menu

ચાલતી લીટી

મારા આ બ્લોક માં મુકવામાં આવેલ માહિતી સંકલિત છે જે માટે મારા તમામ કર્મયોગી શિક્ષકો અને શિક્ષણ ને સરળ તથા સર્વલક્ષી બનાવવા મહેનત કરતા તમામ ને તે માટે સહ હર્દય થી આભાર. આ બ્લોક માં મને ગમેલ અને ઉપયોગી લાગેલ માહિતી નો સંગ્રહ કરેલ છે .જેથી એંક જ સ્થળે સરળતાથી મીહતી મેળવી શકાય.॥

Monday, April 27, 2015

Pragna





Homeશાળાથી સમાજ બનાવીશું!પ્રાથમિક કક્ષાએ કઈ ભાષાઓ શીખવવી અને ક્યારથી શીખવવી...બાયોસ્કોપના આપના પ્રતિભાવો▼

AUGUST 31, 2010

પ્રજ્ઞા - સા વિદ્યા યા વિમુક્તયે!

ભારતની શિક્ષણ પદ્ધતિને જો આદર્શ પરિસ્થિતિમાં જોઈએ તો

આપણે ભૂતકાળમાં બોલતા હતા “સા વિદ્યા યા વિમુક્તયે "

અને આજે બોલીએ છીએ “સૌ ભણે સૌ આગળ વધે!"

બંને બાબતોમાં આજની આપણી શિક્ષણ પદ્ધતિ વાસ્તવિકતાની ધરાતલ પર ખોટી પડે છે!

1.       શું આપણી શાળામાં આવતા બધા બાળકો બધું શીખે છે?

2.       શું આપણે બધાને ધ્યાનમાં રાખીને શિક્ષણ આપવાનો પ્રયત્ન કરીએ છીએ?

3.       શું આપણે દરેક બાળકને પોતાની ગતિથી શીખવાનો સમય આપીએ છીએ?

4.       શું આપણે શિક્ષણ વર્ગખંડની બહાર પણ હોઈ શકે તે સ્વીકારીએ છીએ?

5.       શું આપણે Every child is special  એમ માનીએ છીએ?

6.       શું આપણે બાળકને તેની પાંચેય ઇન્દ્રિયોથી શીખવાનો મોકો આપ્યો છે?

7.       શું આપણે બાળકની વયને ધ્યાનમાં રાખી શૈક્ષણીક સાધનો બનાવ્યા છે?

8.       શું આપણે દરેક બાળકને તેને જોઈએ તેટલો આપણોસમય આપી શક્યા છીએ?

9.       શું આપણે બાળકને પોતાના મિત્ર પાસેથી શીખવાનો મોકો આપ્યો છે?

10.   શું આપણે બાળકને તેની જાતે શીખવાની તક આપી છે?

11.   શું આપણે બાળકનું સતત મૂલ્યાંકન કર્યું છે?

12.   શું આપણા બાળકો પરિક્ષાની ચિંતાથી મુક્ત છે?

·         જો જવાબ “ના” હોય તો સા વિદ્યા યા  વિમુક્તયેક્યાંથી?

·         જો જવાબ “ના” હોય તો સૌ ક્યાંથી ભણશે?

અમને ખુશી છે કે આ બધા પ્રશ્નોને ઉકેલ આપતી નવી શિક્ષણ પદ્ધતિ આ વર્ષથી અમારી શાળામાં પહેલા અને બીજા ધોરણમાં શરુ થઇ છે

પ્રજ્ઞા – પ્રવૃત્તિ લક્ષી જ્ઞાન

શિક્ષણક્ષેત્રે આપણી સૌની ચિંતાઓ અને વિદ્યાર્થીઓમાં અભ્યાસસ્તરનું વૈવિધ્ય બંને વધતું જાય છે.

આ વૈવિધ્ય કુદરતી અને ઇચ્છનીય છે, છતાં પણ તેને કારણે આપણી વર્ગની શૈક્ષણિક ગુણવત્તા પર પ્રશ્નાર્થ લાગતા જ જાય છે,તેમાંય આપણા વિદ્યાર્થીઓની કૌટુંબિક પરિસ્થિતિને કારણે રહેતી તેમની અનિયમિતતા,તેની અનિશ્ચિત ગેરહાજરી..ધીમે ધીમે બાળકને શિક્ષણ (જેને આપણે શિક્ષણ માનીએ છીએ-બાળકો નહિ) પ્રત્યે અરુચિ  થતી જાય છે.  આવા અનેક પ્રશ્નો અને પડકારો આપણી સામે છે તેની સામે શાહમૃગવૃતિ રાખી શકાય જ નહિ.  શિક્ષણ Dynamic  છે તો તેને બાળક સુધી પહોંચાડવાના અભિગમ પણ Dynamic જ હોવા જોઈએ.

     શિક્ષણના કેટલાક Basic છે...જેને આપને પી.ટી.સી. વખતે તેને થીયરી કહેતા હતા તે..જેને લાગતા કેટલાક પ્રશ્નો આપણે ઉપર જોઈ ગયા..તે બધાને ધ્યાનમાં રાખી શૈક્ષણિક કાર્ય થઇ શકે તે માટેના પ્રજ્ઞા અભિગમની વાત પણ થઇ ..તેની શરૂઆતથી જ અમને કેટલીક વાતો સ્પષ્ટ થઇ રહી છે તે-

1.       અહી અભ્યાસક્રમ શિક્ષક્ના હાથમાં રહેવાને બદલે દીવાલ પર રંગીન Ladder ના રૂપે  છે. તેથી અભ્યાસક્રમ શિક્ષકે નહિ પણ વિદ્યાર્થીએ પુરો કરવાનો છે.

2.       દરેકને પોતાની ગતિ અને પોતાના સમયે શીખવાની છૂટ છે.

3.       શિક્ષક હવે સાહેબ કે બેન નથી, તે પણ સાથે બેસી(પહેલાની જેમ સામે બેસીને નહિ)તેને મદદ કરે છે. તેથી હવે તેને શાળામાં અજાણ્યું કે અતડું કશું લાગતું નથી.

4.       અહી વિદ્યાર્થીને ફક્ત શિક્ષક પાસેથી જ  શીખવું ફરજીયાત નથી તે પોતાના જેવડા-પોતાનાથી મોટા કે પોતાનાથી નાના વિદ્યાર્થી પાસેથી પણ શીખી શકે છે.

5.       અને અમને જોવા મળેલો સૌથી મોટો ફાયદો એ છે કે અહી વિદ્યાર્થી એક મુદ્દો શીખે તે દરમિયાન તેના શીખવા માટે જરૂરી તેવા બધા પગથીયોમાંથી તેને પસાર થવું જ પડે છે..જેમકે તે નવો કોઈ મુદ્દો શીખે, દ્રઢીકરણ કરે, મહાવરો કરે તેનો ઉપયોગ કરતા શીખે, તે પછી તરત તે જ મુદ્દાને લાગતું મૂલ્યાંકન થાય અને જો જરૂર જણાય તો ત્યાં જ તેનું ઉપચારાત્મક કાર્ય થાય


પ્રજ્ઞા માટેના અમારા શિક્ષકોના મંતવ્યો આ રહ્યા...

1.       “પ્રજ્ઞાથી જેટલી અનુકૂળતા બાળકોને શિખવામાં પડે છે તેના કરતાં ત્રણ ગણી  અનુકૂળતા મને શિખવવામાં પડે છે, હવે હું દરેક બાળકને પર્સનલી ધ્યાન આપી સમજી અને શીખવી શકુ છું, હવે તો જ્યારે-જ્યારે હું બાળકને શિખવતી હોઉં છું ત્યારે શિક્ષિકાબેન ઓછી અને કાર્ડ શીખી ગયેલ બાળક વધારે લાગું છું, સાચું  કહું તો પ્રજ્ઞા એટલે  બાળકોને મન શીખવાની સરળતા અને શિક્ષકને ફાળે બાળકને  શિખવવા માટે કરેલ મહેનતનું 100% પરિણામ !

                                                        

-નીલોત્તામાબેન પટેલ [ગણિત- સપ્તરંગી ના વિષય શિક્ષક]


2.       “ પ્રજ્ઞામાં બાળકને  શિખવાની સાથે શિખવવા પણ મળે છે જેથી તેને  તેના મહત્વનો [હયાતીનો] અહેસાસ થાય છે,પોતે શિખશે તો જ બીજા બાળકોને તે શિખવી શકશે તેવું જાણતો હોવાથી બાળક શિક્ષક પાસેથી શિખવા માટે ઉત્સાહ બતાવે છે. પ્રજ્ઞા કાર્યક્રમ એ અનિયમિતતાનો રામ-બાણ ઇલાજ છે.” 

                             

                                     - ચંદુભાઈ બામણીયા [ ગુજરાતી- પર્યાવરણના વિષય શિક્ષક] 


અને હવે કેમેરાની આંખે જોઈએ પ્રજ્ઞા કેવી રીતે?




 બાળક સમજી શકે તેવો ચિત્રાત્મક અભ્યાસક્રમ એટલે લેડર(નિસરણી)





 વિદ્યાર્થી જાતે ત્યાંથી પોતે હવે શું શીખવા જઈ રહ્યો છે તે શોધશે.





તેને લેડર પર જેવું ચિત્ર જોયું હશે તેને આધારે તે -તેવા જ સિમ્બોલ ધરાવતી ટોપલી તરફ જશે.





