💁♂ ઈ.સ.૧૯૪૬ માં શેમાં બંધારણસભાની વ્યવસ્થા કરવામાં આવી હતી ?
*કેબીનેટ મિશનમાં*
💁♂ ઈ.સ.૧૯૪૬ માં પ્રાંતોની ધારાસભાના સભ્યો દ્વારા બંધારણસભાનાં કેટલા સભ્યોની ચૂંટણી થઈ ?
*૩૮૯*
💁♂ બંધારણસભાનાં પ્રમુખ કોણ હતાં?
*ડૉ. રાજેન્દ્રપ્રસાદ*
💁♂ બંધારણસભાની પ્રથમ બેઠક કોના પ્રમુખ પદે મળી હતી ?
*સચ્ચિદાનંદ સિંહાના પ્રમુખ પદે*
💁♂ બંધારણસભાની પ્રથમ બેઠક ક્યારે મળી હતી ?
*૯ ડિસેમ્બર,૧૯૪૬*
💁♂ ડો. રાજેન્દ્રપ્રસાદને ક્યારે બંધારણસભાના પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા ?
*૧૧ ડિસેમ્બર,૧૯૪૬*
💁♂ બંધારણ સમિતિ (બંધારણનો મુસદ્દો તૈયાર કરનાર સમિતિ) ની રચના ક્યારે કરવામાં આવી ?
*૨૯ ઓગષ્ટ, ૧૯૪૭*
💁♂ બંધારણ સમિતિ (બંધારણનો મુસદ્દો તૈયાર કરનાર સમિતિ) ના અધ્યક્ષ કોણ હતાં ?
*ડૉ. ભીમરાવ (બાબા સાહેબ) આંબેડકર*
💁♂ બંધારણ સમિતિ (બંધારણનો મુસદ્દો તૈયાર કરનાર સમિતિ) ના સલાહકાર કોણ હતાં ?
*સર બેનીગાલ નરસિંહરાવ*
💁♂ મુસદ્દા સમિતિએ તૈયાર કરેલ ખરડાનું પ્રથમ વાંચન ક્યારે થયું ?
*૪ નવેમ્બર,૧૯૪૮ ના રોજ*
💁♂ બંધારણને ક્યારે મંજૂર થયેલુ જાહેર કરવામાં આવ્યુ ?
*૨૬ નવેમ્બર,૧૯૪૯*
💁♂ બધારણને તૈયાર કરવામાં કેટલો સમય લાગ્યો ?
*૨ વર્ષ,૧૧ મહિના અને ૧૮ દિવસ*
💁♂ પ્રજાસત્તાક ભારતનાં પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા ?
*ડૉ. રાજેન્દ્રપ્રસાદ*
💁♂ ડૉ. રાજેન્દ્રપ્રસાદને પ્રજાસત્તાક ભારતનાં પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે ક્યારે ચૂંટવામાં આવ્યા ?
*૨૪ જાન્યુઆરી ૧૯૫૦ ના રોજ*
💁♂ બંધારણનો અમલ ક્યારથી શરુ થયો ?
*૨૬ જાન્યુઆરી ૧૯૫૦ ના રોજ*
💁♂ ભારતના બંધારણનો પ્રારંભ શેનાથી થાય છે ?
*આમુખથી*
💁♂ વિશ્વનું સૌથી વિશાળ બંધારણ કયા દેશનું છે ?
*ભારત*
💁♂ બંધારણનો ૪૨ મો સુધારો ક્યારે થયો ?
*ઈ.સ. ૧૯૭૬*
💁♂ બંધારણના કયા ભાગમાં મૂળભૂત હકોનો સ્વીકાર કરવામાં આવ્યો છે ?
*બંધારણના ત્રીજા ભાગમાં*
💁♂ બંધારણના ચોથા ભાગમાં શેનો સમાવેશ થાય છે ?
*રાજનીતિનાં માર્ગદર્શક સિદ્ધાંતો*
💁♂ રાજનીતિનાં માર્ગદર્શક સિદ્ધાંતો કયા બે વિભાગમાં છે ?
