menu

ચાલતી લીટી

મારા આ બ્લોક માં મુકવામાં આવેલ માહિતી સંકલિત છે જે માટે મારા તમામ કર્મયોગી શિક્ષકો અને શિક્ષણ ને સરળ તથા સર્વલક્ષી બનાવવા મહેનત કરતા તમામ ને તે માટે સહ હર્દય થી આભાર. આ બ્લોક માં મને ગમેલ અને ઉપયોગી લાગેલ માહિતી નો સંગ્રહ કરેલ છે .જેથી એંક જ સ્થળે સરળતાથી મીહતી મેળવી શકાય.॥

Monday, September 16, 2024

હાથ"આપણી લોકબોલીમાં 'હાથ ' નો કહેવત કે રૂઢિપ્રયોગોમાં 'હાથછૂટો' ઉપયોગ કરાયો છે. તો જોઈએ રૂઢિપ્રયોગો અર્થ સાથે.....

"
---------------------------------------------
હાથ પીળા કરવા = લગ્ન કરવા
હાથ આવવું = ખોવાયેલું મળી જવું
હાથથી જવું = તક ગુમાવવી
હાથ કાપવા = સામેની શકતી તોડવી
હાથ ઉપર રાખવા = પોતાનુ  વર્ચસ્વ ઉપર રાખવું
હાથ નીચે = દેખરેખ હેઠળ
હાથ હેઠા પડવા = ઉપાય નાકામ થવો
હાથ ઘસતા રહી જવું = તક ગુમાવવી
હાથ અંચકાવો = સંકોચ થવો
હાથ મસળવો = ક્રોધ દબાવવો
રંગે હાથ પકડાવું = ખોટા કામ કરતા પકડાઈ જવું*

હાથ બાળવા = જાતે કામ કરવું
હાથ ચોખ્ખા હોવા = નીતિમાન હોવું
હાથ નાખવો = વચ્ચે પડવું
હાથ માંગવો = વેવિશાળ માટે કન્યાપક્ષ ટહેલ નાખવી

હાથ પકડવો = મદદ કરવી
હાથમાં લેવું = જવાબદારી સંભાળવી
હાથ બગાડવો = થોડામાં જીવ નાખવો
માથે હાથ = કૃપા દૃષ્ટિ
નીચો હાથ = લાચારી હોવી
હાથમાં હોવુ = તાબામાં હોવું
હાથમાં રાખવું = કબ્જામાં રાખવું
હાથે કરીને = જાણી જોઈને
હાથ જોવા = ભવિષ્ય જોવું
હાથ જોડવા= આદર કરવો
હાથ જોડી વિનંતી કરવી= કરગરવું
હાથ  પછાડી ને જોડવા = કંટાળી જવું

કોલસાની દલાલીમા હાથ કાળા = ખોટા કામ કરવા કે ખોટા કામમાં સાથ આપવાથી નામોશી મળે

હાથ મારવો = ચોરી કરવી
હાથની સફાઈ= ચોરી કરવી
હાથ ફેરવવો= ચોરી કરવી
હાથે કરીને = જાણી જોઈને
હાથના કર્યા હૈયે વાગ્યા= *જેવું કર્યુ તેવું ભોગવવું

ઝાઝા હાથ રળિયામણા = વધુ માણસોના સાથ થી કામનુ જલ્દી પતવાવુ

હાથથી નખ વેગળા= પોતાના  એ પોતાના

હાથ તાળી દેવી = છટકી જવુ
હાથફેરો કરવો = તપાસી લેવું
માથે હાથ મુકવો = આર્શિવાદ આપવા

(૧)હાથ છૂટો = "મારકણો" એટલે સામાન્ય ઝઘડામાં સામે વાળને હાથથી ઈજા પહોંચાડવી
(૨)હાથ છૂટો  = ઉદાર 

ઘર માથે હાથ નાખવો = નબળી દૃષ્ટિ કરવી

(૧)હાથ હળવો કરવો =મેથીપાક આપવો
(૨) હાથ સાફ કરવો=મેથીપાક આપવો

હાથ પગ હલાવવા = મહેનત કરવી
ચારેય હાથ માથે = રહેમ કૃપા દૃષ્ટિ

હાથ ભોંયે પડવા = નિઃસહાય થવું
હાથ ન ધરવો = માંગવું નહીં
હાથ ખંખેરવા = લીધેલ જવાબદારી માથી છટકી જવું
હાથ ઊંચા કરી દેવા =
લીધેલ જવાબદારી માથી છટકી જવું
હાથ દેવો = ટેકો કરવો, સહારો  આપવો

જમણો હાથ હોવું = ખાસ વ્યક્તિ હોવું
ડાબા હાથનું કામ = સહેલું કામ
હાથ પાછો કરવો= ટેકો પાછો લઈ લેવો

હાથ બેસવો = આવડવું

આડે હાથ લેવો = ખૂબ ખીજાવું
હાથની વાત હોવી = થઈ શકે તેવું કાર્ય

No comments:

Post a Comment