 તે ટોપલીમાંથી તેને લેડર પર જોયું હોય તેવા ક્રમ મુજબનું કાર્ડ લે છે અને તેની પરના સિમ્બોલના આધારે પોતાની બેસવાની જગ્યા (છાબડી) નક્કી કરે છે.



 

   

અહી તે શિક્ષકસમર્થિત જૂથમાં બેસી શીખી રહ્યો છે





તેનું તે કાર્ડ મુજબનું કામ પૂરું થયા પછી તે ફરી લેડર પાસે જાય છે





અને તેના સિમ્બોલના આધારે ફરી કાર્ડ ઉપાડે છે




તે કાર્ડને આધારે પોતે ક્યાં બેસશે તે નક્કી કરે છે.





તે પોતાની જગ્યાએ બેસી -આ વખતે આંશિક શિક્ષકસમર્થિત જૂથમાં બેસી પોતાના કાર્ડ મુજબની પ્રવૃતિથી શીખે છે


આ રીતે તે પોતાની ગતિ થી શીખવાનું ચાલુ રાખે છે

આ સંદર્ભે થતા આપના પ્રશ્નો આવકાર્ય છે

સાથે સાથે શિક્ષકનો હવે શું રોલ છે આ વર્ગખંડમાં તે વિષે પણ વિગતે જોઈશું હવે પછી- 


 

નવા નદીસર પ્રાથમિક શાળા આચાર્ય at 9:50 PM

Share

14 comments:



Ravi ParekhSeptember 1, 2010 at 12:11 AM

nice one ..really good work

Reply



MANANSeptember 1, 2010 at 2:30 PM

INTERSESTING PROGRAMME...

WILL BE VERY FRUITFUL...

LAGEY RAHO GUJARAT...

JAY HO PRAGNYA MAIYA KI...

Reply



CRC JUNAKANKOTSeptember 4, 2010 at 9:09 PM

This comment has been removed by the author.

Reply



YUVRAJSINH PUWARDecember 28, 2010 at 8:34 PM

VERY GOOD

1-YUVRAJSINH PUWAR - VANTADA PRIMARY SCHOOL VANTADA MODASA

2-NAYNA BIYOLA - CHHATRESWARI SCHOOL, MODASA

Reply



YUVRAJSINH PUWARDecember 28, 2010 at 8:36 PM

thanks.......

Reply



SejalApril 30, 2011 at 5:35 PM

well done!interesting! looking forward to visit your school.

Reply



Falguni MarwadiJune 13, 2011 at 5:08 PM

જે સ્કૂલમાં પ્રજ્ઞા પ્રોજેક્ટ હજુ આવ્યો નથી ત્યાં પણ આજ મેથડ થી બાળકૉને શીખતા કરવા હોય તો શું કરવું ? any teaching\learning material?

Reply



vishal makwanaJune 13, 2011 at 5:48 PM

Pragna e shixan na tamam prashno no aaj sudhi ma malelo sauthi sachot upay chhe...
falguniben no prasn e jane k sau no prasn chhe.. Jya pragna lagu thayu nathi tya kem kari sakay???
rakeshbhai tamaro vichar aapva
vinnanti.

Reply



vishal makwanaJune 13, 2011 at 6:04 PM

Pragna e shixan na tamam prashno no aaj sudhi ma malelo sauthi sachot upay chhe...
falguniben no prasn e jane k sau no prasn chhe.. Jya pragna lagu thayu nathi tya kem kari sakay???
rakeshbhai tamaro vichar aapva
vinnanti.

Reply



Rakesh PatelJune 13, 2011 at 6:06 PM

Prgna e tamam prashno ukeli nakhya evu to nathi pan ha! ketlik Basic babato ke jema aapne manata kaik hata ane karata kaik hat ..jemke Vidhyarthini shikhavani Speed, Interest vi.
Je shalam Pragna na hoy te aam karava mate saxam to chhe pan guchvada vadhi jay karan ke "Temana balako pase aavo sachitr abhyaskram nathi to darek balakane judajuda stare handle karavu mushkel bane.. Ha ! nana juthma vidhyarthione temana stare thi shikhavavnau kaam kari shakay-

Reply



બીઆરસી ભવન...કોડીનારJuly 1, 2013 at 8:12 AM

superb..

Reply



jangi bhachauJune 2, 2014 at 12:59 PM

Ati sundar mahiti

Reply



nikunjjadavJune 3, 2014 at 3:01 PM

aje pragna navsanskaran talim no pratham divas hato khoob maza padi chella session ma tare zameen par ni klips joi tamari yad avi sathe sathe pratham vakhat kaik juda drashtikon thi tare jamin par joyu hoi tevu lagyu

Reply



nikunjjadavJune 3, 2014 at 3:02 PM

aje pragna navsanskaran talim no pratham divas hato khoob maza padi chella session ma tare zameen par ni klips joi tamari yad avi sathe sathe pratham vakhat kaik juda drashtikon thi tare jamin par joyu hoi tevu lagyu

Reply





Home

View web version

Powered by Blogger.


Pathri



જલ્સા કરોને જેંતીલાલ

January 6, 2014

ચુપચાપ બને છે શરીરમાં પથ્થર(પથરી) આ સારવારથી સ્ટોન કરો ચકનાચૂર

 

ચુપચાપ બને છે શરીરમાં પથ્થર( પથરી ) આ સારવારથી સ્ટોન કરો ચકનાચૂર :

અસંયમિત ખાન-પાન અને દિનચર્યાને લીધે કે અશુદ્ધ પાણી પીવાથી કે અન્ય કારણોથી વર્તમાન સમયમાં પથરીના દર્દીઓની સંખ્યા વધતી જઈ રહી છે. પથરી એક એવી બીમારી છે જેમાં દર્દીને અસહ્ય દર્દ સહન કરવો પડે છે. સામાન્ય રીતે પથરી દરેક ઉંમરના લોકોમાં જોવા મળે છે પરંતુ તેમ છતાં આ બીમારી મહિલાઓની સરખામણી કરતા પુરુષોમાં વધુ જોવા મળતી હોય છે. પેટદર્દ કે મૂત્રમાં અડચણને લોકો સામાન્ય રીતે વધુ ગંભીરતાથી નથી લેતા. પરંતુ ઘણીવાર વારંવાર થતું પેટદર્દ કોઈ મોટી બીમારી તરફ સંકેત આપે છે. પથરી એક એવી બીમારી છે

જેથી આજે અમે તમને પથરી વિશેની સંપૂર્ણ માહિતી આપીશું જેમ કે પથરી ક્યારે થાય છે, કેમ થાય છે, તેની યોગ્ય સારવાર શું છે, પથરી ફરી ન થાય તે માટે શું કરવું વગેરે તમારા સવાલોના જવાબ આજે અમે તમને આપીશું.

આગળ વાંચો પથરીથી બચવા માટે શું કરવું તથા કઈ રીતે દેશી ઉપાય અપનાવવો…..

 

પથરી શેની બનેલી હોય છે?

================

કીડનીની પથરી અનેક જાતના જુદાં જુદાં રસાયણિક સંયોજનોથી બનેલી હોય છે. મોટા ભાગની (65 %) પથરીઓ કેલ્શિયમ ઓક્ષેલેટ નામનાં રસાયણથી બને છે. 15 ટકા જેટલી પથરીમાં એમોનીયમ મેગ્નમેસિયમ ફોસ્ફેટ, 10 ટકા જેટલી પથરીમાં કેલ્શિયમ ફોસ્ફેટ, 5 ટકા પથરીમાં યુરિક એસિડ હોય છે. પથરીના પ્રકાર પ્રમાણે એ બનવાનાં કારણો પણ જુદાં-જુદાં હોય છે. ઘણાં કિસ્સાઓમાં પથરી બનવાનું ચોક્કસ કારણ જાણી શકાતું નથી.

પથરી બનવા માટે જવાબદાર પરિબળો કયાં?

=========================

પથરીનો ઉદભવ શા માટે થાય છે એ હજી સુધી બહુ સ્પષ્ટપણે જાણી શકાયું નથી. પરંતુ કેટલાંક પરિબળો પથરી બનાવાની પ્રક્રિયા ઝડપી બનાવે છે એવું જાણવા મળ્યું છે. કીડનીનું કામ શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખી બિનજરૂરી તત્વોને શરીરની બહાર કાઢવાનું છે. જ્યારે શરીરમાં પાણીની ઉણપ ઉભી થાય ત્યારે કીડની એવો પ્રયત્ન કરે છે કે ઓછામાં ઓછું પાણી અને વધુમાં વધુ કચરો પેશાબ વાટે બહાર નીકળે. આને કારણે જ પેશાબ ઘટ્ટ થાય છે અને પેશાબમાં નીકળતાં તત્વોની સાંદ્રતા (કોન્સન્ટ્રેસન) વધી જાય છે. જે વખતે પેશાબ ખૂબ સાંદ્ર થઇ જાય ત્યારે એમાં ક્રીસ્ટલ (કણો) થવા લાગે છે અને એક વખત ક્રીસ્ટલ બને પછી એની ઉપર વધુને વધુ તત્વો એમાં ઉમેરાતા ય છે અને જોતજોતામાં પથરી બની જાય છે

આ ઉપરાંત, પેશાબનો ચેપ, વિટામીન એ ની ઉણપ વગેરે પરિબળો પણ પથરીની શરૂઆતમાં જવાબદાર હોય છે. શરીરમાં અંત:સ્ત્રાવોનું સંતુલન ખોરવાઇ જાય (દા.ત. પેરાથાઇરોઇડ હોર્મોન વધી જાય) ત્યારે પેશાબ વાટે વધુ કેલ્શિયમ બહાર નીકળે છે અને પથરી થવાની શક્યતા વધી જાય છે. લાંબા સમય સુધી પથારીવશ રહેવાથી હાડકાનું કેલ્શિયમ ઓછું થવા લાગે અને પેશાબ વાટે નીકળવા લાગે છે અને પથારીવશ સ્થિતિમાં કીડનીમાં પેશાબનો ભરાવો પથરી માટે જવાબદાર બને છે.

