menu

ચાલતી લીટી

મારા આ બ્લોક માં મુકવામાં આવેલ માહિતી સંકલિત છે જે માટે મારા તમામ કર્મયોગી શિક્ષકો અને શિક્ષણ ને સરળ તથા સર્વલક્ષી બનાવવા મહેનત કરતા તમામ ને તે માટે સહ હર્દય થી આભાર. આ બ્લોક માં મને ગમેલ અને ઉપયોગી લાગેલ માહિતી નો સંગ્રહ કરેલ છે .જેથી એંક જ સ્થળે સરળતાથી મીહતી મેળવી શકાય.॥

Wednesday, July 29, 2015

Useful for teacher

Guru purnima by web duniya

ગુરૂ ગોવિંદ દોઉ ખડે કાકે લાગૂ પાય 

બલિહારી ગુરૂ આપને ગોવિંદ દિયો બતાય. 

'ગુ' શબ્દનો અર્થ છે અંધકાર(અજ્ઞાન) અને 'રુ' શબ્દનો અર્થ છે પ્રકાશ જ્ઞાન. અજ્ઞાનનો નષ્ટ કરનારા જે બ્રહ્મરૂપ પ્રકાશ છે, એ ગુરૂ છે. 

આમ તો આપણા જીવનમાં ઘણા જાણ્યા-અજાણ્યા ગુરૂ હોય છે, જેમાં આપણા માતા-પિતાનુ સ્થાન સર્વોપરિ છે, પછી શિક્ષક અને બીજા. પરંતુ અસલમાં ગુરૂનો સંબંધ શિષ્ય સાથે હોય છે ન કે વિદ્યાર્થી સાથે. આશ્રમોમાં ગુરૂ-શિષ્ય પરંપરાનુ પાલન થતુ રહ્યુ છે. 

ગુરૂ શુ છે, કેવા છે અને કોણ છે એ જાણવા માટે તેમના શિષ્યોને જાણવા જરૂરી હોય છે અને એ પણ કે ગુરૂને જાણવાથી શિષ્યોને જાણી શકાય છે, પરંતુ આવુ ફક્ત એ જ કરી શકે છે જે પોતે ગુરૂ કે શિષ્ય છે. ગુરૂએ છે જે સમજી-પારખીને શિષ્યને દીક્ષા આપે છે અને શિષ્ય પણ એ છે જે સમજી ઓળખીને ગુરૂ બનાવે છે. 

સ્વામી રામકૃષ્ણ પરમહંસે ઘણા પ્રયત્નો કર્યા કે નરેન્દ્ર(વિવેકાનંદ) મારો શિષ્ય થઈ જાય કારણ કે રામકૃષ્ણ પરમહંસ જાણતા હતા કે આ એ વ્યક્તિ છે જે ફક્ત થોડો ધક્કો આયો કે ધ્યાન અને મોક્ષના માર્ગ પર દોડવા માંડશે. 

પરંતુ સ્વામી વિવેકાનંદ બુદ્ધિવાદી વ્યક્તિ હતા અને પોતાના વિચારોના પાક્કા હતા. તેમણે રામકૃષ્ણ પરમહંસ એક એવા વ્યક્તિ જોવા મળ્યા હતા જે કોરી કલ્પનામાં જીવનારા એક મૂર્તિપૂજકથી વધુ કંઈ નહી. તેઓ રામકૃષ્ણ પરમહંસની સિધ્ધિઓને એક મદારીના ચમત્કારથી વધુ કશુ જ નહોતા સમજતા. છતા તેઓ પરમહંસના ચરણોમાં નમી પડ્યા કારણ કે છેવટે તેઓ જાણી ગયા હતા કે આ વ્યક્તિમાં કોઈ એવી વાત છે જે બહારથી જોવામાં નજર નથી આવતી. 

ટૂંકમાં એ જાણવુ જરૂરી છે કે આપણે કોણે ગુરૂ બનાવી રહ્યા છે, કોઈના વિચારોથી, ચમત્કારોથી કે તેની આસપાસ ભક્તોની ભીડથી પ્રભાવિત થઈને તેને ગુરૂ તો નથી બનાવી રહ્યા ને, જો આવુ હોય તો આપ યોગ્ય માર્ગ પર નથી. 

