menu

ચાલતી લીટી

મારા આ બ્લોક માં મુકવામાં આવેલ માહિતી સંકલિત છે જે માટે મારા તમામ કર્મયોગી શિક્ષકો અને શિક્ષણ ને સરળ તથા સર્વલક્ષી બનાવવા મહેનત કરતા તમામ ને તે માટે સહ હર્દય થી આભાર. આ બ્લોક માં મને ગમેલ અને ઉપયોગી લાગેલ માહિતી નો સંગ્રહ કરેલ છે .જેથી એંક જ સ્થળે સરળતાથી મીહતી મેળવી શકાય.॥

Wednesday, October 29, 2025



આ પ્રોસેસ તમામ સરકારી બેંક ને લાગુ પડે છે. 

બેન્કમાં જાવ એટલે કામ સરખું થાય નહિ , ધક્કા ખાવા પડે અને અપમાન સહન કરવું પડે.
મોટા ભાગે આ જ હાલત છે. 

જાહેર જનતા નું અપમાન કરવાનો એ લોકો નો કોઈ હક્ક નથી.

*૧. જે વ્યકતિએ તમારું કામ સરખું નથી કર્યું અથવા તો તમારી સાથે તોછડું વર્તન કર્યું છે એનું નામ નોંધી લો અને નામ ના મળે એમ હોય તો ફક્ત કાઉન્ટર નંબર નોંધી લો*.

*૨. https://pgportal.gov.in/ વેબસાઈટ ઓપન કરો અને ત્યાં એકાઉન્ટ બનાવો અને લોગીન કરો.*

૩* *Grievane>>Lodge Public Grievance પર ક્લિક કરો એટલે અલગ અલગ મિનિસ્ટ્રી ના ઓપશન આવશે.*

*૪. હવે ફાઇનાન્શ્યલ સર્વિસીસ બેન્કિંગ ડિવિઝન ક્લીક કરો.*

૫. *Misbehaviour/Harrassament/Corruption by Bank staff નો ઓપશન સિલેક્ટ કરો.*

૬ . *જે બેન્ક વિરુદ્ધ તમારી ફરિયાદ હોય એ બેન્ક સિલેક્ટ કરો.*

*૭ .બેંક ની બ્રાન્ચ નું નામ લખો.*

૮ . *અને પછી તમારી ફરિયાદ સરળ ભાષા માં લખી નાખો અને સબમિટ કરી દ્યો.*

૯ . *હવે ૪૮ કલાક માં ફટાકડા બેન્ક મેનેજર ઉપર ફૂટશે*.

*૧૦. જે સ્ટાફ તમે જાવ તો જવાબ પણ દેવા તૈયાર ના હતો એ હવે તમને સામે થી  શોધતો આવશે*

*૧૦ .એ ખુદ તમને ફોન કરી ને માફી માંગશે અને હવે થી કોઈ સાથે આવું નહિ કરીયે એની બાહેંધરી આપશે. તમારું જો કોઈ બેન્ક ને લાગતું કામ બાકી હશે એ તુરંત પૂરું કરી દેશે.*