પેશાબમાં સાઇટ્રેટ અને કોલોઇડલ પદાર્થોનું પ્રમાણ ઘટે ત્યારે પણ પથરી થવાની શક્યતા વધી જાય છે. ગાઉટ તરીકે ઓળખાતી અન્ય એક બિમારીમાં યુરિક એસિડનું પ્રમાણ શરીરમાં વધી જાય છે જેને લીધે એક્ષ-રે માં ન દેખાય (પણ સોનોગ્રાફીમાં દેખાય) એવી યુરિક એસિડની પથરી બને છે. આ સિવાય બીજી અનેક જાતની પથરીઓ જુદાં જુદાં કારણોસર બનતી હોય છે.

કીડનીમાં પથરી છે એની ખબર કઇ રીતે પડે?

===========================

ઘણાં લોકોને પોતાના શરીરમાં પથરી છે એની ખબર વર્ષો સુધી નથી પડતી. જે પથરી કીડનીની અંદરના ભાગમાં રહે અને ખસે નહીં એ પથરીને કારણે કોઈ બાહ્ય તકલીફ વ્યક્તિને જણાતી નથી. જ્યારે પથરી કીડનીમાંથી મૂત્રવાહિની તરફ આવે ત્યારે દુ:ખાવો અને અન્ય તકલીફો થાય છે. પીઠની એક બાજુથી જાંઘ સુધીનો દુ:ખાવો મૂત્રવાહિનીની પથરીને કારણે થાય છે. મૂત્રાશય ( બ્લેડર) સુધી પથરી પહોંચે ત્યારે વારંવાર પેશાબ થવો, પેશાબમાં બળતરા થવી અને પેશાબ માટે ઝડપથી દોડવું પડે એવી સ્થિતિ થાય છે.

કીડની અને મૂત્ર માર્ગનો એક્ષ-રે કરવાથી મોટા ભાગની કેલ્શિયમયુક્ત પથરીઓ જોઇ શકાય છે. ઘણી વખત બીજા કોઇ કારણસર એક્ષ-રે કરાવ્યો હોય અને અકસ્માત જ પથરી દેખાય જાય એવું બને છે. પથરીનું ચોક્કસ સ્થાન જાણવા ઇન્ટ્રાવીનસ પાયલોગ્રાફી નામની તપાસ કરવામાં આવે છે. જેમાં કીડનીની કામગીરીનો પણ થોડોક અંદાજ આવે છે. અલ્ટ્રાસોનોગ્રાફીની તપાસમાં પણ કીડનીની પથરીનું કદ તથા પથરીને કારણે પેશાબ માર્ગમાં મોટો અવરોધ કરે તો છેવટે કીડનીને ભારે નુકશાન થઇ શકે છે અને આવા દર્દીઓમાં પથરીને ઓપરેશન દ્વારા કે અન્ય કોઇ રીતે કાઢવી જરૂરી બની જાય છે.

પથરીની સારવાર શું?

==============

જો પથરી પેશાબમાં અવરોધ કરતી હોય, ચેપ લાગવા માટે જવાબદાર હોય, અસહ્ય વેદના કરતી હોય કે પેશાબ વાટે લોહી જતું હોય તો એ પથરી કાઢવી જરૂરી બની જાય છે. નાની પથરી વધુ પાણી-પ્રવાહી પીવાથી નીકળી જાય છે. મોટી પથરી કાઢવા માટે ઓપરેશન કરવું પડે અથવા લીથોટ્રીપ્સી નામની પદ્ધતિથી પથરી તોડીને પેશાબ વાટે કાઢવી પડે. એકસ્ટ્રા કોર્પોરીયલ લીયોટ્રીપ્સીમાં કીડનીની પથરી ઉપર શોક વેવ્સનો મારો (શરીરમાં એકપણ કાપો મૂક્યા વગર) ચલાવવામાં આવે છે. જેને લીધે પથરીનો ભૂકો થઇ જાય છે અને એ પેશાબ વાટે નીકળી જાય છે. પરક્યુટેનિયસ અલ્ટ્રાસોનિક લીથોટ્રીપ્સમાં એક ભૂંગળી જેવું સાધન કીડની સુધી નાંખવામાં આવે છે અને ભૂકો કરી નાંખેલ પથરીને સીધી બહાર ખેંચી લેવામાં આવે છે. લેસર લીથોટ્રીપ્સી વાયા યુરેટેરોસ્કોપની નવી પદ્ધતિમાં યુરેટર (મૂત્રવાહિની) ની પથરી દૂરબીન (સ્કોપ) જેવું સાધન પથરી સુધી લઇ જઇ પથરી તોડી બહાર ખેંચી લેવામાં આવે છે.

એકવાર કાઢ્યા પછી પથરી ફરી વખત થઇ શકે?

===============================

પથરી એ વારંવાર થયા કરતી તકલીફ છે. કેલ્શિયમની પથરી દસ વર્ષના ગાળામાં 60 ટકા લોકોમાં બીજી વખત થાય છે. જેને થાય એને સામાન્ય રીતે સરેરાશ દર બે-ત્રણ વર્ષે એક નવી પથરી બને છે.

 

પથરી વારંવાર ન થાય એ માટે શું કાળજી રાખવી?

===========================

સૌથી અગત્યની કાળજી છૂટથી પ્રવાહી પીવાની છે. રોજનું બે લીટર પેશાબ થાય એટલું પ્રવાહી (પાણી, ફળનો રસ, નારિયેળ પાણી, શરબત કે અન્ય પ્રવાહી) પીતા રહેવું જોઇએ. પથરીથી દૂર રહેવાનો એ એક સૌથી અગત્યનો ઉપાય છે. કોઇ પણ વખત લાંબા સમય સુધી તરસ્યા રહેવું નહીં. આ ઉપરાંત, પથરીનો પ્રકાર અને આંતરિક તકલીફ જાણી લઇને એ મુજબ તરત સારવાર કરવી પડે. કેલ્શિયમ ઓક્સેલેટ સ્ટોન માટે પાલક જેવી ભાજીઓ, સ્ટ્રોબરી, ચોકલેટ, બીટ, ચા અને ઘઉંનું બહારનું પડ ખવાથી દૂર રહેવું જોઇએ. યુરિક એસિડ સ્ટોન માટે માંસાહાર બિલકુલ બંધ કરવો જોઇએ. આમ, પથરીના પ્રકાર મુજબ ડોક્ટરની સલાહથી ખોરાકમાં પરિવર્તન અને વધુ પ્રવાહી લેવાથી પથરીની તકલીફ આગળ વધતી અટકાવી શકાય છે.

 

પથરી દૂર કરવા માટે કેટલાક આયુર્વેદિક નુસખા અને સામાન્ય લક્ષણો-

======================================

કબજિયાત કે ઝાડા લગાતાર રહેવા, ઊલટી જેવી બેચેની રહેવી, થાક, તીવ્ર પેટ દર્દ થોડી મિનિટ કે પછી કલાકો સુધી ચાલતા રહેવું. મૂત્ર સંબંધી સંક્રમણની સાથે જ બુખાર, કપકપી, પસીનો આવવો. પેશાબની સાથે-સાથે દર્દ થવું વારંવાર અને એકાએક પેશાબ આવવો, અટકી-અટકીને પેશાબ આવવો, રાત્રે વધુ પેશાબ આવવો, મૂત્રમાં રક્ત આવવું, પેશાબનો રંગ અસામાન્ય થવો.

-તુલસીના બીજને હિમજીરા દાણાદાર ખાંડ અને દૂધની સાથે લેવાથી મૂત્ર પિંડમાં ફસાયેલી પથરી નિકળી જાય છે. જો મૂત્ર પિંડમાં પથરી થઈ હોય ને પેશાબ અટકી-અટકીને આવવાનું ચાલું થઈ ગયું હોય તો એક ગાજર રોજ ખાવાનું ચાલું કરી દેવું જોઈએ.

-રાત્રે એક લિટર કળથી પાણીમાં ભિંજવી દો. સવારે એ કળથીને એ જ પાણી સહિત ધીમી આગ ઉપર ચાર કલાક પકાવો. 1 લિટર પાણી રહી જાય ત્યારે નીચે ઊતારી લો. પછી 40 અને50 ગ્રામ(પાચન શક્તિ પ્રમાણે) દેશી ઘીથી વઘાર કરો. વઘારમાં સિંધુ નમક, કાલી મરી, જીરૂ, હળદર નાખી દો. પથરીનાશક ઔષધી તૈયાર.

 

પથરીથી બચવાના ઉપાયઃ-

===============

-વધુ પાણી પીવો.

-ખોરાકમાં પ્રોટીન, નાઈટ્રોજન અને સોડિયમની માત્ર ઓછી રાખવી.

-ચોકલેટ, સોયાબીન, મગફળી, પાલક વગેરેનું સેવન ઓછું કરવું.

