menu

ચાલતી લીટી

મારા આ બ્લોક માં મુકવામાં આવેલ માહિતી સંકલિત છે જે માટે મારા તમામ કર્મયોગી શિક્ષકો અને શિક્ષણ ને સરળ તથા સર્વલક્ષી બનાવવા મહેનત કરતા તમામ ને તે માટે સહ હર્દય થી આભાર. આ બ્લોક માં મને ગમેલ અને ઉપયોગી લાગેલ માહિતી નો સંગ્રહ કરેલ છે .જેથી એંક જ સ્થળે સરળતાથી મીહતી મેળવી શકાય.॥

Saturday, June 1, 2019

સઇદ જાફરીની અંગત ડાયરીમાંથી ( પ્રખ્યાત બોલીવુડ એકટર )

હું જયારે ૧૯ નો હતો અને મેહરુન્ના ત્યારે ૧૭ ની હતી અને અમારા લગ્ન થયા .
હું બ્રીટીશ કલ્ચર થી પ્રભાવિત હતો કડકડાટ અંગ્રેજી ભાષા બોલવી અને શુટબુટમાં  ફરવુ મારી આદત બની ગઇ હતી .
પરંતુ મારી પત્ની મેહરુન્ના જે પોતે પણ આ બધા કલ્ચરને જાણતી હોવા છતા તદ્દન વિરુધ્ધ દિશામાં પોતાને ઢાળી દીધી હતી .
એકદમ ઘરકૂકડી , એક ટીપીકલ હાઉસવાઇફ હંમેશા મારી અને મારા બાળકોની નાનામાં નાની જરુરિયાતનું  ધ્યાન રાખવુ અમારી ઇચ્છા અને આકાંક્ષોઓને પોતાની બનાવી પુરી કરવા સતત પ્રયત્નશીલ રહેવું.
પરંતુ , હું  આ બધુ મારી પત્નીમાં  જોવા નહતો માંગતો 
પોતાના સ્વભાવ અને વિચારોમાં એણે જે ફેરફાર કર્યા તેને લીધે ઉછળતી કુદતી મસ્તીખોરમાંથી તે ધીર ગંભીર અને ઉદાસ રહેવા લાગી .
આમ આ બધુ ન ગમતું પરંતુ મારી જરુરિયાત અને સગવડતા મળવાને લીધે મને ગમતુ પણ આવી પત્ની ન ગમતી તેથી થોડા સમયમાં હુ મારી સહ અભિનેત્રીથી આકર્ષાયો અને મારે જે પત્નીમાં જોઇતુ હતુ તે બધુ મને તેનામાં દેખાયુ,
મેં મારી પત્ની ને છુટાછેડા આપવાનું નકકી કર્યુ અને મારી સહઅભિનેત્રી સાથે લગ્ન કરવાનુ નકકી કર્યુ .
મેહરુન્ના અને મારા બાળકોની આર્થિક સલામતીનું સંપૂર્ણ ધ્યાન રાખી મેં છુટાછેડા લીધા .

મારા નવા લગ્નજીવનના છ સાત મહિના  તો ખુબ જ સરસ ગયા પરંતુ ધીરેધીરે મારી નવી પત્ની મને લેસકેરીંગ અને લાગણીવિહીન લાગવા માડી ,
તેને પોતાની બ્યુટી, મહત્વકાંક્ષાઓ અને ઇચ્છાઓ હતી .
મને મારુ લગ્નજીવન ખટકવા લાગ્યુ ,
હું શુટીંગમાં વધુ વ્યસ્ત રહેવા લાગ્યો ત્યારે હું વિદેશમાં શૂટિંગ  કરી રહ્યો હતો ત્યાં મને એક લેખ વાંચવા મળ્યો જે રસોઇસંબંધી હતો જે ખુબજ ઇનોવેટીવ અને આકર્ષક હતો તેથી મને તે લેખ પસંદ આવતા તેના લેખક નુ નામ વાંચ્યું - મધુર જાફરી .
પ્રોફાઈલ ચેક કરી અને હુ આઘાત થી અચંબિત થઇ ગયો એ લેખક બીજુ કોઇ નહી મેહરુન્ના હતી અને તે એકદમ તરવરાટથી અને ભવ્યતાથી ભરપુર લાગતી હતી .
આ એજ સ્ત્રી હતી જે ઘરકૂકડી હતી પરંતુ તેણે પોતાનું નામ સુધ્ધાં બદલી નાખ્યુ હતુ  .
મારી માટે આ એક સુખદ આંચકો હતો .
મે તપાસ કરી તો મેહરુન્નાએ પોતાની રેસીપીની ઘણી બુકસ બ્હાર પાડી હતી અને યુએસમાં રહેતી હતી .
મેં  પહેલી ફલાઇટ પકડી યુએસ પહોંચ્યો જ્યાં  મેં  મેહરુન્નાને મળવાનો પ્રયત્ન કર્યો તેણે સ્પષ્ટ શબ્દોમાં ઇન્કાર કરી દીધો .
મેં મારા બાળકોને મળવા માટે વિનંતી કરી તો મારા બાળકોએ પણ ના પાડી દીધી .
મેં મેહરુન્નાના નવા પતિનો એપ્રોચ કર્યો જે મેહરુન્નાના પક્ષે હતો અને મને એ પણ ખબર હતી આ એજ વ્યક્તિ છે જે મારા બાળકોનો કાયદાકીય પિતા છે .
થોડી માથાકુટ બાદ મને મારા બાળકો મળવા આવ્યા મને મારા બાળકોએ જે વાત કરી તે હું જીવનભર નહી ભુલી શકુ ,
મારા બાળકોએ કહ્યું, અમારા નવા પિતા સાચા પ્રેમને જાણે છે એમના આ સાચા પ્રેમે અમારી અને અમારી માતાની આજુબાજુ રહેલ નકારાત્મકતા દુર થઇ છે .
એમણે અમારી માતાને જેવી છે તેવી સ્વીકારી  છે , કયારેય પોતાના સ્વભાવ મુજબ રહેવા દબાણ કર્યું નથી.
પોતાની ઇચ્છા અને આંકાક્ષોઓ પોતાના સુધી સીમિત  રાખી ઉડવા આખું આકાશ આપ્યુ છે અને જેને લીધે આજે અમારી મા આત્મવિશ્વાસથી ભરપૂર  છે .
જયારે સામેની બાજુ મેં  મેહરુન્નાને મારા અંગત સ્વાર્થ અને ઇચ્છાઓથી નકારાત્મકતામક ધકેલી દીધી હતી .
આ જ સમયે મને  જીવનનો એક અમુલ્ય મંત્ર સમજાયો
" જો પ્રેમ કરો છો તો સામેના ને જેવા છે તેવા જ સ્વીકારો બદલવાનો પ્રયત્ન ન કરો અને ભરપુર પ્રેમ કરો તો તમે પણ ભરપુર પ્રેમ પામશો "
❤🌹❤
ભાષાંતર : દિપેશ ચંન્દ્રીકા ભટ્ટ

No comments:

Post a Comment