*🍁નવા શૈક્ષણિક સત્ર 2024-25 માટે બાલવાટિકામાં તારીખ 2-6-18 થી 1-6-19 વચ્ચે જન્મેલ બાળકને પ્રવેશ મળશે જ્યારે, ધોરણ-1 માં તારીખ 2-6-17 થી 1-6-18 વચ્ચે જન્મેલ બાળકને પ્રવેશ મળશે*
*🍁અગાઉ 31 ઓગસ્ટ સુધી છોકરા અને 30 સપ્ટેમ્બર સુધી છોકરીઓને ધો.1 માં પ્રવેશ અપાતો હતો, જે ગત વર્ષથી 1લી જુને 6 વર્ષ પૂર્ણ થયા હોય તેને જ અપાતા, પ્રવેશ ન મેળવનાર માટે સરકારે બાળવાટિકા શરૂ કર્યુ હતું : આંગણવાડી કે પ્રિ-સ્કૂલના 4 થી 6 વર્ષના મહત્વના ત્રણ વર્ષ શ્રવણ-કથન-કૌશલ્યો સાથે પ્રવૃત્તિમયે શિક્ષણ અપાશે: ગયા વર્ષે બાળવાટિકામાં પણ બન્ને સત્રના અલગ પુસ્તકો બહાર પાડ્યા હતા*
*🍁રાષ્ટ્રીય શિક્ષણ નીતિના ભાગરૂપ પ્રારંભિક બાળ શિક્ષા અને સંભાળ અંતર્ગત 4 થી 8 વર્ષના પ્રથમ પાંચ વર્ષના ગાળામાં પ્રિ-સ્કૂલના પ્રવૃત્તિમય શિક્ષણ સાથે ધો.1-2 નો પાયો પાકો કરાશે: 2027 સુધીમાં ધો.3 સુધીના તમામ બાળકોને વાંચન, લેખન અને ગણન કૌશલ્યો વિકસાવાશે: સમજ સાથેનું વાંચન અને પાયાના ગણનમાં નિપુણતા માટેની રાષ્ટ્રીય પહેલ દેશે નિપુણ ભારત અભિયાનમાં કરી છે*
No comments:
Post a Comment