-જરૂરિયાત કરતા વધુ કોલ્ડડ્રિન્ક્સ પણ નુકસાન પહોંચાડે છે.

-વિટામીન-સીની વધુ માત્ર ન લેવામાં આવે.

-નારંગી વગેરેનો રસ(જ્યૂસ) લેવાથી પથરીનું દર્દ ઓછું થાય છે.

-દર મહિનામાં પાંચ દિવસ નાની ચમચી અજમો લઈ પાણી સાથે પી જાઓ.

– એક મૂળાને કાળા પાડીને તેમાં 20-20 ગ્રામ ગાજર શલગમના બીજ ભરી દો, ત્યારબાદ મૂળાને શેકી લો, ત્યારબાજ મૂળામાંથી બીજ કાઢી પીસી લો. સવારે પાંચ કે છ ગ્રામ પાણીની સાથે એક મહિના સુધી પીતા રહો, પથરી અને પેશાબની બીમારીઓમાં ફાયદો મળશે.

-જો કિડનીની પથરી હોય અને પેશાબ અટકીને આવી રહ્યો હોય તો એક ગાજરને રોજ ખાવાથી ફાયદો મળે છે.

-જીરાને ખાંડીને ચાસણી બનાવી તેમાં કે મધની સાથે લેવાથી પથરી પેશાબ વાટે બહાર નિકળી જાય છે.


Saturday, April 25, 2015

💢Nice app for BLO💢


MatdarYadi
Search-Download voter list, link aadhar number, BLO Materials, BLO updates and many more...
 https://play.google.com/store/apps/details?id=com.ndsoftwares.blo 


Dr.baba saheb Ambedkar book


Gujarati

ગુજરાતી સાહિત્ય

ભવાઈની શરૂઆત કોણે, ક્યારે કરી હતી ? - બ્રાહ્મણ અસાઈતે પંદરમીસદીમાં

લોકકલા ક્ષેત્રે ગુજરાત સરકારતરફથીકયો મહત્વપૂર્ણપુરસ્કારઆપવામાં આવે છે ? :
ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર

કયા મહારાષ્ટ્રીયન કવિએગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે? :
બાપુસાહેબ ગાયકવાડ

રમણલાલ સોનીનું ગુજરાતી સાહિત્યના કયા ક્ષેત્રમાં પ્રદાન છે? : બાળ સાહિત્ય

રસિકલાલપરીખનું‘શર્વિલક’ નાટકકયા સંસ્કૃત નાટકનેઆધારેરચાયુંછે ? : મૃચ્છકટિકમ્

અખાએઅમદાવાદ આવીનેકયાં વસવાટ કર્યો હતો? : દેસાઈની પોળ

ગુજરાતી ભાષાના પ્રથમકાવ્યસંગ્રહનું સંપાદનકોણે કર્યું ? : દલપતરામ

ગુજરાતી કવિતા ક્ષેત્રે મૂળ ઈટાલીના સોનેટનો સૌપ્રથમ પ્રયોગ કરનાર કોણ મનાયછે? : બળવંતરાય ક.ઠાકોર

ગુજરાતી સાહિત્યની પ્રથમપરિષદકયાં અને કયારેયોજાઇ હતી? : અમદાવાદ-૧૯૦૫

ગુજરાતી ભાષાલેખનઅને ગુજરાતી રૂપરચના કયા શતાયુ સાહિત્યકારનો બહુમૂલ્ય ફાળો છે ? : કેશવરામ કાશીરામ શાસ્ત્રી (કે. કા. શાસ્ત્રી)

ગુજરાતી સાહિત્યમાં સૉનેટકાવ્ય રચના વિકસાવવામાં કોનો વિશેષ ફાળો છે ? :
બળવંતરાય ક. ઠાકોર

ગુજરાતનો તપસ્વી’ કાવ્ય કોણે લખ્યુંછે ? :
કવિ ન્હાનાલાલ

શ્રીરંગ અવધૂત મહારાજનો સુપ્રસિદ્ધ ગ્રંથ કયો છે ? : શ્રી ગુરુલીલામૃત

કવિ નાકરનુંવતન કયુંહતું ? : વડોદરા

રમણલાલ વ.દેસાઈનો જન્મકયાં થયો હતો
? : શિનોર

ગુજરાતી ભાષા સાહિત્યના અધ્યયન-સંશોધનમાટે કઇસંસ્થાની સ્થાપના થઇ હતી? Ans: સોશિયલ એન્ડ લિટરરી એસોશિયેશન

ખંડકાવ્યનુંસર્જન સૌપ્રથમ કોણે કર્યું હોવાનું મનાયછે?: કવિ કાન્ત

ખોબો ભરીને અમે એટલુંહસ્ચા કે કૂવો ભરીને અમેરોઇ પડ્યા’ ગીતના લેખકકોણ છે? : જગદીશ જોશી

ગઝલકારઆદિલ મનસુરીની સૌપ્રથમ રચના કયા સામયિકમાં પ્રકાશિત થઇ હતી? : કુમાર

૧૮૨૬માંપહેલ-વહેલી સ્થપાયેલી ગુજરાતી શાળાનાં સૌપ્રથમ શિક્ષક કોણ હતા? : દુર્ગારામ મહેતા

Day to Day Gandhi’ નામની ડાયરી લખનારગુજરાતી કોણ હતા? : મહાદેવભાઈ દેસાઈ

અખાઉપર સૌથી વધારેપ્રભાવ કઈ વિચારધારાનો છે? : શાંકરમત

અખાભગતના ગુરુનું નામ શુંહતું?: બ્રહ્માનંદ

અખાએ અમદાવાદ આવીને કયાં વસવાટકર્યો હતો? : દેસાઈની પોળ

અખાએ ગીતા પરઆધારિત કઈ નોંધપાત્ર કૃતિ રચી છે?: અખેગીતા

અખાનો જન્મ કયાં થયો હતો? : જેતલપુર (અમદાવાદ નજીક)

અખિલબ્રહ્માંડમાં એક તુંશ્રી હરિ...’ - આપદ કોનું છે?: નરસિંહમહેતા

અખો કઈ પરંપરાના સર્જક તરીકેજાણીતો છે?:જ્ઞાનમાર્ગી કાવ્યધારા

અખો કોના શાસનમાં ટંકશાળમાં ફરજ બજાવતો હતો? Ans: બાદશાહ જહાંગીર

અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ’ કોનું જીવનચરિત્ર છે?:મહાદેવભાઇદેસાઇ

અમદાવાદ શહેર મધ્યે મુસ્લિમ સાહિત્યને સાચવતી કઇ લાયબ્રેરી આવેલી છે? : પીર મુહમ્મદશાહલાયબ્રેરી

અર્વાચીન ગુજરાતી કાવ્યપ્રવાહમાં ‘PARODY’ પ્રતિકાવ્યનો પ્રયોગ કોણે કર્યો છે?Ans: કવિ અરદેશર ફરામજી ખબરદાર

અર્વાચીન ગુજરાતી ભાષાનું પ્રથમદેશભકિત કાવ્ય કોણે લખ્યું?Ans: કવિ દલપતરામ

અર્વાચીન ગુજરાતી મહાનવલકથાકઇછે? તેના સર્જકકોણ છે?Ans: સરસ્વતીચન્દ્ર -
ગોવર્ધનરામ ત્રિપાઠી

અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં સુધારકયુગની પ્રથમ કાવ્યકૃતિ કઈ છે? Ans: બાપાની પીંપર

અર્વાચીન યુગના અરૂણ’ તરીકે સુધારકયુગમાં કયા સર્જકનેબિરદાવવામાં આવ્યા છે?Ans: કવિ નર્મદાશંકરલાલશંકર દવે

અહિં આપેલીહિંદી કાવ્યરચનામાંથી કઇ કૃતિ અખાની નથી? Ans: નરસિંહમાહ્યરો

આનભઝુકયુંતેકાનજી...’ ગીતના રચયિતા કોણ છે?Ans: પ્રિયકાન્ત મણિયાર

આ મનપાંચમના મેળામાં...’ ગીતના કવિ કોણ છે?Ans: રમેશ પારેખ

આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદના સિદ્ધાંત પર સંશોધનકાર્ય કરનાર ગુજરાતી ગણિતજ્ઞ ડૉ. પી.સી. વૈદ્યનું સંશોધનકાર્ય કયા નામે પ્રચલિત છે?Ans: વૈદ્ય મેટ્રીકસ

આચાર્ય આનંદશંકર ધ્રુવ કયુંસામયિક ચલાવતા ? Ans: વસંત

આચાર્ય આનંદશંકર ધ્રુવનો જન્મકયાં થયો હતો ? Ans: અમદાવાદ

આચાર્ય આનંદશંકર ધ્રુવે કઈ યુનિવર્સિટીમાં ઉપકુલપતિતરીકે હોદ્દો સંભાળ્યો હતો ? Ans: વારાણસી હિન્દુ યુનિવર્સિટી

આટલા ફૂલો નીચે ને આટલો લાંબો સમય ગાંધી કદી સૂતો ન’તો. - કયા કવિની અનુભૂતિછે?Ans: કવિ હસમુખ પાઠક

આત્મઓઢે અને અગન પછેડીના દિગ્દર્શક કોણ હતા ? Ans: કાંતિ મડીયા

આદિ શંકરાચાર્યના કયા શિષ્યએ દ્વારકામાં શારદાપીઠની સ્થાપના કરી હતી? Ans: હસ્તમલકાચાર્ય

