૦ થી સાંજના ૭ વાગ્યા સુધી http://nlparmar.blogspot.com/2015/06/check-ur-online-badli-status.html  


Praveshotshav ma dhyan ma rakhvani babato

✳CHHOTI CHHOTI MAGAR BADI BATEIN.."PRAVESHOTSAV-15"

🔼*MANUSYA TU ...SONG ACTION SATHE KARVANU CHHE ANE BALAKO NA ALAG GROUP DWARA J GAAN KARAVU.BHULTA NAHI...

🔼*DHYAN RAKHJO MAHEMANO NU SWAGAT FRUITS THI KARVANU CHHE....

🔼*SWAGAT PACHHAL VADHARE SAMAY NA BAGADSO...

🔼*STUDENT SPEECH VADHU MA VADHU 3-4 MINUTE NI J RAKHSO....

*🔼VRUKSHAROPAN MA ROPO TO LAVSO PAN TE JAGYA E CHHARI,NEPKIN,PAVDO MUKVA NU BHULSO NAHI...

🔼*ANE HA KARYKRAM NU SANCHALAN SHALANA BALKONE J KARVANU CHHE..

🔼*SHAKYA HOY TO MAHEMANO NE PIVANU PANI TREY MA APVANU THAY TO BALAKO DWARA NA APAVU.DHOLAVA NI SHAKYATA RAHESE...

🔼*AVEL MAHEMAN TAMARA STAFF MATHI YOG NI TEAM MATE NAAM MAGSE TO TAIYAR RAHESHO..

🔼*PRAVESH PAMNAR BALAKONI ODAKH MATE ID CARD BANAVANU BHULSO NAHI....

🔼*AA VAKHAT NA PRAVESHOTSAV MA SWACHHATA NE PAN MAHATVA APAYU CHHE TO TOILET BLOCK ANE PANI NI PARAB NI SWACHHATA AVASYA KARVI.....

🔼*ADHIKARIYO NE COMPUTER LAB NI CHAKASANI KARVANI PAN SUCHNA CHHE DHYAN RAKHSO...

🔼*PRAVESH PAMNAR BALAKO NI TARIJ "READY ON DESK" RAKHSO.....

➡*BEST OF LUCK FOR PRAVESHOTSAV..2015💐💐💐💐💐


Dikari


કેવી રીતે જળ અહીં આંસુ બને તે જાણવા,
વહાલસોયી દીકરીને ઘરથી વળાવી જોઇએ
-ગૌરાંગ ઠાકર


લૂંટાઈ ગ્યો મારો લાડખજાનો ‘દાદ’ હું જોતો રયો
જાન ગઈ જાણે જાન લઈ હું તો સૂનો માંડવડો
-કવિ દાદ




"દીકરી સ્નેહસંબંધનો મોભારો છે. મોગરાની મહેક, ગુલાબની ભવ્યતા, પારિજાતની દિવ્યતા કોઇ ઝાકળબિંદુમાં એકઠી થાય ત્યારે એને દીકરી નામ અપાય છે."
- ગુણવંત શાહ






ક્યારેય તમે તમારી જાતને દુનિયાભરના તમામ દુ:ખોથી ઘેરાયેલી 
મહેસુસ કરો ત્યારે તમારી દીકરી સાથે થોડો સમય દિલથી વિતાવજો.
તેની સાથે દિલ ખોલીને વાત કરી લેજો.
ત્યાં તમારા મનને હિમાલયથી પણ વધારે ઠંડક અને અનંત શાંતિ અનુભવવા મળશે. 
દીકરી તો મા-બાપનો શ્વાસ છે, જે લીધા વગર ચાલતું પણ નથી અને સમય આવ્યે છોડ્યા વગર પણ ચાલતું નથી.
ઈશ્વરે દીકરી ઘડીને માતા-પિતા ઉપર ઉપકાર કર્યો છે. દીકરીનો મા-બાપ પ્રત્યેનો પ્રેમ પ્રારંભથી લઈને અંત સુધી એક સરખો જ વહે છે.
દીકરી જગતના કોઈપણ ખૂણે જશે, માતા-પિતાના હૃદયથી ક્યારેય દૂર જતી નથી. 
દીકરી સાથેની મા-બાપની વહાલની કડીઓ ક્યારેય ઢીલી પડતી નથી. દીકરી જ સચ્ચાઈ છે.
દીકરો ક્યારેક ભ્રમ સાબિત થઈ શકે છે. કદાચ એટલા માટે જ આપણાં તત્ત્વચિંતકોએ દીકરીને બાપનું હૈયું કહી છે... કલેજાનો ટુકડો કહ્યો છે. અને, એટલા માટે જ દીકરી સાસરે જાય છે ત્યારે મા-બાપની આંખોમાં આંસુ વહે છે. 
નક્કી માનજો, દીકરી તો ગયા ભવમાં જેણે પુણ્ય કર્યા હોય તેને જ મળે છે.



Dikari


દીકરો વારસ છે તો દીકરી પારસ છે! 
દીકરો વંશ છે તો દીકરી અંશ છે! 
દીકરો આન છે તો દીકરી શાન છે! 
દીકરો તન છે તો દીકરી મન છે! 
દીકરો માન છે તો દીકરી સ્વમાન છે! 
દીકરો સંસ્કાર છે તો દીકરી સંસ્કૃતિ છે! 
દીકરો આગ છે તો દીકરી બાગ છે! 
દીકરો દવા છે તો દીકરી દૂવાં છે! 
દીકરો ભાગ્ય છે તો દીકરી વિધાતા છે! 
દીકરો શબ્દ છે તો દીકરી અર્થ છે! 
દીકરો ગીત છે તો દીકરી સંગીત છે! 
દીકરો પ્રેમ છે તો દીકરી પૂજા છે! 
દીકરો વાદળ છે અને વરસે છે તો દીકરી ધરતી છે અને તરસે છે! 
દીકરો એક પરિવારને તારે છે તો દીકરી દસ પરિવારને તારે છે!!


Wednesday, June 3, 2015

Swagatgeet

💥Praveshotsav 2015
Mate :
👉5 Swagat Geet
1⃣Susvagatam,Ghar mandir se
2⃣Aawo Monghera Maheman
3⃣Swagat Ham karte he
4⃣Wel Come Song
5⃣Swagat People of india
🌅Other Song🌅
1⃣Manushya tu bada
2⃣School Chale ham
3⃣Jay Somnath,
4⃣Rajasthani Song Ghoomar
👉Click On :

Sher your other Groups http://www.pgondaliya.com/search/label/2.%E0%AA%89%E0%AA%AA%E0%AA%AF%E0%AB%8B%E0%AA%97%E0%AB%80%20Mp3%20%E0%AA%97%E0%AB%80%E0%AA%A4