menu

ચાલતી લીટી

મારા આ બ્લોક માં મુકવામાં આવેલ માહિતી સંકલિત છે જે માટે મારા તમામ કર્મયોગી શિક્ષકો અને શિક્ષણ ને સરળ તથા સર્વલક્ષી બનાવવા મહેનત કરતા તમામ ને તે માટે સહ હર્દય થી આભાર. આ બ્લોક માં મને ગમેલ અને ઉપયોગી લાગેલ માહિતી નો સંગ્રહ કરેલ છે .જેથી એંક જ સ્થળે સરળતાથી મીહતી મેળવી શકાય.॥

Friday, November 29, 2024



નમસ્કાર મિત્રો,

સાયકલ મારી સરર..રર.. જાય... ટીન ટીન ટોકરી વગાડતી જાય..... આ નાનપણનું બાળગીત આપણે ખુબ સાંભળ્યું હશે અને આજે પણ એ ગીત ગાતા નાનપણની ઘણી યાદો તાજા થઇ જાય. આજના ઝડપી અને ટેક્નોલોજીસભર યુગમાં હજુ પણ એક વાહન આપણી વચ્ચે એવું છે જે તેની શોધના 200 વર્ષ પછી પણ લોકો માટે ઉત્સુકતા જગાવે છે. સાયકલ તેની શોધ વખતથી અત્યાર સુધીમાં તેની જરૂરિયાત મુજબ તેનો ઉપયોગ ફરતો રહ્યો છે. પહેલા તે એક માનવીને ચાલવાની સરળતાનું સાધન બન્યું તો પછી તે એક પરિવહન વાહન બન્યું, ત્યારબાદ બીજા બળતણની મદદથી ચાલતા વાહનો માટે પાયો બન્યું તો સામાન્ય માણસો માટે તેનું પર્સનલ વેહિકલ બન્યું. ધીમે ધીમે સ્પોર્ટ્સની રમત, સર્કસમાં સ્ટન્ટ અને ખેલ જગતમાં સાયકલ પ્રવેશી તો છેલ્લે માનવીના સ્વાસ્થ્યને સાચવી રાખવા માટે એક્સરસાઇઝના રૂપમાં પણ સાયકલને ખુબ માન્યતા મળી. ફિઝિકલ હેન્ડીકેપ માટેની સાયકલે અશક્ત લોકોને શક્તિ આપી દોડવાની તો ગિયર વાળી સાયકલે તો સાયકલની દુનિયામાં કંઈક અલગ જ છાપ ઉભી કરી. નાના બાળકોથી લઇ મોટા વ્યક્તિઓ સુધીની વિશાળ રેન્જ અને વિવિધ દેખાવ સાથેની સાયકલ આજે બેટરી સાયકલના રૂપમાં પણ આવી ચુકી છે. એક સમયે જયારે સાયકલની દુકાનમાં જતા તો 2-5 પ્રકારની સાયકલ જોવા મળતી પરંતુ આજે દુકાન શોરૂમમાં ફરી ગઈ છે અને વિવિધ વેરાયટી, રંગો અને સાઈઝમાં સાયકલો આ પેટ્રોલ, ડીઝલ, ગેસ કે ઇલેક્ટ્રિક વાહનોના યુગમાં પણ ધૂમ મચાવી રહી છે. આજે આપણે આ જ સાયકલના ઇતિહાસના સફર પર જવાનું છે.

સાયકલની શોધ ક્યારે અને કોના દ્વારા થઇ હતી?

સાયકલનો ચોક્કસ ઇતિહાસ અને તેના શોધક વિષે નજીવા સમયમાં શોધ થઇ હોવા છતાં એક નામ અને સ્થળની સ્પષ્ટતા મળી નથી. ચાર પૈડાં વાહનની શરૂઆત કે શોધને સાયકલની શોધની જનની માનીએ તો સન 1418 માં જિઓવાની ફોન્ટાના (Giovanni Fontana) નામની એક ઇટલીની મહિલા દ્વારા ચાર પૈડાનું એવું વાહન બનાવવામાં આવ્યું હતું જેમાં દોરડાને ખેંચી વાહનના ગિયર અને પૈડાં ચાલતા હતા. એ સમય પછી ઘણા લોકો એવા વાહનની શોધમાં લાગી ગયા હતા જેને આજે આપણે સાયકલ કહીએ છીએ. સન 1817 માં બેરોન કાર્લ વોન ડ્રેઇસ (Baron Karl von Drais) નામના જર્મન એંજીન્યરે લૌફમશીન (Laufmaschine) બનાવ્યું જેનો જર્મન ભાષામાં મતલબ થાય છે દોડતું મશીન. એ સમયમાં પેપરોમાં એ મશીનનું નામ ડાર્સીની છપાયું પરંતુ તેને 1818 માં જયારે પેટેન્ટ કરવામાં આવ્યું ત્યારે તેને વેલોસીપેડ નામ મળ્યું હતું. આ એક એવું મશીન હતું જે માનવી દ્વારા ચલાવી શકાતું, કંટ્રોલ કરી શકાતું અને સંપૂર્ણ લાકડાંથી બનેલું હતું. બનાવટ પરથી અને એ સમયના પરિવહન માટે વપરાતા ઘોડાની જગ્યા લઇ શકે તેવું લગતા તેને લોકોએ હોબ્બી હોર્સ કે ડેન્ડિ હોર્સ નામ આપ્યું. આ પ્રકારની બનાવટ જર્મની અને ફ્રાન્સમાં ખુબ પ્રચલિત થઇ હતી જેથી તેનું કોમર્શિયલ બનાવટ અને વેચાણ પણ થતું હતું. આ મશીન દ્વારા એક પરીક્ષણમાં એક કલાક કરતા પણ ઓછા સમયમાં 13 કી.મી. જેટલું અંતર કાપવામાં આવ્યું હતું જેથી આ વાહનની ક્ષમતા લોકોને કહી શકાય.

1820 થી 1850 નો સમય સાયકલની દુનિયામાં ત્રણ અને ચાર પૈડાં વાળા વાહનનો હતો. આ સાયકલ પણ ખુબ પ્રચલિત થઇ હતી કારણ કે કાર્લ ડ્રેઇસના હોબ્બી હોર્સની સરખામણીએ આ મશીન ચલાવવામાં બેલેન્સ રાખવું પડતું ન હતું.


1839 માં એક સ્કોટિશ લુહાર ક્રિકપેટ્રિક મેકમિલને (Kirkpatrick Macmillan), ફોર બાર મિકેનિઝમનો ઉપયોગથી પગ દ્વારા ચાલતું એક વાહન બનાવ્યું જેને ફરીથી આ વાહનને દ્વિ ચક્રી વાહનમાં ક્રાંતિ લાવી દીધી હતી. આ વાહનને આજની સાયકલની જેમ જ વાળવા કે કંટ્રોલ કરવા હેન્ડલ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ દુનિયાભરના અનેકો એંજિન્યરો આ પ્રકારના વાહનમાં અનેકો ફેરફારો કરી વધુ સફળ, આરામદાયક અને કાર્યદક્ષ વાહન બનાવવા લાગ્યા. 1863 માં ફ્રેન્ચ એંજિન્યરે પ્રથમ ક્રેન્ક અને પેડલથી ચાલતી સાયકલ બનાવી જે તેના આગળના પૈડાંને ચલાવતું હતું જેના માટે એક અમેરિકી પેટન્ટ "પેડલ બાયસિકલ" પણ નોંધવામાં આવી હતી. આ એજ સમય હતો જયારે આ પ્રકારના વાહન કે મશીનને તેનું આજનું નામ સાયકલ મળ્યું.

1870 માં પેડલથી ચાલતી સાયકલ દુનિયાભરમાં ધૂમ મચાવતી હતી ત્યારે 1869 થી 1880 દરમિયાન હાઈ વ્હીલ સાયકલે દુનિયાભરનું આકર્ષણ પોતાની તરફ કર્યું હતું. એ સમયમાં ફ્રેન્ચ વ્યક્તિ યુગેન મેયરે (Eugène Meyer) એક મોટું વ્હીલ અને બીજું નાનું વ્હીલ હોઈ તેવી એક ડિઝાઇન તૈયાર કરી જે આપણે ઘણી વખત ફોટો કે સર્કસમાં જોતા હોઈએ છીએ. આ પ્રકારની સાયકલ ડિઝાઇન 1890 સુધી ખુબ ચાલી અને બન્ને પૈડાંના સાઈઝનો ફેરફાર પણ ધીમે ધીમે ઓછો થતો ગયો અને આખરે 10 ઓક્ટોબર 1889 માં આઇઝેક આર. જોહન્સન (Isaac R Johnson) દ્વારા આજે પણ મળતી લેડીસ સાયકલ જેવી એક ડિઝાઇન પેટેન્ટ કરવામાં આવી જે દુનિયાભરમાં ખુબ સફળ રહી જેને "ફોલ્ડિંગ બાઈસીકલ" નામ આપવામાં આવ્યું. 