આશાવલનાઆશા ભીલનેહરાવી કર્ણાવતી શહેરનીસ્થાપના કોણે કરી? Ans: કર્ણદેવ

આનંદમંગળ કરું આરતી’ - નામી આરતી લખનાર કોણ છે? Ans:કવિ પ્રીતમ

આબુમાંઆદિનાથનું આરસમંદિર કોણે બંધાવ્યુ હતું?Ans: વિમલમંત્રી

આર્યસમાજની સ્થાપના કોણે કરી હતી? Ans: સ્વામી દયાનંદસરસ્વતી

આંધળી માનો કાગળ’ કૃતિના લેખકકોણ હતા? Ans: ઈન્દુલાલગાંધી

ઇ.સ. ૧૮૪૯ ગુજરાતી ભાષામાં પ્રથમ સાપ્તાહિક કોણે પ્રકાશિત કર્યું? Ans: એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ

ઈડરના રાજા રણમલ્લનાં જીવન પર આધારિત કઈ કૃતિ રચાઈ છે? Ans: રણમલ્લ છંદ

ઈબ્રાહીમ પટેલનું ઉપનામશુંછે?Ans: બેકાર

ઈંગ્લૅંડ જનારા સૌપ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ હતા? Ans: મહિપતરામનીલકંઠ

એકમુરખને એવી ટેવ,પથ્થરએટલાપૂજેદેવ’- કાવ્યપંકિત કયા કવિની છે? Ans: જ્ઞાની કવિ અખો

ઉમાશંકર જોશીએ ‘આંખ, કાન અને નાકની કવિતા’ કહીને કયા કવિનો મહિમા કર્યો છે?Ans: કવિ પ્રહલાદ પારેખ

ઉમાશંકર જોશીએ અખાનેકેવો કવિ કહ્યો છે? Ans: હસતોફિલસૂફ

ઉમાશંકર જોશીએ વિસાપુર જેલમાંથી સૌ પહેલું કયું એકાંકી લખ્યુંહતું?    Ans: શહીદનું સ્વપ્ન

ઉમાશંકર જોશીના એકાંકી સંગ્રહનું નામ આપો.Ans: સાપના ભારા અને હવેલી

ઉમાશંકર જોશીનું ઉપનામજણાવો. Ans: વાસૂકી

ઉશનસ્ કયા કવિનું ઊપનામ છે ? Ans: નટવરલાલ પંડયા

એલેકઝાન્ડર કિન્લોક ફાર્બસના સહયોગથી કવિ દલપતરામે કઈ સંસ્થાની સ્થાપના કરી? Ans: ગુજરાતવર્નાકયુલરસોસાયટી

એલેમ્બિક કેમિકલ વર્કસ કંપની લિમિટેડની સ્થાપના કોની સહાયથી થઇહતી? Ans: ત્રિભુવનદાસ ગજજર

ઐતિહાસિક દૃષ્ટિએ અર્વાચીન ગુજરાતી સાહિત્યના અગ્રણી સર્જક કોણ ગણાય છે? Ans: કવિ દલપતરામ

કટોકટી સમયેસેન્સરશીપસામેની લડાઇમાં કયા ગુજરાતી સાપ્તાહિકે મહત્વની ભૂમિકા ભજવેલ હતી? Ans: સાધના સાપ્તાહિક

કનૈયાલાલ માણેકલાલ મુનશીની કઇત્રણ ઐતિહાસિક નવલકથાઓમાં ગુજરાતના ઇતિહાસનું દર્શન કરાવે છે? Ans: પાટણની પ્રભુતા, ગુજરાતનોનાથ, રાજાધિરાજ

કનૈયાલાલ મુનશીએ‘ગુજરાત અને તેનું સાહિત્ય’ - એ વિષય કયા અંગ્રેજી ગ્રંથમાં ચર્ચ્યો છે? Ans: ગુજરાતએન્ડ ઈટ્સ લિટરેચર

કનૈયાલાલમુનશીના મતમજુબ નરસિંહમહેતા કયા સૈકામાં થઈ ગયા? Ans: ૧૬માસૈકા

કનૈયાલાલ મુનશીની મહાનવલકથા‘કૃષ્ણાવતાર’ કેટલા ભાગમાં વિભાજીત છે?Ans: આઠ

કયા કવિ ગરબીઓનાકવિ તરીકેપ્રસિદ્ધિ પામ્યા છે ? Ans: કવિ દયારામ

કયા જાણીતા ચિત્રકારે સાંસ્કૃતિક મેગેઝીન‘કુમાર’ની શરૂઆત કરી હતી? Ans: રવિશંકર રાવળ

કયા જાણીતા નાટ્યકારે સાહિત્યકૃતિ ‘થોડા આંસુ, થોડા ફૂલ’રચી? Ans: જયશંકર સુંદરી

કયા મહારાષ્ટ્રીયન કવિએ ગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે? Ans: બાપુસાહેબ ગાયકવાડ

કયા શિવમંદિરમાં નરસિંહ મહેતાને‘રાસદર્શન’ થયા હતા? Ans: ગોપનાથ મહાદેવ(જૂનાગઢ)

કલાપી’ના ઉપનામથી જાણીતા ગુજરાતના કવિનું નામ શુંહતું?Ans: સૂરસિંહજી તખતસિંહ ગોહિલ

કવિ ‘કાન્ત’ નુંમૂળ નામ શું છે? Ans: મણિશંકર રત્નજી ભટ્ટ

કવિ ‘સુંદરમ્’નું મૂળ નામ શું છે? Ans: ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર

કવિ અખો અમદાવાદમાં કયાં રહેતાહતા? Ans: દેસાઇની પોળ, ખાડિયા

કવિ ઉમાશંકર જોશીના કયા કાવ્યસંગ્રહને ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો છે? Ans: નિશીથ

કવિ કલાપીનું પુરું નામ શું છે? Ans: સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ

કવિ કલાપીનો કયો કાવ્યસંગ્રહ ખૂબ પ્રસિદ્ધ છે?Ans: કલાપીનો કેકારવ

કવિ કાન્તનું મૂળનામ શુંછે? Ans: મણિશંકર રત્નજી ભટ્ટ

કવિ દયારામના સર્જનમાં સૌથી વધારે કઇ કૃતિઓ જોવા મળે છે?Ans:ગરબી

કવિ દયારામની પદરચનાઓ કયા નામથી વિખ્યાત છે?Ans: ગરબીકાવ્ય

કવિ દયારામનું બાળપણનું નામ શુંહતું? Ans: દયાશંકર

કવિ દયારામને ગુરુઈચ્છારામ ભટ્ટે કયો મંત્ર આપ્યો હતો? Ans: શ્રી કૃષ્ણઃ શરણં મમ

કવિ દલપતરામનો જન્મ કયાં થયો હતો ? Ans: વઢવાણ

કવિ દલપતરામે સ્વામિનારાયણ સંપ્રદાયના કયા સંત પાસેથી ધર્મદીક્ષા લીધી હતી? Ans: ભૂમાનંદસ્વામી

કવિ નર્મદનું તખલ્લુસ જણાવો. Ans: પ્રેમશોર્ય

કવિ નર્મદને‘અર્વાચીનોમાં આદ્ય’ એવુંકહી કોણે બિરદાવ્યા છે?Ans: કનૈયાલાલમુનશી

કવિ નર્મદનેકયુંબિરુદઆપવામાં આવ્યુંછે? Ans: વીર

કવિ નર્મદનો જન્મ કયાં અને કયારે થયો હતો? Ans: સુરત-૧૮૩૩

કવિ નર્મદેકયા સામયિક દ્વારા સમાજ સુધારાની દાંડી પીટી હતી? Ans: ડાંડિયો

કવિ નર્મદે જગતનો ઈતિહાસ કયા નામે લખ્યો છે? Ans:રાજયરંગ

કવિ નર્મદેમુંબઈનીકઈ શાળામાં અભ્યાસ કર્યો હતો? Ans: એેલ્ફિન્સ્ટન

કવિ નાકરનુંવતન કયું હતું? Ans:વડોદરા

કવિ પદ્મનાભે કઈ કૃતિની રચનાકરી છે? Ans: કાન્હડદે પ્રબંધ

કવિ બળવન્તરાય ઠાકોરના જાણીતા સૉનેટસંગ્રહનું નામ આપો.Ans: ભણકારા

કવિ બોટાદકરનું પૂરું નામ શુંછે? Ans: દામોદર ખુશાલદાસ બોટાદકર

કવિ ભટ્ટીએ કયા મહાકાવ્યની રચનાકરી હતી? Ans: રાવણવધ

કવિ ભાલણનું મૂળ નામ શું હતું? Ans: પુરષોત્તમ ત્રિવેદી

કવિ ભાલણે જેનો ગુજરાતીમાં સારાનુવાદ કર્યો છેતે‘કાદંબરી’ના રચયિતા કોણ હતા? Ans: બાણભટ્ટ

કવિ ભીમ કોના શિષ્ય હતા ? Ans: કવિ ભાલણ

કવિ ભોજા ભગતની પદરચના કયા નામે ઓળખાય છે? Ans: ચાબખા

કવિ સુન્દરમ્ના પ્રથમ કાવ્ય સંગ્રહનું નામ જણાવો. Ans: કોયા ભગતની કડવી વાણી

કવિતા આત્માની અ-મૃત કલા છે’- તેવુંકયા વિવેચકેકહ્યું છે?Ans: આનંદશંકર બાપુભાઇ ધ્રુવ