ગુરૂ અને શિષ્યની પરંપરાના આવા અનેક ઉદાહરણ છે, જેના વિશે જાણીને કહી શકીએ કે ગુરૂને શિષ્ય અને શિષ્યને ગુરૂ બનાવવામાં કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો

અષાઢ મહિનાની પૂર્ણિમાને ગુરૂ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ગુરૂની પૂજાનું ખાસ મહત્વ છે. આપણા દેશમાં આ તહેવાર ખૂબ જ શ્રધ્ધા અને ભાવથી ઉજવવામાં આવે છે. પ્રાચીન સમયમાં જ્યારે વિદ્યાર્થી ગુરૂના આશ્રમમાં નિ:શુલ્ક શિક્ષા મેળવતા હતાં, ત્યારે આ દિવસે ‍શિષ્‍ય શ્રધ્ધાભાવથી પ્રેરિત થઈને પોતાના ગુરૂનુ પૂજન કરીને તેમને શક્તિ મુજબ દક્ષિણા આપીને ધન્ય-ધન્ય થઈ જતો હતો. આમ તો ધણાં ગુરૂ થયા છે, પરંતુ વ્યાસ ઋષિ, જે ચારો વેદોના પ્રથમ વ્યાખ્યાતા હતા તેમની આજના દિવસે પૂજા થાય છે. વેદોનું જ્ઞાન આપનારા વ્યાસજી જ છે, તેથી તે આદિગુરૂ કહેવાય છે. અને માટેજ ગુરૂપૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. તેમની યાદને તાજી રાખવા માટે આપણે પોત-પોતાના ગુરૂઓને વ્યાસજીનાં અંશ માની તેમની ભક્તિથી પૂજા-અર્ચના કરવી જોઈએ.આ દિવસે ફક્ત ગુરૂ (શિક્ષક) જ નહી, પરંતુ માતા-પિતા, મોટા ભાઈ-બહેન વગેરેની પણ પૂજા કરવાનું કહેવાયુ છે.આ દિવસે વસ્ત્ર, ફળ, ફૂલ અને માળા અર્પણ કરીને ગુરૂને પ્રસન્ન કરી તેમના આશીર્વાદ મેળવવા જોઈએ. કારણકે ગુરૂનો આશીર્વાદ જ વિદ્યાર્થીને માટે કલ્યાણકારી અને જ્ઞાનવર્ધક હોય છે. વ્યાસજી દ્વારા રચિત ગ્રંથોનું અધ્યયન અને મનન કરીને તેમના ઉપદેશોનું પાલન કરવું જોઈએ.આ તહેવારને શ્રધ્ધાથી મનાવવો જોઈએ, અંધવિશ્વાસોના આધાર પર નહી.ગુરૂ બ્રહ્મા, ગુરૂ વિષ્ણુ, ગુરૂ દેવો મહેશ્વરાગુરૂ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરૂદેવ નમ:ગુરુ પ્રવેશ દ્રાર છે અને એકવાર અંદર ગયા પછી બધુ ગુરૂની દ્રષ્ટિથી જોવામાં આવે છે ગુરૂના સાનિધ્યને માણવું જોઈએ. તેમને સંસારનો અંશ ન બનાવો. કારણકે એકવાર ગુરૂને સંસારનો અંશ બનાવ્યા પછી આપણામાં બધી પ્રિય અપ્રિય ભાવનાઓ જાગે છે. આપણે ગુરૂ સાથે ભાવનાત્મક રૂપથી જોડાઈ જઈએ છીએ. 'તેમણે આવુ કહ્યું' અને 'તેમને આવું ન કહ્યુ' , 'પેલો તેમનો વધુ પ્રિય છે, હું નથી' વગેરે.