19 મી સદીની શરૂઆતમાં સાયકલ યુરોપભરમાં વાહન વ્યવહાર માટે ખુબ પ્રચલિત માધ્યમ બની ગયું હતું અને નવી નવી સાયકલ ડિઝાઇનો માર્કેટમાં દરવર્ષે આવી રહી હતી એ સમયે સાયકલમાં ઇંધણથી ચાલતા એન્જીનો લગાવી તેને વધુ ઝડપી, આરામદાયક બનાવવાના પ્રયાસો ચાલુ થઇ ગયા હતા જેમાં અમેરિકા અને જર્મની ખુબ આગળ હતું. પહેલા વિશ્વયુદ્ધ સમયે સાયકલ ખુબ મોટું સાધન બાયું ત્યારે અમેરિકામાં સાયકલનું ચલણ મોટર સાયકલે લઇ લીધું હતું જેથી સાયકલ માત્ર બાળકો માટે રમવા તથા શોખની વસ્તુ બની ગઈ હતી.

વિશ્વની સૌથી પ્રચલિત સાયકલ જે આજે પણ ખુબ પ્રચલિત છે "ફ્લાયઇંગ પીજન" (Flying Pigeon)

દુનિયાની સૌથી પ્રચલિત સાયકલ ડિઝાઇન કે જેણે દુનિયાભરમાં ધૂમ મચાવી હતી અને સાયકલ ઉધોગને એક નવી બુલંદી પર પહોંચાડી હતી. આ સાયકલની ડિઝાઇન ચીનની હતી અને તેણે 1990 સુધીમાં લાખો યુનિટો દુનિયાભરમાં વેચ્યા હતા. આ સાયકલ માત્ર 20 કિલોની હતી છતાં ખુબ વધુ ભાર વહન કરી સકતી તેમજ વાહન વ્યવહાર માટે પણ ખુબજ ઉપયોગી થતી હતી. 

અમેરિકા જેવા વિકસિત દેશો વર્ષોથી સાયકલને ત્યાગી મોટર સાયકલ અને મોટર કાર પર વળી ચુક્યા હતા પરંતુ તેઓ સાયકલને શોખ, સ્પોર્ટ્સ અને બાળકો માટે અવનવી ડિઝાઈનો તૈયાર કરી માર્કેટમાં મૂકી રહ્યા હતા. પાતળા વ્હીલની ઓછા વજન વાળી રેસર સાયકલ તેમજ શોખીન લોકો માટેની ક્રુઝર સાયકલ અમેરિકાની જ શોધ અને બનાવટ હતી. તેમણે રેસિંગ માટે એલ્યુમિનીમ ટ્યુબીંગનો ઉપયોગ કર્યો તેમજ વધુ મજબૂતાઈ માટે કાર્બન ફાઈબરનો પણ ઉપયોગ કર્યો જેથી આજની મોર્ડન સાયકલ આજ ડિઝાઇન અને શોધથી પ્રેરિત છે.  

સાયકલના વિવિધ પ્રકારો

સાયકલમાં સામાન્ય રીતે તમે શોરૂમમાં જોવા જાઓ ત્યારે મગજમાં બેજ પ્રકાર લઇને જતા હશો. ગિયર વાળી અને ગિયર વગરની સાયકલ. ખરા અર્થમાં આ બે પ્રકાર સાયકલના પ્રકાર નહિ પરંતુ ફીચર છે. સાયકલ તેના 11 પ્રકારોમાં વિભાજીત છે જે તેના આકાર, ઉપયોગને આધારે છે. રોડ બાઈક, માઉંટેન બાઈક, ટુરિંગ બાઈક, ફોલ્ડિંગ બાઈક, ફિક્સડ ગિયર અથવા ટ્રેક બાઈક, બી.એમ.એક્સ. (BMX), રીકમબન્ટ બાઈક (Recumbent Bike), ક્રુઝર બાઈક, હાઈબ્રીડ બાઈક, સાયક્લોક્રોસ બાઈક (Cyclocross Bike) અને ઇલેક્ટ્રિક બાઈક.


 

સાયકલની શોધ માનવ ઇતિહાસની એક એવી મહાનતમ ખોજ છે જેણે માનવીને કંઈપણ ગુમાવ્યા વિના ઘણું બધું આપ્યું છે. કોઈપણ પ્રકારના વાહનવ્યવહાર માટે આપણે સેજ માત્રાથી લઇ ભયંકર પ્રદુષણ કરીએ છીએ તેમજ બેઠાડા જીવનને કારણે શરીરને કસરત પણ કરાવી શકતી નથી અને અનેક રોગોના ભોગી બનીએ છીએ. આજે ઘણા દેશોમાં અને મોટી મોટી કંપનીઓમાં તેમના કર્મચારીઓને પણ સાયકલ ચલાવવા માટે પ્રમોટ કરવામાં આવે છે જેથી પ્રદુષણ ઓછું થાય તેમજ દેશમાં ક્રૂડનું બચત અને વિદેશી હૂંડિયામણ ઓછું વેડફાય અને આ દરેકથી પણ વધુ ફાયદાકારક તેમના કર્મચારીની સેહદ સારી થાય. છે.

 by Dr. Hardik Ramani (Gujarati Blog)

 

Tuesday, November 26, 2024

 રાષ્ટ્રીય બંધારણ દિવસ 


        ભારત દેશમાં દર વર્ષે ૨૬ નવેમ્બરે રાષ્ટ્રીય બંધારણ દિવસ (राष्ट्रीय संविधान दिवस) (National Constitution Day)ની ઉજવણી કરવામાં આવે છે. ૨૬ નવેમ્બર, ૧૯૪૯ના દિવસે ભારતની બંધારણ સભાએ ભારતના બંધારણને સ્વીકાર્યુ હતું અને ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ના દિવસે બંધારણ અમલમાં આવ્યું હતું. ભારતે લોકશાહી શાસન પદ્ધતિ અપનાવી છે. બંધારણીય મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રીય બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

    ૧૯ નવેમ્બર, ૨૦૧૫ના રોજ સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય, ભારત સરકાર દ્વારા દર વર્ષે ૨૬ નવેમ્બરને 'રાષ્ટ્રીય બંધારણ દિવસ' તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. વર્ષ ૨૦૧૫માં ૨૬ નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું તે એટલા માટે પણ ખાસ છે કારણ કે તે વર્ષે બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરાવ આંબેડકર સાહેબની ૧૨૫મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી રહી હતી.

      ભારત દેશના બધા લોકોને સમાન તક મળી રહે તે માટે તેમજ દેશના સરળ સંચાલન માટે બંધારણ ઘડવામાં આવ્યું હતું. બંધારણ ઘડવા માટે રચવામાં આવેલી સભાને 'બંધારણ સભા' કહે છે. બંધારણ સભામાં કુલ ૩૮૯ સભ્યો હતા. ડૉ. રાજેન્દ્ર પ્રસાદ બંધારણસભાના અધ્યક્ષ હતા અને ડૉ. ભીમરાવ આંબેડકર બંધારણની ખરડા (મુસદ્દા) સમિતિના અધ્યક્ષ હતા. બંધારણ સભાની પ્રથમ બેઠક ૯ ડિસેમ્બર, ૧૯૪૬ના રોજ મળી હતી. ડૉ. ભીમરાવ આંબેડકર સાહેબને ભારતીય બંધારણના ઘડવૈયા કહેવામાં આવે છે. ડૉ. ભીમરાવ આંબેડકર સાહેબે બંધારણના નિર્માણમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ૨૬ નવેમ્બર, ૧૯૪૯ના રોજ તૈયાર થયેલા બંધારણને બંધારણસભાએ સ્વીકાર્યું હતું અને ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ના રોજ બંધારણને અમલમાં મૂકવામાં આવ્યું હતું.

