menu

ચાલતી લીટી

મારા આ બ્લોક માં મુકવામાં આવેલ માહિતી સંકલિત છે જે માટે મારા તમામ કર્મયોગી શિક્ષકો અને શિક્ષણ ને સરળ તથા સર્વલક્ષી બનાવવા મહેનત કરતા તમામ ને તે માટે સહ હર્દય થી આભાર. આ બ્લોક માં મને ગમેલ અને ઉપયોગી લાગેલ માહિતી નો સંગ્રહ કરેલ છે .જેથી એંક જ સ્થળે સરળતાથી મીહતી મેળવી શકાય.॥

Saturday, December 17, 2016

Upchar

[16/12, 10:01 p.m.] ‪+91 77780 11146‬: શીળસ


કળથીની રાખ બનાવી તેમાં ગોળ નાખી પીવાથી અને રાત્રે જુલાબ લેવાથી શીળસ મટે છે.
રોજ સવારે નરણે કોઠે અજમો અને ગોળ ખાવાથી અને રાત્રે જુલાબ લેવાથી શીળસ મટે છે.
૮ થી ૧૦ કોકમ, ૧૦૦ ગ્રામ પાણીમાં ૨-૩ કલાક પલાળી, તેમાં સાકર તથા થોડું જીરૂં નાંખી દિવસમાં ૨-૩ વાર પીવાથી કોઈ દવાથી ન મટતું શીળસ મટે છે.
૧ ગ્રામ મરીનું ચૂર્ણ ઘીમાં મેળવીને બે વાર ખાવાથી તથા શીતળા પર લેપ કરવાથી શીળસ મટે છે.
૧ ડોલ નવશંકા પાણીમાં ૧ થી ૨ ચમચી ખાવાનો સોડા (સોડા બાયકાર્બ) નાંખીને તે પાણીથી સ્નાન કરવાથી શીળસ મટે છે.
-Gujarati Desi Upchar
[16/12, 10:02 p.m.] ‪+91 77780 11146‬: આધાશીશી


દ્રાક્ષ અને ધાણાને ઠંડાપાણીમાં પલાળી પીવાથી આધાશીશી મટે છે.
હિંગ ને પાણીમાં મેળવી નાકમાં ટીપા નાખવાથી આધાશીશી મટે છે.
હિંગને પાણીમાં મેળવી નાકમાં ટીપા નાખવાથી અથવા સુંઠને પાણીમાં ઘસી તેનો ઘસારો કપાળે લગાડવાથી આધાશીશી મટે છે.
આદુનો  રસ અને તુલસીનો રસ સુંઘવાથી અને નાકમાં ટીપા નાખવાથી આધાશીશી અને માથાનો દુઃખાવો મટે છે.
સુરજ ઉગે તે પહેલા ગરમા ગરમ તાજી શુદ્ધ ઘી ની જલેબી ખાવાથી અથવા કપાળે ચોખ્ખું ઘી ઘસવાથી માથુ ઉતરે છે.
આમળાનું ચુર્ણ સાકર અને ઘી સરખે ભાગે લઈ ખાવાથી માથાનો દુઃખાવો મટે છે.
એક કપ પાણીમાં એક ચમચી હળદર નાખી ઉકાળીને પીવાથી અથવા ઠંડા દૂધમાં સુંઠ ઘસીને તે દૂધના ત્રણ ચાર ટીપા નાકમાં નાખવાથી આધાશીશી મટે છે.
અર્ધો ચમચો લીંબુનો રસ અને અર્ધો ચમચો તુલસીનો રસ ભેગો કરી પીવાથી માથાનો દુઃખાવો મટે છે.
માથુ દુઃખતું હોય તો તુલસીના પાન અને અગરબત્તી વાટીને માથે ચોપડવાથી તરત જ માથુ ઉતરે છે.
નાળીયેરનું પાણી પીવાથી અથવા લવીગનું તેલ ઘસવાથી માથાનો દુઃખાવો મટે છે.
-Gujarati Desi Upchar
[16/12, 10:02 p.m.] ‪+91 77780 11146‬: અનીંદ્રા