તમે ગુરૂ હોવા છતાં ગુરૂના સાનિધ્યનો અનુભવ ન કરી શકો તો તે માટે તમે જ જવાબદાર છો. કારણકે તમારું મન, તમારી ધારણાઓ અને તમારા અહંકારના કારણે જ તમે તમારી મહત્વપૂર્ણ વાતો ગુરૂને કહી શકતાં નથી. તમે ફક્ત 'કેમ છો ? , બધુ કેવું ચાલી રહ્યું છે ? આવી નિયમિત વાતો જ ગુરૂ સાથે કરતાં હોય અને તેમની નિકટતાનો અનુભવ ન કરી શકો તો તમને ગુરૂની જરૂર જ શુ છે ?એવા કેટલાય શિષ્યોના ઉદાહરણો છે, જે પોતાના ગુરૂની સેવામાં બધું સમર્પિત કરી દેતાં હતા.-મર્યાદા પુરૂષોત્તમ શ્રી રામ પોતાના શિક્ષાગુરૂ વિશ્વામિત્રની પાસે બહુ સંયમ, વિનય અને વિવેકથી રહેતા હતા.-આરુણિને ગુરૂની કૃપાથી બધા વેદ, શાસ્ત્ર, પુરાણ વગેરે વાંચ્યા વગર જ આવડી ગયા હતા. જે વિદ્યા ગુરૂની સેવા અને કૃપાથી આવડે છે તે જ વિદ્યા સફળ થાય છે.-એકલવ્ય એ દ્રોણચાર્યને ગુરૂ માની લીધા હતા, જ્યારે દ્રોણચાર્યએ તેમને શિક્ષા આપવાની ના પાડી ત્યારે તેણે તેમની માટીની મૂર્તિ બનાવીને સાચી શ્રધ્ધાથી શિક્ષા ગ્રહણ કરી તો તેઓ ધનુર્વિદ્યામાં નિપુર્ણ થઈ ગયા.-સંત કબીરજીએ રામાનંદજીને ગુરૂ માની લીધા હતા. પણ તેઓ જાણતા હતા કે રામાનંદજી જાણી-જોઈને એક વણકરના છોકરાને તો શિષ્ય નહી બનાવે. માટે કબીરજી એક દિવસ વહેલી સવારે પંચગંગાનાં ઘાટની સીડીયો પર જ ઉંધી ગયા. રોજની જેમ સ્વામી રામાનંદજી જ્યારે સ્નાન કરવા આવ્યા તો તેમનો પગ સીડી પર નિંદર કરી રહેલા કબીરની છાતી પર પડ્યો, અને તેઓ રામ-રામ બોલી ઉઠ્યા. કબીરજી એ તેને જ ગુરૂ મંત્ર માની લીધો અને ભવસાગર તરી ગયા.આવા તો ધણા ગુરૂભક્તો હતા. જેમણે પોતાના ગુરૂની સેવામાં જ સાચુ સુખ જાણ્યું અને તેઓ ગુરૂના આશીર્વાદથી અમર થઈ ગયા.ગુરૂ દક્ષિણા - સામાન્ય રીતે ગુરૂ દક્ષિણાનો મતલબ ઈનામ ના રુપમાં લેવામાં આવે છે. પરંતુ તેનો અર્થ આનાથી વધુ વ્યાપક છે. સાચી ગુરૂ દક્ષિણા એ જ છે કે તમે તમારાં ગુરૂ દ્વારા મેળવેલી વિદ્યા અને જ્ઞાનનો પ્રચાર કરો. અને તેનો સાચો ઉપયોગ કરી, લોકોનું ભલું કરો. ગુરૂદક્ષિણા ગુરૂ પ્રત્યે સમ્માન અને સમર્પણ ભાવ બતાવે છે.ગુરૂ એ શિષ્ય પાસેથી ગુરૂ દક્ષિણા લે છે જે શિષ્યની સમ્પૂર્ણતામાં આવી જાય છે અર્થાત જ્યારે શિષ્ય ખુદ ગુરૂ બનવાને લાયક બની જાય છે. ગુરૂનું સંપૂર્ણ જીવન શિષ્યને યોગ્ય બનાવવામાં લાગી જાય છે, આથી જ્યારે શિષ્ય શિક્ષા ગ્રહણ કરીને ઘરે જાય છે તો તેને ગુરૂદક્ષિણા આપવી પડે છે. ગુરૂદક્ષિણાનો મતલબ ફક્ત ધનદૌલત જ નથી.

Sunday, July 26, 2015

Mahan vyakti

📘📗 મહાન વ્યકિતઓની વિશેષતાઓનં.વ્યકિતતેમના કાર્યો
🌀🌀d.v🌀🌀🌀🌀

📛૧.ગાંધીજી

અસહકારનું આંદોલન, દાંડીકૂચ, હિંદ છોડો વગેરે અહિંસક આંદોલનો દ્વારા ભારતને આઝાદી અપાવી