 


      ભારત દેશના બંધારણની મૂળ નકલો ટાઈપ કે પ્રિન્ટ કરવામાં આવી ન હતી. તે હસ્તલિખિત હતું. બંધારણ લખવાની કામગીરી ૨ વર્ષ ૧૧ મહિના ૧૮ દિવસમાં પૂર્ણ થઈ હતી. ભારતીય બંધારણ એ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે. તેના ઘણા ભાગ યુનાઇટેડ કિંગડમ, અમેરિકા, જર્મની, આયર્લૅન્ડ, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને જાપાનના બંધારણમાંથી લેવામાં આવ્યા છે. બંધારણમાં દેશના નાગરિકોના મૂળભૂત અધિકારો, મૂળભૂત ફરજો, સરકારની ભૂમિકા, વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, રાજ્યપાલ અને મુખ્યમંત્રીની સત્તાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. વિધાનસભા, કારોબારી અને ન્યાયતંત્રનું કામ શું છે, દેશ ચલાવવામાં તેમની ભૂમિકા શું છે, આ તમામ બાબતોનો ઉલ્લેખ બંધારણમાં કરવામાં આવ્યો છે.

      રાષ્ટ્રીય બંધારણ દિવસની ઉજવણીનો હેતુ દેશના લોકોમાં બંધારણના મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે જાગૃતિ ફેલાવવાનો છે. આ દિવસે સરકારી કચેરીઓ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ વગેરે સ્થળોએ બંધારણના આમુખના વાચન કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. બંધારણ નિર્માણમાં મહત્ત્વનું યોગદાન આપનાર ભારતના પ્રથમ કાયદામંત્રી, ભારત રત્ન ડૉ. આંબેડકર સાહેબને આ દિવસે ખાસ યાદ કરવામાં આવે છે.

   આપણો દેશ લોકશાહી દેશ છે. આપણા દેશમાં વિવિધ ધર્મ, જાતિ અને ભાષા ધરાવતા લોકો વસે છે. અનેક વિવિધતા છતાં દરેકને સમાન તક મળી રહે તે માટે આપણા દેશનું બંધારણ ઘડવામાં આવ્યું છે.  દરેક સ્વતંત્ર રાષ્ટ્રને તેનું પોતાનું બંધારણ હોય છે. બંધારણ એ દેશનો મૂળભૂત દસ્તાવેજ છે, જેને અનુસરીને સરકાર દેશનો વહીવટ કરે છે.                                                                                                                                 બંધારણનો અર્થ :  'કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહેવામાં આવે છે.'



       બંધારણસભા : બંધારણ ઘડવા માટે રચવામાં આવેલી સભાને 'બંધારણસભા' કહે છે. બંધારણસભામાં કુલ ૩૮૯ સભ્યો હતા.બંધારણ ઘડતરની પ્રક્રિયા માટે વિવિધ વિષયોને સાંકળતી ૨૩ સમિતિઓની રચના કરવામાં આવી હતી. ડૉ.રાજેન્દ્ર પ્રસાદ બંધારણસભાના અધ્યક્ષ હતા. ડૉ. ભીમરાવ આંબેડકર બંધારણની ખરડા (મુસદ્દા) સમિતિના અધ્યક્ષ હતા. બંધારણ નિર્માણની પ્રક્રિયામાં ડૉ. ભીમરાવ આંબેડકર સાહેબનું વિશેષ યોગદાન હતું, તેથી તેઓને બંધારણના ઘડવૈયા તરીકે ઓળખવામાં આવે છે.

      બંધારણસભાની પ્રથમ બેઠક  ૯ ડિસેમ્બર, ૧૯૪૬ ના રોજ મળી હતી. બંધારણસભાએ ૨ વર્ષ ૧૧ માસ અને ૧૮ દિવસમાં મળેલી કુલ ૧૬૬ બેઠકોમાં બંધારણના ઘડતરની કામગીરી પૂર્ણ કરી હતી. આ પ્રક્રિયામાં દુનિયાના જુદા જુદા દેશોના બંધારણની મહત્ત્વની બાબતોનો અભ્યાસ કરીને ભારતીય બંધારણને આખરી સ્વરૂપ આપ્યું હતું. ભારત દેશની આઝાદી બાદ ૨૬ નવેમ્બર, ૧૯૫૦ ના રોજ તૈયાર થયેલા બંધારણને બંધારણસભાએ સ્વીકાર્યું હતું. ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ ના રોજ બંધારણ અમલમાં મૂકવામાં આવ્યું હતું. 

      દર વર્ષે ૨૬ નવેમ્બરે રાષ્ટ્રીય બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. બંધારણ દિવસની પૂર્વ સંધ્યાએ દિલ્લીમાં સંસદભવન અને રાષ્ટ્રપતિ ભવનને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવે છે. બંધારણ નિર્માણમાં મહત્ત્વનું યોગદાન આપનાર ડૉ.ભીમરાવ આંબેડકર સાહેબને આ દિવસે ખાસ યાદ કરવામાં આવે છે. 

      આપણા દેશનું બંધારણ વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ છે. બંધારણની શરૂઆત આમુખથી થાય છે. આમુખ એટલે પ્રસ્તાવના. ભારતે લોકશાહી શાસન પદ્ધતિ અપનાવી છે. ભારત બિનસાંપ્રદાયિક દેશ છે.  ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર છે. ભારત સંઘ રાજ્ય છે એટલે કે ભારત જુદા જુદા રાજ્યોનો બનેલો એક સંઘ છે. સંઘીય શાસન વ્યવસ્થામાં બે પ્રકારની રચના કરવામાં આવી છે. (૧) સંઘ સરકાર (૨) રાજ્ય સરકાર. સંઘ સરકારને કેન્દ્ર સરકાર તરીકે ઓળખવામાં આવે છે. ભારત દેશનું બંધારણ નાગરિકોને લોકશાહીના મૂળભૂત હકો અને ફરજોની પ્રતીતિ કરાવે છે. 



     મૂળભૂત હકો : (૧) સમાનતાનો હક (૨) સ્વતંત્રતાનો હક (૩) શોષણ સામે વિરોધનો હક (૪) ધાર્મિક સ્વતંત્રતાનો હક (૫) સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક (૬) બંધારણીય ઈલાજોનો હક




                                      જાણવા જેવું

👉 બંધારણ નિર્માણ વખતે મતાધિકાર માટે ૨૧ વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી હતી. બંધારણ અમલી બન્યાનાં ૩૯ વર્ષ પછી ઈ.સ. ૧૯૮૯ માં બંધારણમાં ૬૧મો સુધારો કરવામાં આવ્યો ત્યાર પછી મતાધિકાર માટેની ઉંમર ૧૮ વર્ષ નક્કી કરવામાં આવી.

👉 ઈ.સ. ૧૯૭૬ના  ૪૨માં બંધારણીય સુધારાથી આમુખમાં 'બિનસાંપ્રદાયિક' શબ્દ ઉમેરવામાં આવ્યો.

👉 મૂળભૂત ફરજોનો સમાવેશ ઈ. સ. ૧૯૭૬માં બંધારણમાં સુધારો કરીને કરવામાં આવ્યો છે.


Sunday, October 27, 2024

*🌹 દિવાળીના શુભ પર્વની શુભેચ્છા  🌻*


 *આપણા સંબંધોમાં આવશે રસ*
 *તેનુ શુભ મુહૂર્ત છે અગિયારસ*

 *છોડજો મિત્રો આપ સર્વે આળસ*
 *આવે છે જોરદાર વાઘ બારસ*

 *રંગોળી માં પૂરજો રંગ સરસ*
 *કે રંગીન થઈ જાશે ધનતેરસ*

 *રહેજો હંમેશા લાગણી ને વશ*
 *કે શુભ થઈ જાશે કાળીચૌદસ*

 *સળગાવી નાખજો નફરતની પાળી*
 *કે ચમકાવતી જાશે જીંદગી દીવાળી*

 *રાખજો ને આપજો હર્ષ સામે હર્ષ* 
 *કે ખરેખર ખીલી જાશે નૂતનવર્ષ*

 *સંબંધોમાં કદી રાખવી ન ખીજ*
 *કે ઉમંગોથી છલકી જાશે ભાઈબીજ* 

 *દિલ થી દિલ સુધી બાંધજો બ્રીજ*
 *કે મહેકતી રહેશે હંમેશા ત્રીજ*

 *હરખ થી થઈ જાઓ લોથપોથ*
 *કે ખુશીઓ થી ભરાઈ જાશે ચોથ*

 *"પ્રેમ" ની મુલાયમ પાથરી જાજમ*
 *જીંદગી ભર સુધરી જશે લાભ પાંચમ*

 *વિશ્વ આખું ભરશે માનવતાની ઝોળી*  
 *આવે છે મારા દેવોની દેવ દિવાળી*. 


