menu

ચાલતી લીટી

મારા આ બ્લોક માં મુકવામાં આવેલ માહિતી સંકલિત છે જે માટે મારા તમામ કર્મયોગી શિક્ષકો અને શિક્ષણ ને સરળ તથા સર્વલક્ષી બનાવવા મહેનત કરતા તમામ ને તે માટે સહ હર્દય થી આભાર. આ બ્લોક માં મને ગમેલ અને ઉપયોગી લાગેલ માહિતી નો સંગ્રહ કરેલ છે .જેથી એંક જ સ્થળે સરળતાથી મીહતી મેળવી શકાય.॥

Friday, November 21, 2025

માણકોલ: ગ્રામ્ય વિકાસ અને પર્યાવરણ સંરક્ષણને કેન્દ્રસ્થાને રાખીને માણકોલ પ્રાથમિક શાળાએ એક અનોખું અને પ્રેરણાદાયી પગલું ભર્યું છે. શાળાના પ્રતિભાશાળી અને પર્યાવરણ જાગૃત બાળકો દ્વારા પ્લાસ્ટિક મુક્ત શાળા અભિયાન હેઠળ પ્લાસ્ટિકની ખાલી બોટલો એકત્રિત કરવાનો વિશાળ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો.

શાળાના શિક્ષક શ્રી રાજેશકુમાર ડી. સોલંકી ના સુચારુ આયોજન, માર્ગદર્શન અને પ્રેરણા હેઠળ વિદ્યાર્થીઓએ ગામ-પ્રદેશમાંથી મોટી સંખ્યામાં પ્લાસ્ટિક બોટલો એકત્રિત કરી. બાળકોના સંકલ્પ, શિક્ષકોના સમર્પણ અને સમાજના સહકારથી આ અભિયાન એક મહત્ત્વપૂર્ણ સફળતા સુધી પહોંચ્યું છે.

દરેક વર્ગના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને પ્લાસ્ટિક પ્રદૂષણ ઘટાડવા માટે પોતાનો ખાસ ફાળો આપ્યો. સતત પ્રયત્નો અને સંયુક્ત મહેનતથી એકત્રિત થયેલ પ્લાસ્ટિક બોટલોની વિશાળ સંખ્યા કારણે શાળાએ વર્લ્ડ રેકોર્ડ રચવામાં સફળતા મેળવી છે.

આ સિદ્ધિ માત્ર શાળા માટે જ નહીં, પરંતુ સમગ્ર માણકોલ ગામ માટે ગૌરવની બાબત છે. આ પ્રયત્નથી બાળકોમાં પર્યાવરણ જાગૃતિ વધારવાના મહત્વને ઉજાગર કરવામાં આવ્યું છે અને ભવિષ્ય માટે એક ઉત્તમ સંદેશ પ્રસર્યો છે કે “નાનાં હાથોથી મોટી બદલાવ શક્ય છે.”

શાળાના શિક્ષકો, ગ્રામપંચાયત અને ગામજનોને આ નોંધપાત્ર પ્રદૂષણ નિયંત્રણ અભિયાન માટે હાર્દિક અભિનંદન 
આ એક ગૌરવ ની  પળ  છે

માણકોલ: ગ્રામ્ય વિકાસ અને પર્યાવરણ સંરક્ષણને કેન્દ્રસ્થાને રાખીને માણકોલ પ્રાથમિક શાળાએ એક અનોખું અને પ્રેરણાદાયી પગલું ભર્યું છે. શાળાના પ્રતિભાશાળી અને પર્યાવરણ જાગૃત બાળકો દ્વારા પ્લાસ્ટિક મુક્ત શાળા અભિયાન હેઠળ પ્લાસ્ટિકની ખાલી બોટલો એકત્રિત કરવાનો વિશાળ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો.