ચોથા ભાગનું જાયફળ પાણી સાથે લેવાથી ઊંઘ આવે છે.
પીપરીમુળના ચુર્ણના ફાકી લેવાથી અને પગે દીવેલ ઘસવાથી સારી ઊંઘ આવે.
સુતા પહેલા ઠંડા પાણી વડે હાથ-પગ ધોઈ તાળવે અને કપાળે ઘી ઘસવાથી ઊંઘ આવે છે.
સાથે ગંઠાડાનું ચુર્ણ ખાવાથી અને ઉપર ગરમ દૂધ પીવાથી ઊંઘ આવે છે.
વરીયાળી, દૂધ અને સાકરનું ઠંડુ સરબત પીવાથી સારી ઊંઘ આવે છે.
જાયફળ, પીપરીમૂળ તથા સાકર દૂધમાં નાંખી ગરમ કરી સુતી વખતે પીવાથી સરસ ઊંઘ આવે છે.
ખુબ વિચાર, વાયુ કે વૃદ્ધાવસ્થાને લીધે વાયુ વધી જવાથી ઊંઘ ઉડી જાય છે ત્યારે ગંઠોડાનું ચુર્ણ ૨ ગ્રામ જેટલું ગોળ તથા ઘી સાથે ખાવાથી ઊંઘ આવી જાય છે.
દૂધમાં ખાંડ તથા ગંઠોડાનું ચુર્ણ નાંખી ઉકાળીને પીવાથી ઊંઘ સારી આવે છે.
-Gujarati Desi Upchar
[16/12, 10:02 p.m.] ‪+91 77780 11146‬: તાવ


કોઈપણ જાતનો તાવ આવ્યો હોય તો બે આનીભાર મીઠું ગરમ પાણીમાં ત્રણ વાર લેવાથી તાવ ઉતરી જાય છે અને તાવ ઉતર્યા પછી સવાર-સાંજ દોઢ આદીભાર મીઠું બે દિવસથ લેવાથી તાવ પાછો આવતો નથી.
  કોઈપણ જાતનો તાવ આવતો હોય તો ફુદીનાનો અને આદુનો ઉકાળો પીવાથી તાવ ઉતરી જાય છે.
    સખત તાવમાં માથા પર ઠંડા પાણીનાં પોતા મુકવાથી તાવ ઉતરે છે અને તાવની ગરમી મગજમાં ચડતી નથી.
    કોફી બનાવતી વખતે તેમાં તુલસીના અને ફુદીનાના પાન નાંખી ઉકાળો નીચે ઉતારી ૧૦ મિનિટ ઢાંકી રાખીને પછી મધ નાંખીને પીવાથી કોઈપણ જાતનો તાવ મટે છે.
    તુલસી અને સુરજમુખીના પાન વાટીને તેનો રસ પીવાથી બધી જાતના તાવ મટે છે.
    ફલુના તાવમાં કાંદાનો રસ વારંવાર પીવાથી તાવ ઉતરી જાય છે.
    તુલસીનાં પાન, અજમો અને સુંઠનું ચુર્ણ સરખે ભાગે લઈ તેમાં મધ નાખીને લેવાથી ફલુનો તાવ મટે છે.
    પાંચ ગ્રામ તજ, ચારગ્રામ સુંઠ એક ગ્રામ લવીંગનું ચુર્ણ બનાવી તેમાંથી બે ગ્રામ જેટલું ચુર્ણ, એક કપ ઉકળતા પાણીમાં નાંખી ૧૫-૨૦ મિનિટ પછી તેમાં મધ ઉમેરી પીવાથી ફલુનો તાવ બેચેની મટે છે.
    ૧૦ ગ્રામ ધાણા અને ત્રણ ગ્રામ સુંઠ લઈ તેનો ઉકાળો બનાવી તેમાં મધ નાખી પીવાથી ફલુનો તાવ મટે છે.
    એક ચમચી પીપરીમુળના ગંઠોડાનું ચુર્ણ મધમાં ચાટી ઉપર ગરમ દૂધ પીવાથી ટાઢીયો તાવ મટે છે.
    ગરમ કરેલા દૂધમાં હળદર અને મરી મેળવીને પીવાથી ટાઢીયો તાવ મટે છે.
    જીરૂ વાટીને ચાર ગણા પાણીમાં રાતે પલાળીને સવારે નરણા કોઠે પીવાથી ટાઢીયો તાવ મટે છે.
    ફુદીનાનો તાજો રસ મધ સાથે મેળવી દર બે કલાકે પીવાથી ન્યુમોનીયાનો તાવ મટે છે.
    તુલસી, કાળા મરી અને ગોળનો ઉકાળો કરી તેમાં લીંબુનો રસ નાંખીને ગરમા ગરમ પીવાથી મેલેરીયાનો તાવ મટે છે.
    તુલસીનો રસ ૧૦ ગ્રામ, આદુનો રસ ૫ ગ્રામ મેળવીને પીવાથી તાવ મટે છે.
    ઠંડી લાગીને આવતા તાવમાં અઢી ગ્રામ જેટલો અજમો ગળી જવાથી ઠંડીનું જોર નરમ પડે છે અને પરસેવો વળી તાવ ઉતરે છે.
    મેલેરીયા��
[16/12, 10:03 p.m.] ‪+91 77780 11146‬: નસકોરી


