menu

ચાલતી લીટી

મારા આ બ્લોક માં મુકવામાં આવેલ માહિતી સંકલિત છે જે માટે મારા તમામ કર્મયોગી શિક્ષકો અને શિક્ષણ ને સરળ તથા સર્વલક્ષી બનાવવા મહેનત કરતા તમામ ને તે માટે સહ હર્દય થી આભાર. આ બ્લોક માં મને ગમેલ અને ઉપયોગી લાગેલ માહિતી નો સંગ્રહ કરેલ છે .જેથી એંક જ સ્થળે સરળતાથી મીહતી મેળવી શકાય.॥

Sunday, March 1, 2015

એક માણસ રોજ સવારે વહેલો ઉઠીને એકાદ કલાક સુધી ધ્યાનમાં બેસે. ભગવાનની સાથે અને પોતાની જાત સાથે વાતો કરે અને પછી પોતાના કામની શરુઆત કરે. આ ભાઇ સવારે વહેલા ઉઠે પણ એના પત્નિ શાંતિથી ઉંધ્યા કરે અને જ્યારે એનો પતિ ધ્યાન પુરુ કરે ત્યાર પછી જ
નીરાંતે ઉઠે અને પછી પોતાના કામની શરુઆત કરે. એકદિવસ સાંજના ભોજન પછી પતિ-પત્નિ બંને બેઠા બેઠા વાતો કરતા હતા ત્યારે
પત્નિએ કહ્યુ, “ મારે તમને એક સવાલ
પુછવો છે ?” પતિએ કહ્યુ, “ મને સવાલ પુછવા માટે તારે પરવાનગી લેવાની કોઇ જરુર જ નથી તારે જે પુછવુ હોય એ પુછ.”
પત્નિએ પોતાનો પ્રશ્ન રજુ કર્યો, “ આ વહેલા જાગીને તમે ધ્યાનમાં બેસો છો તમને એમ કરવાથી કંઇ મળે છે ?” પતિએ બહુ જ ટુંકો ઉત્તર આપ્યો , “ ના કંઇ જ મળતુ નથી.” પતિનો જવાબ સાંભળીને પત્નિ તુરંત જ બોલી , “ ધ્યાનથી તમને કંઇ જ મળતુ નથી તો પછી આ વહેલા ઉઠીને શું કામ હેરાન થાવ છો એયને મારી જેમ શાંતિથી પથારીમાં પડ્યા પડયા મીઠી નીંદર માણો ને ! “ પતિએ કહ્યુ, “ તારી વાત બિલકુલ સાચી છે. મને ધ્યાન કરવાથી કંઇ મળતુ નથી ઉલટાનું ધ્યાન કરવાને કારણે હું
દિવસે દિવસે કંઇક ને કંઇક ગુમાવતો જાવ છું. “ આ સાંભળીને પત્નિને વધુ આશ્વર્ય થયુ. પત્નિથી ન રહેવાયુ એટલે પુછી જ નાંખ્યુ , “
તમે દિવસે દિવસે કંઇક ને કંઇક ગુમાવતા જાવ છો તો પછી ધ્યાન શું કામ કરો છો ? “ પતિએ સ્મિત સાથે જવાબ આપતા કહ્યુ , “ગાંડી, હું જે ગુમાવુ છુ એનાથી મને આનંદ મળે છે. તને ખબર છે ધ્યાન કરવાને કારણે મેં શું ગુમાવ્યુ છે ? 

દિવસે દિવસે મારો અહંકાર ઓગળતો ગયો, સ્વાર્થ છુટતો ગયો , ગુસ્સો ઓછો થયો, ઇર્ષા અને અદેખાઇ પણ ઘટવા લાગી અને મોતનો ભય પણ છુટી ગયો.” 

મિત્રો, જીવનમાં કેટલાક

કાર્યો એવા હોય છે જે કરવાથી કંઇ મળવાને બદલે ગુમાવવાનું હોય પણ  એગુમાવવાનો આનંદ અનેરો હોય કારણકે એ જ શાંતિ તરફ લઇ જતો માર્ગ હોય.

No comments:

Post a Comment