કવિશ્વર દલપતરામેસૌપ્રથમ કયો નિબંધ લખ્યો હતો ? Ans: ભૂતનિબંધ

કહ્યું કથેતે શાનો કવિ? શીખી વાતને શાને નવી’ - આ કાવ્યપંકિત કયા કવિની છે ? Ans: કવિ શામળ

કંઈક લાખો નિરાશામાં, અમર આશાછુપાઇ છે’ના કવિ કોણ છે?Ans: મણિલાલ ન. દ્વિવેદી

કાકાસાહેબ કાલેલકરની માતૃભાષા કઇ હતી? Ans: મરાઠી

કાકાસાહેબ કાલેલકરેલખેલ ‘જીવનનો આનંદ’ અને ‘રખડવાનો આનંદ’ ગ્રંથનો સાહિત્યપ્રકાર જણાવો. Ans:લલિતનિબંધ

કાગવાણી’ના રચયિતા કોણ હતા? Ans: દુલા ભાયા કાગ

કાનકડિયા પોતાના માળા શેના વડેબાંધે છે?Ans: પોતાના થૂંક વડે

કાવ્ય વાચનનો વિષયનથી, શ્રવણનો છે’- આવિધાન કોણે કર્યું છે?Ans: રામનારાયણ પાઠક

કાંકરિયા તળાવ ઉપર એકમાત્ર મંદિર કયા સંતે બનાવેલું છે? Ans: સંત દાદુ દયાલ

ગંગા સતીના ભજનોકોને ઉદ્દેશીને લખાયા હતા? Ans: પાનબાઇ

ગંગાસતીની પુત્રવધૂનું નામ શુંહતું? Ans: પાનબાઈ

ગાંધી વિચારધારા મુજબ કાર્યરત વિશ્વવિદ્યાલયનું નામ આપો.Ans: ગૂજરાતવિદ્યાપીઠ

ગુજરાતના ચાલુકયરાજવીઓ વિશે માહિતી આપતાંસંસ્કૃતકાવ્ય ‘કુમારપાલ ચરિત્રમ્’નાં રચયિતા કોણ છે?Ans: હેમચન્દ્રાચાર્ય

ગુજરાતના હસ્તલિખિત ગ્રંથભંડારમાં કઇ એકમાત્ર લિપિ સચવાયેલી છે? Ans: પાંડુલિપી

ગુજરાતનો તપસ્વી’ કાવ્ય કોણે લખ્યું છે? Ans: કવિ ન્હાનાલાલ

ગુજરાતનો મધ્યયુગીન ઇતિહાસ જાણવા માટે પ્રમાણભૂત ગણાતા ગ્રંથ‘કાન્હડદે પ્રબંધ’ના રચયિતા કોણ છે? Ans: કવિ પદ્મનાભ

ગુજરાતમાં બોલાતી ભાષાને ગુજરાતી તરીકેસૌપ્રથમ કોણે ઓળખાવી ? Ans: પ્રેમાનંદ

ગુજરાતમાંવર્નાકયુલરસોસાયટીની સ્થાપના કોણે કરી ? Ans: એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ

ગુજરાતમાં વિકસેલી કઇ જાણીતી લોકનાટ્યકળાનું નામ સંસ્કૃત શબ્દ‘ભવ’પરથીઉતરીઆવ્યુંછે?Ans: ભવાઇ

ગુજરાતી કવિ ભાલણ કયાંના વતનીહતા ? Ans: સિદ્ધપુર

ગુજરાતી કવિ મીઠ્ઠુ હંસે શંકરાચાર્યના કયા સ્તોત્રનો ગુજરાતી સમશ્લોકી અનુવાદ કર્યો છે? Ans: સૌન્દર્યલહેરી

ગુજરાતી કવિતા ક્ષેત્રે ‘મુકતધારા’ અને ‘મહાછંદ’નો સૌપ્રથમ પ્રયોગ કરનાર કોણ છે? Ans: અરદેશર ખબરદાર

ગુજરાતી કવિતા સાહિત્યમાં ‘મહાકવિ’ કે‘કવિસમ્રાટ’ તરીકેકોણ ઓળખાય છે ? Ans: કવિ ન્હાનાલાલ

ગુજરાતી કવિતાના આદિકવિનું બિરૂદ કોને મળ્યુંછે?Ans: નરસિંહમહેતા

ગુજરાતી કવિતામાં ખંડકાવ્યોનો પ્રારંભ કોણે કર્યો ? Ans: કવિ કાન્ત

ગુજરાતી ભાષા માટે સૌ પ્રથમ‘ગૂર્જર ભાષા’ એવો શબ્દપ્રયોગ કરનારકોણ છે? Ans: ભાલણ

ગુજરાતી ભાષા સાહિત્યના અધ્યયન-સંશોધનમાટે કઇસંસ્થાની સ્થાપના થઇ હતી? Ans: સોશિયલ એન્ડ લિટરરી એસોશિયેશન

ગુજરાતી ભાષાના જાગૃત ચોકીદાર’ની ઉપમા કોને આપવામાં આવીછે?Ans: નરસિંહરાવદિવેટિયા

ગુજરાતી ભાષાના પ્રથમકાવ્યસંગ્રહનું સંપાદનકોણે કર્યું? Ans: દલપતરામ

ગુજરાતી ભાષાના પ્રાચીન હસ્તલિખિત પુસ્તકોના સંગ્રહ માટે કઇ સંસ્થા કાર્યરત હતી? Ans: ફાર્બસ ગુજરાતી સભા

ગુજરાતી ભાષાની કઇ શૈલી માત્ર ન્હાનાલાલ કવિ પૂરતી જમર્યાદિત રહી? Ans: ડોલનશૈલી

ગુજરાતી ભાષાની પ્રથમ આત્મકથાકઇ છે? Ans: મારી હકીકત

ગુજરાતી ભાષાની પ્રથમ આત્મકથાકોણે લખી? Ans: નર્મદ

ગુજરાતી ભાષાની પ્રથમ હાસ્યનવલ આપનારલેખકકોણ હતા? Ans: રમણલાલ નીલકંઠ

ગુજરાતી ભાષાનો સર્વપ્રથમવ્યાકરણગ્રંથ કોણે રચ્યો હતો? Ans: હેમચંદ્રાચાર્ય

ગુજરાતી ભાષામાં ‘ટૂંકી વાર્તા’ સ્વરૂપ આપનાર સૌપ્રથમ સાહિત્યકાર કોણ હતા? Ans: ધૂમકેતુ

ગુજરાતી ભાષામાં છાપકામ શરૂ થતાં સૌપ્રથમ કયું પુસ્તક છપાયું? Ans: વિદ્યાસંગ્રહ

ગુજરાતી ભાષામાં લોકસાહિત્યના સર્વપ્રથમસંશોધક-સંપાદક કોને ગણવામાં આવે છે?Ans: ઝવેરચંદ મેઘાણી

ગુજરાતી લોકસાહિત્યના વિસ્તાર માટે કઈ કોમનો સિંહફાળો છે ? Ans: ભાટચારણ

ગુજરાતી વર્નાકયુલર સોસાયટી’ આજેકયા નામે ઓળખાય છે? Ans: ગુજરાતવિદ્યાસભા

ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા કયું સામયિક પ્રકાશિત થાય છે? Ans: શબ્દ સૃષ્ટિ

ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન બદલ કયો સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવે છે?Ans: રણજિતરામસુવર્ણચંદ્રક

ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક કોણ હતા ? Ans: રણજિતરામવાવાભાઇ

ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર કયું છે? Ans: પરબ

ગુજરાતી સાહિત્ય મંડળની સ્થાપના કયારે કયાં થઇ?Ans: ૧૯૨૩-સુરત

ગુજરાતી સાહિત્યના કયા કવિ જન્મથી જ અંધ હતા ? Ans: કવિ પ્રીતમ

ગુજરાતી સાહિત્યના વિશિષ્ટ કલાસ્વરૂપ આખ્યાનને ઘાટ કયા મહાકવિએ આપ્યો? Ans: કવિ પ્રેમાનંદ

ગુજરાતી સાહિત્યનાં કયા મહાનસર્જક મુંબઈ રાજયનાં ગૃહપ્રધાન અનેમુખ્ય ન્યાયાધીશ રહ્યા હતા? Ans: કનૈયાલાલમુનશી

ગુજરાતી સાહિત્યની પ્રથમઐતિહાસિક નવલકથા કઈ છે ? Ans: કરણઘેલો

ગુજરાતી સાહિત્યની પ્રથમકરુણપ્રશસ્તિ‘ફાર્બસ વિરહ’ના રચયિતા કોણ છે? Ans: કવિ દલપતરામ

ગુજરાતી સાહિત્યની પ્રથમપરિષદકયાં અને કયારેયોજાઇ હતી? Ans: અમદાવાદ-૧૯૦૫

ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ નવલિકાનું નામ શુંહતું? Ans: ગોવાલણી

ગુજરાતી સાહિત્યનું પ્રથમરૂપાંતરિત નાટક કયુંછે?Ans: લક્ષ્મી

ગુજરાતી સાહિત્યને દેશાભિમાન અને વતનપ્રેમનાસૌપ્રથમ કાવ્યો કોણે આપ્યા? Ans: કવિ નર્મદ