🙏 *શુભ દિપાવલીની* 🙏    
    🙏 *શુભેચ્છાઓ* 🙏


🌹🌻

Monday, September 16, 2024

હાથ"આપણી લોકબોલીમાં 'હાથ ' નો કહેવત કે રૂઢિપ્રયોગોમાં 'હાથછૂટો' ઉપયોગ કરાયો છે. તો જોઈએ રૂઢિપ્રયોગો અર્થ સાથે.....

"
---------------------------------------------
હાથ પીળા કરવા = લગ્ન કરવા
હાથ આવવું = ખોવાયેલું મળી જવું
હાથથી જવું = તક ગુમાવવી
હાથ કાપવા = સામેની શકતી તોડવી
હાથ ઉપર રાખવા = પોતાનુ  વર્ચસ્વ ઉપર રાખવું
હાથ નીચે = દેખરેખ હેઠળ
હાથ હેઠા પડવા = ઉપાય નાકામ થવો
હાથ ઘસતા રહી જવું = તક ગુમાવવી
હાથ અંચકાવો = સંકોચ થવો
હાથ મસળવો = ક્રોધ દબાવવો
રંગે હાથ પકડાવું = ખોટા કામ કરતા પકડાઈ જવું*

હાથ બાળવા = જાતે કામ કરવું
હાથ ચોખ્ખા હોવા = નીતિમાન હોવું
હાથ નાખવો = વચ્ચે પડવું
હાથ માંગવો = વેવિશાળ માટે કન્યાપક્ષ ટહેલ નાખવી

હાથ પકડવો = મદદ કરવી
હાથમાં લેવું = જવાબદારી સંભાળવી
હાથ બગાડવો = થોડામાં જીવ નાખવો
માથે હાથ = કૃપા દૃષ્ટિ
નીચો હાથ = લાચારી હોવી
હાથમાં હોવુ = તાબામાં હોવું
હાથમાં રાખવું = કબ્જામાં રાખવું
હાથે કરીને = જાણી જોઈને
હાથ જોવા = ભવિષ્ય જોવું
હાથ જોડવા= આદર કરવો
હાથ જોડી વિનંતી કરવી= કરગરવું
હાથ  પછાડી ને જોડવા = કંટાળી જવું

કોલસાની દલાલીમા હાથ કાળા = ખોટા કામ કરવા કે ખોટા કામમાં સાથ આપવાથી નામોશી મળે

હાથ મારવો = ચોરી કરવી
હાથની સફાઈ= ચોરી કરવી
હાથ ફેરવવો= ચોરી કરવી
હાથે કરીને = જાણી જોઈને
હાથના કર્યા હૈયે વાગ્યા= *જેવું કર્યુ તેવું ભોગવવું

ઝાઝા હાથ રળિયામણા = વધુ માણસોના સાથ થી કામનુ જલ્દી પતવાવુ

હાથથી નખ વેગળા= પોતાના  એ પોતાના

હાથ તાળી દેવી = છટકી જવુ
હાથફેરો કરવો = તપાસી લેવું
માથે હાથ મુકવો = આર્શિવાદ આપવા

(૧)હાથ છૂટો = "મારકણો" એટલે સામાન્ય ઝઘડામાં સામે વાળને હાથથી ઈજા પહોંચાડવી
(૨)હાથ છૂટો  = ઉદાર 

ઘર માથે હાથ નાખવો = નબળી દૃષ્ટિ કરવી

(૧)હાથ હળવો કરવો =મેથીપાક આપવો
(૨) હાથ સાફ કરવો=મેથીપાક આપવો

હાથ પગ હલાવવા = મહેનત કરવી
ચારેય હાથ માથે = રહેમ કૃપા દૃષ્ટિ

હાથ ભોંયે પડવા = નિઃસહાય થવું
હાથ ન ધરવો = માંગવું નહીં
હાથ ખંખેરવા = લીધેલ જવાબદારી માથી છટકી જવું
હાથ ઊંચા કરી દેવા =
લીધેલ જવાબદારી માથી છટકી જવું
હાથ દેવો = ટેકો કરવો, સહારો  આપવો

જમણો હાથ હોવું = ખાસ વ્યક્તિ હોવું
ડાબા હાથનું કામ = સહેલું કામ
હાથ પાછો કરવો= ટેકો પાછો લઈ લેવો

હાથ બેસવો = આવડવું

આડે હાથ લેવો = ખૂબ ખીજાવું
હાથની વાત હોવી = થઈ શકે તેવું કાર્ય

Tuesday, September 3, 2024

પેન્શનર માટેની ખાસ ખાસ ખાસ બહુજ ઉપયોગી માહિતી છે

*🌹👌 . દરેક કર્મચારીએ  પાંચ મીનીટનો સમય કાઢી એકવાર અચૂક વાંચજો આ માહિતી લેમીનેશન કરી રાખજો સાહેબ. ઘણા વ્યક્તિઓ એવું પણ વિચારશે કે આપણે ક્યાં સરકારી નોકરી કરીયે છીએ તે આપણા શું કામનું... સાહેબ પણ તમો તમારા સગા વહાલા કે અન્ય સમાજના ભાઈઓને મોકલશો તો તમારા પ્રત્યે એની લાગણી માન વધી જશે.🌹* 

*👉( 1 ) પેન્શનરે રાખવાની ફાઈલ : -*
( 1 ) પેન્શનર નિવૃતિત્તનો આદેશ ,
( 2 ) પી.પી.ઓ. બુક ( લાલ ચોપડી )
( 3 ) પેન્શર ડાયરી રાખવા બાબત : – રાજ્ય મંડળો પાસેથી મળતી પેન્શન ડાયરીમાં પૂરેપૂરી વિગતો ભરી સાચવી રાખવી તે ઘણી ઉપયોગી થશે .
*🌹(2)જોઈન્ટ ખાતું ખોલવા બાબત*
પેન્શન માટે પતિ - પત્નીનું જોઈન્ટ ખાતું ખોલાવી લેવું.
*ખાતું ખોલાવવા રજૂ કરવાની માહિતી*
( 1 ) પાસપોર્ટ ફોટો નંગ – ૨
( 2 ) રેશનકાર્ડની નકલ
( 3 ) ચુંટણી ઓળખપત્રની નકલ

*🌹(3) ઉંમર પ્રમાણે મળતું પેન્શન*
( 1 ) ૮૦ વર્ષ પૂરાં થતાં ૨૦ ટકા
( 2 ) ૮૫ વર્ષ પૂરાં થતાં ૩૦ ટકા
( 3 ) ૯૦ વર્ષ પૂરાં થતાં ૪૦ ટકા
( 4 ) ૯૫ વર્ષ પૂરાં થતાં ૫૦ ટકા
( 5 ) ૧૦૦ વર્ષ પૂરાં થતાં ૧૦૦ ટકા

*🌹(4) કુટુંબ પેન્શન માટે જરૂરી માહિતી*
(1) કુટુંબ પેન્શનરના જોઈન્ટ ફોટો ઓળખપત્ર સાથે.
(2) નોમીનેશન કરેલ ફોર્મ.  
(3) બેન્કની પાસબુક , 
(4 ) કુટુંબ પેન્શનની ઉંમરના આધાર પુરાવા,
(5) જન્મના આધાર પુરાવા જરૂરી છે.

*નાણાં ખાતાના ઠરાવ નં . પી . જી . આર . ૧૦૦૯ / ૪ / પે સેલ તારીખ :13-04-2009 આધારે છઠ્ઠા પગાર પંચે લાભ કરી આપેલ છે પેન્શનર / કટુંબ પેન્શનર બંનેને લાભ મળશે*

*🌹(5)કુટુંબ પેન્શનરની ઉંમર માટે સ્વીકારવા પાત્ર દસ્તાવેજ*
( 1 ) સક્ષમ અધિકારીનો જન્મનો દાખલો
( 2 ) ડ્રાઈવિંગ લાયસન્સ
( 3 ) એલ.સી.ની નકલ 
( 4 ) પાનકાર્ડ
( 5 ) ચૂંટણી કાર્ડ
( 6 ) કેન્દ્ર અથવા રાજ્ય સરકારે આપેલ ઓળખપત્ર
( 7 ) ઉંમર સાથેનો પાસપોર્ટ ફોટો
( 8 ) સિવિલ સર્જનનું પ્રમાણપત્ર નાણાં વિભાગનો ઠરાવ તા.27-09-2009 આધારે.