Monday, October 27, 2025

પર્યાવરણ સંરક્ષણ અભિયાન*

 વસુંધરાની સૌથી મોટી સેવા છે.*

1. *હું બ્રશ કરતી વખતે નળ ખુલ્લો નહીં રાખું.*
2. *હું મારી થાળીમાં જમવાનું રહેવા નહીં દઉં, તેમજ અન્નનો બગાડ પણ નહિં કરું.*
3. *હું પેપરની બંને સાઈડનો ઉપયોગ કરીશ અને એક સાઈડ વપરાયેલ પેપરની બીજી સાઈડનો પણ ઉપયોગ કરીશ. કાગળ બચાવવાનો પૂરતો પ્રયત્ન કરીશ*
4. *હું કચરો ગમે ત્યાં નહીં ફેકું.*
5. *હું વપરાશમાં ના હોય એવા બધા જ ડિવાઇસ તેમજ ચાર્જરની સ્વીચ તરત જ બંધ કરી દઈશ.*
6. *હું AC, RO કે વોશિંગ મશીનમાંથી નીકળતા પાણીનો ફરીથી ઉપયોગ કરીશ...*
7. *હું નાહવા માટે ફુવારાની જગ્યાએ નાની ડોલ અને ટમલરનો ઉપયોગ કરીશ.*
8. *હું જ્યારે પણ ઘરની બહાર નીકળીશ ત્યારે કપડાની બેગ લઈને જ નીકળીશ.*
9. *હું આજે એક છોડ વાવીશ અને આખું વર્ષ એનું જતન કરીશ.*
10. *હું જ્યારે પણ બહાર જઈશ ત્યારે મારી સાથે મારી પાણીની બોટલ રાખીશ.*
11. *હું મારા વાહનોને ધોવાની જગ્યાએ, ભીના કટકાથી તેની સફાઈ કરીશ.*
12. *હું દૂધનું પાઉચ કે કોઈપણ પેકેટ કાપતી વખતે તેના ઉપરનો કટપીસ એમાં જ લટકતો રહે એવી રીતે એને કાપીશ*
13. *હું પ્લાસ્ટિકના પેકેટમાં થયેલ નાસ્તાનો ઉપયોગ ટાળીશ.*
14. *હું લાઈટ પંખાનો ઓછામાં ઓછો ઉપયોગ કરવા, બારી-બારણા ખોલીને કુદરતી હવા અને સૂર્યપ્રકાશનો ઉપયોગ વધારીશ.*
15. *હું પક્ષીઓ માટે ઘરના આંગણે પાણીનું બાઉલ રાખીશ અને તેમના માટે ચણ નાખીશ. ફળિયામાં પક્ષીઓના ચણ માટેનું બાઉલ લટકાવીશ*.
16. *હું નજીકના અંતરે જવા ચાલીને જઈશ અથવા સાઇકલનો ઉપયોગ કરીશ.*
17. *હું વપરાશમાં ન હોય એવા લાઈટ પંખાની સ્વિચ બંધ કરીશ.*
18. *હું મારા મોબાઈલ ડેટા કે વાઇફાઇની જયારે જરૂર ન હોય ત્યારે અને ખાસ કરીને રાત્રે બંધ કરી દઈશ.*
19. *હું સિગ્નલ પર કે કોઈક લાઈનમાં સેકન્ડથી વધારે રાહ જોવાની હોય ત્યારે મારા વ્હિકલનું એન્જિન બંધ કરી દઈશ.*
21. *હું એસીનો વપરાશ ઘટાડીશ અને એને જ્યારે વાપરીશ ત્યારે 24 થી 26 ડિગ્રી પર રાખીશ*.
22. *હું યુઝ એન્ડ થ્રો વસ્તુઓનો વપરાશ કરવાની જગ્યાએ reusable વસ્તુઓ જ વાપરીશ.*
23. *હું પેપર, પૂઠા, ખાલી ખોખા, દૂધના પાઉચ, 50 માઈક્રોન થેલી, ડબ્બીઓ , ઠંડા પીણા ની બોટલો જેવી રિસાયકલબીન વસ્તુઓને dustbin મા ના નાખતા એને કબાડ્ડીને આપીશ અથવા સફાઈ કામદારને એનું દાન કરીશ.*
24. *હું આજથી ઓછામાં ઓછું એક ડોલ પાણી બચાવવાનો પ્રયત્ન કરીશ.*
25. *હું મારા પરિવારના ખાસ દિવસોમાં એક એક છોડ ઉગાડીશ જ.*
26. *હું વોશિંગ મશીનમાં ધોવા માટેના પૂરતા કપડા ભરાય પછી જ મશીન ચાલુ કરીશ.*
27. *હું ઘરમાં આવતા રેપર/ સિંગલ યુઝ પ્લાસ્ટિકની ઈકોબ્રિક બનાવીશ.*
28. *હું પર્યાવરણને બચાવવા માટે અથાક પ્રયત્ન કરીશ.*
29. *હું ધરતી માં ઝેર નહીં નાખું અને દેશી ગાયનાં ગોબર મૂત્ર થી બનતા જીવામૃત્ત આઘારિત ઝેરમુકત SPK ખેતી થી ઝેર મુક્ત આહાર પકાવીશ* 
30. *હું મારાં પરિવાર ને ઝેર મુક્ત ખેતી કરતાં ખેડૂત પાસે થી ઝેર મુક્ત આહાર ખરીદી કરી ને મારાં પરિવારને ખવડાવીશ*
 *પર્યાવરણ સંરક્ષણ અભિયાન*
*🌹🙏🌹🙏 જય શ્રી કૃષ્ણ 🌹🙏🌹🙏

Sunday, October 19, 2025

કહેવત

🙏પાંચે ઊઠો નવે શિરાવો, પાંચે વાળુ નવે સુવો, બસ આટલું રોજ કરો, તે પછી સો વર્ષ જીવો.
🙏ભોંય પથારી જે કરે, લોઢી ઢેબર ખાય, તાંબે પાણી જે પીએ, તે ઘર વૈદ્ય ન જાય.
🙏ગળો, ગોખરું ને આમળા, સાકર ઘી થી ખાય, વૃદ્ધપણું વ્યાપે નહીં, રોગ સમૂળા જાય.
🙏ખાંડ, મીઠું ને સોડા, સફેદ ઝેર કહેવાય, વિવેકથી ખાજે નહિતર, ના કહેવાય કે ના સહેવાય.
🙏સવારે પાણી બપોરે છાશ, સાંજે પીઓ દૂઘ, વહેલા સૂઈ વહેલા જાગો, ના રહે કોઈ દુઃખ.
🙏સર્વ રોગના કષ્ટોમાં ઉત્તમ ઔષધ ઉપવાસ, જેનું પેટ નથી સાફ, પછી આપે બહુ ત્રાસ.
🙏જે-તે પધરાવશો મા, સાફ રાખજો આ઼ંત, ચાવીને ખૂબ ખાજો, હોતા નથી પેટમાં દાંત .
🙏હજાર કામ મૂકીને જમવું ને લાખ કામ મૂકી સૂવું, કરોડ કામને પડતાં મૂકી હાજતે જઈને રહેવું.