ગાંધીનગર : કચ્છના બહુચર્ચિત કાટમાળ કૌભાંડમાં આરોપી બનાવાયેલા શિક્ષકો માટે રાહતજનક ઘટનાક્રમમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલે 14 વર્ષ બાદ આ 572 શિક્ષક-શિક્ષિકાને આરોપમુક્ત કરવાની જાહેરાત કરી હતી. કચ્છના વિનાશકારી ભૂકંપમાં અનેક શાળાઓ પણ ધ્વંસ થઇ હતી અને તેના કાટમાળને ખસેડવાના કથિત કૌભાંડમાં થયેલી પોલીસ ફરિયાદોમાં કચ્છની વિવિધ શાળાઓના 572 જેટલા શિક્ષક-શિક્ષિકાને પણ તેઓએ સહી કરી હોવાના કારણે સંડોવવામાં આવી હતી. આ અંગે શિક્ષિકાઓ અને તેમના મંડળે ગાંધીનગર સુધી રજૂઆતો કરી હતી. મુખ્યપ્રધાનને પણ આ અંગે રજૂઆતો કરી હતી કે તેઓને ખોટા સંડોવવામાં આવ્યા છે, અમારી પાસે સહી કરાવવામાં આવી હતી. આ અંગે મુખ્યપ્રધાને આજે જાહેરાત કરી હતી કે, કચ્છના આ 572 શિક્ષક-શિક્ષિકાની સામે લાગેલા આરોપોમંથી મુક્ત કરાશે. સાથેસાથે શિખામણ પણ આપી હતી કે, હવે કોઇપણ જગ્યાએ કાગળો ઉપર સહી કરો તો કાળજી લેજો અને વાંચ્યા પછી નિયમ મુજબના કાગળ ઉપર જ સહી કરજો. મુખ્યપ્રધાનની આ જાહેરાતને ગુજરાત પ્રાથમિક શિક્ષક સંઘે આવકારી છે. ગાંધીનગરમાં આજે રાજ્યના 249 તાલુકાઓની પ્રાથમિક શિક્ષિકા બહેનોના વુમન નેટવર્ક પ્રોજેક્ટ અંતર્ગત વનડે સેમિનારને મુખ્યપ્રધાને ખુલ્લો મૂક્યો હતો. મુખ્યપ્રધાન આનંદીબેને રાજ્યના પ્રાથમિક શિક્ષકોને આધુનિક ટેકનોલોજી ઇ-લર્નિંગ, ઇ-કલાસના માધ્યમોના વિનિયોગથી પ્રારંભિક સ્તરથી જ બાળમાનસમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવા આહ્વાન કર્યું હતું. તેમણે શિક્ષણ સુધારણા અને ગુણવત્તાયુક્ત શિક્ષણ માટેના ગુણોત્સવમાં આ વર્ષે સી અને ડી તથા તેથી નીચો ગુણાંક ધરાવતી શાળઓમાં વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવાની નેમ વ્યક્ત કરી હતી. તેમણે કેન્દ્ર સરકારની સુકન્યા નિધિ યોજનામાં દીકરીઓને આવરી લેવાનું અભિયાન ઉપાડી 10 વર્ષ સુધીની કન્યાના ખાતા ખોલાવવામાં શિક્ષકો શાળાપરિવાર સહયોગી બને તેવી અપીલ કરી હતી. મુખ્યપ્રધાને બાળકોને પુસ્તકિયા જ્ઞાન સાથે તેની સુષુપ્ત શક્તિઓ પારખી તેને વિકસાવવાના અવસરો- પ્રોત્સાહન આપી ઇત્તર પ્રવૃત્તિમાં પણ ક્વોલિટી એજ્યુકેશન માટે ભારપૂર્વક અનુરોધ શિક્ષકોને કર્યો હતો. આ પ્રસંગે શિક્ષક સંઘ તરફથી કન્યાકેળવણી નિધિ માટે રૂા. 2.51 લાખનો ચેક મુખ્યપ્રધાનને અર્પણ કર્યો હતો.