 *🌹( 6 ) મેડીક્લ ભથ્થાનો વિકલ્પ આપવા બાબત –*
 પેન્શનરે મેડીકલ ભથ્થું મેળવવા માટે વિકલ્પ આપવાનો હોય તો ફેબ્રુઆરી માસમાં બદલી શકાય છે. તા.10 મી માર્ચ સુધી નિયત નમૂનાનું ફોર્મ ભરીને રજૂ કરવું.

*🌹પેન્શનરે બેન્કની પાસબુક ભરવા બાબત :*
 પેન્શનરે બેન્કની પાસબુક નિયમિત બેન્કમાં ભરાવી લેવી મહિલા અને અભણ પેન્શનરે એ.ટી.એમ.નો મોહ રાખવો નહી . 

*🌹પુનઃ લગ્નનો દાખલો આપવામાં મુક્તિ બાબત*
 મહિલા પેન્શનરની ઉંમર 50 વર્ષની પુરૂષ માટે 70 વર્ષ પુરા થાય તો પુનઃ લગ્નનો દાખલો આપવામાં આવેલ છે . નાણા વિભાગના ઠરાવ 02-09-2009 થી.

*🌹(7) હયાતિની ખરાઈ કરવા બાબત : –*
 પેન્શનર - કુટુંબ પેન્શનરે હયાતિની ખરાઈ મે – જૂન માસમાં કરવાની હોય છે. હયાતિ માટે અધિકૃત અધિકારીરશ્રી :-
( 1 ) તિજોરી અધિકારી 
( 2 ) કલેક્ટર
( 3 ) નાયબ કલેક્ટર
( 4 ) મામલતદાર
( 5 ) તાલુકા વિકાસ અધિકારી
( 6 ) સંસદ સભ્ય
( 7 ) ધારાસભ્ય
( 8 ) જિલ્લા વિકાસ અધિકારી
( 9 ) બેન્કના મેનેજર 
વગેરેનું પ્રમાણપત્ર માન્ય છે .
( 10 ) વિધવા પેન્શનરે પુનઃ લગ્ન કરવા બાબત : સંતાન વગરની મહિલા પેન્શનર પુનઃ લગ્ન કરી શકે છે. લગ્ન કરનાર પુરૂષની આવક રૂપીયા 3500થી વધવી જોઈએ નહી. નાણાં વિભાગનો ઠરાવ તા.13-04-2000 પેરા-6.

*🌹 (8) મુજબ ચાલુ નોકરીએ મરણ થાય તો કટુંબ પેન્શન મળવા બાબત*
(1) ચાલુ નોકરીએ મૃત્યું થાય તો કટુંબ પેન્શન 10 વર્ષ સુધી પુરૂ પેન્શન મળે છે .

*🌹(9) રહેમરાહે નોકરીના બદલે ઉચ્ચક રકમ મળવા બાબત*
ચાલુ નોકરીએ કર્મચારીનું મૃત્યુ થાય તો રહેમરાહે નોકરી આપવાનું સરકારે બંધ કરેલ છ આ ચાલુ રાખવા ગુજરાત હાઈકોર્ટમાં અપિલ દાખલ કરાયેલ છે. નોકરીના સમયને ધ્યાનમાં રાખી ઉચ્ચક રકમ રૂ.8,00,000/- સુધીની ચુકવાય છે. જે મેળવી લેવી.

 *🌹(10) સિનિયર સિટીજનના દાખલા બાબત*
સિનિયર સિટીજનનો દાખલો રૂપિયા 20 ભરી મામલતદાર કચેરીએથી ફોટા સાથે મેળવી લેવો. ઉંમરનો દાખલો સાથે આવી જાય છે.
( 1 ) ઈન્કમટેક્ષમાં રાહત મળે છે .
( 2 ) રેલ્વે અને વિમાનની મુસાફરીમાં કન્સેશન મળે છે .
( 3 ) બેન્ક અને એન.એસ.એસી. રોકાણ ૧ ટકા વ્યાજ મળે છે.
( 4 ) મુસાફરીમાં ઉપયોગી થાય છે.

 *🌹(11) સરકારી ગેસ્ટ હાઉસમાં લાભ મળવા બાબત :* નિવૃત્ત કર્મચારી / અધિકારીને તેના કુટુંબ સાથે રાજ્ય સરકારના ગેસ્ટ હાઉસમાં બીન ફરજ પરના કર્મચારી અધિકારી સમકક્ષ ગણી રહેવા જમવાની સગવડ *છ દિવસ* સુધીના સમયગાળા માટે આપવાનું ઠરાવેલ છે . ઓળખપત્ર ખાસ રજૂ કરવું. મકાન અને માર્ગ વિભાગના ઠરાવ નં.એવીએ /૧૦૮૩ સીએમ /૧૮૯૬( ૧ ), તા.13-03-1997.

*🌹(12) ઓળખપત્ર રાખવા બાબત*
 ઓળખપત્ર પેન્શનર/કુટુંબ પેન્શનરે પોતાની પાસે હંમેશા સાથે રાખવું. પેન્શનર ટ્રેઝરી ઓફીસરનું અને બીજા પણ સાથે રાખવાં.

*🌹(13) બે પેન્શનરમાં મોંઘવારી ભથ્થુ મેળવવા બાબત : –* 
જો પેન્શનર જુદી જુદી બે નોકરીમાં બે પેન્શન મેળવતાં હોય તેમને બંને પેન્શન ઉપર મોંઘવારી ભથ્થુ મળે છે. નાણાં વિભાગના તા.20-01-1998 ના ઠરાવ તથા કેન્દ્ર સરકારનો સરક્યુલર તા . 04-12-1997 પેન્શન તા . 16-06-1999ની સ્પષ્ટતા મુજબ.

*🌹(14) તાત્કાલિક સારવાર ccc બાબત*
પેન્શનરને તાત્કાલિક સારવાર માટે સરકાર માન્ય હોસ્પિટલના બદલે અન્ય ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હોય તો પણ કુલ રીએમ્બર્સમેન્ટ મેળવવા હક્કદાર છે.

 *🌹(15) લઘુત્તમ પેન્શન બાબત*
 લઘુત્તમ પેન્શનર રૂપિયા 9000 નક્કી કરેલ છે . તેના ઉપર મોંઘવારી ભથ્થું મેડીકલ વગેરે નીયમો મુજબ મળે છે . નાણાં વિભાગ ઠરાવ તા.13-04-2009

*🌹(16) મકાન પેશગી માંડવાળ કરવા બાબત :*
 પેન્શનરના મૃત્યુના કિસ્સામાં મકાન પેશગીની મુદ્દલ વ્યાજ સાથે માંડવાળ કરવા બાબત નાણાં વિભાગના ઠરાવ નં . ડીપીપી / ૧૦૯૨ – ૧૪૭૮/૯૬ ઝેટ -૧  તા . 03-08-1996 થી માંડવાળ કરવા ઠરાવેલ છે.

*🌹 (17) માતા - પિતાને પેન્શન મળવા બાબત*
– પેન્શનરના મૃત્યુના સંજોગોમાં પતિ/પત્ની કે બાળકો ન હોય તો પેન્શનર આધારિત હોય તેવા માતાપિતાને પેન્શન મળવાપાત્ર છે . નાણાં વિભાગના પત્ર નં . એન . વીટી / ૨૦૦૧ / ડી / ૪૯૭ / ૨ / પી , તા . 19/08/2002 
*🌹(18) પેન્શન પાત્ર નોકરી બાબત* : – 
ઓછામાં ઓછા પેન્શન પાત્ર નોકરીના વર્ષ 10 વર્ષ ગણાય છે . જી.સી.આર. 2002 પેન્શન, નિયમ –37 ( 1 ) મુજબ પેન્શનપાત્ર નોકરીના જરૂરી વર્ષ રોજમદાર કારીગર માટેના ઠરાવ તા.17-10-1988.

*🌹(18) હોસ્પિટલમાં સિનિયર સીટીજન જુદી લાઈન રાખવા બાબત :* 
હોસ્પિટલમાં કેશ કઢાવવા ડોક્ટરને બતાવવા અને દાવા કરાવવા અલગ લાઈન કરવા સામાજિક ન્યાય અને અધિકારીતા કેન્દ્ર સરકારના હુકમો થયેલ છે.  ઈન્કમટેક્ષની મર્યાદા વધુ - વ્યાજદર ૧ ટકા રેલ્વે , હવાઈ મુસાફરી 50% રાહત દરે વગેરે...