ગુજરાતી સાહિત્યનો પ્રથમવિવેચનગ્રંથ કયો ગણાયછે?Ans: નવલગ્રંથાવલિ

ગુજરાતી સાહિત્યમાં ‘આખ્યાનનો પિતા’ કોણ ગણાયછે? Ans: કવિ ભાલણ

ગુજરાતી સાહિત્યમાં ‘દ્વિરેફ’ની વાર્તાઓ મૂળકયા લેખકનુંસર્જન છે? Ans: રા. વિ. પાઠક

ગુજરાતી સાહિત્યમાં ‘હડૂલા’ નામનો કાવ્યપ્રકાર રચનાર કોણ છે? Ans: કવિ દલપતરામ

ગુજરાતી સાહિત્યમાં કોની પદરચનાઓ ‘કાફી’ તરીકે પ્રસિદ્ધ થઇ છે? Ans: કવિ ધીરો

ગુજરાતી સાહિત્યમાં બાળકાવ્યો લખવાની શરૂઆત કોણે કરી હતી? Ans: કવિ દલપતરામ

ગુજરાતી સાહિત્યમાં મણિલાલ દ્વિવેદી માટે કયો શબ્દપ્રયોગ વપરાયછે?Ans: અભેદ માર્ગનાં પ્રવાસી

ગુજરાતી સાહિત્યમાં શ્રેષ્ઠ હાસ્યલેખકતરીકે કોની ગણનાથાય છે?Ans: જયોતિન્દ્ર હ. દવે

ગુજરાતી સાહિત્યમાં સૉનેટકાવ્ય રચના વિકસાવવામાં કોનો વિશેષ ફાળો છે? Ans: બળવંતરાય ક. ઠાકોર

ગુજરાતી હાસ્યસાહિત્યના ‘હાસ્ય સમ્રાટ’ નુંબિરૂદ કોને મળ્યુંછે? Ans: જયોતીન્દ્ર હ. દવે

ગુજરાતીના મહાન સંગીતકાર અવિનાશ વ્યાસે સૌપ્રથમ કયા નાટકમાં સંગીત આપેલું ? Ans: લવકુશ પાને સીતાત્યાગ

ગુજરાતીમાં સૌપ્રથમ કડવાબદ્ધ આખ્યાન રચવાની શરૂઆત કોણે કરી ? Ans: ભાલણ

ગુજારે જેશિરે તારે જગતનો નાથ તેસ્હેજે’-આ ગઝલ કોણે લખી છે?Ans: બાલાશંકરકંથારિયા

ગૂજરાતવિદ્યાપીઠની સ્થાપના કોણે કરી હતી? Ans: મહાત્મા ગાંધીજી

ગૂર્જરી ભૂ’કાવ્યના રચયિતા કોણ છે?Ans: સુંદરમ્

ગોવર્ધનરામે પોતાની પુત્રીનું ચરિત્ર કયા પુસ્તકમાં આલેખ્યું છે? Ans: લીલાવતી જીવનકલા

ગોહિલવાડનાં કોળી સ્ત્રી-પુરુષો હાથમાં સૂપડાં, સાવરણી, સૂંડલાં, ડાલાં, સાંબેલાં લઈવર્તુળાકારે ફરીને કયુનૃત્ય કરેછે? Ans: ઢોલો રાણો

ગોળમેજી પરિષદમાં જવા ગાંધીજીને ઉદ્દેશીને શ્રી મેઘાણીએ કયું કાવ્ય લખ્યુંહતું?Ans: છેલ્લો કટોરો

ઘનશ્યામ’ કયા મહાન ગુજરાતી સાહિત્યકારનું ઉપનામછે? Ans: કનૈયાલાલ માણેકલાલ મુનશી

ઘૂમકેતુ’ તખલ્લુસથીજાણીતા થયેલાસાહિત્યકારનું નામ શુંછે?Ans: ગૌરીશંકરજોષી

ચકોર’તરીકેઓળખાતાંગુજરાતના જાણીતા કાર્ટૂનિસ્ટનું નામ જણાવો. Ans: બંસીલાલ વર્મા

છંદોલય બૃહત’ કયા જાણીતા કવિનો કાવ્યસંગ્રહ છે?Ans: કવિ નિરંજનભગત

છાપખાનું શરૂ કરનાર પ્રથમગુજરાતી તરીકે કોણ હતા? Ans:દુર્ગારામ મહેતા

છેક ૧૮૭૫ની સાલમાં ‘દેશી કારીગરીને ઉત્તેજન’ પુસ્તક કોણે લખ્યું હતું? Ans: હરગોવિંદદાસ કાંટાવાલા

છેક ઇ.સ. ૧૮૮૯માં ‘પરદેશીમાલ આપણાદેશમાં તૈયારકરવાશા ઉપાય યોજવા’ એવિષયપર ઈનામવિજેતા નિંબધ કોણે લખ્યો હતો?

જનનીની જોડ સખી, નહ જડે રેલોલ’ –
જાણીતી કાવ્યપંકિતના રચયિતા કોણ છે? Ans: દામોદર ખુશાલદાસ બોટાદકર

જનમટીપ’ કોની પ્રસિદ્ધ કૃતિ છે? Ans: ઈશ્વર પેટલીકર

જયજયગરવી ગુજરાત’કાવ્ય રચના કોની છે?Ans: કવિ નર્મદ

જયભિખ્ખુ પુરસ્કાર’ ગુજરાત સરકાર તરફથી શેના માટે એનાયતકરવામાં આવેછે? Ans: માનવકલ્યાણના ક્ષેત્રે ઉમદા પ્રવૃત્તિ કરવા બદલ

જયાં જયાં નજર મારી ઠરે,યાદી ભરી ત્યાં આપની’- પંકિત કયા કવિની છે?Ans: કવિ કલાપી

જયાં જયાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત...’કવિતા કોણે લખી છે? Ans: કવિ ખબરદાર

જયાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવનહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું". - આવી પ્રતિજ્ઞા કોણે લીધી હતી? Ans:મહા કવિ પ્રેમાનંદ

જયોતિસંઘની સ્થાપના કોણે કરી હતી? Ans: મૃદુલા સારાભાઈ

જસમાઓડણ’, ‘ઝૂંડા ઝૂલણ’ અને‘રાજા દેઘણ’ જેવા વેશો લખનાર કોણ હતા ? Ans: અસાઈત ઠાકર

જાણીતા ગઝલકારશૂન્યપાલનપુરીનું મૂળ નામ શુંછે?Ans: અલીખાન બલોચ

જિગરનો યાર જુદો તો બધો સંસારજુદો છે’ - આ ગઝલ કોની છે? Ans: બાલાશંકર કંથારિયા

જીવનમાં ભૂખભૂંડી છે ને તેથી ય ભૂંડી તો ભીખ છે’ - પન્નાલાલ પટેલની કઇ મહાન નવલકથાનો આ વિચાર છે? Ans: માનવીની ભવાઇ

જૂનુંતો થયુંરેદેવળ જૂનુંતો થયું’ભજન કોના દ્વારા ગવાતુંહતું?Ans: મીરાં

જેરચનામાં કોઈ મહાન ઐતિહાસિક વ્યકિતનું ચરિત્ર આલેખાયુંહોય તેને શું કહેછે? Ans: પ્રબંધ

જેનેરામ રાખે તેનેકોણ ચાખે’ નામનુંપદકોણે રચ્યું છે ? Ans: કવિ ધીરો

જ્ઞાનપીઠ પારિતોષિક વિજેતા પન્નાલાલ પટેલનોજન્મકયાં થયો હતો ? Ans: માંડલી

જ્ઞાનપીઠ પુરસ્કારમેળવનાર પ્રથમગુજરાતી સાહિત્યકાર કોણ છે?Ans: ઉમાશંકર જોષી

જ્ઞાની કવિ અખાનું જન્મસ્થળ કયુંછે? Ans: જેતલપુર

ઝવેરચંદ મેઘાણી કયા ગુજરાતી દૈનિક સમાચારપત્રમાં પત્રકાર હતાં? Ans: ફૂલછાબ

ઝવેરચંદ મેઘાણીએ સ્વતંત્રતા અને પરતંત્રતાને લગતા સંગ્રામગીતો કયા કાવ્યસંગ્રહમાં લખ્યા હતા ? Ans: સિંધુડો

ઝવેરચંદ મેઘાણીના કયા પુસ્તકમાં મૂકસેવક તરીકે પૂજય દાદા રવિશંકર મહારાજનું વ્યકિતત્ત્વ સુપેરે પ્રગટ થાય છે? Ans: માણસાઇના દિવા

ઝવેરચંદ મેઘાણીનું ઉપનામશુંહતું?Ans: સુકાની

ઝવેરચંદ મેઘાણીને ‘રાષ્ટ્રીય શાયર’નુંબિરુદ અપાવનારલોકપ્રિય કાવ્યસંગ્રહ કયું છે? Ans: યુગવંદના

ટૂંકી વાર્તા એટલે તણખો’ આવિધાન કોનું છે?Ans: ગૌરીશંકરત્રિપાઠી

ટેબલટેનિસમાં ગુજરાતનો નંબર૧ખેલાડી કોણ છે? Ans: પથિક મહેતા

ટોલ્સટોયની ‘વૉર એન્ડ પીસ’મહાનવલનો ગુજરાતી અનુવાદકોણે કર્યો છે?Ans: જયંતિ દલાલ

તનેસાંભરે રે,મનેકેમવીસરે રે‘ના કવિ કોણ છે?Ans: પ્રેમાનંદ

તરણાઓથે ડુંગર રે,ડુંગર કોઈ દેખેનહીં’ - જેવી સુંદર રચનાના રચયિતાનું નામ જણાવો. Ans: કવિ ધીરો