નસકોરી ફુટે ત્યારે બરફનો ટુકડો માથે, કપાળે અને ગરદન ઉપર ફેરવવાથી લોહી બંધ થાય છે.
લીંબુનોરસ કાઢી નાકમાં પીચકારી વાટે નાખવાથી નસકોરીનું દર્દ હંમેશ દૂર થાય.
નસકોરી ફુટે તો શેરડીના રસના ટીપા ગાયના ઘીના ટીપા, દૂધના ટીપા, ખાંડના પાણીના ટીપા, દ્રાક્ષના પાણીના ટીપા કે ઠંડા પાણીના ટીપા ગમે તે એક વસ્તુના ટીપા નાકમાં નાખવાથી લોહી પડતું બંધ થાય છે.
નસકોરી ફુટે તો ફટકડીનું ચુર્ણ સુંઘાડવું અને ફટકડીનું પાણી નાકમાં નાખવાથી લોહી તરત બંધ થાય છે.
ઘઉંના લોટમાં સાકર અને દૂધ મેળવી પીવાથી નાકમાંથી પડતું લોહી બંધ થાય છે.
મરી અને દહીંને જુના ગોળમાં મેળવીને પીવાથી નાકમાંથી નીકળતું લોહી બંધ થાય છે.
કેરીની ગોટલીનો ચુર્ણ નાકવડે સુંઘાડવાથી નાકમાંથી નીકળતું લોહી બંધ થાય છે.
દુધીનો રસ, સાકર સાથે પીવાથી નાકમાંથી કે ગળામાંથી લોહી બંધ થાય છે.
મરી અથવા અજમો નાખીને ગરમ કરેલું તેલ નાકમાં નાખવાથી કે સુંઘવાથી નાક બંધ થઈ ગયું હોય તો ખુલે છે.
આમળાના ચુર્ણને દૂધમાં કાલવી રાત્રે સુતી વખતે મગજના ભાગ પર લગાડવાથી વારંવાર ફુટતી નસકોરી બંધ થાય છે.
અરડુસીના પાનના રસના ત્રણ થી ચાર ટીપાં નાકમાં નાંખવાથી નસકોરી બંધ થાય છે અને તેનો રસ પીવાથી નાક કે મોંથી નીકળતું લોહી બંધ થાય છે.
નસકોરી ફુટે ત્યારે તાળવા ઉપર ઠંડા પાણીની ધાર પાડવી તેમજ ઠંડા પાણીની છાલક મારવાથી લોહી બંધ થાય છે.
-Gujarati Desi Upchar
[16/12, 10:03 p.m.] ‪+91 77780 11146‬: સ્વાઇન ફલુ

લક્ષણો:

-શરદી,ખાંસી અને ગળામાં દુઃખાવો, ભારે તાવ,
-શરીર તૂટવું અને નબળાઈ ,
-ઝાડા કે ઝાડા- ઉલ્ટી થવી,
-શ્વાસ ચઢવો જેવા નુંમોનીયા નાં લક્ષણો જણાય.
રોગ થી બચવાના ઉપાય :
-ઉધરસ,છીંક વેળા એ મોઢું અને નાક ઢાંકો.
-હાથ મિલાવવા ને બદલે નમસ્કાર કરી અભિવાદન કરો.
-ખુબ પાણી પીઓ.
-પોષ્ટિક ખોરાક અને પુરતી ઊંઘ લો.
ઉપચાર :
-નીચે દર્શાવેલી વસ્તુ બહુજ સરળતાથી મળી રહે છે તેથી તેનો ઉપયોગ કરી ને સ્વાઇન ફલુ થી બચો...
૧ થી  ૨ ગ્રામ : હળદર
૬ થી ૭ નંગ : લવિંગ
૪ થી ૫ નંગ  : કાળી મરી
૭ થી ૮ પાંદ : તુલસી પાંદ
૧/૨ થી ૧ ફૂટ :ગીલોય (લીંબડાની ગળો)
ઉપર દર્શાવેલી વસ્તુનો ઉકાળો કરીને પીવાથી તમે સ્વાઇન ફલુ થી બચી શકો છો તેમજ આરામ મેળવી શકો છો.
દેશી કપૂર અને એલાયચી ૫ -૫ ગ્રામ બરાબર માત્ર માં લઈને બંને નો ભુકો કરીને ચોખા સુતરાવ કપડા માં બાંધી ને પોટલી બનાવી લો,દર ૧ થી ૨ કલાકે સુંઘવાથી સ્વાઇન ફલુ ના કીટાણું મરી જશે .  -Gujarati Desi Upchar
[16/12, 10:03 p.m.] ‪+91 77780 11146‬: ખીલ


નારંગીની છાલ ઘસવાથી ખીલ મટે છે.

લીલા નાળીયેરનું પાણી રોજ પીવાથી અને થોડાક પાણીમાં મોં ધોવાથી ખીલ મટે.
છાશ વડે મોં ધોવાથી ખીલના ડાઘા, મોં પરની કાળાશ દૂર થાય છે.
મૂળાના પાનનો રસ ચોપડવાથી અઠવાડીયામાં ખીલ મટે છે.
જાંબુના ઠળીયાને પાણીમાં ઘસીને ખીલ પર લગાડવાથી ખીલ મટે છે.
દૂધની મલાઈ સાથે મીંઢળ ઘસીને ખીલ પર લગાડવાથી ખીલ મટે છે.
જાયફળને દૂધની મલાઈમાં ઘસીને ખીલ પર લગાડવાથી ખીલ મટે છે.
રાત્રે સુતી વખતે ગરમ પાણીમાં મોઢું ધોવું પછી ચારોળીને દૂધમાં ઘસી લેપ બનાવી મોઢા પર લગાવી સૂઈ જવું, સવારના સાબુથી મોં ધોવું આ પ્રયોગથી ખીલ મટે છે.
કાચા પપૈયાને કાપવાથી જે દુધ જેવી પ્રવાહી નીકળે તે ખીલ ઉપર દરરોજ થોડા દિવસ લગાડવાથી ખીલ કાયમ માટે જળ મૂળથી મટી જશે.
ખુબ પાકી ગયેલા પપૈયાને છોલીને, છુંદીને તેની માલીસ મોઢા પર કરવી, પંદર વીસ મીનીટ પછી તે સુકાઈ જાય ત્યા પાણીથી ધોઈ નાખવું અને જાડા ટુવાલ વડે મોઢું સારી રીતે લુછીને જલ્દી કોપરેલ લગાડવું, એક અઠવાડીયા સુધી આ રીતે કરવાથી મોઢા પરના ડાઘ મટે છે મોઢાની કરચલીઓ અને કાળાશ મટે છે.
તુલસીના પાનના સરમાં લીંબુ રસ અથવા આદુનો રસ ઉમેરી મોઢા ઉપર લગાડવાથી અને સુકાઈ જાય પછી પાણીથી ધોઈ નાંખવાથી મોઢા પરના કાળા ડાઘ મટે છે.
પાકા ટમેટાને કાપીને તેની ચીર ખીલ ઉપર ધીરે ધીરે લગાડીને થોડીવાર સુકાવા દો ત્યાર બાદ સહેજ ગરમ પાણીથી સાફ કરવાથી ખીલ મટે છે.
લોબાન સુખડ અને આમળાનો પાવડર મોઢા ઉપર ચોપડીને થોડા સુકાયા બાદ, લીમડાના પાન નાખી પાણીથી ધોવાથી ખીલ મટે છે.
કાચી સોપારી અથવા જાયફળને પાણીમાં ઘસીને લગાડવાથી ખીલ મટે છે.
-Gujarati Desi Upchar
[16/12, 10:03 p.m.] ‪+91 77780 11146‬: કોલેરા


લવીંગના તેલના બે ત્રણ ટીપાં ખાંડ કે પતાસામાં લેવાથી કોલેરા મટે છે.
ફુદીનાનો રસ પીવાથી કોલેરા મટે છે.
જાયફળનું એક તોલો ચૂર્ણ ગોળમાં મેળવી નાની નાની ગોળીઓ કરી, કરી તેમાંથી એક એક ગોળી અર્ધા કલાકે લેવાથી અને અને ઉપર થોડું ગરમ પાણી પીવાથી કોલેરા મટે છે.
હિંગ કપૂર અને આંબાની ગોટલી સરખે ભાગે લઈ ફુદીનાના રસમાં ઘુંટી ચણા જેવડી ગોળીઓ બનાવી લેવાથી કોલેરા મટે છે.
પાણીમાં લવીંગ નાખી ઉકાળી ને તે પાણી પીવાથી કોલેરામાં થતી તરસ મટે છે.
જાયફળનો ઉકાળો પીવાથી કોલેરામાં થતી તરસ મટે છે.
-Gujarati Desi Upchar
[16/12, 10:03 p.m.] ‪+91 77780 11146‬: ખરજવું


ગાજરને વાટી તેમાં થોડું મીઠું નાખી ગરમ કરી ખરજવા ઉપર બાંધવાથી ખરજવું મટે છે.
ખોરાક અથવા ખજુરના ઠળીયાને બાળી તેના રાખ કપુર અને હિંગ સાથે મેળવી ખરજવા પર લગાડવાથી ખરજવું મટે છે.
તાજણીયાની લાજીના રસમાં સાકર મેળવીને પીવાથી ખસ મટે છે.
ખરજવા ઉપર લીમડાના બાફેલા પાન બાંધવાથી અને લીમડાનો અર્ધો કપ રસ સવાર-સાંજ પીવાથી ખરજવું મટે છે.
પપૈયાનું દૂધ અને ટંકણખારને ઉકળતા પાણીમાં મેળવીને લેપ કરવાથી ખરજવું ખસ મટે છે.
જવના લોટમાં તલનું તેલ અને છાશ મેળવીને લગાડવાથી ખુજલી મટે છે.
કોપરૂં ખાવાથી અને કોપરૂં બારીકવાટી શરીર પર ચોપડવાથી ખંજવાળ મટે છે.
ટમેટાના રસમાં તેનાથી બમણું કોપરેલ મેળવી શરીર પર માલીશ કરી, અર્ધા કલાક પછી સ્નાન કરવાથી ખુજલી મટે છે.
ત્રણ દિવસનો વાસી પોશાખ ખરજવા ઉપર દિવસમાં સવાર-સાંજ ચોપડવાથી ખરજવું ચોક્કસ મટે છે.
(ત્રણ ખાટલી રાખી રોજ એક ખાટલીમાં પોશાખ બરતા રહેવું)આમળા બાળી તલના મેળવી શરીર પર માલીશ કરવાથી અને સ્નાન કરવાથી ખુજલી મટે છે.
ચણાનો લોટ પાણીમાં મેળવી શરીરે માલીશ કરવાથી અને સ્નાન કરવાથી ખુજલી મટે છે.
રાઈને દહીંમાં વાટીને ચોપડવાથી દરાજ મટે છે.
એરીયો દહીંમાં વાટીને ચોપડવાથી દરાજ મટેછે.
તુવેરના પાન બાળી દહીંમાં મેળવી ચોપડવાથી ખસ મટે છે.
આખા શરીરે ખુજલી આવતી હોય તો સરસીયાના તેલનું માલીશ કરવાથી ખુજલી મટે છે.
કોપરેલ તેલ અને લીંબુનો રસ મેળવી શરીર પર માલીશ કરવાથી ખુજલી મટે.
ખંજવાળ આવતી હોય તો તુલસીના પાનનો રસ ઘસવાથી મટે છે.
-Gujarati Desi Upchar
[16/12, 10:04 p.m.] ‪+91 77780 11146‬: ડેન્ગ્યુ

તમને અથવા તમારા સગાં સબંધીને ડેન્ગ્યુ  થયો હોઈ અથવા પ્લેટલેટ ની સંખ્યા ઓછી હોઈ તો નીચેની ત્રણ કુદરતી વસ્તુ નો ઉપયોગ કરી ને આરામ મેળવો...

૧) પપૈયા ના પાંદ નો રસ,
પપૈયા ના પાંદ નો રસ બહુંજ ફાયદાકારક છે, તેમજ તેના પાંદ સરળતાથી મળી રહે છે,તાજા પાંદ નો રસ નીકાળી ને  દર્દી ને રોજ ૨ થી ૩ વાર આપો, એકજ દિવસ માં પ્લેટલેટ ની સંખ્યા વધવા લાગશે.
૨) નાના ઘઉં (જુવારા) ના ઘાસ નો રસ ,
3)દાડમ નો રસ,
દાડમ નો રસ તેમજ નાના ઘઉં (જુવારા) ના ઘાસ નો રસ નવું લોહી બનાવવાં માટે તથા રોગપ્રતિકારક શક્તી વધારવા  બહુંજ ઉપયોગી છે. -Gujarati Desi Upchar
[16/12, 10:04 p.m.] ‪+91 77780 11146‬: હૃદયની બિમારી


બે ચમચી ચાસણીમાં એક ચમચી લીંબુનો રસ મેળવી સવાર સાંજ પાણી પીવાથી બ્લડ પ્રેસર ઓછું થાય છે.
એલચીના દાણા અને પીપરીમૂળ સરખેભાગે લઈ ઘી સાથે રોજ ખાવાથી હૃદયરોગ મટે છે.
હૃદયનો દુઃખાવો ઉપડે ત્યારે તુલસીના ૮-૧૦ પાન અને બે ત્રણ કાળા મરી ચાવી જવાથી જાદુઈ અસર થઈ દુઃખાવો મટી જાય છે.
છાતી, હૃદય કે પડખામાં દુઃખાવો થતો હોય તો ૧૦ થી ૨૦ ગ્રામ તુલસીનો રસ ગરમ કરીને પીવો પાનને વાટી લેપ કરવાથી પણ દુઃખાવો મટે છે.
-Gujarati Desi Upchar
[16/12, 10:04 p.m.] ‪+91 77780 11146‬: ક્ષય


બકરીના ૨૦૦ ગ્રામ દૂધમાં થોડું મીઠું નાખી સવાર સાંજ પીવાથી દર્દીનું બળ ટકી રહે છે.

કફ સહેલાઈથી નીકળી જશે અને શરીર વધુ સુકાતું અટકી જશે.
ખજુર, દ્રાક્ષ, સાકર, ઘી, મધ અને પીપર સરખેભાગે લઈ તેનું ચાટણ બનાવી દરરોજ બેથી ત્રણ તોલા જેટલું ચાટવાથી ક્ષય જયની ખાંસી અને શ્વાસમાં ફાયદો થાય છે.
-Gujarati Desi Upchar
[16/12, 10:04 p.m.] ‪+91 77780 11146‬: વજન વધારવા માંટે

- નરણા કોઠે ખજુર સાથે દૂધ પીવાથી લોહી શુદ્ધ થાય છે,અને વજન વધે છે.
-ખજુર દસ તોલા અને દ્રાક્ષ પાચ તોલા દરરોજ ખાવાથી સુકલકડી શરીરમાં નવું લોહી પેદા થાય છે, અને ખુબ ફાયદો થાય છે.
-કોથમરીનો તાજો રસ અને લીંબુનો રસ ભેળવી રોજ સવારે પીવાથી લોહી શુદ્ધ બને છે અને વજન વધે છે.
-રાત્રે ભેસનાં દુધમાં આખા ચણા પલાળી રાખી સવારે ખાવાથી શક્તિ અને વજન વધે છે. -Gujarati Desi Upchar
[16/12, 10:04 p.m.] ‪+91 77780 11146‬: કબજીયાત


અજમો અને સોનામુખીનું ચૂર્ણ હુંફાળા ગરમ પાણી સાથે લેવાથી કબજીયાત મટે છે.
પાકા ટમેટાનો એક કપ રસ પીવાથી આંતરડાનો મળ છૂટો પડી કબજીયાત મટે છે.
નરણા કોઠે સવારમાં થોડું ગરમ પાણી પીવાય કબજીયાત મટે છે.
લીંબુ રસ ઠંડા અથવા ગરમ પાણીમાં સવારે અને રાત્રે પીવાથી કબજીયાત મટે.
ખજુરને રાત્રેપલાળી નાખી સવારે મસળી ગાળીને તે પાણી પીવાથી કબજીયાત મટે છે.
ગરમ પાણીમાં એક ચમચી આદુનો રસ, એક ચમચી લીંબુનો રસ અને બે ચમચી મધ મેળવી પીવાથી કબજીયાત મટે છે.
કાળી દ્રાક્ષને રાત્રે ઠંડા પાણીમાં રાખી સવારે દ્રાક્ષને મસળી ગાળીને તે પાણી પીવાથી કબજીયાત મટે છે.
રાત્રેસુતી વખતે બે સંતરા ખાવાથી કબજીયાત મટે છે.
ત્રણ ગ્રામ મેથીનું ચૂર્ણ સવાર સાંજ ગોળ અને પાણી સાથે લેવાથી કબજીયાત મટે.
ચાર ગ્રામ હરડે અને એક ગ્રામ તજ, સો ગ્રામ પાણીમાં કરી તે ઉકાળો રાત્રે તથા સવારના પહોરમાં પીવાથી કબજીયાત મટે છે.
રોજ સવારે એક ગ્લાસ ઠંડા પાણીમાં અને દૂધમાં બે ચમચી મધ મેળવીને પીવાથી કબજીયાત મટે છે.
અજમાના ચુર્ણમાં સંચોરો નાંખી ફાકવાથી કબજીયાત મટે છે.
તુલસીના ઉકાળામાં સિંઘવ અને સુંઠ મેળવી ફાકવાથી કબજીયાત મટે છે.
જાયફળ લીંબુના રસમાં ઘસીને તે ઘસારો લેવાથી કબજીયાત મટે છે.
જમ્યા પછી એકાદ કલાકે ત્રણથી પાંચ હીમેજ ખુબ ચાવીને ખાવાથી કબજીયાત મટે છે.
-Gujarati Desi Upchar
[16/12, 10:04 p.m.] ‪+91 77780 11146‬: શરદી