*(૧) આંતરિક નીતિનાં માર્ગદર્શક સિદ્ધાંતો અને (૨) બાહ્ય નીતિનાં માર્ગદર્શક સિદ્ધાંતો*
💁♂ બંધારણની કલમ ૭૯ અનુસાર ભારતીય સંસદમાં શેનો સમાવેશ થાય છે ?
*રાષ્ટ્રપતિ, લોકસભા અને રાજ્યસભા*
💁♂ ખરડો કાયદો ક્યારે બને ?
*સંસદના બંને ગૃહો (લોકસભા અને રાજ્યસભા) કાયદાના ખરડાને પસાર કરે પછી રાષ્ટ્રપતિની સહી થતાં ખરડો કાયદો બને છે.*
💁♂ બંધારણની કઈ કલમ અનુસાર રાજ્યસભાની કુલ સભ્યસંખ્યા ૨૫૦ નક્કી કરવામાં આવી છે ?
*કલમ ૮૦ અનુસાર*
💁♂ રાજ્યસભાની કુલ સભ્યસંખ્યા ૨૫૦ માંથી કેટલા સભ્યોની નિયુક્તિ રાષ્ટ્રપતિ કરે છે ?
*૧૨ સભ્યો*
💁♂ રાજ્યસભાના સભ્ય બનવા માટે કેટલી વય મર્યાદા નક્કી કરવામાં આવી છે ?
*ઓછામાં ઓછી ૩૦ વર્ષ*
💁♂ રાજ્યસભાના સભ્યો કેટલા વર્ષ માટે ચૂંટાય છે ?
*૬ વર્ષ માટે*
💁♂ રાજ્યસભા એ કેવુ ગૃહ છે ?
*કાયમી ગૃહ*
💁♂ રાજ્યસભામાં દર બે વર્ષે કેટલા સભ્યો નિવૃત થાય છે ?
*૧/૩ ભાગના સભ્યો*
💁♂ રાજ્યસભાની વર્ષમાં ઓછામાં ઓછી કેટલી બેઠક મળવી જ જોઇએ ?
*ઓછામાં ઓછી બે(૨) બેઠક*
💁♂ રાજ્યસભાની કામગીરીનું સંચાલન કોના દ્વારા થાય છે ?
*અધ્યક્ષ દ્વારા(ચેરમૅન)*
💁♂ રાજ્યસભાના અધ્યક્ષનો હોદ્દો કોણ સંભાળે છે ?
*ભારતના ઉપરાષ્ટ્રપતિ*
💁♂ બંધારણની કઈ કલમ અનુસાર લોકસભાના સભ્યો ચૂંટાય છે ?
*કલમ (૮૧) અનુસાર*
💁♂ ૪૨મા બંધારણીય સુધારા મુજબ લોકસભાની સભ્યસંખ્યા કેટલી રહેશે ?
*૫૪૫ સભ્યો*
💁♂ લોકસભાના સભ્ય બનવા માટે કેટલી વય મર્યાદા નક્કી કરવામાં આવી છે ?
*ઓછામાં ઓછી ૨૫ વર્ષ*
💁♂ લોકસભાની સમય મર્યાદા કેટલા વર્ષ નક્કી કરવામાં આવી છે ?
*૫ વર્ષ*
💁♂ લોકસભાની વર્ષમાં ઓછામાં ઓછી કેટલી બેઠક મળવી જ જોઇએ ?
*ઓછામાં ઓછી બે(૨) બેઠક*
💁♂ લોકસભાની કામગીરીનું સંચાલન કોના દ્વારા થાય છે ?
*અધ્યક્ષ દ્વારા(સ્પીકર)*
💁♂ બંધારણમાં અત્યાર સુધી કેટલા સુધારાઓ થયા છે ?
*૭૮ સુધારા*
💁♂ દરેક પ્રધાન વ્યક્તિગત રીતે કોને જવાબદાર છે ?
*વડાપ્રધાન ને*
💁♂ પ્રધાનમંડળ સંયુક્ત રીતે કોને જવાબદાર છે ?