શાળાના શિક્ષક શ્રી રાજેશકુમાર ડી. સોલંકી ના સુચારુ આયોજન, માર્ગદર્શન અને પ્રેરણા હેઠળ વિદ્યાર્થીઓએ ગામ-પ્રદેશમાંથી મોટી સંખ્યામાં પ્લાસ્ટિક બોટલો એકત્રિત કરી. બાળકોના સંકલ્પ, શિક્ષકોના સમર્પણ અને સમાજના સહકારથી આ અભિયાન એક મહત્ત્વપૂર્ણ સફળતા સુધી પહોંચ્યું છે.

દરેક વર્ગના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને પ્લાસ્ટિક પ્રદૂષણ ઘટાડવા માટે પોતાનો ખાસ ફાળો આપ્યો. સતત પ્રયત્નો અને સંયુક્ત મહેનતથી એકત્રિત થયેલ પ્લાસ્ટિક બોટલોની વિશાળ સંખ્યા કારણે શાળાએ વર્લ્ડ રેકોર્ડ રચવામાં સફળતા મેળવી છે.

આ સિદ્ધિ માત્ર શાળા માટે જ નહીં, પરંતુ સમગ્ર માણકોલ ગામ માટે ગૌરવની બાબત છે. આ પ્રયત્નથી બાળકોમાં પર્યાવરણ જાગૃતિ વધારવાના મહત્વને ઉજાગર કરવામાં આવ્યું છે અને ભવિષ્ય માટે એક ઉત્તમ સંદેશ પ્રસર્યો છે કે “નાનાં હાથોથી મોટી બદલાવ શક્ય છે.”

શાળાના શિક્ષકો, ગ્રામપંચાયત અને ગામજનોને આ નોંધપાત્ર પ્રદૂષણ નિયંત્રણ અભિયાન માટે હાર્દિક અભિનંદન 
આ એક ગૌરવ ની  પળ  છે

એક શિક્ષકનો પ્રયાસ બન્યો વૈશ્વિક સિદ્ધિઃ રાજેશ સોલંકીનું અભિયાન વર્લ્ડ વાઈડ બુક ઓફ રેકોર્ડમાં નોંધાયું


Sunday, November 9, 2025

ગુજરાત ના દરેક વિધાનસભા ની 2002 વર્ષ ની મતદાર યાદી*.


*

ઇકો બ્રિક્સ કૃતિ 🌱(પર્યાવરણ સંરક્ષણ માટેની સર્જનાત્મક પ્રવૃત્તિ)




---

ઇકો બ્રિક્સ શું છે?

પ્લાસ્ટિક કચરાનો ઉપયોગ કરીને બનેલો એક ઉપયોગી ઇંટ જે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં મદદરૂપ બને છે.
પ્લાસ્ટિકની બોટલમાં સાફ કરીને સૂકવેલા પ્લાસ્ટિક કચરાને ભરીને તે Eco Brick બને છે.


---

આવશ્યક સામગ્રી:

ખાલી પ્લાસ્ટિક બોટલ (1 લિટર કે 2 લિટર)

સૂકવેલો પ્લાસ્ટિક કચરો (ચિપ્સના પેકેટ, ચોકલેટ રેપર્સ, પ્લાસ્ટિક થેલી વગેરે)

લાકડાનું કાંટું કે દાંડી (પ્લાસ્ટિક દબાવવા માટે)

કાતર

રંગીન કાગળ / રંગો (સજાવટ માટે)



---

બનાવવાની પ્રક્રિયા:

1. સૌ પ્રથમ પ્લાસ્ટિક બોટલને ધોઈને સૂકવી લો.


2. કચરાના પ્લાસ્ટિકના ટુકડા નાના-નાના કાપો.


3. બોટલમાં એ ટુકડાઓને એક પછી એક દબાવીને ભરો.


4. બોટલ પૂરતી કઠોર લાગે ત્યાં સુધી ભરો.


5. બહારથી રંગો કે કાગળથી સજાવો.


6. તૈયાર! તમારી ઇકો બ્રિક તૈયાર છે. 🌍




---

ઉપયોગ:

દીવાલો, બેસવાની બેન્ચ, બાગમાં બાઉન્ડરી બનાવવા

શાળા કે ગામમાં બાંધકામના પ્રોજેક્ટમાં

શિક્ષણ માટે પર્યાવરણ જાગૃતિ પ્રવૃત્તિ તરીકે



---

સંદેશ:

“પ્લાસ્ટિક ફેંકો નહીં — એને ઇકો બ્રિકમાં ફેરવો!”
🌿 પ્લાસ્ટિકથી પ્રદૂષણ નહીં, પરિવર્તન લાવો.

