menu

ચાલતી લીટી

મારા આ બ્લોક માં મુકવામાં આવેલ માહિતી સંકલિત છે જે માટે મારા તમામ કર્મયોગી શિક્ષકો અને શિક્ષણ ને સરળ તથા સર્વલક્ષી બનાવવા મહેનત કરતા તમામ ને તે માટે સહ હર્દય થી આભાર. આ બ્લોક માં મને ગમેલ અને ઉપયોગી લાગેલ માહિતી નો સંગ્રહ કરેલ છે .જેથી એંક જ સ્થળે સરળતાથી મીહતી મેળવી શકાય.॥

Saturday, August 28, 2021

નિવૃત્ત શિક્ષક

નથી વેડફી નોકરીમાં ક્યારેય
એક ક્ષણ કદી  નકામી
પરંતુ
*નિવૃત્તિમાં નવરા બેસી રહેવાની*
*મજા પણ કઈક ઓર હોય છે*

ના જાગવાની કોઈ ઝંઝટ
ના ઊંઘવાની કશી ઉતાવળ
અભેરાઈએ ચડાવી દો એલારામને
*મોડા ઉઠવાની*
*મજા પણ કઈક ઓર હોય છે*

સદા અંકુશ માં
ખુદ ને મિટાવી રહ્યા કાયમ ખુશ માં
ભૂલી જાઓ એ બધું
*મુક્તિને માણવાની*
*મજા પણ કઈક  ઓર હોય છે*

શરીર ને સાચવો હવે
*આળસુ થઈ ને આરામ ફરમાવાની*
*મજા પણ કઈક ઓર હોય છે*

બદલીની બીકમાં કશું બોલી ના શક્યા
લોકેશન ની લ્હાયમાં લડી ના શક્યા
ફગાવી દ્યો એ ફડફડાટ,
*માથું ઉચકીને માગવાની*
*મજા પણ કઇક ઓર  છે*

છૂટી ગયા,સીએલ,ઈએલ,
સીક લીવના છટકામાંથી,
ના ઉગારી શક્યું કોઈ એ ખટકામાંથી
ફરો હવે ફાવે તેમ ફિકર વિના,
*રજા વગર રખડવાની*
*મજા પણ કઈક ઓર  છે*

બોલવાનું હતું ત્યાં બોલી ના શક્યા
આક્રોશ કોઈ ની આગળ ઓલવી ના શક્યા
હવે ફેકો, ફેકવું હોય તેટલું
*બિન્દાસ બેધડક બોલવાની* 
*મજા પણ કઇક ઓર  છે*

હાજી..હાજી..જીહા..જીહા
કહીને વેડફી નાખી જીન્દગી
હવે નિવૃતિ જીવન માં
જલસા કરી લ્યો મિત્રો ,
*સમય આવ્યે સામા પડવાની*
*મજા પણ કઈક ઓર હોય છે*

*વિતી ગયેલા વર્ષો*
*કદી પાછા નહી વળે*
*છોડી ગયાછે જે સાથ*
*એ ફરી નહી મળે*
*અંતિમ ક્ષણ સુધી*
*કરી લ્યો આનંદ*
*નિવૃત્તિ માં મુસ્કુરાવાની*
*મજા પણ કઇક ઓર  છે*

*(મારા નિવૃત વડીલોને અર્પણ)*

No comments:

Post a Comment