menu

ચાલતી લીટી

મારા આ બ્લોક માં મુકવામાં આવેલ માહિતી સંકલિત છે જે માટે મારા તમામ કર્મયોગી શિક્ષકો અને શિક્ષણ ને સરળ તથા સર્વલક્ષી બનાવવા મહેનત કરતા તમામ ને તે માટે સહ હર્દય થી આભાર. આ બ્લોક માં મને ગમેલ અને ઉપયોગી લાગેલ માહિતી નો સંગ્રહ કરેલ છે .જેથી એંક જ સ્થળે સરળતાથી મીહતી મેળવી શકાય.॥

Tuesday, March 14, 2017

Not

(Please Forward without Editing, if u wish)

ફરી પાછું આવતી કાલે સવાર ઉગાડવા માટે પોતે સક્ષમ છે, એવી સાબિતીઓ આપવા સૂરજ તૈયાર થઇ જશે.

બે ત્રણ જાતની સહેજ વપરાયેલી બોલ-પેન, આકૃતિઓ દોરવા માટે છોલી છોલીને તૈયાર કરેલી પેન્સિલ અને આખું વર્ષ કાળી મજૂરી કરીને ટ્રેઇન થયેલા ટેરવાંઓ શિસ્તબદ્ધ રીતે કંપાસની અંદર ગોઠવાઈ જશે.

જાણે ઉત્તરવહીઓ વાંચીને વિધાતા લેખ લખવાના હોય એવું માનીને  વિદ્યાર્થીઓ પોતાની અંદર ઠાંસી ઠાંસીને  ભરેલી માહિતીઓને કાગળના ખોળામાં મૂકી દેશે.

પરીક્ષા એટલે ફક્ત તમને મળેલી માહિતીની સાબિતી આપવાની પ્રથા. એથી વિશેષ કશું જ નહિ.

પરીક્ષા ખંડની બારીમાંથી બહાર જુઓ. પ્રશ્નપત્રના લંબચોરસ કાગળની બહાર એક વિશાળ દુનિયા હાથ ફેલાવીને તમને આવકારી રહી છે જેને તમારા માર્કસ કે ટકાવારી સાથે કોઈ જ નિસ્બત નથી. તેને ફક્ત તમારા અભિગમ સાથે નિસ્બત છે.

વિદ્યાર્થીની આવડતને માપી શકે એવું કોઈ પ્રશ્નપત્ર આજ સુધી બન્યું નથી. દુનિયાની કોઈ પણ લાલ પેન તમારામાં રહેલી આવડતની ફરતે લાલ વર્તુળ કરી શકે એટલી સક્ષમ નથી.

બહારની દુનિયામાં ખોદકામ ચાલુ હોવાથી તમારા ઉજ્જવળ ભવિષ્યનો રસ્તો ‘ટેમ્પરરી’ પ્રશ્નપત્રમાંથી થઈને પસાર થાય છે.  પરીક્ષા એ તમારા ભવિષ્ય સુધી લઇ જતા રસ્તામાં આવેલું એક ડાયવર્ઝન છે.

નિશાળના દરવાજાની પેલે પાર રહેલા દરેક રસ્તાઓ તમારા છે.
ભવિષ્યમાં જયારે તમે સફળતાના વિશાળ દરવાજામાંથી પસાર થતા હશો, ત્યારે ત્યાં કોઈ ગેટકીપર ઊભો નહિ હોય જે ટીકીટની જેમ તમારા માર્કશીટ ચેક કરે.

આ દુનિયામાં ઘણું બધું બિનશરતી છે.  મમ્મીનું વ્હાલ, પપ્પાનો પ્રેમ, તમને રમવા બોલાવતું મેદાન અને મેદાનમાં રહેલા ખુલ્લા દિલના મિત્રો. પરીક્ષાનું પરિણામ આમાંથી એક પણ વસ્તુને અસર નહિ કરે.
પરીક્ષા એક અવસર છે મમ્મીના વ્હાલને એનકેશ કરવાનો. મિત્રોની નજીક આવવાનો. પોતાની અંદર રહેલા ડરને કોઈ પણ જાતના ઓપ્શન વિના પ્રશ્નપત્રના કાગળ ઉપર છોડી દેવાનો.

લક્ષ્મીજી ચાંદલો કરવા આવશે ત્યારે તેઓ તમારા માર્કશીટની ઝેરોક્ષ માંગશે નહિ. નિશાળની બહાર મળનારી સફળતાનો મિજાજ અલગ હોય છે.  તેને ન તો તમારી માર્કશીટ યાદ હોય છે, ન તો તમારા ગ્રેડ્સ.
જિંદગીને વ્હાલ કરવાની પરમીશન લેવા માટે પરીક્ષામાં પાસ થવું જરૂરી નથી. તમારા જીવતરની કિંમત ઉત્તરવહીઓમાં રહેલા માર્કસ કરતા અનેકગણી વધારે છે.      

: ડૉ.નિમિત ઓઝા


No comments:

Post a Comment