Wednesday, October 29, 2025



આ પ્રોસેસ તમામ સરકારી બેંક ને લાગુ પડે છે. 

બેન્કમાં જાવ એટલે કામ સરખું થાય નહિ , ધક્કા ખાવા પડે અને અપમાન સહન કરવું પડે.
મોટા ભાગે આ જ હાલત છે. 

જાહેર જનતા નું અપમાન કરવાનો એ લોકો નો કોઈ હક્ક નથી.

*૧. જે વ્યકતિએ તમારું કામ સરખું નથી કર્યું અથવા તો તમારી સાથે તોછડું વર્તન કર્યું છે એનું નામ નોંધી લો અને નામ ના મળે એમ હોય તો ફક્ત કાઉન્ટર નંબર નોંધી લો*.

*૨. https://pgportal.gov.in/ વેબસાઈટ ઓપન કરો અને ત્યાં એકાઉન્ટ બનાવો અને લોગીન કરો.*

૩* *Grievane>>Lodge Public Grievance પર ક્લિક કરો એટલે અલગ અલગ મિનિસ્ટ્રી ના ઓપશન આવશે.*

*૪. હવે ફાઇનાન્શ્યલ સર્વિસીસ બેન્કિંગ ડિવિઝન ક્લીક કરો.*

૫. *Misbehaviour/Harrassament/Corruption by Bank staff નો ઓપશન સિલેક્ટ કરો.*

૬ . *જે બેન્ક વિરુદ્ધ તમારી ફરિયાદ હોય એ બેન્ક સિલેક્ટ કરો.*

*૭ .બેંક ની બ્રાન્ચ નું નામ લખો.*

૮ . *અને પછી તમારી ફરિયાદ સરળ ભાષા માં લખી નાખો અને સબમિટ કરી દ્યો.*

૯ . *હવે ૪૮ કલાક માં ફટાકડા બેન્ક મેનેજર ઉપર ફૂટશે*.

*૧૦. જે સ્ટાફ તમે જાવ તો જવાબ પણ દેવા તૈયાર ના હતો એ હવે તમને સામે થી  શોધતો આવશે*

*૧૦ .એ ખુદ તમને ફોન કરી ને માફી માંગશે અને હવે થી કોઈ સાથે આવું નહિ કરીયે એની બાહેંધરી આપશે. તમારું જો કોઈ બેન્ક ને લાગતું કામ બાકી હશે એ તુરંત પૂરું કરી દેશે.*

