menu

ચાલતી લીટી

મારા આ બ્લોક માં મુકવામાં આવેલ માહિતી સંકલિત છે જે માટે મારા તમામ કર્મયોગી શિક્ષકો અને શિક્ષણ ને સરળ તથા સર્વલક્ષી બનાવવા મહેનત કરતા તમામ ને તે માટે સહ હર્દય થી આભાર. આ બ્લોક માં મને ગમેલ અને ઉપયોગી લાગેલ માહિતી નો સંગ્રહ કરેલ છે .જેથી એંક જ સ્થળે સરળતાથી મીહતી મેળવી શકાય.॥

Tuesday, May 24, 2016

એક ખાસ પત્ર બોર્ડના પરીક્ષાર્થી માટે



હેલ્લો મિત્ર,
      કેમ ઉદાસ છો ? શું તમારા દસમાં કે બારમાં ધોરણની બોર્ડની પરીક્ષાનું પરિણામ આવ્યું ? સારું આવ્યું ? તો અભિનંદન. અને નથી સારું આવ્યું તો કશો વાંધો નહિ. આજકાલ એક નવી ફેશન અમલમાં આવી છે, ખબર છે તમને ? ધાર્યું પરિણામ ન મળે તો સુસાઈડ કરવાની ફેશન. ક્યાંક તમે પણ હતાશ થઈને આવા વિચાર તો નથી કરતા ને ? અને જો કરતા હો અથવા એવા વિચાર આવતા હોય તો મને તમારી જિંદગીની દસ મીનીટ આપશો ?
     હું તમને સલાહ આપીશ. આત્મહત્યા ન કરવાની નહિ, પણ આત્મહત્યા કરવાની. પણ પહેલા આ આખો પત્ર વાંચી લેજો હો.
      ચાલો હવે હું માની લઉં કે તમારી પરીક્ષાનું પરિણામ તમે ધાર્યું હતું એવું આવ્યું નથી અને તમે ખુબ જ દુઃખી છો. અને તમે આત્મહત્યા કરવાનો દ્રઢ સંકલ્પ પણ કરી લીધો છે. સારું. તો હવે હું તમને બતાવીશ, આત્મહત્યા કરવાનો અજોડ રસ્તો. સાવ સહેલું છે.
    સૌથી પહેલા જો તમે રાજકોટ – અમદાવાદ જેવા મોટા શહેરમાં રહેતા હો તો એક રીક્ષા કરો અને સીધા પહોંચી જાવ ‘કેન્સર હોસ્પિટલ’ પર. ત્યાં તમારે કોઈને કશું કહેવાનું નથી. બસ મૂંગા મોઢે ત્યાં દાખલ થયેલા દર્દીઓને દુરથી જોવાના છે.
     કોઈનો ચહેરો ઓપરેશનથી કદરૂપો થઇ ગયો હશે, કોઈ વેન્ટીલેટર પર માંડ માંડ શ્વાસ લેતું હશે. કોઈ પથારીમાં પડ્યા પડ્યા રડતા હશે, તો કોઈ પોતાની જિંદગીના છેલ્લા દિવસોમાં પોતાના પરિવારને મન ભરીને નીરખતા હશે.
     આ બધા જીવવા માગે છે, પણ જીંદગી એમનો હાથ છોડી દેવા માગે છે. તોય એ લોકો તમારી જેમ આત્મહત્યા નથી કરતા. પણ છેલ્લા શ્વાસ સુધી મોત સામે લડવા માટે પ્રયત્ન કરે છે. એમની પાસે જીંદગી નથી અને તમારી પાસે સારા માર્ક્સ નથી. જરા વિચારો, વધારે ખોટ કોને પડી ?
      તમે ક્યારેય અનાથ બાળક જોયું છે ? એક અનાથ બાળક, જેની પાસે માર્ક્સ પણ નથી અને માર્ક્સ જોનાર પણ કોઈ નથી. જોકે તમારી પાસે તો તમારો પરિવાર છે, ભાઈ, બહેન, મમ્મી – પપ્પા બધા છે. પણ તમને એની કદર નથી. બરાબર ને ? કેમ કે કદર હોત તો તમે આત્મહત્યાના તમારા વિચારનું ગળું ક્યારનુંય દબાવી દીધું હોત.
     પણ ભાઈ તમે તો આત્મહત્યાનો દ્રઢ સંકલ્પ કરી નાખ્યો છે. તો હવે એક કામ કરો. ઘરે જઈને તમારા મમ્મી – પપ્પાની સામે બેસો. અને એમને કહો કે તમે હવે આત્મહત્યા કરવા ઈચ્છો છો. હા, એ લોકો તમને શરૂઆતમાં સમજાવશે. પણ છેવટે એમના શબ્દો શું હશે ખબર છે ? એ કેહ્શે કે ચાલ તારી સાથે અમે પણ આત્મહત્યા કરી લઈએ.
    શું તમે ઈચ્છો છો કે તમારા પેરેન્ટ્સ મરી જાય ? ના ? અરે યાર તમે જ્યારે આત્મહત્યા કરશો ત્યારે તમે એકલા થોડા મરવાના છો ? તમારી સાથે તમારી મમ્મી, પપ્પા, ભાઈ, બહેન, દાદા, દાદી બધા જ મરવાના છે. હા ફરક એટલો જ હશે કે તમારું શરીર મરશે અને એ બધાનો આત્મા.
    બોલો ? શું તમે તમારા આખા પરિવારના આત્માની હત્યા કરવા ઈચ્છો છો ? કે પછી જિંદગીને કહેવા માગો છો કે તમે કાયર નથી. માર્ક્સ ખરાબ આવ્યા તો ભલે આવ્યા. વરસ ફેલ થયું તો ભલે ફેલ થયું પણ હું ફેલ નથી થયો. હું કાયર નથી. હું લડીશ. ફરીથી લડીશ. જિંદગીએ ભલે મારા પર ઘા કર્યો, પણ હવે હું જિંદગીને બતાવી દઈશ કે એણે ખોટા માણસ સાથે પંગો લીધો છે. મારા પરિવારને મારવા કરતા, મારી જાતને મારવા કરતા હું મારા આત્મહત્યા કરવાના વિચારને જ મારી નાખીશ. મારી હતાશાનું ગળું દાબી દઈશ. જ્યાં સુધી જીતીશ નહિ, ત્યાં સુધી મુકીશ નહિ.
          The Game is not over, because I haven’t won yet.
     (જો આ પત્ર ગમે તો આગળ જરૂર શેર કરજો. શું ખબર કોઈને આ પત્રની તાતી જરૂર હોય. )



Posted via RAJESH

No comments:

Post a Comment