📛૨.અલિભાઇ

ઓખિલાફત આંદોલન ચલાવ્યું

📛૩.અશોક મહેતા

પારડી સત્યાગ્રહમાં નેતાગીરી સંભાળી

📛૪.એની બેસન્ટ

થિયૉસોફીકલ સોસાયટીની સ્થાપના કરી અને હોમરૂલ આંદોલનના નેતા રહ્યાં

📛૫.એ.ઓ. હ્યુમ

ઇન્ડિયન નૅશનલ કૉંગ્રેસની સ્થાપના કરી

📛૬.ઇશ્ર્વરચંદ્ર વિદ્યાસાગર

વિધવા પુનર્લગ્નની હિમાયત કરી

📛૭.કનૈયાલાલ મુનશી

ભારતીય વિદ્યાભવનની સ્થાપના કરી

📛૮.ડૉ. કેશવ બ. હેડગેવાર

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરી

📛૯.ગોપાળકૃષ્ણ ગોખલે

સર્વન્ટ્સ ઑફ ઇન્ડિયા સોસાયટીનીસ્થાપાના કરી

📛૧૦.ભિક્ષુ અખંડઆનંદ

ગુજરાતમાં સસ્તું સાહિત્યની સ્થાપના કરી

📛૧૧.જયપ્રકાશ નારાયણ

ભારતમાં સમાજવાદની વિચારસરણીનો ફેલાવો કર્યો

📛૧૨.જવાહરલાલ નેહરુ

બિનજોડાણવાદી નીતિ અમલમાં મૂકી

📛૧૩.જીવરાજ મહેતા

ગુજરાતમાં દ્વિલક્ષી વેચાણવેરો દાખલ કર્યો

📛૧૪.જે.બી. કૃપલાની

પ્રજાસમાજવાદી પક્ષની સ્થાપના કરી

📛૧૫.જસ્ટિસ રાનડે

પ્રાર્થના સમાજની સ્થાપના કરી

📛૧૬.ઠક્કર બાપા

હરિજનો માટેનાં સેવાકાર્યો કર્યા

📛૧૭.જનરલ ડાયર

અમૃતસરમાં જલિયાંવાલા બાગમાં નિર્દોષ લોકો પર ગોળીઓ ચલાવી

📛૧૮.ડૉ. આંબેડકર

ભારતનું બંધારણ ઘડવામાં મહત્વનું યોગદાન આપ્યું

📛૧૯.જે.આર.ડી. તાતા

ભારતમાં પોલાદ ઉદ્યોગની સ્થાપનાકરી

📛૨૦.ડૉ. હાર્ડિકર

કૉંગ્રેસ સેવાદળની સ્થાપના કરી

📛૨૧.શેરપા તેનસિંગ

માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ ભારતીય

📛૨૨.દયાનંદ સરસ્વતી

આર્યસમાજની સ્થાપના કરી

📛૨૩.ઘોંડો કેશવ કર્વે

ભારતમાં મહિલા યુનિવર્સિટીની સ્થાપના કરી

📛૨૪.ગુલઝારીલાલ નંદાસદાચાર સમિતિની સ્થાપના કરી

📛૨૫.પોટ્ટી રામુલ્લુ

આંધ્ર પ્રદેશની રચના માટે પ્રથમ શહાદત વહોરનાર

📛૨૬.ફાર્બસ સાહેબ

ગુજરાત વર્નાકયુલર સોસાયટીની સ્થાપના કરી

📛૨૭.ભુલાભાઇ દેસાઇ

લાલ કિલ્લાનો મુકદ્દમો લડનાર વકીલ

📛૨૮.મદનમોહન માલવિયા

હિન્દુ યુનિવર્સિટીની સ્થાપના કરી

📛૨૯.મહંમદ અલી ઝીણા

અલગ પાકિસ્તાનની માગણી કરી

📛૩૦.મૉન્ટેગ્યુ ચૅમ્સફર્ડ

દ્વિગૃહી ધારાસભા શરૂ કરનાર

📛૩૧.મોર્લે મિન્ટો

લઘુમતીઓ માટે અલગ મતદાર મંડળની રચના કરી

📛૩૨.માસ્ટર તારાસિંગ

અકાલી દળની સ્થાપના કરી

📛૩૩.રવીન્દ્રનાથ ટાગોર

શાંતિનિકેતનની સ્થાપના કરી

📛૩૪.રાજા રામમોહનરાય

બ્રહ્મોસમાજની સ્થાપના કરી

📛૩૫.રાધાનાથ સિકદાર

માઉન્ટ એવરેસ્ટની ઊંચાઇ માપી

📛૩૬.વિનોબા ભાવે

ભૂદાન અને ગ્રામદાન પ્રવૃતિ ચલાવી

📛૩૭.લૉર્ડ કર્ઝન

બંયાળના ભાગલા પાડયા

📛૩૮.લૉર્ડ રિપન

ભારતમાં સ્થાનિક સ્વરાજની શરૂઆતકરાવી

📛૩૯.લૉર્ડ ડેલહાઉસી

ભારતમાં રેલવેની શરૂઆત કરાવી

📛૪૦.લૉર્ડ મેકોલ

ભારતમાં અંગ્રેજી શિક્ષણની શરૂઆત કરાવી

📛૪૧.લોકમાન્ય ટિકળ

બંગભંગની ચળવળ કરાવી

📛૪૨.સર સૈયદ એહમદ

મુસ્લિમ યુનિવર્સિટીની સ્થાપના કરી

📛૪૩.સરદાર વલ્લભભાઇ પટેલ

બારડોલી સત્યાગ્રહના પ્રમુખ નેતા, દેશી રાજયોનું ભારતમાં વિલિનીકરણ કરાવ્યું

📛૪૪.સાને ગુરુજી

આંતરભારતીની સ્થાપના કરી

📛૪૫.વીર સાવરકર

હિન્દુ મહાસભાની સ્થાપના કરી

📛૪૬.સુભાષચંદ્ર બોઝઆઝાદ હિંદ ફોજની સ્થાપના કરી

📛૪૭.સ્વામી વિદ્યાનંદજી

અમદાવાદમાં ગીતામંદિરની સ્થાપના કરી

📛૪૮.સ્વામી વિવેકાનંદ

રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી

📛૪૯.શામળદાસ ગાંધી

આરઝી હકૂમતની સ્થાપના કરી

📛૫૦.શ્યામપ્રસાદ મુખરજી

જનસંઘની સ્થાપના કરી

📛૫૧.માધવદાસ સદાશિવરાવ ગોલવલકર (શ્રીગુરુજી)

વિશ્ર્વ હિન્દુ પરિષદની સ્થાપનાકરી

📛૫૨.અરવિંદ ઘોષ

📛પૉંડિચેરી આશ્રમની સ્થાપના કરી

📛૫૩.એમ.એન. રૉય

રેડિકલ ડેમોક્રેટિક પાર્ટીની સ્થાપના કરી

📛૫૪.શ્યામજી કૃષ્ણ વર્મા

ઇંગ્લૅન્ડમાં ક્રાંતિકારીઓની સંસ્થાની સ્થાપના કરી

📛૫૫.ડૉ. જગદીશચંદ્ર બોઝ

વનસ્પતિમાં સંવેદના છે તેમ સાબિત કર્યુ

📛૫૬.રામમનોહર લોહિયા

પ્રજાસમાજવાદી પક્ષની સ્થાપના કરી

📛૫૭.ઇન્દુલાલ યાજ્ઞિક

ગુજરાતમાં મહાગુજરાતની ચળવળ ચલાવી

📛૫૮.ડૉ. વિક્રમ સારાભાઇ

ભારતનો અવકાશ યુગમાં પ્રવેશ કરાવ્યો, પીઆરએલની સ્થાપના કરી

📛૫૯.ખાન અબ્દુલ ગફારખાન

અલગ પુખ્તુનિસ્તાનની હિમાયત કરી

📛૬૦.શંકરાચાર્ય

હિંદુ ધર્મનો પુનરુદ્ઘાર કર્યો

📛૬૧.ડૉ. રવીન્દ્ર દવે🚥લાઇફ લૉંગ ઍજયુકેશનની હિમાયત કરી

Sunday, July 19, 2015

Shuvichar

જેનામાં નમ્રતા નથી આવતી તેઓ વિદ્યાનો સદુપયોગ નથી કરી શકતા, નમ્રતાનો અર્થ અહમભાવનો અત્યંત ક્ષય.
– ગાંધીજી
આજનો સુવિચાર:-
જેવી રીતે ખેતરનું રક્ષણ કરવા માટે વાડ ઊભી કરવામાં આવે છે તે જ પ્રમાણે નિજભાવ માટે નિયમ રૂપી વાડ કરી લેવી જરૂરી છે.
- પ્રણવાનંદજી
આજનો સુવિચાર:-
તપ દ્વારા આપણામાં રહેલી દુર્બળતાનું શક્તિમાં તથા અજ્ઞાનનું જ્ઞાનમાં રૂપાંતર થાય છે.
 ડૉ. રાધાકૃષ્ણન
આજનો સુવિચાર:-
અનેક શાસ્ત્રો જાણકારા, બીજાઓની શંકાઓનું સમાધાન કરનારા બહુશ્રુત પંડિતો પણ ઘણી વખત લોભને વશ થઈ સંસારમાં દુઃખ પામે છે.
– મહાભારત 
આજનો સુવિચાર:-
આવેશ અને ક્રોધને વશમાં કરી લેવાથી શક્તિમાં વધારો થાય છે. આવેશને આત્મબળના રૂપમાં જ પરિવર્તિત કરી શકાય છે.
– ગાંધીજી
આજનો સુવિચાર:-
લગ્ન હોય ત્યાં મર્યાદા હોય, મર્યાદા હોય ત્યાં સદાચાર, શિષ્ટતા તેમ જ નીતિ હોય છે અને નીતિ હોય ત્યાં ધર્મની પ્રાપ્તિ હોઈ શકે.
 મુક્તિપ્રભાજી
આજનો સુવિચાર:-
સ્વસ્થ શરીર, પ્રાણવાન આત્મા, મનોબળથી ભરપૂર સ્વરૂપ, જ્ઞાની, બુદ્ધિમાન તથા સમજદાર વ્યક્તિ બનવાનો સંકલ્પ કરશો તો જીવનમાં આવનારી મુશ્કેલીઓનો આપોઆપ રસ્તો નીકળશે.
જવાહરલાલ નહેરુ
આજનો સુવિચાર:-
પ્રભુએ જેનો સ્વીકાર કર્યો છે તે અવંદનીય પણ વંદનીય થઈ જાય છે. આજનો સુવિચાર:- ધર્મનું સર્વશ્રેષ્ઠ લક્ષણ આચરણમાં છે.
..સ્વામી પ્રણવાનંદજી
આજનો સુવિચાર:-
