menu

ચાલતી લીટી

મારા આ બ્લોક માં મુકવામાં આવેલ માહિતી સંકલિત છે જે માટે મારા તમામ કર્મયોગી શિક્ષકો અને શિક્ષણ ને સરળ તથા સર્વલક્ષી બનાવવા મહેનત કરતા તમામ ને તે માટે સહ હર્દય થી આભાર. આ બ્લોક માં મને ગમેલ અને ઉપયોગી લાગેલ માહિતી નો સંગ્રહ કરેલ છે .જેથી એંક જ સ્થળે સરળતાથી મીહતી મેળવી શકાય.॥

Sunday, December 17, 2023

માણકોલ ગામે નિઃશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો':

'

 કે.વી. પરિવાર સમાજ સેવા સંસ્થા અને  દીવાન-બલ્લુભાઈ શાળાના સંયુક્ત ઉપક્રમે સાણંદ તાલુકાના માણકોલ ગામમાં નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદના પ્રતિષ્ઠિત ડોક્ટરો ડો. હિતેષ અંધારિયા, ડો.આશિષ દેશાઈ, ડો. શ્રેણુજ ગાંધી,  ડો. આસકા ગાંધી, ડો.આખુજી, ડો. સલોની શાહ, ડો.નઈમ ભાઈએ ઉપસ્થિત રહીને હાડકા, સ્ત્રી રોગ, આંખો, સર્જરી ના લગભગ ૩૨૭ કરતા વધુ દર્દીઓને તપાસી તેઓના રોગનું નિદાન કરવામાં આવ્યું હતું. તેઓને જરૂરી પ્રાથમિક સારવાર સાથે ગંભીર બિમારીમાં સપડાયેલ વ્યક્તિઓને આગળની સારવાર માટે વ્યવસ્થા કરી આપી હતી, લગભગ ૧૮૦  જરૂરીયાત મંદ દર્દીઓને આંખોના ચશ્માનુ નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સાણંદના ઉદ્યોગપતિઓ શ્રી ટીકુભાઈ , શ્રી જયમીન ભાઇ , લા.મુકેશ પટેલ, રોટેરિયન અમિતાભ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. 
      તેઓએ જણાવ્યું હતું કે રોગ થાય અને તેની સારવાર મેળવવા દોડવું પડે તેના બદલે રોગ ન થાય તે માટેનુ પ્રાવધાન રાખવું જોઈએ. પ્રધાનમંત્રી ના વિચારો અનુસાર રહેણાંકની આસપાસ સ્વચ્છતા રાખવાથી,  પૌષ્ટિક આહાર, નિયમિત આરામ અને નિયમિત વ્યાયામથી  શરીરની તંદુરસ્તી જાળવી શકાય છે. વ્યસનોથી દૂર રહેવુ તે બહુ અગત્યની બાબત છે.
 આ કાર્યક્રમમાં માણકોલ પ્રાથમિક શાળા પરિવાર તેમજ દીવાન-બલ્લુભાઈ શાળા પરિવાર સહયોગી બન્યા હતા .
              ઉપસ્થિત દીવાન -બલ્લુભાઈ  શાળાના નિયામક ડો કિરીટભાઈ જોષીએ જણાવ્યું હતું કે વ્યક્તિ પાસે આર્થિક સમૃદ્ધિ હોય, શૈક્ષણિક લાયકાત હોય પણ માનવતા વિહીન જીવન હોય તો તે પૈસા અને વિદ્યા નકામી છે. નાગરિકોએ જાગૃત બની સરકાર દ્વારા ચાલતી આરોગ્યલક્ષી સેવાઓનો લાભ લેવો જોઈએ.

No comments:

Post a Comment