*લોકસભાને*
💁♂ પ્રધાનો દરેક કાર્ય કોના નામે કરે છે ?
*રાષ્ટ્રપતિ*
💁♂ સરકારી ખરડાઓ કોણ રજુ કરે છે ?
*જે–તે ખાતા ના પ્રધાન*
💁♂ બિનસરકારી ખરડો એટલે શું ?
*પ્રધાન સિવાય અન્ય કોઈ સભ્ય ખરડો રજુ કરે*
💁♂ ખરડો રજુ કરતા પહેલા કોની મંજુરી લેવી પડે ?
*સ્પીકરની*
💁♂ કયો ખરડો પહેલા લોકસભામાં જ રજુ થઇ શકે ?
*નાણાંકીય ખરડો*
💁♂ લોકસભાએ પસાર કરેલા નાણાંકીય ખરડાને રાજ્યસભાએ ચર્ચા કરી કેટલા દિવસમાં લોકસભાને પરત મોકલવો પડે ?
*૧૪ દિવસ*
💁♂ ૧૪ દિવસમાં પરત ન મોકલેલો ખરડો કોણે પસાર કર્યો ગણાય ?
*રાજ્યસભાએ*
💁♂ બંધારણની કઈ કલમ અનુસાર રાષ્ટ્રપતિના હોદ્દાની ઉમેદવારી નક્કી કરવામાં આવી છે ?
*કલમ ૫૮*♦ *ભારતના બંધારણની વિશેષતાઓ*
👉🏿 ભારતનું બંધારણ લેખિત હોવાથી તેને ‘દસ્તાવેજી બંધારણ’ કહે છે.
👉🏿 ભારતનું બંધારણ વિશ્વમાં સૌથી વિસ્તૃત અને લાંબુ છે.
👉🏿 બંધારણનો પ્રારંભ આમુખથી થાય છે.
👉🏿 પરિવર્તનશીલ બંધારણ છે.
👉🏿 સંઘાત્મક શાસન પ્રણાલિ છે.
👉🏿 બંધારણ ભારતને સાર્વભોમ,લોકશાહી અને પ્રજાસત્તાક રાજ્ય તરીકે જાહેર કરે છે.
👉🏿 પુખ્ત મતાધિકારનો સ્વીકાર થયેલો છે. 18 વર્ષ કે તેથી ઉપરના દરેક વ્યક્તિને કોઇપણ ભેદભાવ (શિક્ષણ,જાતિ,ધર્મ,લિંગ કે આવકને ધ્યાને લિધા વિના) વિના મતાધિકાર આપેલ છે.
👉🏿 સત્તાના દરેક સ્થાનો પર ચૂંટાયેલા પ્રતિનિધિઓ જ વહીવટ કરી શકે છે.
👉🏿 ભારતનું સર્વોચ્ચ સ્થાન રાષ્ટ્રપતિનું છે.આ પદ માટે પણ ચૂંટણી થાય છે.
👉🏿 દ્વિગૃહી ધારાસભા છે.
👉🏿 એકજ નાગરિકતાની જોગવાઇ છે.
👉🏿 સ્વતંત્ર ન્યાયપલિકાની વ્યવસ્થા.
👉🏿 ભારત બિનસાંપ્રદાયિક રાજ્ય છે.બિનસાંપ્રદાયિક રાજ્ય એટલે સર્વ ધર્મ પ્રત્યે સમભાવ રાખતું રાજ્ય.
👉🏿 બંધારણમાં મૂળભૂત હક્કો (અધિકારો) અને ફરજો દર્શાવેલી છે.
♦ *ભારતના બંધારણનું આમુખ*
👉🏿 બંધારણની શરૂઆત આમુખથી થાય છે.
👉🏿 આમુખ જવાહરલાલ નહેરૂએ લખ્યું હતું.
👉🏿આમુખ ઇ.સ 1973 થી બંધારણનો ભાગ બન્યું.
👉🏿 આમુખ બંધારણને સમજવાની ચાવી પૂરી પાડે છે.
👉🏿 આમુખને કોર્ટમાં પડકારી શકાતું નથી.
