menu

ચાલતી લીટી

મારા આ બ્લોક માં મુકવામાં આવેલ માહિતી સંકલિત છે જે માટે મારા તમામ કર્મયોગી શિક્ષકો અને શિક્ષણ ને સરળ તથા સર્વલક્ષી બનાવવા મહેનત કરતા તમામ ને તે માટે સહ હર્દય થી આભાર. આ બ્લોક માં મને ગમેલ અને ઉપયોગી લાગેલ માહિતી નો સંગ્રહ કરેલ છે .જેથી એંક જ સ્થળે સરળતાથી મીહતી મેળવી શકાય.॥

Wednesday, November 5, 2014

Total homework time

( National Curriculam Framework 2005, Page 96, Box item)

Primary :    No homework up to Class II  and two hours a week from Class III

Middle school :   One hour a day (about five to six hours a week)

Secondary and Higher Secondary :   Two hours a day (about 10 to 12 hours a week)


Teacher need to work together to plan and rationalize the amount of homework that they give children.


ગૃહકાર્ય માટે એક આંતરરાષ્ટ્રીય સૂત્ર છે  :  “ વિદ્યાર્થી જે ધોરણમાં ભણતો હોય તે ધોરણને ગુણ્યા 10  મિનિટ ”


એટલે કે પાંચમાં ધોરણમાં ભણતાં બાળકને 5 x 10 = 50  મિનિટ જેટલું ગૃહકાર્ય અને નવમાં ધોરણમાં ભણતાં વિદ્યાર્થીને 9 x 10 =90  મિનિટ જેટલું ગૃહકાર્ય આપવું સર્વથા યોગ્ય ગણાય.

મને જે સંસ્થામાં સેવા બજાવવાનો અમુલ્ય અવસર મળ્યો તે GCERT સંસ્થા દ્વારા પણ આ નીતિને અમલમાં મૂકવામાં આવેલી અને તેના કારણે ગુજરાતની ૪૦,૦૦૦ જેટલી પ્રાથમિક શાળાઓમાંથી ૩૫,૦૦૦ જેટલી શાળાઓના બાળકો ગૃહકાર્યના ભારમાંથી બચી જવા પામ્યા છે. બાકી રહી સેલ્ફ-ફાઈનાન્સ. નથી તેની પાસે સ્વાયતતા કે નથી તેની ઉપર કોઈનું નિયંત્રણ!!! આ પૈકીની મોટાભાગની શાળાઓમાં જે અનહદ ગૃહકાર્ય આપવામાં આવી રહ્યું છે તે કોઈ પણ રીતે ઉચિત નથી નથી અને નથી જ.


આ બધી વાતો તો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટીય કેળવણીકારોની થઇ. પણ ગૃહકાર્ય વિષે નામાંકિત ડોક્ટર શું કહે છે તે પણ જાણીયે.   


જે ડોક્ટર દ્વારા લખાયેલ લેખોને ગુજરાત તેમજ મહારાષ્ટ્ર સરકારે પોતાનાં પાઠ્યપુસ્તકમાં સ્થાન આપ્યું છે, અને જેનાં પુસ્તકોએ વહેંચાણ અને વાંચનમાં અનેક રેકોર્ડ પ્રસ્થાપિત કર્યા છે, અને કંઈકના જીવન પરિવર્તન થવા પામ્યા છે, તે બાળકોના માનવતાવાદી ડોક્ટર આઈ. કે.વીજળીવાળા હોમવર્કના ભાર વિષે શું કહે છે તે પણ જાણીએ :


બાળકોને ગૃહ્કાર્યના અસહ્ય ભારને કારણે થતું નુકસાન  

૭૦% બાળકોને માથાનો દુઃખાવો જોવા મળે છે.

૧૩% બાળકોને આ દુઃખાવો હંમેશનો બની જાય છે.

૨૦ થી ૨૫% બાળકો કારણ વિના રડી પાડે છે.

૧૪ થી ૫૮% બાળકોમાં ઊંઘ ન આવવાની વ્યાધી જોવા મળે છે.

૫૦%થી વધારે બાળકો લઘુતાગ્રંગ્રંથિથી પીડાય છે. પોતાની ઉપરનો વિશ્વાસ ગુમાવી બેસે છે. પોતાની જાત પ્રત્યે નફરત કરવા લાગે છે.

૨ થી ૧૧% બાળકોને આત્મહત્યા કરવાનાં વિચારો આવે છે.

માનસિક તાણ અનુભવે છે.

ચશ્માના નંબર વારંવાર બદલાય છે.

બેભાન થઇ જવાની શક્યતા રહે છે.

ચક્કર આવવાની શક્યતા રહે છે.