Monday, October 27, 2025

પર્યાવરણ સંરક્ષણ અભિયાન*

 વસુંધરાની સૌથી મોટી સેવા છે.*

1. *હું બ્રશ કરતી વખતે નળ ખુલ્લો નહીં રાખું.*
2. *હું મારી થાળીમાં જમવાનું રહેવા નહીં દઉં, તેમજ અન્નનો બગાડ પણ નહિં કરું.*
3. *હું પેપરની બંને સાઈડનો ઉપયોગ કરીશ અને એક સાઈડ વપરાયેલ પેપરની બીજી સાઈડનો પણ ઉપયોગ કરીશ. કાગળ બચાવવાનો પૂરતો પ્રયત્ન કરીશ*
4. *હું કચરો ગમે ત્યાં નહીં ફેકું.*
5. *હું વપરાશમાં ના હોય એવા બધા જ ડિવાઇસ તેમજ ચાર્જરની સ્વીચ તરત જ બંધ કરી દઈશ.*
6. *હું AC, RO કે વોશિંગ મશીનમાંથી નીકળતા પાણીનો ફરીથી ઉપયોગ કરીશ...*
7. *હું નાહવા માટે ફુવારાની જગ્યાએ નાની ડોલ અને ટમલરનો ઉપયોગ કરીશ.*
8. *હું જ્યારે પણ ઘરની બહાર નીકળીશ ત્યારે કપડાની બેગ લઈને જ નીકળીશ.*
9. *હું આજે એક છોડ વાવીશ અને આખું વર્ષ એનું જતન કરીશ.*
10. *હું જ્યારે પણ બહાર જઈશ ત્યારે મારી સાથે મારી પાણીની બોટલ રાખીશ.*
11. *હું મારા વાહનોને ધોવાની જગ્યાએ, ભીના કટકાથી તેની સફાઈ કરીશ.*
12. *હું દૂધનું પાઉચ કે કોઈપણ પેકેટ કાપતી વખતે તેના ઉપરનો કટપીસ એમાં જ લટકતો રહે એવી રીતે એને કાપીશ*
13. *હું પ્લાસ્ટિકના પેકેટમાં થયેલ નાસ્તાનો ઉપયોગ ટાળીશ.*
14. *હું લાઈટ પંખાનો ઓછામાં ઓછો ઉપયોગ કરવા, બારી-બારણા ખોલીને કુદરતી હવા અને સૂર્યપ્રકાશનો ઉપયોગ વધારીશ.*
15. *હું પક્ષીઓ માટે ઘરના આંગણે પાણીનું બાઉલ રાખીશ અને તેમના માટે ચણ નાખીશ. ફળિયામાં પક્ષીઓના ચણ માટેનું બાઉલ લટકાવીશ*.
16. *હું નજીકના અંતરે જવા ચાલીને જઈશ અથવા સાઇકલનો ઉપયોગ કરીશ.*
17. *હું વપરાશમાં ન હોય એવા લાઈટ પંખાની સ્વિચ બંધ કરીશ.*
18. *હું મારા મોબાઈલ ડેટા કે વાઇફાઇની જયારે જરૂર ન હોય ત્યારે અને ખાસ કરીને રાત્રે બંધ કરી દઈશ.*
19. *હું સિગ્નલ પર કે કોઈક લાઈનમાં સેકન્ડથી વધારે રાહ જોવાની હોય ત્યારે મારા વ્હિકલનું એન્જિન બંધ કરી દઈશ.*
21. *હું એસીનો વપરાશ ઘટાડીશ અને એને જ્યારે વાપરીશ ત્યારે 24 થી 26 ડિગ્રી પર રાખીશ*.
22. *હું યુઝ એન્ડ થ્રો વસ્તુઓનો વપરાશ કરવાની જગ્યાએ reusable વસ્તુઓ જ વાપરીશ.*
23. *હું પેપર, પૂઠા, ખાલી ખોખા, દૂધના પાઉચ, 50 માઈક્રોન થેલી, ડબ્બીઓ , ઠંડા પીણા ની બોટલો જેવી રિસાયકલબીન વસ્તુઓને dustbin મા ના નાખતા એને કબાડ્ડીને આપીશ અથવા સફાઈ કામદારને એનું દાન કરીશ.*
24. *હું આજથી ઓછામાં ઓછું એક ડોલ પાણી બચાવવાનો પ્રયત્ન કરીશ.*
25. *હું મારા પરિવારના ખાસ દિવસોમાં એક એક છોડ ઉગાડીશ જ.*
26. *હું વોશિંગ મશીનમાં ધોવા માટેના પૂરતા કપડા ભરાય પછી જ મશીન ચાલુ કરીશ.*
27. *હું ઘરમાં આવતા રેપર/ સિંગલ યુઝ પ્લાસ્ટિકની ઈકોબ્રિક બનાવીશ.*
28. *હું પર્યાવરણને બચાવવા માટે અથાક પ્રયત્ન કરીશ.*
29. *હું ધરતી માં ઝેર નહીં નાખું અને દેશી ગાયનાં ગોબર મૂત્ર થી બનતા જીવામૃત્ત આઘારિત ઝેરમુકત SPK ખેતી થી ઝેર મુક્ત આહાર પકાવીશ* 
30. *હું મારાં પરિવાર ને ઝેર મુક્ત ખેતી કરતાં ખેડૂત પાસે થી ઝેર મુક્ત આહાર ખરીદી કરી ને મારાં પરિવારને ખવડાવીશ*
 *પર્યાવરણ સંરક્ષણ અભિયાન*
*🌹🙏🌹🙏 જય શ્રી કૃષ્ણ 🌹🙏🌹🙏

