menu

ચાલતી લીટી

મારા આ બ્લોક માં મુકવામાં આવેલ માહિતી સંકલિત છે જે માટે મારા તમામ કર્મયોગી શિક્ષકો અને શિક્ષણ ને સરળ તથા સર્વલક્ષી બનાવવા મહેનત કરતા તમામ ને તે માટે સહ હર્દય થી આભાર. આ બ્લોક માં મને ગમેલ અને ઉપયોગી લાગેલ માહિતી નો સંગ્રહ કરેલ છે .જેથી એંક જ સ્થળે સરળતાથી મીહતી મેળવી શકાય.॥

Monday, April 27, 2015

Pathri



જલ્સા કરોને જેંતીલાલ

January 6, 2014

ચુપચાપ બને છે શરીરમાં પથ્થર(પથરી) આ સારવારથી સ્ટોન કરો ચકનાચૂર

 

ચુપચાપ બને છે શરીરમાં પથ્થર( પથરી ) આ સારવારથી સ્ટોન કરો ચકનાચૂર :

અસંયમિત ખાન-પાન અને દિનચર્યાને લીધે કે અશુદ્ધ પાણી પીવાથી કે અન્ય કારણોથી વર્તમાન સમયમાં પથરીના દર્દીઓની સંખ્યા વધતી જઈ રહી છે. પથરી એક એવી બીમારી છે જેમાં દર્દીને અસહ્ય દર્દ સહન કરવો પડે છે. સામાન્ય રીતે પથરી દરેક ઉંમરના લોકોમાં જોવા મળે છે પરંતુ તેમ છતાં આ બીમારી મહિલાઓની સરખામણી કરતા પુરુષોમાં વધુ જોવા મળતી હોય છે. પેટદર્દ કે મૂત્રમાં અડચણને લોકો સામાન્ય રીતે વધુ ગંભીરતાથી નથી લેતા. પરંતુ ઘણીવાર વારંવાર થતું પેટદર્દ કોઈ મોટી બીમારી તરફ સંકેત આપે છે. પથરી એક એવી બીમારી છે

જેથી આજે અમે તમને પથરી વિશેની સંપૂર્ણ માહિતી આપીશું જેમ કે પથરી ક્યારે થાય છે, કેમ થાય છે, તેની યોગ્ય સારવાર શું છે, પથરી ફરી ન થાય તે માટે શું કરવું વગેરે તમારા સવાલોના જવાબ આજે અમે તમને આપીશું.

આગળ વાંચો પથરીથી બચવા માટે શું કરવું તથા કઈ રીતે દેશી ઉપાય અપનાવવો…..

 

પથરી શેની બનેલી હોય છે?

================

કીડનીની પથરી અનેક જાતના જુદાં જુદાં રસાયણિક સંયોજનોથી બનેલી હોય છે. મોટા ભાગની (65 %) પથરીઓ કેલ્શિયમ ઓક્ષેલેટ નામનાં રસાયણથી બને છે. 15 ટકા જેટલી પથરીમાં એમોનીયમ મેગ્નમેસિયમ ફોસ્ફેટ, 10 ટકા જેટલી પથરીમાં કેલ્શિયમ ફોસ્ફેટ, 5 ટકા પથરીમાં યુરિક એસિડ હોય છે. પથરીના પ્રકાર પ્રમાણે એ બનવાનાં કારણો પણ જુદાં-જુદાં હોય છે. ઘણાં કિસ્સાઓમાં પથરી બનવાનું ચોક્કસ કારણ જાણી શકાતું નથી.

પથરી બનવા માટે જવાબદાર પરિબળો કયાં?

=========================

પથરીનો ઉદભવ શા માટે થાય છે એ હજી સુધી બહુ સ્પષ્ટપણે જાણી શકાયું નથી. પરંતુ કેટલાંક પરિબળો પથરી બનાવાની પ્રક્રિયા ઝડપી બનાવે છે એવું જાણવા મળ્યું છે. કીડનીનું કામ શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખી બિનજરૂરી તત્વોને શરીરની બહાર કાઢવાનું છે. જ્યારે શરીરમાં પાણીની ઉણપ ઉભી થાય ત્યારે કીડની એવો પ્રયત્ન કરે છે કે ઓછામાં ઓછું પાણી અને વધુમાં વધુ કચરો પેશાબ વાટે બહાર નીકળે. આને કારણે જ પેશાબ ઘટ્ટ થાય છે અને પેશાબમાં નીકળતાં તત્વોની સાંદ્રતા (કોન્સન્ટ્રેસન) વધી જાય છે. જે વખતે પેશાબ ખૂબ સાંદ્ર થઇ જાય ત્યારે એમાં ક્રીસ્ટલ (કણો) થવા લાગે છે અને એક વખત ક્રીસ્ટલ બને પછી એની ઉપર વધુને વધુ તત્વો એમાં ઉમેરાતા ય છે અને જોતજોતામાં પથરી બની જાય છે

આ ઉપરાંત, પેશાબનો ચેપ, વિટામીન એ ની ઉણપ વગેરે પરિબળો પણ પથરીની શરૂઆતમાં જવાબદાર હોય છે. શરીરમાં અંત:સ્ત્રાવોનું સંતુલન ખોરવાઇ જાય (દા.ત. પેરાથાઇરોઇડ હોર્મોન વધી જાય) ત્યારે પેશાબ વાટે વધુ કેલ્શિયમ બહાર નીકળે છે અને પથરી થવાની શક્યતા વધી જાય છે. લાંબા સમય સુધી પથારીવશ રહેવાથી હાડકાનું કેલ્શિયમ ઓછું થવા લાગે અને પેશાબ વાટે નીકળવા લાગે છે અને પથારીવશ સ્થિતિમાં કીડનીમાં પેશાબનો ભરાવો પથરી માટે જવાબદાર બને છે.

પેશાબમાં સાઇટ્રેટ અને કોલોઇડલ પદાર્થોનું પ્રમાણ ઘટે ત્યારે પણ પથરી થવાની શક્યતા વધી જાય છે. ગાઉટ તરીકે ઓળખાતી અન્ય એક બિમારીમાં યુરિક એસિડનું પ્રમાણ શરીરમાં વધી જાય છે જેને લીધે એક્ષ-રે માં ન દેખાય (પણ સોનોગ્રાફીમાં દેખાય) એવી યુરિક એસિડની પથરી બને છે. આ સિવાય બીજી અનેક જાતની પથરીઓ જુદાં જુદાં કારણોસર બનતી હોય છે.

કીડનીમાં પથરી છે એની ખબર કઇ રીતે પડે?

===========================

ઘણાં લોકોને પોતાના શરીરમાં પથરી છે એની ખબર વર્ષો સુધી નથી પડતી. જે પથરી કીડનીની અંદરના ભાગમાં રહે અને ખસે નહીં એ પથરીને કારણે કોઈ બાહ્ય તકલીફ વ્યક્તિને જણાતી નથી. જ્યારે પથરી કીડનીમાંથી મૂત્રવાહિની તરફ આવે ત્યારે દુ:ખાવો અને અન્ય તકલીફો થાય છે. પીઠની એક બાજુથી જાંઘ સુધીનો દુ:ખાવો મૂત્રવાહિનીની પથરીને કારણે થાય છે. મૂત્રાશય ( બ્લેડર) સુધી પથરી પહોંચે ત્યારે વારંવાર પેશાબ થવો, પેશાબમાં બળતરા થવી અને પેશાબ માટે ઝડપથી દોડવું પડે એવી સ્થિતિ થાય છે.

કીડની અને મૂત્ર માર્ગનો એક્ષ-રે કરવાથી મોટા ભાગની કેલ્શિયમયુક્ત પથરીઓ જોઇ શકાય છે. ઘણી વખત બીજા કોઇ કારણસર એક્ષ-રે કરાવ્યો હોય અને અકસ્માત જ પથરી દેખાય જાય એવું બને છે. પથરીનું ચોક્કસ સ્થાન જાણવા ઇન્ટ્રાવીનસ પાયલોગ્રાફી નામની તપાસ કરવામાં આવે છે. જેમાં કીડનીની કામગીરીનો પણ થોડોક અંદાજ આવે છે. અલ્ટ્રાસોનોગ્રાફીની તપાસમાં પણ કીડનીની પથરીનું કદ તથા પથરીને કારણે પેશાબ માર્ગમાં મોટો અવરોધ કરે તો છેવટે કીડનીને ભારે નુકશાન થઇ શકે છે અને આવા દર્દીઓમાં પથરીને ઓપરેશન દ્વારા કે અન્ય કોઇ રીતે કાઢવી જરૂરી બની જાય છે.

પથરીની સારવાર શું?

==============

જો પથરી પેશાબમાં અવરોધ કરતી હોય, ચેપ લાગવા માટે જવાબદાર હોય, અસહ્ય વેદના કરતી હોય કે પેશાબ વાટે લોહી જતું હોય તો એ પથરી કાઢવી જરૂરી બની જાય છે. નાની પથરી વધુ પાણી-પ્રવાહી પીવાથી નીકળી જાય છે. મોટી પથરી કાઢવા માટે ઓપરેશન કરવું પડે અથવા લીથોટ્રીપ્સી નામની પદ્ધતિથી પથરી તોડીને પેશાબ વાટે કાઢવી પડે. એકસ્ટ્રા કોર્પોરીયલ લીયોટ્રીપ્સીમાં કીડનીની પથરી ઉપર શોક વેવ્સનો મારો (શરીરમાં એકપણ કાપો મૂક્યા વગર) ચલાવવામાં આવે છે. જેને લીધે પથરીનો ભૂકો થઇ જાય છે અને એ પેશાબ વાટે નીકળી જાય છે. પરક્યુટેનિયસ અલ્ટ્રાસોનિક લીથોટ્રીપ્સમાં એક ભૂંગળી જેવું સાધન કીડની સુધી નાંખવામાં આવે છે અને ભૂકો કરી નાંખેલ પથરીને સીધી બહાર ખેંચી લેવામાં આવે છે. લેસર લીથોટ્રીપ્સી વાયા યુરેટેરોસ્કોપની નવી પદ્ધતિમાં યુરેટર (મૂત્રવાહિની) ની પથરી દૂરબીન (સ્કોપ) જેવું સાધન પથરી સુધી લઇ જઇ પથરી તોડી બહાર ખેંચી લેવામાં આવે છે.

એકવાર કાઢ્યા પછી પથરી ફરી વખત થઇ શકે?

===============================

પથરી એ વારંવાર થયા કરતી તકલીફ છે. કેલ્શિયમની પથરી દસ વર્ષના ગાળામાં 60 ટકા લોકોમાં બીજી વખત થાય છે. જેને થાય એને સામાન્ય રીતે સરેરાશ દર બે-ત્રણ વર્ષે એક નવી પથરી બને છે.

 

પથરી વારંવાર ન થાય એ માટે શું કાળજી રાખવી?

===========================

સૌથી અગત્યની કાળજી છૂટથી પ્રવાહી પીવાની છે. રોજનું બે લીટર પેશાબ થાય એટલું પ્રવાહી (પાણી, ફળનો રસ, નારિયેળ પાણી, શરબત કે અન્ય પ્રવાહી) પીતા રહેવું જોઇએ. પથરીથી દૂર રહેવાનો એ એક સૌથી અગત્યનો ઉપાય છે. કોઇ પણ વખત લાંબા સમય સુધી તરસ્યા રહેવું નહીં. આ ઉપરાંત, પથરીનો પ્રકાર અને આંતરિક તકલીફ જાણી લઇને એ મુજબ તરત સારવાર કરવી પડે. કેલ્શિયમ ઓક્સેલેટ સ્ટોન માટે પાલક જેવી ભાજીઓ, સ્ટ્રોબરી, ચોકલેટ, બીટ, ચા અને ઘઉંનું બહારનું પડ ખવાથી દૂર રહેવું જોઇએ. યુરિક એસિડ સ્ટોન માટે માંસાહાર બિલકુલ બંધ કરવો જોઇએ. આમ, પથરીના પ્રકાર મુજબ ડોક્ટરની સલાહથી ખોરાકમાં પરિવર્તન અને વધુ પ્રવાહી લેવાથી પથરીની તકલીફ આગળ વધતી અટકાવી શકાય છે.