👉🏿 ઇ.સ 1976 માં 42 મો સુધારો થયો, જેમાં સમાજવાદી, ધર્મનિરપેક્ષ, (બિનસાંપ્રદાયિક), એકતા અને રાષ્ટ્રની અખંડિતતા જેવા શબ્દો આમુખમાં ઉમેરાયા.
👉🏿 ‘ કેશવાનંદ ભારતી’ કેસમાં હાઇકોર્ટે આમુખને બંધારણનો જ એક ભાગ ગણાવ્યો છે.
♦ *ભારતના બંધારણ ના મહત્વની કલમો*
👉🏿 *ભાગ-1*
*(સંઘ અને તેનું રાજ્યક્ષેત્ર)*
➖અનુચ્છેદ-01
ઇન્ડિયા અર્થાત ભારત રાજ્યોનો સંઘ રહેશે.
➖અનુચ્છેદ-02
નવાં રાજ્યો દાખલ કરવાં અથવા સ્થાપના કરવી.
➖અનુચ્છેદ-03
નવાં રાજ્યોની રચના અને વિદ્યમાન રાજ્યોના વિસ્તારો,સીમાઓ કે નામોમાં ફેરફાર કરવા.
👉🏿 *ભાગ-2*
*(નાગરિકતા)*
અનુચ્છેદ- 05 થી 11 નાગરિકતા અંગે છે.
➖અનુચ્છેદ-05
સંવિધાનના પ્રારંભે જે ભારતમાં વસવાટ કરતા હોય અથવા ભારતમાં જન્મ્યા હોય કે જેના માતાપિતામાંથી કોઇ ભારતમાં જન્મેલા હોય તેવી દરેક વ્યક્તિ ભારતની નાગરિક કહેવાય છે.
➖અનુચ્છેદ-06
ભારતમાંથી પાકિસ્તાનમાં ગયા હોય તેવી વ્યક્તિઓની નાગરિકતા અંગે.
➖અનુચ્છેદ-07
પાકિસ્તાનમાંથી ભારતમાં આવ્યા હોય તેવી વ્યક્તિઓની નાગરિકતા અંગે.
👉🏿 *ભાગ-3*
*(મૂળભૂત હક્કો/અધિકારો)*
અનુચ્છેદ-12 થી 35 મૂળભૂત અધિકારો (હક્કો) અંગે ના છે.
➖અનુચ્છેદ-14 થી18
(1) સમાનતાનો હક
➖અનુચ્છેદ-19 થી 22
(2) સ્વતંત્રતાનો હક
➖અનુચ્છેદ-23 થી
24
(3) શોષણ સામેનો હક
➖અનુચ્છેદ-25 થી 28
(4) ધાર્મિક સ્વતંત્રતાનો હક
➖અનુચ્છેદ-29 થી 30
(5) સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકો
➖અનુચ્છેદ-32
(6) સંવિધાનના ઉપાયોનો હક (બંધારણીય ઇલાજોનો હક)
♦ *મૂળભૂત હક્કો ના અગત્યના અનુચ્છેદો*
👉🏿 અનુચ્છેદ-14
➖કાયદાની નજરે બધા નાગરિકો સમાન.
👉🏿 અનુચ્છેદ-15
➖ઘર્મ,જાતિ,લિંગ કે રંગને આધારે જાહેર સ્થળે કોઇ ભેદભાવ ન કરી શકાય.(જાહેર હોટલો,મનોરંજનના સ્થળો, રેસ્ટોરન્ટો, કૂવા, સ્નાનઘાટો, તળાવો અને સાર્વજનિક સ્થળોમાં પ્રવેશ.)
👉🏿 અનુચ્છેદ-16
➖જાહેર નોકરીમાં દરેકને સમાન તક.
👉🏿 અનુચ્છેદ-17
➖અસ્પૃશ્યતા નાબૂદી.
👉🏿 અનુચ્છેદ-20
➖અપરાધની સજા અંગે રક્ષણ-એક જ ગુના માટે એકથી વધુ વાર કામ ચલાવીને આરોપીને શિક્ષા કરી શકાય નહીં.