માણસ પોતે પોતાનો મિત્ર છે તેમજ શત્રુ છે, શું થવું તેણે નક્કી કરવાનું છે
શ્રી ગીતાજી 6 , 5-6
આજનો સુવિચાર:-
તૃષ્ણામાં જે આનંદ છે, તે તૃપ્તિમાં નથી.
– જ્યોતિન્દ્ર દવે
આજનો સુવિચાર:-
સામા પક્ષને ન્યાય કરવાથી આપણને ન્યાય વહેલો મળે છે.
—ગાંધીજી
આજનો સુવિચાર-
ન હો જો કશું તો, અભાવો નડે છે, મળે જો બધું તો, સ્વભાવો નડે છે.
આજનો સુવિચાર:-
અહિંસા સત્યની શોધનો આધાર છે.
- ગાંધીજી
આજનો સુવિચાર:-
નિષ્ઠામાં સ્થિર થવું એ મોટામાં મોટું તપ છે.
- મોરારી બાપુ
આજનો સુવિચાર:-
કોઈપણ મનુષ્યના હાસ્ય પરથી ઘણીવાર તેનાં ગુણ અવગુણ અને પ્રકૃતિ પારખી શકાય છે.
– દત્તકૃષ્ણાનંદ
આજનો સુવિચાર:-
મૌનમાં નિષ્ક્રિયતા નથી, પૂર્ણતા છે. મૌનમાં નિવૃતિ નથી, જાગૃતિ છે.
-ધૂમકેતુ
આજનો સુવિચાર:-
મન કાળની જાળમાંથી મુક્ત થાય ત્યારે જ ઈશ્વરનો આવિર્ભાવ થાય
- ટોલ્સ્ટૉય
આજનો સુવિચાર:-
જ્ઞાન કરતાં કલ્પના વધારે અગત્યની છે.
-આલ્બર્ટ આઈંસ્ટાઈન
આજનો સુવિચાર:-
શીખવા જેવી એક કળા છે અને તે છે ‘જે નથી તે નહિ જોવાની’ કળા.
- મારીયા મિશેલ
આજનો સુવિચાર:-
હેતુ વગર હેત કરનાર માત્ર હરિ જ હોય છે.
આજનો સુવિચાર:-
પહેલાં કદાપિ થયું નથી અને ફરીથી ક્યારે થવાનું નથી એવાં શુભ કાર્ય કરવાને માટેની પોતાની તક ન લાવે એવો કોઈ દિવસ ક્યારે ઊગ્યો નથી.
- ડબલ્યુ.એચ.બર્લીહ 
આજનો સુવિચાર:-
‘સત્ય’ અને ‘ઈશ્વર’ જો ભિન્ન હોય તો હું માત્ર ‘સત્ય’ને વળગી રહું.
 ગાંધીજી
: આજનો સુવિચાર -
જેણે પોતાના મનને જીત્યું નથી તે પોતે પોતાના પ્રત્યે શત્રુની જેમ વર્તે છે.
-ગીતાજી [6 અધ્યાય- 6 શ્લોક]
આજનો સુવિચાર:-
તું બધાં જ કર્મોનો ત્યાગ કરીને મારે શરણે આવ, કર્મોનો ત્યાગ કરવાથી પાપ થશે. તેની ચિંતા છોડ. હું તને બધાં જ પાપોમાંથી મુક્ત કરીશ.
- શ્રીમદ ભગવતગીતા 
આજનો સુવિચાર:-
અવલોકનદૃષ્ટિ ગરૂડ જેવી બનાવો જે વિશ્વપદાર્થોનાં ઉપરછલ્લાં સ્વરૂપોને,ભીતરનાં ભંડારને બહાર લાવી શકે છે. એના ખરા સ્વરૂપને અનાવૃત્ત કરી શકે છે.
– ગાંધીજી 
આજનો સુવિચાર:-
બધે જ ગુણની પૂજા થાય છે, સંપત્તિની નહિ. પૂનમના ચંદ્ર કરતાં બીજનો ક્ષીણ ચંદ્ર જ વંદનીય ગણાય છે.
–ચાણક્ય
આજનો સુવિચાર:-.