આ હતું કચ્છનું ચકચારી કાટમાળ કૌભાંડ ભુજ, તા. 11 : કચ્છમાં ધરતીકંપ પછી ઠેરઠેર ભૂકંપે સર્જેલા કાટમાળ દૂર કરવા રાજ્ય સરકારે ખાસ પરિપત્ર બહાર પાડીને ગામેગામ પાંચ સભ્યોની સમિતિની નિમણૂક કરી હતી. આ સમિતિના પ્રમાણપત્રના આધારે જ કાટમાળ હટાવવાની કામગીરી કરવા સાથે ચૂકવણું કરવાનું હતું. આ યોજનાનો મોટાપાયે દુરુપયોગ થયો હતો. વ્યાપક ગેરરીતિ થઇ હતી. એસીબીએ એક હજારથી વધુ લોકોને આરોપી બનાવી તાલુકે તાલુકે ફરિયાદો સાથે તપાસનો દોર શરૂ કર્યો હતો. આરોપીઓમાં અધિક જિલ્લા વિકાસ અધિકારીથી માંડી તા.વિ. અધિકારી, સરપંચો, શિક્ષકો અને ગામના વેપારીઓ સહિતનાનો સમાવેશ થાય છે. આ પ્રકરણમાં શિક્ષકો અને પંચ નિર્દોષ હોવાની રજૂઆતો તેમજ આખી ગેરરીતિ અમુક જણે જ કરી હોવાના આક્ષેપો થાય છે. આ કાટમાળ કૌભાંડની જામેલી ચર્ચા વચ્ચે ભૂકંપ બાદની પ્રથમ દિવાળી ભૂકંપગ્રસ્તો સાથે મનાવવા તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી ચોબારી આવ્યા હતા. તેમના રોકાણ દરમ્યાન કચ્છમિત્રમાં કાટમાળ કૌભાંડ સંદર્ભે પ્રસિદ્ધ થયેલા અહેવાલોના પગલે તેમણે તપાસ શરૂ કરાવી હતી અને રાજ્યના સૌથી વધુ સરકારી કર્મચારીઓને આરોપી બતાવતું કૌભાંડ બહાર આવ્યું હતું.
menu
- Home
- મારો વર્ગ (ફક્ત મારી ઉપયોગી ફાઈલો )
- શાળા ને ઉપયોગી ફાઈલો
- ઉપયોગી ડાળી
- પ્રજ્ઞા અભિગમ તથા વાંચન મટીરીયલ્સ
- પરિપત્રો
- મોડ્યુલ
- હોમ લર્નિંગ (HOME LEARNING)
- હિન્દી
- ENGLISH
- સંસ્કૃત
- ગુજરાતી
- MATHS
- Scienc
- EXTRA BOOK
- ધોરણ -૧
- ધોરણ -૨
- ધોરણ -૩
- ધોરણ -૪
- ધોરણ-૫
- ધોરણ -૬
- ધોરણ-૭
- ધોરણ-૮
- ધોરણ-૯
- ધોરણ-૧૦
- ધોરણ ૧૧ (આર્ટસ)
- ધોરણ -૧૨(આર્ટસ)
- ધો.6થી12(ઈતિહાસ)
- ધો.6થી8(ગુજરાતી)
- પરીક્ષાલક્ષી પત્રકો (SCE)
- પાઠ્યપુસ્તકો
- 1 to 12 BOOK
- T.L.M
- ધોરણ 5 થી 12 ના ગણિત વિષયનાં વિડિઓ
- જ્ઞાનકુંજ વિડીયો
- IMPORTANT DOCUMENT
- ક્રિયાત્મક સંશોધન
- PROJECT
- ગુજરાતી બ્લોગ જગત
- સામાયિક
- E BOOK
- સીસીસી પરીક્ષા
- આધાર કાર્ડ (યુનિક આઈડી )
- तमारा बालक नो आधार डाइस जानो
- ગુજરાતી / હિન્દી ફ્રોન્ટ
- અગત્યા ના ફોર્મ
- SSA SONG
- प्राथॅनासभा
- ગુજરાતી શ્રુતિ સેટઅપ
- Math's(રિઝનિંગ)
- દેશી હિશાબ
- પ્રાર્થના ક્રાયક્રમ
- पुरनगोडलिया ब्लोग्स
- અહેવાલ
- મતદાર યાદી
- Nmms ની પરીક્ષા
- વિવિધ વાનગીઓ
- મેગેઝીન
- exal file
- ભાષા પુષ્પ ક્વીઝ & google form
- પાઠ્યપુસ્તક ,શિક્ષક આવૃત્તિ અને સંદર્ભ સાહિત્ય
- વિજ્ઞાન- ગણિત મેળા વિષે
- Liberty(Special Booklet)
- શિક્ષક સજ્જતા કસોટી
- રચનાત્મક મૂલ્યાંકન પત્રક-A
- TET / TAT /HTAT /CRC/BRC ANS.KEY
ચાલતી લીટી
શાળા ઓનલાઈન લીંક
Sunday, April 12, 2015
કાટમાળ કૌભાંડમાં કચ્છના શિક્ષકો આરોપમુક્ત
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment