📝 _આજકાલના વિદ્યાર્થીઓને કદાચ ખબર પણ નથી કે ભારતીય ભાષાઓની વર્ણમાળામાં વિજ્ઞાન ભરેલું છે. વર્ણમાળાના પ્રત્યેક અક્ષર તર્કશુદ્ધ છે અને ચોક્કસ ગણત્રી સાથે ક્રમશઃ મુકવામાં આવ્યાં છે. અન્ય વિદેશી ભાષાની વર્ણમાળામાં આવો વિજ્ઞાનિક દ્રષ્ટિકોણ જડતો નથી. ઉ.હ. જુઓ: ક ખ ગ ઘ ઙ - આ પાંચના સમુહને *કંઠવ્ય* કહેવાય છે કારણકે આનો ઉચ્ચાર કરતી વખતે કંઠમાંથી ધ્વનિ નીકળે છે. ઉચ્ચાર કરી જુઓ._
📍 _ચ છ જ ઝ ઞ - આ પાંચેય *તાલવ્ય* કહેવાય છે કારણકે આનો ઉચ્ચાર કરતી વખતે જીભ તાળવે લાગશે. ઉચ્ચાર કરી જુઓ._
📍 _ટ ઠ ડ ઢ ણ - આ પાંચેય *મૂર્ધન્ય* કહેવાય છે કારણકે આનો ઉચ્ચાર કરતી વખતે જીભ મૂર્ધાને લાગશે. ઉચ્ચાર કરી જુઓ._
📍 _ત થ દ ધ ન - આ પાંચના સમુહને *દંતવ્ય* કહેવાય છે કારણકે આનો ઉચ્ચાર કરતી વખતે જીભ દાંતને અડે છે. પ્રયત્ન કરી જુઓ._
📍 _પ ફ બ ભ મ - આ પાંચના સમુહને *ઔષ્ઠવ્ય* કહેવાય છે કારણકે આનો ઉચ્ચાર કરવા માટે બન્ને હોઠનું મિલન થાય છે. પ્રયત્ન કરી જુઓ._
📍 _આટલો વૈજ્ઞાનિક એપ્રોચ છે દુનિયાની અન્ય કોઈપણ ભાષામાં ? આપણે આપણી ભારતીય ભાષા માટે ગૌરવ જરૂર કરીએ પણ સાથોસાથ શા કારણસર એ પણ જાણકારી રાખીએ તથા દુનિયાને જણાવીએ._
📍 _આગામી દિવસોમાં *વિશ્વ માતૃભાષા દિન* ની ઉજવણી થશે ત્યારે ઉપરોક્ત માહિતી યાદ રાખશો. માતૃભાષાનો જયજયકાર થજો..._
No comments:
Post a Comment