પેટમાં દુઃખાવાની ફરિયાદ કરે છે.

ભુખ મરી જાય છે, અપૂરતા પોષણનો ભોગ બને છે.

શ્વાસમાં તકલીફ થઇ શકે છે.

હાથ પગ ઠરડાઈ જવાની કે ખેંચ આવવાની તકલીફ થઇ શકે છે.

ભયંકર સપનાઓ આવે છે. ભણવાનું ગમતું નથી.


- ડૉ.આઈ. કે. વીજળીવાળા - ભાવનગર



ગૃહકાર્ય ગુજરાત અને આપના સંતાનોનું કેવું દુઃખદ ભાવિ ઘડી રહ્યું છે. હવે તો જાગો. એક અવાજ તો ઉઠાવો.


ભાવનગર મુકામે ગતસાલ ‘મૂછાળી માં’ નામથી જાણીતા મહાન કેળવણીકાર સ્વ.ગિજુભાઈ બધેકા દ્વારા સ્થાપિત ‘નૂતન બાલ શિક્ષણ સંઘ’ દ્વારા રાજ્ય કક્ષાનો એક સેમિનાર યોજવામાં આવ્યો હતો. તેમાં ડૉ. વીજળીવાળા, ભાવનગરના લોકપ્રિય અને સેવાભાવિ એવા દસ બાળરોગ નિષ્ણાત ડોક્ટરશ્રીઓ તથા જાણીતા શિક્ષણકાર ડૉ.પ્રવીણભાઈ શાહ, આ સર્વે મહાનુભાવોએ આજે શાળાઓમાં અપાતા બેહદ ગૃહકાર્ય અને અતિ ભારે દફતર વિષે ખૂબ જ ચિંતા વ્યક્ત કરી હતી.


ભાવનગર એક સમયે શિક્ષણનું ધામ ગણાતું. પ્રોજેક્ટ આધારિત શિક્ષણ અને પરિક્ષા વિહિન શિક્ષણની જ્યાં સદાયે જ્યોત પ્રજ્વલિત હતી તે ભાવનગરમાં આજે તો બાલમંદિરમાં અને કે.જી. માં પણ ગૃહકાર્ય પેસી ગયું છે, હા તેમાં દરિયામાં મીઠી વીરડી જેવું છે ખરું. ભાવનગરના દશેક બાલમંદિરોમાં નથી દફતર કે નથી ગૃહકાર્ય. આ બધાં બાલમંદિરોને સો સો સલામ. રાજ્યમાં જે કોઈ આવી સંસ્થાઓ છે તે સહુને પણ સો સો સલામ.  


‘નૂતન બાલ શિક્ષણ સંઘ’નાં અમે જવાબદાર મિત્રોએ ગત તા.૧૯મી,જુલાઈ -૨૦૧૧ના રોજ રાજ્યનાં જવાબદાર સર્વને ગૃહકાર્ય સહિતની કેટલીક અગત્યની બાબતમાં એક ખુલ્લો પત્ર લખ્યો હતો. પણ સરકાર એમ થોડી જાગે!! સરકાર ના જાગે તો શાળાઓ શું કામ જાગે!! આજે નવી દિશા કંડારનાર ‘આદિત્ય કિરણ’  દ્વારા ગૃહકાર્ય અંગે સામાજિક જવાબદારી અદા કરવામાં આવી રહી છે તેનો ખૂબ જ આનંદ છે. આદિત્ય કિરણને પણ સો સો સલામ. આદિત્ય કિરણ દ્વારા એક ડગલું આગળ ધપીને સરકાર સાથે વાતચીતનો દોર લંબાવવામાં આવે તેવી દર્દભરેલી અપીલ છે.  


બાલમંદિર અને નર્સરી સ્કૂલો માટે ગુજરાત સરકારે સને ૧૯૯૬માં એક મહત્વની શિક્ષણનીતિ ઘડી છે, પણ તેનો અમલ ક્યાં? જો અમલ થાય તો શિક્ષણનાં પાયામાંથી જ યોગ્ય નીતિ અમલમાં આવી શકે તેમ છે. ગૃહકાર્ય અંગે સાચી વાત સહુના ધ્યાનમાં આવી શકે તેમ છે. પણ અમલ કરે કોણ?  દુઃખદ ગૃહકાર્ય થકી દુઃખદ ગુજરાતનું જ નિર્માણ થઇ રહ્યું છે. શું ગુજરાતનાં જાગૃત ચિંતકો ગૃહકાર્ય વિષે કઈ ના કરી શકે? શું ગુજરાતની નામદાર હાઇકોર્ટ આ બાબતમાં સુઓમોટો દાખલ ના કરી શકે?     
-નલીન પંડિત |

No comments:

Post a Comment