menu

ચાલતી લીટી

મારા આ બ્લોક માં મુકવામાં આવેલ માહિતી સંકલિત છે જે માટે મારા તમામ કર્મયોગી શિક્ષકો અને શિક્ષણ ને સરળ તથા સર્વલક્ષી બનાવવા મહેનત કરતા તમામ ને તે માટે સહ હર્દય થી આભાર. આ બ્લોક માં મને ગમેલ અને ઉપયોગી લાગેલ માહિતી નો સંગ્રહ કરેલ છે .જેથી એંક જ સ્થળે સરળતાથી મીહતી મેળવી શકાય.॥

Friday, March 8, 2024



સરકારે કેન્દ્રીય કર્મચારીઓને મળતા મોંઘવારી ભથ્થા (DA)માં વધારો કર્યો છે.  7 માર્ચે મળેલી કેબિનેટની બેઠકમાં સરકારે DAમાં 4% વધારો કરવાની જાહેરાત કરી છે. આ 1 જાન્યુઆરી, 2024થી અમલમાં આવશે. DAમાં વધારા બાદ કર્મચારીઓનું ભથ્થું 46%થી વધીને 50% થઈ ગયું છે.

લગભગ 50 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 68 લાખ પેન્શનધારકોને એનો લાભ મળશે. *DA 46%થી વધારીને 50% થવાને કારણે* *ઘર ભાડા ભથ્થામાં* પણ વધારો થશે. એ 27, 18 અને 9%થી વધારીને 30, 20 અને 10% કરવામાં આવશે. ગ્રેજ્યુએશનની મર્યાદા પણ 20 લાખ રૂપિયાથી વધારીને 25 લાખ રૂપિયા કરવામાં આવી છે.



અગાઉ સરકારે ઓક્ટોબર 2023માં DA 4%થી વધારીને 46% કર્યું હતો. મોંઘવારી ભથ્થું વર્ષમાં બે વાર જાન્યુઆરી અને જુલાઈમાં વધારવામાં આવે છે.

*શું હોય છે મોંઘવારી ભથ્થું?*
મોંઘવારી ભથ્થું એવું નાણું છે, જે સરકારી કર્મચારીઓને મોંઘવારી વધવા છતાં તેમનું જીવનધોરણ જાળવી રાખવા માટે આપવામાં આવે છે. આ નાણાં સરકારી કર્મચારીઓ, જાહેર ક્ષેત્રના કર્મચારીઓ અને પેન્શનધારકોને આપવામાં આવે છે.

દેશની વર્તમાન મોંઘવારી પ્રમાણે દર 6 મહિને એની ગણતરી કરવામાં આવે છે. એ સંબંધિત પગાર ધોરણના આધારે કર્મચારીઓના મૂળ પગાર અનુસાર ગણવામાં આવે છે. શહેરી, અર્ધ-શહેરી અથવા ગ્રામીણ વિસ્તારોમાં કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું અલગ હોઈ શકે છે.



*મોંઘવારી ભથ્થું કેવી રીતે ગણવામાં આવે છે?*
મોંઘવારી ભથ્થું નક્કી કરવા માટે એક ફોર્મ્યુલા આપવામાં આવી છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ફોર્મ્યુલા છે [(છેલ્લા 12 મહિનાના ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઈન્ડેક્સ (AICPI)ની સરેરાશ - 115.76)/115.76]×100. હવે જો આપણે PSU (પબ્લિક સેક્ટર યુનિટ)માં કામ કરતા લોકોના મોંઘવારી ભથ્થા વિશે વાત કરીએ, તો એની ગણતરીની પદ્ધતિ છે- મોંઘવારી ભથ્થાંની ટકાવારી = (છેલ્લા 3 મહિનાના ગ્રાહક ભાવ સૂચકાંકની સરેરાશ (બેઝ વર્ષ 2001 = 100)- 126.33) )x100

*ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઈન્ડેક્સ શું છે?*
ભારતમાં ફુગાવાના બે પ્રકાર છે. એક રિટેલ એટલે કે છૂટક અને બીજો જથ્થાબંધ ફુગાવો. છૂટક મોંઘવારી દર સામાન્ય ગ્રાહકો દ્વારા ક્વોટ કરાયેલા ભાવ પર આધારિત છે. એને કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) પણ કહેવામાં આવે છે.

*DA પછી કેટલો ફાયદો થશે?*
આ માટે તમારો પગાર નીચેની ફોર્મ્યુલામાં ભરો..(બેસિક પે+ ગ્રેડ પે) × DA % = DA રકમ

જો તમે સાદી ભાષામાં સમજો છો, તો મોંઘવારી ભથ્થાનો દર પગારમાં ગુણાકાર થાય છે જે મૂળ પગારમાં ગ્રેડ પગાર ઉમેર્યા પછી કરવામાં આવે છે. જે પરિણામ આવે છે એને ડિયરનેસ એલાઉન્સ (DA) કહેવાય છે. હવે એને એક ઉદાહરણથી સમજીએ, ધારો કે તમારો મૂળ પગાર 10 હજાર રૂપિયા છે અને ગ્રેડ પે 1000 રૂપિયા છે.


બંનેને ઉમેરવા પર કુલ 11 હજાર રૂપિયા થઈ ગયા. હવે વધેલા 42% મોંઘવારી ભથ્થાના સંદર્ભમાં એ 4,620 રૂપિયા થાય છે. તમારી કુલ સેલરી રૂ. 15,620 થઈ. અગાઉ, 38% DAના સંદર્ભમાં તમને 15,180 રૂપિયાનો પગાર મળતો હતો, એટલે કે DAમાં 4%નો વધારો કર્યા બાદ દર મહિને 440 રૂપિયાનો ફાયદો થશે.