♥ |
→ આપણું નાક એરકંડિશનરનું કામ કરે છે. તે શ્વાસમાં આવતી વધુ ઠંડી હવાને હૂંફાળી કરે છે અને ચેતવણી પણ આપે છે. ગરમ હવાને ઠંડી પણ કરે છે અને હવામાંથી રજકણોને ગાળીને અનુકૂળ
હવા જ ફેફસા તરફ મોકલે છે.
→ આપણી આંખ ઉપરની આઇબ્રો કે ભ્રમરનો હેતુ વિજ્ઞાાનીઓને પણ સમજાયો નથી. વિજ્ઞાાનીઓ કહે છે કે કપાળ પર વળેલો પરસેવો આંખમાં ન જાય એટલા માટે જ ભ્રમર બની છે.
→ આપણી ચામડી પર પૃથ્વી પરની માનવવસતી કરતાંય વધુ બેક્ટેરિયા હોય છે.
→ માણસ એક એવું પ્રાણી છે કે જેને હથેળીઓ તથા પગના તળિયાની ચામડીમાં રંગકણો હોતા નથી.
→ આપણા આંતરડામાં લગભગ ૧ કિલો બેક્ટેરિયા રહે છે. તેમાંના મોટાભાગના ઉપયોગી છે.
→ આપણા હાડકાંના પોલાણમાં બોનમેરો હોય છે. જેમાં દરરોજ અબજો લાલકણો બનીને
લોહીમાં ભળે છે.
→ આપણા શરીરના જ્ઞાનતંતુઓમાં વહેતા સંદેશાના મોજાંની ઝડપ સેકંડના ૭ કિલોમીટરની હોય છે.
→ આપણું મગજ હાથના સંચાલન માટે સૌથી વધુ કામ કરે છે.
No comments:
Post a Comment