ગરમા ગરમ રેતી અથવા રેતીનો શેક કરવાથી શરદી મટે છે.
ગરમા ગરમ ચણા સુંઘવાથી શરદી મટે છે.
નાગરવેલના બે ચાર પાન ચાવીને શરદી મટે છે.
રાત્રે સુતી વખતે ગરમ પાણીમાં લીંબુનો રસ મેળવીને પીવાથી શરદી મટે છે.
રાઈને વાટીને સાકરની ચાસણીમાં મેળવીને ખાવાથી શરદી મટે છે.
અજમાને વાટી તેની પોટલી સુંઘવાથી શરદીમાં રાહત થાય છે.
ગરમ દૂધમાં મરીની ભુકી અને સાકર નાંખીને પીવાથી શરદી મટે છે.
પાણીમાં સુંઠ નાંખી ઉકાળીને ગાળી પાણી પીવાથી શરદી મટે છે.
કાળા મરી અને શેકેલી હળદરનું ચુર્ણ ગરમ દૂધ સાથે લેવાથી શરદી મટે છે.
ફુદીનાનો તાજો રસ પીવાથી શરદી મટે છે.
ફુદીનાના રસના ટીપા નાકમાં નાંખવાથી સળેખમ મટે છે.
લવીંગના તેલના ટીપાઓ રૂમાલમાં નાંખી સુંઘવાથી શરદી મટે છે.
સુંઠ પીપરામુળની ગોળીઓ ત્રણ-ચાર તોલા જેવડી બનાવી લેવાથી શરીરની શક્તિ અને ર્સ્ફુિત જળવાઈ રહે છે.
સુંઠ અને તલ અને ખડીસાકરનો ઉકાળો કરીને પીવાથી શરદી સળેખમ મટે છે.
સાકરનો બારીક પાવડર છીંકણીની જેમ સુંઘવાથી શરદી મટે છે.
તુલસીના પાનવાળી ચા પીવાથી સળેખમ મટે છે.
તુલસી, સુંઠ કાળા મરી અને ગોળનો ઉકાળો કરીને દિવસમાં ત્રણવાર પીવાથી ગમે તેવી શરદી મટે છે.
સુંઠ, કાળા મરી અને તુલસીના પાનનો ઉકાળો પીવાથી શરદી મટે છે.
નાગરવેલના બે ચાર પાન ચાવીને શરદી મટે છે.
-Gujarati Desi Upchar
[16/12, 10:04 p.m.] ‪+91 77780 11146‬: કફ


દૂધમાં હળદર, મીઠું અને ગોળ ગરમ કરી પીવાથી કફ મટે છે.
દરરોજ થોડી ખજુર ખાઈ ઉપર પાંચ ઘુંટડા ગરમ પાણી પીવાથી કફ પાતળો થઈને બહાર નીકળે છે અને ફેફસાં સાફ બને છે.
રાત્રે સુતી વખતે ત્રણ ચાર તોલા શેકેલા ચણા ખાઈ ઉપર પોશેર દૂધ પીવાથી શ્વાસ નળીમાં એકઠો થયેલો કફ નીકળી જાય છે.
-Gujarati Desi Upchar
[16/12, 10:04 p.m.] ‪+91 77780 11146‬: ઉધરસ


લવીંગને મોંમા રાખી ચૂસવાથી ઉધરસ મટે છે.
મરીનું ચૂર્ણ દૂધમાં ઉકાળીને પીવાથી ઉધરસ મટે છે.
મરીનું ચૂર્ણ સાકર ઘી સાથે મેળવી ચાટવાથી ઉધરસ મટે છે.
થોડી હીંગ શેકી તેને ગરમ પાણીમાં મેળવી પીવાથી ઉધરસ મટે છે.
દ્રાક્ષ અને સાકર મોંમા રાખી ચૂસવાથી ઉધરસ મટે છે.
દાડમના ફળની છાલનો ટુકડો મોં મા રાખવાથી ઉધરસ મટે છે.
થોડી ખજુર ખાઈ ઉપરથી થોડું ગરમ પાણી પીવાથી કફ પાતળો થઈને નીકળી જશે અને ઉધરસ તથા દમ મટી જશે.
રાત્રે મીઠાની કાંકરી મોંમા રાખી મુકવાથી ઉધરસ ઓછી આવશે.
ગરમ કરેલા દૂધમાં હળદર અને ઘી મેળવી પીવાથી ઉધરસ અને કફ મટે છે.
હળદર અને મીઠાવાળા તાજા શેકેલાં ચણા એક મુઠ્ઠી જેટલા સવારે તથા સાંજે સુુતી વખતે ખાવાથી (ઉપર પાણી ન પીવું) કાયમી શરદી અને ઉધરસ રહેતી હોય તે મટે છે.
હળદર તાવડીમાં શેકી તેની ગાંગડી મોંમા રાખી ચૂસવાથી કફ મટે છે.
નવશેકા પાણી સાથે અજમો ખાવાથી કફની ખાંસી મટે છે.
તુલસીનો રસ સાકર સાથે પીવાથી ઉધરસ તથા છાતીનો દુઃખાવો મટે છે.
-Gujarati Desi Upchar


No comments:

Post a Comment