*🌹(19) મા – બાપ અને વરિષ્ઠ નાગરિક બાબત : –*
 મા – બાપ અને વરિષ્ઠ નાગરિક નિભાવ અને કલ્યાણ કેન્દ્રીય અધિનિયમ 56 , 2007 ના નિયમો અને ટ્રિબ્યુનલો 2009 જાણવા જોગ જુઓ .

*🌹(20) માહિતી અધિકાર બાબત :* 
જરૂર પડે માહિતી અધિકાર હેઠળ માહિતી અધિકાર અધિનિયમ , 2005 નિયત નમૂનામાં ફોર્મ ભરી રૂપિયા 20 નો સ્ટેમ્પ લગાવી માહિતી મેળવવાની જોગવાઈ છે.

 *🌹(21) પેન્શન જગતમાં પ્રશ્ન પૂછી માહિતી મેળવવા બાબત*
 – પેન્શનરને પેન્શન બાબતમાં મુંજવતો કોઈ પણ પ્રશ્ન હોય તો તે પેન્શન જગતના ગ્રાહકના પ્રશ્ન કોલમમાં પ્રશ્ન પૂછી તેનો જવાબ મેળવી પ્રશ્નની ચોખવટ મેળવી શકે છે . અંકમાં પ્રશ્નનો જવાબ આપવામાં આવે છે . પેન્શન જગતના ગ્રાહકને જ જવાબ આપવામાં આવે છે જેથી ગ્રાહક નંબર અચુક લખવો.

*🌹(22) નિવૃત્ત થયેલ અધિકારીશ્રી ઓળખ આપી શકે છે*
નિવૃત્ત થયેલ અધિકારીશ્રી ઓળખ આપી શકે છે . રહેઠાણના પુરાવા સાથે ઓળખ આપવાની જોગવાઈ કરેલ છે . સામાન્ય વહીવટી વિભાગના તા.12-01-2012 ના ઠરાવ નં . યું.આઈ.ડી .102009 યુ.ઓ.આર . – 45 એસ પાર્ટ ( ટુ ) થી જોગવાઈ કરેલ છે.

*🌹(23) પેન્શન ઘટાડવા સ્થાગિત કરવા બાબત --*
રાષ્ટ્ર વિરોધિ પ્રવૃિત્તિ તથા નિયમ ભંગની અત્યંત ગંભીર કાર્યવાહી કરે તો પેનશન ઘટાડવા સ્થગિત કરવાનો સરકાયશ્રીને અધિકાર છે. ગુજરાત સરકારના ૨૦૦૨ ના પેન્શન નિયમોના નિયમો – ૨૩ ( ૩ ) મુજબ.

*🌹(24) નિવૃત્તિ બાદ પુનઃ લગ્ન કરવા બાબત :*
 – નિવૃત્તિ બાદ કરેલ પુનઃ લગ્ન રાજ્ય સરકારે માન્ય રાખેલ છે. નાણાં ખાતાનાં ઠરાવ નં . ન.વ.તા.એફ. 1390 જી.ઓ. –૧–૩૦ - પી.આઈ એફ . 1390 –જી.ઓ. –130 – પી.આઈ. , તા 15/09/91 આ અંગે મેરેજ રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. જે ખાતામાંથી નિવૃત્તિ થયા હોય તે ખાતા મારફતે દરખાસ્ત મંજૂર કરાવી પીપીઓ બુકમાં નામ દખલ કરાવવું જરૂરી છે.

*🌹(25) ગુજરાત રાજ્ય સેવા તબીબી સારવાર એમ્બ્યુલન્સ સેવા બાબત*
ગુજરાત રાજ્ય સેવા તબીબી સારવાર નિયમો 1988 ની મહત્ત્વની ઉપયોગી જોગવાઈ કરવામાં આવી છે. દર્દીને ચાલવાનું અશક્ય હોય તો હોસ્પિટલ અને હોસ્પિટલથી ઘર સુધી બંને તરફ આવવા - જવા માટે એમ્બ્યુલન્સ સેવા તરીકે સ્વીકારેલ છે નિયમ–૨ ( ૭ ) છ મુજબ.

*🌹(26) પેન્શનરને આવકનું પ્રમાણપત્ર મેળવવા બાબત : –*
નાણાં ખાતાના ઠરાવ –ડીપીપી - 1098-49696-8 - પી . , તા .24 / 04 / 2000 થી તિજોરી અધિકારીએ 30 જૂન સુધી મોકલી આપવાની જોગવાઈ કરવામાં આવેલ છે , ઈન્કટેક્સ રીટર્ન વગેરે માટે ઉપયોગી છે .

*🌹(27) 80 વર્ષથી વધુ ઉંમરના પુરાવા માટે પ્રમાણપત્ર રજુ કરવા બાબત*
 – 80 વર્ષ પૂરા થયેથી પેન્શનર - કટુંબ પેન્શનરને 20 ટકા, 30 ટકા, 40 ટકા, 50 ટકા પૂરા 100 ટકા મેળવવા જિલ્લા તિજોરી અધિકારીશ્રીને ઉંમરના પુરાવા કુટુંબ પેન્શનરે રજૂ કરવાના થાય છે . અભણ કટુંબ પેન્શનરે તબીબી પ્રમાણપત્ર માન્ય રાખવા કમિશનર આરોગ્ય તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ ( તબીબી સેવાઓ ) ગુજરાત રાજ્ય ના જા.જ.6-1 -80 ના પ્રમાણપત્ર 11 તા . 27/12/2011 થી સિવિલ સર્જનની સહી થયેલ પ્રમાણપત્ર માન્ય રહે છે .
કેન્દ્ર સરકારના પેન્શનરોની અપરણિત પુત્રીને આજીવન પેન્શન બાબત ઃ કેન્દ્ર સરકાર વિધવા ત્યકતા અપરણિત પુત્રી આજીવન પેન્શન આપવા કેન્દ્ર સરકારના ઠરાવ નં.1-19-03 પી-એન્ડ–પી. ડબલ્યુ.ડી– (સી) તા.06-09-2007 થી ઠરાવેલ છે. આ અંગે ગુજરાત સરકાર પાસે પેન્શનરોની માંગણી ચાલુ છે .

*🌹 (28) પેન્શનરે* – 
કુટુંબ પેન્શનરે તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળમાં આજીવન સભ્ય ફી ભરી આપણા હક્કોની લડત અને સંગઠનમાં સહભાગી થવું .

*🌹(29) વર્ષ 2021 માટે પેન્શનરોની વાર્ષિક હયાતીની ખરાઈનો સમયગાળો વધારવા અંગે*
 જીવન પ્રમાણ પોર્ટલ પર પણ ઓનલાઈન કરાવી શકાય છે . www.jeevanpramaan.gov.in નાણાં વિભાગના પત્ર તા .27/05/ 2021.

*🌹 (30 )કુટુંબ પેન્શન* 
શરૂ કરવા અંગેની માહીતીનું પત્રક પેન્શન ચૂકવણા પત્ર તા .27/05/ 2021.

*🌹 (31) અવસાન પામેલ નિવૃત્ત સરકારી કર્મચારીના મુક - બધિર સંતાનને આજીવન કુટુંબ પેન્શન આપવા અંગે .* 
નાણા વિભાગના તા .21/12/2018 ના પત્ર અન્વયે. 

*🌹 (32) પેન્શન અદાલત યોજના અંગે .*
 હિસાબ અને તિજોરી નિયામકના તા. 03/ 08/2019 ના પત્ર અન્વયે.

*🌹(33) વારસાઈ પ્રમાણપત્ર મેળવવા અંગે .*
નાણા વિભાગના તા .28/ 07/2018 ના પત્ર અન્વયે.

*🌹 (34) પેન્શનરના કુટુંબ પેન્શન કેસમાં* 
નિવૃતિ/અવસાન સમયે પેન્શનર જે હોદા પર હોય તે હોદાને અનુરૂપ 50 % પેન્શન / 30 % કુટુંબ પેન્શન અંગે . નાણા વિભાગના તા .01/05/ 2018 ના પત્ર અન્વયે.