Sunday, October 19, 2025

કહેવત

🙏પાંચે ઊઠો નવે શિરાવો, પાંચે વાળુ નવે સુવો, બસ આટલું રોજ કરો, તે પછી સો વર્ષ જીવો.
🙏ભોંય પથારી જે કરે, લોઢી ઢેબર ખાય, તાંબે પાણી જે પીએ, તે ઘર વૈદ્ય ન જાય.
🙏ગળો, ગોખરું ને આમળા, સાકર ઘી થી ખાય, વૃદ્ધપણું વ્યાપે નહીં, રોગ સમૂળા જાય.
🙏ખાંડ, મીઠું ને સોડા, સફેદ ઝેર કહેવાય, વિવેકથી ખાજે નહિતર, ના કહેવાય કે ના સહેવાય.
🙏સવારે પાણી બપોરે છાશ, સાંજે પીઓ દૂઘ, વહેલા સૂઈ વહેલા જાગો, ના રહે કોઈ દુઃખ.
🙏સર્વ રોગના કષ્ટોમાં ઉત્તમ ઔષધ ઉપવાસ, જેનું પેટ નથી સાફ, પછી આપે બહુ ત્રાસ.
🙏જે-તે પધરાવશો મા, સાફ રાખજો આ઼ંત, ચાવીને ખૂબ ખાજો, હોતા નથી પેટમાં દાંત .
🙏હજાર કામ મૂકીને જમવું ને લાખ કામ મૂકી સૂવું, કરોડ કામને પડતાં મૂકી હાજતે જઈને રહેવું.

Sunday, May 4, 2025

ધારાસભ્ય સભ્યશ્રી કનુભાઈ પટેલ સાહેબ સાણંદ બાવળા

શૈક્ષણીક કારકિર્દી ના સેવા કામ ની કદર રૂપે સમસ્ત માણકોલ ગામ દ્વારા. આજે સેવાસેતુ કાર્યક્રમ માં સન્માન કરવામાં આવ્યું *હસુભાઈ પટેલ,નટુભાઈ મુખી,અને સરપંચશ્રી નાનજીભાઈ* ના ખાસ આગ્રહ સાથે સરપ્રાઈઝ સન્માન આપવા બદલ ખૂબ ખૂબ આભાર તથા સમસ્ત માણકોલ ગ્રામજનો હૃદય પૂરક આભાર.👉🌱પ્રાંત અધિકારી સાહેબશ્રી. સાણંદ 🌱ધારાસભ્યશ્રી કનુભાઈ પટેલ સાહેબ🌱જિલ્લા પ્રમુખ શ્રી ,🌱સાણંદ તાલુકા પ્રમુખ 🌱સાણંદ. અમદાવાદ મહામંત્રી 🌱તાલુકો વિકાસ અધિકારીશ્રી🌱તાલુકો પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી નિકુંજભાઈ પટેલ સાહેબ🌱 Geb બોર્ડ ના અધિકારીશ્રી🌱સરપંચ શ્રી નાનજીભાઈ તમામ ગ્રામપંચાયત ના સભ્યશ્રીઓ🌱માણકોલ જિલ્લા સીટ માં આવતા. તમામ ગામ ના અહેવાલો સામાજિક કાર્યકર ની ઉપસ્થિતિમાં. સન્માન થતા ખૂબ ખૂબ હર્ષ થયોએક શિક્ષક નું સન્માન તેના જ ગામ માં નિવૃતિ વખતે થાય છેપણ સેવાકાળ દરમિયાન આટલા મોટા સમારંભ માં સન્માન મારા જીવન ની કમાણી સમાન લાગણી કરાવી જાય છે શિક્ષણ સેવાકાર્ય માટે બળ પ્રાપ્ત થયું આભાર