👉🏿 અનુચ્છેદ-21
➖જીવન જીવવાનો હક-દરેક નાગરિક સ્વંતંત્ર રીતે જીવન જીવી શકે.
👉🏿 અનુચ્છેદ-21 (ક)
➖શિક્ષણનો હક- છ થી ચૌદ વર્ષની વય સુધીના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઇ.(2002 માં 86 મા સુધારાથી આ હક ઉમેરાયો છે.જેથી હકોની સંખ્યા 7 થાય છે.)
👉🏿 અનુચ્છેદ-22
➖ધરપકડ અને અટકાયત સામે રક્ષણ.આરોપીની ધરપકડ થયાના 24 કલાકની અંદર મેજીસ્ટ્રેટ સમક્ષ રજુ કરવો પડે.
👉🏿 અનુચ્છેદ-23
➖મનુષ્ય વેપાર અને વેઠપ્રથા પર પ્રતિબંધ.
👉🏿 અનુચ્છેદ-24
➖કારખાનાં વગેરેમાં 14 વર્ષથી નીચેનાં બાળકોને નોકરી રાખવા અંગે પ્રતિબંધ.(બાળજૂરી પર પ્રતિબંધ)
👉🏿 અનુચ્છેદ-29
➖લધુમતીઓના હિતોનું રક્ષણ.(પોતાની ભાષા,લિપિ કે સંસ્કારને જાળવી રાખવાનો હક)
👉🏿 અનુચ્છેદ-30
➖ધર્મ કે ભાષા આધારિત લઘુમતિઓને શિક્ષણ સંસ્થાઓ સ્થાપવાનો હક.
👉🏿 અનુચ્છેદ-31
➖મિલ્કતનો અધિકાર.( જે 1978 ના 44 મા સુધારાથી રદ કરેલ છે.પરંતુ ફક્ત જમ્મુ કાશ્મિરમાં આ અધિકાર અમલમાં છે.)
⬛◽⬛◽⬛◽⬛◽⬛◽⬛♦ *બંધારણમાં કયા દેશમાંથી કઈ-કઈ બાબતો લેવામાં આવી છે.*
💁🏻♂ સંસદીય પ્રણાલી :- બ્રિટન
💁🏻♂ સંસદીય વિશેષાધિકાર :- બ્રિટન
💁🏻♂ સંસદ-વિધાનસભા-વિધાનસભા પરિષદની પ્રક્રિયા :- બ્રિટન
💁🏻♂ મૂળભૂત અધિકારો :- અમેરિકા
💁🏻♂ સર્વોચ્ચ અદાલતની સ્થાપના અને સત્તાઓ :- અમેરિકા
💁🏻♂ ઉપરાષ્ટ્રપતિનું પદ :- અમેરિકા
💁🏻♂ રાજ્યવ્યવસ્થા :- કેનેડા અને ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા
એક્ટ-૧૯૩પ
💁🏻♂ કટોકટી સંબંધી જોગવાઈઓ :- જર્મની અને ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા
એક્ટ-૧૯૩પ
💁🏻♂ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો :- આયર્લેન્ડ
💁🏻♂ નાગરિકોની મૂળભૂત ફરજો :- સોવિયેત સંઘ
💁🏻♂ પ્રજાસત્તાક :- ફ્રાન્સ
💁🏻♂ સંયુક્ત યાદી :- ઓસ્ટ્રેલિયા♦ *બંધારણમાં સુધારાની પદ્ધતિ*
💁🏻♂ ભારતીય બંધારણમાં કોઈપણ સુધારો કરવો હોય તો તે સુધારો કરવા માટેની ત્રણ પદ્ધતિ છે જે નીચે પ્રમાણે છે .
👉🏿 (1)સંસદમાં સામાન્ય બહુમતીથી એટલે કે 50 % થી વધુ માટે સુધારો .
👉🏿 (2)સંસદમાં સંસદસભ્યો દ્વારા 2/3 બહુમતી દ્વારા પરંતુ કુલ સંખ્યાના 50 % થી વધુ માટે સુધારો.