*🌹 (35) પેન્શન રીવીઝન સમયે* કર્મચારીએ નિવૃતી સમયે મેળવેલી પગાર ધોરણ ઘ્યાનમાં લેવા અંગે . નાણા વિભાગના તા .12/03/2018 ના પત્ર અન્વયે.

*🌹 (36) પરવરીશ પેન્શન ,* જીવાય પેન્શન અને વિધવા આર્થિક સહાયમાં વધારો કરવા અંગે . (નાણા વિભાગના તા .07/04/2015 ના પત્ર અન્વયે.

*🌹 (37)* *તા.01-01-2006 થી તા.13-04-2009* દરમીયાન નોશનલ ઈજાફા સાથે સ્વૈચ્છિક નિવૃત થયેલા માટે નાણા વિભાગના તા.10/10/2013 ના પત્ર અન્વયે.

*🌹(38) પેન્શનના રૂપાંતર કરાયેલા ભાગનું 15 - વર્ષ બાદ પુનઃ સ્થાપન કરવા અંગે .* 
નાણા વિભાગના તા .21/11/2010 ના પત્ર અન્વયે.

*🌹(39) પોસ્ટલ મનિઓર્ડર દ્વારા પેન્શનનું ચુકવણું કરવા અંગે . ઓક્ટોબર- 2009 થી શરૂઆત .* નાણા વિભાગના તા .22/03/2010 ના પત્ર અન્વયે.

*🌹(40)*50 વર્ષથી મોટી ઉમરના મહિલા કુટુંબ પેન્શનરોને* 
લગ્ન અથવા પુનઃ લગ્ન કરવા અંગેના પ્રમાણપત્ર રજુ કરવામાંથી મુક્તિ આપવા અંગે . 
નાણા વિભાગના તા .02/09/2009 ના અન્વયે.

*🌹 (41) પેન્શનર કર્મચારીના અવસાન પામે તો*  
પેન્શનરનાં શારીરિક અથવા માનસિક અશક્ત સંતાનને આજીવન કુટુંબ પેન્શન આપવા અંગે.
નાણા વિભાગના તા .08/04/2009 ના પત્ર અન્વયે.

*🌹(42) કુટુંબની વ્યાખ્યામાં*
માતા - પિતાનો સમાવેશ કરવા અને આવક મર્યાદા નક્કિ કરવા અંગે . નાણા વિભાગના તા .09/11/2004 ના પત્ર અન્વયે.

*🌹(43) રાજ્ય ફેડરેશનનું મુખપત્ર "*  
પેન્શનર જગત " નું નીચેના સરનામે લવાજમ ભરી તેના સભ્ય બની અદ્યતન કાર્યવાહીથી વાકેફ રહેવા વિનંતી છે . મંડળનું મુખ્ય અને પેન્શનર જગત કાર્યાલય : -
સ્ટેટ પેન્શનર્સ ફેડરેશન , 
જી / 1-2 " પોલોવ્યુ "
પોલો ગ્રાઉન્ડ સામે , વડોદરા -1 
ફોન : ( 0265 ) 241847.
મો .9099946294 
શાખા કાર્યાલય : ગુજરાત સ્ટેટ પેન્સનર્સ ફેડરેશન : -
304 સ્વસ્તિક કોમ્પલેક્ષ , 
એસ -૧ , બીજો માળ , 
17/22 ના બસસ્ટેન્ડ પાસે , 
સેક્ટર – 22 , ગાંધીનગર.
ફોન : 3820222 ફોન . ( 079 ) 23246865.

ઓળખપત્ર બાબત નાણા વિભાગે પેન્શનરોને ઓળખપત્ર અંગે પત્ર ક્રમાંકઃ પરચ/5691/પી-2 તા.15-09-92 થી નિર્ણય કરેલ છે . પેન્શનર્સ ફેડરેશન તથા મંડળો મારફત આવા ઓળખપત્ર અપાય છે. ઓળખપત્રો ઉપર સંબંધિત તિજોરી પેટા તિજોરીના સહી સિક્કાથી અધિકૃત કરી આપવામાં આવે છે. ઓળખપત્ર ધરાવતા પેન્શનરને ઘણી બધી સવલતો મળતી હોય છે. નિવૃત્તિ સમયે સરકારી રેકર્ડમાં ચાલતા નામ પ્રમાણે જ બેંકમાં ખાતુ ખોલાવવું . હવે ઇ-પેમેન્ટ પ્રથા અમલમાં હોવાથી નામમાં ફેરફારથી પેન્શન જમાં થવામાં મુશ્કેલી પડે છે. આથી બેંક ખાતામાં  રેકર્ડમાં દર્શાવ્યા મુજબના જ આખા નામ અટક સાથે ખાતું ખોલાવવું. તે આધાર કાર્ડ અને પાનકાર્ડ પણ મેચ થાય તે પ્રમાણે જ કરાવવા.

*🌹(44) કુટુંબ પેન્શન મેળવવા શું કાર્યવાહી કરવી : –*
પેન્શનરના અવસાન પ્રસંગે – વારસદારે તિજોરી અધિકારીશ્રીને સાદા કાગળ પર પી.પી.ઓ. નંબર મરણના દાખલા સાથે અરજી કરવાની હોય છે. નિયુક્ત પત્રમાં જણાવેલ નિયુક્ત વારસદારે અવસાન તારીખથી એક વર્ષમાં અરજી કરે અને રૂ.30,000 સુધીની બાકીના પેન્શનની રકમ મામલતદાશ્રીના સર્ટિફિકેટના આધારે મળવાપાત્ર બને છે . 1 લાખ સુધીની કરમ કલેક્ટરની અને ત્યાર પછી વધુ રકમ માટે ડી .મેજીસ્ટ્રેટશ્રીને પાવર હોય છે.

*🌹(45) ઉતરક્રિયાનાં નાણાં મેળવવા શું કાર્યવાહી કરવી ? :*
પેન્શનરના અવસાન પ્રસંગે પેન્શનરે નિયુક્ત કરેલ વારસદારને એક માસના પેન્શન વત્તા મોંઘવારીની રકમ ઉત્તરક્રિયાના ખર્ચ તરીકે ચૂકવવામાં આવે છે . આ અંગે પેન્શનરે તેમની હયાતી દરમ્યાન તિજોરી અધિકારીશ્રીને નમૂના– 11 અને 12 ના ફોર્મ ભરી આપવાના રહે છે.. જેથી પેન્શનરના મરણ પછી આવા હક્ક દાવા મેળવવામાં નિયુક્તાને મુશ્કેલી પડે નહી. આ લાભ કુટુંબ પેન્શન મેળવતા પેન્શનરને લાગુ પડશે નહિં.

*🌹(46) પેન્શન ટ્રાન્સફર કરવા બાબત :*
એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં અથવા એક તાલુકામાંથી બીજા તાલુકામાં પેન્શન ટ્રાન્સફર કરવા તિજોરી અધિકારીશ્રીને અરજી કરવાની હોય છે. નમુના - 14 મુજબ કરવાથી ટ્રેઝરી ઓફીસર તબદીલી કરી શકે છે. એક રાજયમાંથી બીજા રાજયમાં પેન્શન ટ્રન્સફર કરવા આવી જ કાર્યવાહી કરવાની હોય છે. પેન્શન પ્રો કચેરી દ્વારા એ.જી. ઓફીસેથી,,, તબદીલીની કાર્યવાહી કરવાની રહે છે. 

*🌹(46) વિકલાંગ પુત્ર - પુત્રીને કટુંબ પેન્શન ઃ* 
શારીરિક રીતે પુત્ર - પુત્રીને જીવન પર્યત કુટુંબ પેન્શન મળે છે . નાણા વિભાગના ઠરાવ નં . નવત/1387/ જી.ઓ.આઈ પી.જે. તા.06-06-89 પેન્શનરે હયાતીમાં અરજી કરી લાભાર્થીનું નામ પી.પી.ઓ .માં લખાવવું. 
👉 *બે પત્નીના કિસ્સામાં કુટુંબ પેન્શન*–  
કુટુંબ પેન્શનની રકમ બે પત્નીના કિસ્સામાં એકના અવસાન પછી પેન્શન બંધ થવાને બદલે બીજી પત્નીને કુટુંબ પેન્શનની પહેલી પત્નીને મળતી રકમ પ્રમાણે ચુકવાશે. 
નાણા ખાતાના ઠરાવ નં . નવત / 1091 જી.ઓ.આઈ.એફ.એફ.એમ- તા.01-03-92.
(3) નિવૃત્તિ બાદ લગ્નથી પ્રાપ્ત સંતાનોને કુટુંબ પેન્શન મળવાપાત્ર થાય છે. 
*સરકારી ઠરાવ તા.18-03-97 થી તા.01-01-2006 ધારણ કરેલ હોદ્દાના મિનિમમ પગાર બેન્ડ + ગ્રેડ પે ના 50 ટકા પેન્શન તથા 30 ટકા મુજબ કુટુંબ પેન્શન મળે તેવી જોગવાઈ કરેલ છે* . 