દરેક મનુષ્યમાં ખામી હોય છે. જો કોઈ ખામી વિનાનો મિત્ર શોધવા જાય તો તે મિત્ર વિનાનો રહે. આપણે જેમ ખામીથી ભરેલા છીએ છતાં આપણી જાતને ચાહીએ છીએ તેમ આપણા મિત્રોને પણ પ્રેમ કરવો જોઈએ.
- સાયરસ
આજનો સુવિચાર:-
પ્રસાદ એટલે શું ?
પ્ર -એટલે પ્રભુ
સા -એટલે સાક્ષાત
દ -એટલે દર્શન
માટે જે આરોગવાથી પ્રભુના સાક્ષાત દર્શન થાય તે સાચો પ્રસાદ અને પ્રસાદ આરોગતી વેળાએ હૃદયમાં પ્રભુના મુખારવિંદની ઝાંખી થાય તે મહાપ્રસાદ
આજનો સુવિચાર:-
યુવાનીનો બધો સમય ઘડતરનો, વિકાસનો અને સભાનતાનો છે. એમાંનો એક કલાક પણ એવો નથી જે નિયમિત ધબકતો ન હોય, એમાંની એક પળ પણ જો વીતી ગઈ તો નિશ્ચિત થયેલું કામ ક્યારે થઈ શકતું નથી. — રસ્કિન
આજનો સુવિચાર:-
સંયમ અને પરિશ્રમ માનવીના બે વૈદ્ય છે.
- રૂસો 
આજનો સુવિચાર:-
આપણે જુદા જુદા લોકોને મળી તેમનો અભ્યાસ કરીએ તે એક પ્રકારનું શિક્ષણ છે જેને કારણે આપણી નિરીક્ષણ શક્તિ વધે છે અને સમજણશક્તિ સુધારી શકીએ છીએ.
—- સ્વામી સચ્ચિદાનંદ 
આજનો સુવિચાર:-
ઓ ઈશ્વર ! મને હાજરજવાબી જીભ આપવાને બદલે મને હાજરજવાબી હાથ આપો.
આજનો સુવિચાર:-
જેટલા દિવસ જીવો તેટલા દિવસ ફૂલ બની જીવો કાંટા બનીને નહી.
- મહાદેવી વર્મા
આજનો સુવિચાર:-
તાપને તપમાં બદલી શકે તે જ્ઞાની.
- ગાંધીજી 
આજનો સુવિચાર:-
એક સપનું પડી ભાંગે અને હજારો ટૂકડામાં વેરાઈ જાય તો એ ટૂકડાઓને વીણી ફરીથી પ્રારંભ કરવાનો ડર કદી રાખો નહીં., – રૂલેવી આબીડન 
આજનો સુવિચાર :-
હૃદય પાસે એવા કારણો હોય છે કે જે બુદ્ધિ સમજતી નથી.
–બેસંટ 
આજનો સુવિચાર :-
હકનો ભાવ છોડો.
-મુનિ તરુણસાગરજી
આજનો સુવિચાર :-
ભગવાન કસોટી કરે ત્યારે હિંમત ટકાવી રાખે તે જ સાચો વિશ્વાસુ ભક્ત.
– હરીભાઈ કોઠારી 
આજનો સુવિચાર :-
તણખલુ ઊડીને આંખમાં પડે તો ડુંગર પણ ઢંકાઈ જાય. તણખલું એક પછી એક સુગરીની ચાંચમાં ચઢે તો કળાત્મક માળો રચાઈ જાય. જીવન તણખલું બનીને ઊડે તો એ ખુદ પરમાત્મા બની જાય.
આજનો સુવિચાર :-
આપણે જ્યારે સાંભળવા જેટલા સ્થિર- શાંત હોઈએ છીએ ત્યારે જ ભગવાન બોલે છે.
- તથાગત બુદ્ધ 
આજનો સુવિચાર :-
કોઈ તરફ આંગળી ચીંધતા પહેલા વિચારજો બાકીની ત્રણ આંગળી તમારી તરફ ચીંધાય છે.
- પૂ. પાંડુરંગ શાસ્ત્રી 
આજનો સુવિચાર:-