👉🏿 (3)સંસદમાં 2/3 બહુમતીથી અને સાથે રાજ્યમાં સાદી બહુમતી સુધારો.
➖બંધારણમાં અત્યાર સુધી લગભગ 96 જેટલા સુધારાઓ થયા છે , બંધારણમાં પ્રથમ સુધારો 1951 મા થયો હતો.
➖બંધારણમાં અત્યાર સુધી થયેલ સુધારાઓમાં સૌથી મહત્વપૂર્ણ સુધારો 1976 માં 42 માં સુધારો થયો હતો જેને મીની બંધારણ પણ કહે છે .
♦ *બંધારણના મહત્વના સુધારાઓ*
👉🏿 પ્રથમ સુધારો (1951) :
➖મૌલિક અધિકારોમાં સમાનતા , સ્વતંત્રતા , તથા સંપતિનો અધિકાર સમાજના હિતમાં જોડી દીધો . નાયાધીશોની નિયુક્તિ તથા તેની જગ્યાઓની અનામત અંગેની જોગવાઈ .
👉🏿 બીજો સુધારો (1953) : ➖રાજ્યોને સંસદમાં પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું.
👉🏿 સાતમો સધારો (1956) :
➖14 રાજ્યો તથા 6 કેન્દ્રશાષિત પ્રદેશોને રાજ્ય તરીકે માન્ય કર્યા.
👉🏿 આઠમો સુધારો (1960) : ➖અનુસુચિતજાતી અને જનજાતિ માટે અનામત બેઠકોની ફાળવણીનો સમય 10 વર્ષથી વધારીને 20 વર્ષ કરવામો આવ્યો .
👉🏿 દસમો સુધારો (1961) :
➖દાદરા તથા નાગર હવેલી વિસ્તાર ભારતનો બની ગયો.
👉🏿 બારમો સુધારા (1961) :
➖ગોવા , દમણ અને દીવ ભારતમાં જોડાયા .
👉🏿 તેરમો સુધારો (1962) :
➖નાગાલેન્ડ ભારતનું નવું રાજ્ય બનવાનો સુધારો.
👉🏿 ચોદમો સુધારો (1962) :
➖ફાનસના આધિપત્યનું પોંડીચેરી ભારતમાં જોડાઈ ગયું .જે અંગે સુધારો કર્યો .
👉🏿 પંદરમો સુધારો (1963) :
➖ઉચ્ય ન્યાયાલયના નાયાધીશની સેવા નિવૃત્તિ વયમર્યાદા 60 વર્ષથી વધારીને 62 વર્ષની કરવામાં આવી.
👉🏿 એકવીસમો સુધારો (1967) :
➖બંધારણના આઠમાં પરિશિષ્ટ માં સિંધી ભાષાને ઉમેરવાઈ .
👉🏿 છવ્વીસમો સુધારો (1971) :
➖ રાજાના સાલીયણા તથા વિશેષ અધિકારો બંધ કરી દીધા.
👉🏿 એક્ત્રીસમો સુધારો (1973) :
➖લોકસભાના સભ્યોની સંખ્યા 525 થી વધારીને 545 કરવામાં આવી.
👉🏿 છ્ત્રીશ્મો સુધારો (1975) :
➖આ સુધારાથી સિક્કિમ ભારતનું 22 મું રાજ્ય બન્યું.
👉🏿 સાડાત્રીસ્મો સુધારો (1975 ) :
➖અરુણાચલ પ્રદેશને વિધાનસભાનો દરજ્જો અપાયો .
👉🏿 બેતાલીસમો સુધારો (1976) :
➖આ સુધારાથી બંધારણની પ્રસ્તાવનામાં સુધારો કરાયો . સમાજવાદી અને બિનસાંપ્રદાયિક નવા શબ્દો ઉમેરવામાં આવ્યા . રાજ્ય નીતીનિર્દેશક સિદ્ધોતો પર મહત્વ આપવામાં આવ્યું . મૂળભૂત અધિકારો પર નિયંત્રણ રાખવામાં આવ્યું . મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી . રાષ્ટ્રપતિ મંત્રીમંડળની સલાહ માનવા બંધાયેલી છે . રાષ્ટ્રપતિ કલમ 356 નીચે કોઈપણ રાજ્યમાં એક વર્ષ સુધી રાષ્ટ્રપતિ શાસન લાદી શકાય છે , તે આ સુધારા દ્વારા ફેરફારો કરવામાં આવ્યો .
👉🏿 ચુમાલીસમો સુધારો (1978) :
➖મિલકતના અધિકારોને રદ કરવામાં આવ્યા . લોકસભા,વિધાનસભાનો સમયગાળો 6 વર્ષમાંથી 5 વર્ષનો આ સુધારાથી કરવામાં આવ્યો.
👉🏿 સુડતાલીસમો સુધારો (1984 ) :
➖નવમાં પરીશીષ્ટમાં જમીન સુધારાને લગતા 14 કાયદાઓ ઉમેરવામાં આવ્યા .
👉🏿 બાવનમો સુધારો (1985) :
➖રાજકીય પક્ષમાં પક્ષોન્તર વિરોધી કાયદો લાવવામાં આવ્યો.
👉🏿 ત્રેપનમો સુધારા (1986) :
➖આ સુધારાથી મિઝોરમ ભારતનું 24 મું રાજ્ય બન્યું.
👉🏿 ચોપનમો સુધારો (1986) :
➖સુપ્રીમ કોર્ટના અને હાઇકોર્ટના ન્યાયાધીશોના પગારમાં વધારો કરવામાં આવ્યો .ભારતના વરિષ્ઠ ન્યાયમૂર્તિને રૂ.10,000 માસિક હાઇકોર્ટના મુખ્ય ન્યાયધીશને રૂ.9000 માસિક તથા હાઇકોર્ટના નાયાધીશને રૂ.8000 માસિક પગાર આ સુધારાથી નક્કી થયો.
👉🏿 સત્તાવનમો સુધારો (1987) : ➖આ સુધારાથી ગોવા ભારતનું પચ્ચીસમું રાજ્ય બન્યું.
👉🏿 એકસઠમો સુધારો ( 1989) :
➖આ સુધારા દ્વારા ચૂંટણી માટે મતદાતા માટે 21 વર્ષની ઉમરને બદલે 18 વર્ષની કરવામાં આવી. માતાધીકારનો હક 18 વર્ષે આપવામાં આવે છે.
👉🏿 બાસઠમો સુધારો (1989) :
➖લોકસભા અને વિધાનસભાઓમાં અનુસુચિતજાતિ અને અનુસુચીત જનજાતિ બેઠકોની અનામતની મુદત 10 વર્ષે વધારાઈ જે 2000 સુધી અમલમાં રહેશે.
👉🏿 છાસઠમો સુધારો (1990) :
➖બંધારણના નવમાં પરીશિષ્ટમાં 55 નવા જમીન સુધારણાના કાયદા ઉમેરવામાં આવ્યા.
👉🏿 ઓગણસીત્તેરમો સુધારો (1991) :
➖કેન્દ્રશાસિત પ્રદેશ દિલ્હીનું નામ રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર રાખવામાં આવ્યું તથા દિલ્હીમાં 70 સભ્યોવાળી વિધાનસભા રચવામાં આવશે , તેવી જોગવાઈ આ સુધારા દ્વારા કરવામાં આવી.
👉🏿 સીતેરમો સુધારો (1962) :
➖પોંડીચેરી તથા દિલ્હી વિધાનસભાના સભ્યો રાષ્ટ્રપતિની ચૂંટણીઓમાં ભાગ લઇ શકે તેવો અધિકાર આપવામાં આવ્યો.
👉🏿 એકોતેરમાં સુધારો (1992) :
➖બંધારણના આઠમા પરીશિષ્ટમાં નેપાળી , મણિપુરી તથા કોકણી ભાષાઓ ઉમેરવામાં આવી.
👉🏿 તોતેરમો સુધારો (1992) :
➖ગ્રામપંચાયતો, નગરપાલિકાઓ,તથા મહાનગરપાલિકાઓમાં 33 % બેઠકો મહિલા માટે ઉમેરવામાં આવી .
👉🏿 ચુમોતેરમાં સુધારો (1992) :
➖પંચાયતીરાજ સબંધી સુધારો .
👉🏿 પંચોતેરમો સુધારો (2002) :
➖ભાડુઆતો અને મકાન માલિકો વચ્ચે થતા ઝગડાનો ઉકેલ માટે અનુંછેદ 323 (b) ના ખંડ (૨) માં નવો ઉપખંડ જોડી ત્રિબ્યુંનલ ની રચના કરવામાં આવી અને ભાડુઆતો સબંધી કેસો આ ત્રિબ્યુંનલમાં ચાલશે તેવી જોગવાઈ કરવામાં આવી.
👉🏿 પંચયાસીમો સુધારો (2002) :
➖બંધારણીય અનુંછેદ 16(4 A ) નો સંશોધિત 85 મો બંધારણીય સુધારો વર્ષ 2002 માં પસાર કરવામાં આવ્યો આ સુધારા અનુસાર અનુસુચિત જાતી અને અનુસુચિત જનજાતિના સરકારી કર્મચારીઓને પ્રમોશનમાં પણ બેકલોગનો લાભ આપવામાં આવ્યો.
👉🏿 છ્યાસીમો સુધારો (2002) :
➖આ સુધારા દ્વારા પ્રાથમિક શિક્ષણને મૂળભૂત અધિકારોમાં સ્થાન આપવામાં આવ્યું અને રાજ્ય સરકાર માટે 6 થી 14 વર્ષના બાળકને શિક્ષણ આપવું ફરજીયાત બનાવવામાં આવ્યુ. અને આ જ અધિકાર મૂળભૂત ફરજ રૂપે પણ મુંકવામાં આવ્યો . આમ મૂળભૂત ફરજો 10 માંથી વધી ગઈ ને 11 થઇ.
👉🏿 સીતયાસીમો સુધારો (૨૦૦૩) :
➖આ સુધારા દ્વારા સર્વિસ ટેક્સ ઉઘરાવવાની અને આ ટેક્સ કેન્દ્ર અને રાજ્ય વચ્ચે વહેચવાની જોગવાઈ અનુચ્છેદ 268 A ઉમેરીને કરવામાં આવી .
👉🏿 એકાણું મો સુધારો (૨૦૦૩) :
➖આ બંધારણીય સુધારા દ્વારા પક્ષ પલટાને સંપૂર્ણપણે પ્રતીબંધિત કરવામાં આવ્યો. આ પહેલા પક્ષના 1/3 સભ્યો એકસાથે બીજા પક્ષમાં જાય તો તેણે કાયદેસર બનવાની જોગવાઈ પક્ષ પલટા વિરોધી કાનૂનમાં હતી. પરંતુ આ સુધારા દ્વારા આ જોગવાઈ રદ કરવામાં આવી.
👉🏿 92 મો સુધારા (2003) :
➖બોડો,ડોગરી,મૈથાલી અને સંથાલી ભાષાઓનો આઠમી અનુસૂચિમાં સમાવેશ.
👉🏿 93 મો સુધારા (2005) :
➖ખાનગી શિક્ષણ સંસ્થાઓમાં અન્ય પછાત વર્ગ માટે 27 % અનામત જોગવાઈ .
👉🏿 94 મો સુધારો (2006) :
➖ઝારખંડનું અલગ રાજ્ય રચાતા બિહારમાં અનુસુચિત જાનજાતીની વસતી ઘટતી જતાં S T ખાસ મંત્રીની જોગવાઈ બિહારમાંથી રદ કરી ઝારખંડ અને છ્ત્તીશઘઢ માટે કરવામાં આવી .
👉🏿 95મો સુધારો (2009) :
➖SC અને ST માટેની અનામત 70 વર્ષ સુધી ચાલુ રાખવાની જોગવાઈ (એટલે કે 25જાન્યુ,2020 સુધી)
👉🏿 96 મો સુધારો (2011) :
➖ઓરિસ્સા રાજ્યનું નામ બદલીને ઓડિશા કરવામાં આવ્યું.