 

પથરી દૂર કરવા માટે કેટલાક આયુર્વેદિક નુસખા અને સામાન્ય લક્ષણો-

======================================

કબજિયાત કે ઝાડા લગાતાર રહેવા, ઊલટી જેવી બેચેની રહેવી, થાક, તીવ્ર પેટ દર્દ થોડી મિનિટ કે પછી કલાકો સુધી ચાલતા રહેવું. મૂત્ર સંબંધી સંક્રમણની સાથે જ બુખાર, કપકપી, પસીનો આવવો. પેશાબની સાથે-સાથે દર્દ થવું વારંવાર અને એકાએક પેશાબ આવવો, અટકી-અટકીને પેશાબ આવવો, રાત્રે વધુ પેશાબ આવવો, મૂત્રમાં રક્ત આવવું, પેશાબનો રંગ અસામાન્ય થવો.

-તુલસીના બીજને હિમજીરા દાણાદાર ખાંડ અને દૂધની સાથે લેવાથી મૂત્ર પિંડમાં ફસાયેલી પથરી નિકળી જાય છે. જો મૂત્ર પિંડમાં પથરી થઈ હોય ને પેશાબ અટકી-અટકીને આવવાનું ચાલું થઈ ગયું હોય તો એક ગાજર રોજ ખાવાનું ચાલું કરી દેવું જોઈએ.

-રાત્રે એક લિટર કળથી પાણીમાં ભિંજવી દો. સવારે એ કળથીને એ જ પાણી સહિત ધીમી આગ ઉપર ચાર કલાક પકાવો. 1 લિટર પાણી રહી જાય ત્યારે નીચે ઊતારી લો. પછી 40 અને50 ગ્રામ(પાચન શક્તિ પ્રમાણે) દેશી ઘીથી વઘાર કરો. વઘારમાં સિંધુ નમક, કાલી મરી, જીરૂ, હળદર નાખી દો. પથરીનાશક ઔષધી તૈયાર.

 

પથરીથી બચવાના ઉપાયઃ-

===============

-વધુ પાણી પીવો.

-ખોરાકમાં પ્રોટીન, નાઈટ્રોજન અને સોડિયમની માત્ર ઓછી રાખવી.

-ચોકલેટ, સોયાબીન, મગફળી, પાલક વગેરેનું સેવન ઓછું કરવું.

-જરૂરિયાત કરતા વધુ કોલ્ડડ્રિન્ક્સ પણ નુકસાન પહોંચાડે છે.

-વિટામીન-સીની વધુ માત્ર ન લેવામાં આવે.

-નારંગી વગેરેનો રસ(જ્યૂસ) લેવાથી પથરીનું દર્દ ઓછું થાય છે.

-દર મહિનામાં પાંચ દિવસ નાની ચમચી અજમો લઈ પાણી સાથે પી જાઓ.

– એક મૂળાને કાળા પાડીને તેમાં 20-20 ગ્રામ ગાજર શલગમના બીજ ભરી દો, ત્યારબાદ મૂળાને શેકી લો, ત્યારબાજ મૂળામાંથી બીજ કાઢી પીસી લો. સવારે પાંચ કે છ ગ્રામ પાણીની સાથે એક મહિના સુધી પીતા રહો, પથરી અને પેશાબની બીમારીઓમાં ફાયદો મળશે.

-જો કિડનીની પથરી હોય અને પેશાબ અટકીને આવી રહ્યો હોય તો એક ગાજરને રોજ ખાવાથી ફાયદો મળે છે.

-જીરાને ખાંડીને ચાસણી બનાવી તેમાં કે મધની સાથે લેવાથી પથરી પેશાબ વાટે બહાર નિકળી જાય છે.


No comments:

Post a Comment