તારી આંખનોઅફીણી’ - ગીત કોણે લખ્યું? Ans: વેણીભાઇ પુરોહિત

તારે માથે નગારા વાગે મોતના રે’- પદના રચયિતા કોણ છે? Ans: દેવાનંદસ્વામી

ત્યાગ ન ટકેરેવૈરાગ્ય વિના...’ રચનાકોની છે? Ans: નિષ્કુળાનંદ સ્વામી

ત્રિભુવનદીપક પ્રબંધ’ના કવિનું નામ જણાવો. Ans: જયશેખર સૂરિ

થોડા આંસુ, થોડા ફૂલ’ નામે આત્મકથાકોણે લખી છે? Ans: જયશંકર સુંદરી

દત્તાત્રેય બાલકૃષ્ણને સૌ કયા નામે ઓળખે છે?Ans: કાકાસાહેબ કાલેલકર

દયારામ કાવ્યના કયા પ્રકાર માટે જાણીતા છે?Ans: ગરબી

દર્શક’ ઉપનામ કયા વિખ્યાત સાહિત્ય સર્જકનુંછે?Ans: મનુભાઇરાજારામ પંચોળી

દર્શક’ની કઇમહાન પ્રેમકથા પરથી ગુજરાતી ફિલ્મ બની છે?Ans: ઝેર તો પીધાં છેજાણી જાણી

દર્શક’નુંકયું ત્રિઅંકી નાટકમહાભારત પર આધારિત છે?Ans: પરિત્રાણ

દલપતરામના ‘વેનચરિત્ર’માં સ્ત્રીજીવનની કઇ સમસ્યાની વાત છે? Ans: બાળવિધવાની સમસ્યા

દલપતરામનાએક જાણીતા નાટકોનું નામ આપો.Ans: મિથ્યાભિમાન

દલપતરામનું નાટક‘લક્ષ્મી’ કયા ગ્રીક નાટકઉપર આધારિત છે?Ans: પ્લૂટ્સ

દાસી જીવણ કોનો અવતાર ગણાયછે?Ans: રાધા

દ્વિરેફ’ ઊપનામથીઓળખાતા ગુજરાતી સાહિત્યકારનું નામ જણાવો. Ans: રામનારાયણ વિ. પાઠક

નરસિંહઅને મીરાં માટે ‘ખરા ઈલ્મી, ખરા શૂરા’ વિશેષણો કોણે વાપર્યાં છે? Ans: કવિ કલાપી

નરસિંહમહેતાએકોના પરહૂંડી લખી હતી ? Ans: શામળશા શેઠ (શ્રીકૃષ્ણ)

નરસિંહમહેતાએપ્રભાતિયામાં શેનો મહિમા ગાયો છે? Ans:જ્ઞાન

નરસિંહ મહેતાથી શરૂ થયેલા યુગને કયા યુગ તરીકેઓળખવામાંઆવે છે? Ans: ભકિતયુગ

નરસિંહમહેતાની દીકરીનું નામ શુંહતું?Ans: કુંવરબાઇ

નરસિંહમહેતાનુંજન્મસ્થળ કયું?Ans: તળાજા

નરસિંહ મહેતાને જૂનાગઢના કયા રાજવીના સમકાલીન ગણવામાં આવેછે? Ans: રા’ માંડલિક

નરસિંહનામોટાભાગના પદો કયા છંદમાં રચાયા છે?Ans: ઝૂલણાછંદ

નરસિંહનીરચનાઓ મુખ્યત્વેકેવા પ્રકારની છે? Ans: પદ

નરસિંહરાવદિવેટિયાની ‘સ્મરણસંહિતા’ કરૂણપ્રશસ્તિ કોને ઉદ્દેશીને રચાઇ છે?Ans: સ્વર્ગસ્થ પુત્ર નલિનકાન્તને

નરસિંહરાવદીવેટિયાના કાવ્યસંગ્રહનું નામ શુંછે?Ans: કુસુમમાળા

નરસિંહેપોતાનાં પદોમાં મુખ્યત્વેકયો માત્રામેળ છંદ પ્રયોજયો છે? Ans: ઝૂલણાં

નર્મદ- અર્વાચીનોમાં આદ્ય’ જીવનચરિત્રના લેખકનું નામ જણાવો. Ans: કનૈયાલાલમુનશી

નર્મદ રચિત સુપ્રસિદ્ધ કવિતા ‘જય જય ગરવી ગુજરાત...’ સૌપ્રથમ ગુજરાતી ભાષાના કયા શબ્દકોષમાં પ્રકાશિત થઇ હતી? Ans: નર્મકોશ

નર્મદના કયા કાવ્યમાં એનું આત્મચરિત્ર નિરૂપાતું જોવા મળે છે? Ans: વીરસિંહ

નર્મદની કવિતાનો એક વિશિષ્ટ વિષય કયો હતો? Ans: વતનપ્રેમ

નર્મદની કાવ્યભાવના પર કયા પશ્ચિમી સાહિત્યકારનો પ્રભાવ જોવા મળે છે?Ans: કવિ વડર્ઝવર્થ

નવ ભાગમાં વિસ્તરેલો ‘ભગવદગોમંડલ’ શબ્દકોશ કયા રાજવીએ તૈયાર કરાવ્યો હતો? Ans: મહારાજા ભગવતસિંહજી

નવલકથા ‘પેરેલિસિસ’ના લેખક કોણ છે? Ans: ચંદ્રકાન્ત બક્ષી

નવલરામકયું સામાયિક ચલાવતા હતા? Ans: ગુજરાતી શાળાપત્ર

નંદબત્રીસી’ અને ‘સિંહાસન બત્રીસી’ પદ્યવાર્તાઓ કોણે લખી છે? Ans: કવિ શામળ

નારાયણ દેસાઇ લિખિત ગાંધીજીના બૃહદ્ જીવનચરિત્રનું નામ શુંછે?Ans: મારું જીવન એજમારી વાણી

ન્હાનાલાલ કવિ કયા જાણીતા કવિના પુત્ર હતા? Ans: કવિ દલપતરામ

પન્નાલાલ પટેલની કઇ નવલકથા પરથીફિલ્મ બની છે? Ans: માનવીની ભવાઇ

પન્નાલાલ પટેલની કઇપ્રસિદ્ધ નવલકથાને ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો છે?Ans: માનવીની ભવાઇ

પાછળપ્રવાસીઓમાં ઘણા મિત્રો પણહતા, કોણે કર્યો પ્રહાર મને કંઇ ખબરનથી’ - ગઝલના લેખક કોણ છે?Ans: આદિલ મન્સુરી

પાન લીલું જોયું નેતમેયાદ આવ્યા’ - જેવા જાણીતા ગીતનાં રચયિતા કોણ છે? Ans: હરિન્દ્ર દવે

પુરાણોમાંથી ગુજરાતી ભાષામાં પદ્યરૂપાંતરકરનાર કવિકયા હતા? Ans: કવિ ભાલણ

પૃથ્વી છંદનેપ્રવાહી બનાવવાનો પ્રયોગ કયા કવિએ કર્યો છે? Ans: બળવંતરાય ક. ઠાકોર

પેન્સિલ કલર અને મીણબત્તી’ નાટકના લેખક કોણ છે?Ans: આદિલમન્સુરી

પોતાના છપ્પા દ્વારા સામાજિક કુરિવાજો પર કટાક્ષ કરનારા અખા ભગતનીપ્રતિમા અમદાવાદના કયા વિસ્તારમાં મૂકવામાં આવેલી છે? ns: ખાડિયા

પ્રબોધ બત્રીસી’ કૃતિના રચયિતા કોણ છે? Ans: કવિ માંડણબંધારો

પ્રાકૃતમાંથી ફેરફાર પામી આવેલીભાષા કયા નામે ઓળખાય છે? Ans: અપભ્રંશ

પ્રેમાનંદ માટે ‘A Prince of Plagiarists’ - આવું વિધાન કોણે કર્યુ છે? Ans: કનૈયાલાલ મુનશી

પ્રેમાનંદ મૂળ કયાંના વતની હતા ? Ans: વડોદરા

પ્રેમાનંદની ‘મામેરું’ કૃતિ કોના જીવન સાથે જોડાયેલી છે? Ans: નરસિંહ મહેતાની દીકરી કુંવરબાઈ

પ્રેમાનંદની કઈ કૃતિ દર શનિવારે ગવાતી હતી? Ans: સુદામાચરિત્ર

પ્રેમાનંદની પ્રખ્યાત કૃતિ કઇછે? Ans: ઓખાહરણ

પ્રેમાનંદે જીવનનિર્વાહ અર્થે કયો વ્યવસાય સ્વીકાર્યો હતો ? Ans:સોની

ફરીદ મહમદ ગુલામનબી મન્સુરીનુંઉપનામ જણાવો. Ans: આદિલ

બ્રહ્મ સત્ય,જગત મિથ્થા’
- આકૈવલાદ્વૈતનાં સિદ્ધાંતનું પ્રતિપાદન કરનારકવિ કોણ છે? Ans: જ્ઞાની કવિ અખો

ભકત કવયિત્રી ગંગાસતીનું વતન કયુંu હતું? Ans: સમઢિયાળા (જિ. ભાવનગર

🙏🙏🌸