હિંમત એ નથી કે જ્યારે તમારી પાસે આગળ જવા શક્તિ હોય પણ એ છે કે જ્યારે તમારી પાસે શક્તિ ન હોય ને આગળ વધો તે છે.
- નેપોલીયન બોનાપાટ
આજનો સુવિચાર:-
કામનો યશ કોને મળશે એ જોય વિના કામ કરવું એ કામ પતાવવાની અને યશસ્વી થવાની સારામાં સારી રીત છે.
બેંજામિન જોવટ
આજનો સુવિચાર:-
મને ભવિષ્યમાં રસ છે કારણ કે મારી બાકીની જિંદગી હું ત્યાં જીવવાનો છું.
- ચાર્લ્સ કેટરીંગ 
આજનો સુવિચાર:-
આપણે સમજીએ કે આપને ભોગ આપીએ છીએ, પણ ખરેખર તો ભોગ આપણને ભોગવતા હોય છે.
- ભર્તૃહરિ
આજનો સુવિચાર:-
મન એક સારું દર્પણ છે એના પર ધૂળ ન લાગે તેને માટે આપણે સતત પ્રયત્નશીલ રહેવું જરૂરી છે. આપની પાસે પૂરી માહિતી ન હોય ત્યાં સુધી મનને શાંત રાખવું અને ઉતાવળે નિર્ણય ન લેવો.
 વેદ
આજનો સુવિચાર:-
આભ ગમે તેટલું ઊંચું હોય, નદી ગમે તેટલી પહોળી હોય
પર્વત ગમે તેટલો વિરાટ હોય, પવન ગમે તેટલા સુસવાટા મારતો હોય
પણ એક વાત ધ્યાનમાં રાખો, આપણે આ બધા સાથે શું લેવા દેવા??
આજનો સુવિચાર:-
માણસની અંદર જે જે શક્તિ, જ્ઞાન અને પ્રેમરૂપે છે તે માત્ર અર્થ અને કામ એ બે પુરુષાર્થથી ખીલતી નથી, ધર્મથી ખીલે છે.
– વિશ્વામિત્ર
આજનો સુવિચાર:-
શ્રવણ અને મનનની ટેવ પાડો. આપણે કોણ છીએ? શું છીએ? ક્યાં છીએ? આ વિશ્વ ક્યાં છે? વિચારો. વાસ્તવમાં તમે ઈશ્વરથી જુદા નથી.
- સાંઈબાબા 
આજનો સુવિચાર:-
સમાજમાં સજ્જન અને દુર્જન સાથે જ રહેતા હોય છે. જો દુર્જન પોતાનો સ્વભાવ છોડી શકતા ન હોય તો સજ્જને પોતાનો સ્વભાવ શા માટે છોડી દેવો જોઈએ?
- શંકરાચાર્ય
આજનો સુવિચાર:-
મિત્રતા એ એક નાજુક જવાબદારી છે.
– રત્નસુંદરવિજયજી
આજનો સુવિચાર:-
આપણી સંસ્કૃતિમાં માનું સૌથી ઊંચું સ્થાન હોવાને કારણે જ આપણી સંસ્કૃતિ આટલી ઊંચાઈએ પહોંચી છે.
- પાંડુરંગ શાસ્ત્રી 
આજનો સુવિચાર:-
પ્રાર્થના ઈશ્વરને બદલતી નથી, પણ જે પ્રાર્થે છે એ માણસને બદલે છે.
સોરેન કિર્કગાર્ડ
આજનો સુવિચાર:-
રોગનો મિત્ર વૈદ્ય, રાજાનો મિત્ર મીઠાં વચન બોલનારો, સંસારથી પીડિત માનસનો મિત્ર સંત તેમજ લક્ષ્મી ખોઈ બેઠેલાનો મિત્ર જોષી છે.
- કવિ નિકોલસ
આજનો સુવિચાર:-
યૌવન ચાલ્યું જાય છે, પ્રેમ ઓસરી જાય છે, મિત્રતા ખરી પડે છે પરંતુ માતાનો પ્રેમ સદાય વધતો જાય છે એ જગતમાં શાશ્વત હકીકત છે.

Saturday, July 18, 2015