Friday, July 12, 2024

 

1નો ઘડીયો
2નો ઘડીયો
3નો ઘડીયો
4નો ઘડીયો
5નો ઘડીયો
6નો ઘડીયો
7નો ઘડીયો
8નો ઘડીયો
9નો ઘડીયો
10નો ઘડીયો

Sunday, June 30, 2024

સન્માન

માણકોલ પ્રાથમિક શાળામાં શિક્ષક શ્રી રાજેશકુમાર ડી સોલંકીનું સન્માન
તસવીરનું વર્ણન:
તસવીરમાં માણકોલ પ્રાથમિક શાળામાં શાળા સિદ્ધિ પ્રવેશોત્સવ ૨૦૨૪ અંતર્ગત શાળામાં ફરજ બજાવતા શિક્ષક શ્રી રાજેશકુમાર ડી સોલંકીનું સન્માન કરવામાં આવી રહ્યું છે.
સન્માન સમારોહમાં ઉપસ્થિત મહાનુભવો:
 * સાણંદ તાલુકા પ્રમુખશ્રી
 * શ્રી પ્રાંત અધિકારી શ્રી સાણંદ
 * સરપંચશ્રી માણકોલ ગ્રામ પંચાયત
 * ગામના આગેવાનો
 * મહાનુભવશ્રીઓ
 * તલાટી કમ મંત્રી
 * શાળા પરિવાર
સન્માનનું કારણ:
શિક્ષક શ્રી રાજેશકુમાર ડી સોલંકીને તેમની શૈક્ષણિક સફરમાં વિવિધ તાલુકાથી રાષ્ટ્રીય એવોર્ડ અને પ્રમાણપત્ર મળ્યા છે. તેમણે બાળકો માટે અવિરત શૈક્ષણિક પ્રયાસો કરીને શિક્ષણ અને સંસ્કારનું સિંચન કર્યું છે. આમ તેમના ભગીરથ કાર્યને બિરદાવી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
સન્માન સમારોહમાં શું થયું:
 * શિક્ષક શ્રી રાજેશકુમાર ડી સોલંકીને શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા.
 * મહાનુભવોએ શિક્ષકશ્રીના શૈક્ષણિક કાર્ય અને બાળકો પ્રત્યેના સમર્પણની પ્રશંસા કરી.
 * શિક્ષકશ્રીએ આભાર વ્યક્ત કરતાં શાળાના વિકાસમાં સહકાર આપનાર તમામનો આભાર માન્યો.
આ સમાચારનું મહત્વ:
આ સમાચાર શિક્ષક શ્રી રાજેશકુમાર ડી સોલંકીના શૈક્ષણિક કાર્ય અને તેમના સમર્પણને ઉજાગર કરે છે. તે શિક્ષકો અને શિક્ષણક્ષેત્ર માટે પ્રેરણાદાયક છે. આ સમાચાર બાળકોને શિક્ષણનું મહત્વ સમજાવવામાં અને તેમને શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહિત કરવામાં મદદ કરી શકે છે.
તમારા પ્રશ્નો:
તમારી પાસે આ સમાચાર અથવા શિક્ષક શ્રી રાજેશકુમાર ડી સોલંકીના કાર્ય વિશે કોઈ પ્રશ્નો હોય, તો મને પૂછવામાં અચકાશો નહીં.

Sunday, May 12, 2024

ઉપીયોગી વેબસાઈટ  લીસ્ટ
1. screenr.com– તમારી સ્ક્રીનનો વીડિઓ કેપ્ચર કરીને સીધો જ યુટ્યુબ પર અપલોડ કરી આપે છે.
2. thumbalizr.com– કોઈ પણ વેબપેજના સ્ક્રીનશોટ કેપ્ચર કરવા માટે.
3. goo.gl– લાંબી URL ને નાની બનાવવા માટે અને URL એન QR Codes માં કન્વર્ટ કરવા માટે.
4. unfurlr.come– કન્વર્ટ કરાયેલી નાની URL પાછળ કઈ URL છે તે જાણવા માટે.
5. qClock– કોઈપણ સીટી નો ગૂગલ મેપ થી લોકલ સમય જાણવા માટે.
6. copypastecharacter.com– સ્પેસીઅલ એટલે કે તમારા કીબોર્ડ માં નથી તેવા કેરેક્ટર ને કોપી કરવા માટે.
7. postpost.com– ટ્વીટર માટે નું વધારે સારું સર્ચ એન્જીન.
8. lovelycharts.com– ફ્લોચાર્ટ, નેટવર્ક ડાયાગ્રામ, સાઈટમેપ વગેરે બનાવવા માટે.
9. iconfinder.com– બધી જ સાઈઝના આઈકોન માટે ની બેસ્ટ વેબસાઈટ.
10. office.com– ઓફીસ ડોક્યુમેન્ટ માટે ટેમ્પલેટ, કલીપઆર્ટ, ઈમેજીસ વગેરે ડાઉનલોડ કરવા માટે.
11. followupthen.com– ઈમેઈલ રીમાઈન્ડર માટેનો સૌથી સરળ રસ્તો.
12. jotti.org– કોઈપણ શકમંદ ફાઈલ કે ઈમેઈલ અટેચમેન્ટ નું વાઇરસ સ્કેન કરાવો.
13. wolframalpha.com– સર્ચ કાર્ય વગર સીધા જ જવાબ મેળવો.
14. printwhatyoulike.com– ક્લટર વગર વેબપેજ પ્રિન્ટ કરો.
15. joliprint.com– ન્યુઝલેટરની જેમ કોઈપણ આર્ટીકલ કે બ્લોગ કન્ટેન્ટ ને રિફોર્મ કરો.
16. search4rss.com– RSS ફીડ્સ માટેનું સર્ચ એન્જીન.
17. e.ggtimer.com– ડેઈલી યુઝ માટેનું સિમ્પલ ઓનલાઈન ટાઈમર.
18. coralcdn.org– વેબસાઈટ જો કોઈ વેબસાઈટ હેવી ટ્રાફિક થી ડાઉન થઇ ગઈ હોય(જેમ કે બોર્ડ ના રીઝલ્ટ સમયે અથવા ટ્રેન માં તત્કાલ ટીકીટ બુક કરાવવા સમયે) તો કોરલસીડીએન થી એક્સેસ કરો.
19. random.org– રેન્ડમ નંબર મેળવવા, સિક્કો ઉછાળવા વગેરે જેવું ઘણું બધું.
20. pdfescape.com– તમારા વેબ બ્રાઉઝર થી જ પીડીએફ ને ઓનલાઈન એડિટકરવા માટે.
21. viewer.zoho.com– પીડીએફ કે પ્રેઝન્ટેશન ને વેબ બ્રાઉઝર માં પ્રિવ્યુ કરવા માટે.
22. tubemogul.com– એક જ ક્લિક થી યુટ્યુબ અને બીજી ઘણી વિડીઓ સાઈટ પર વિડીઓ અપલોડ કરવા માટે.
23. workinprogress.ca/online- speech-recognition-dictation& ispeech.org– બ્રાઉઝર માં ઓનલાઈન વોઈસ રેકગ્નીશન માટે.
24. scr.im– સ્પામ ની ચિંતા કાર્ય વગર તમારું ઈમેઈલ અડ્રેસ અહીંથી શેર કરો.
25. spypig.com– હવે થી તમારા ઈમેઈલ ની રીડ રીસીપ્ટ મેળવો, એટલે કે જેને ઈમેઈલ મોકલ્યો છે તેમણે ઈમેઈલ વાંચ્યો છે તેનું કન્ફર્મેશન.
26. sizeasy.com– કોઈ પણ પ્રોડક્ટની સાઈઝ કમ્પેર(સરખામણી) અને વિઝ્યુલાઈઝ(કલ્પના) કરો.
27. myfonts.com/WhatTheFont– કોઈ પણ ઈમેજમાં રહેલા ફોન્ટનું નામ મેળવો.
28. google.com/webfonts– ઓપન સોર્સ ફોન્ટ નું સારું એવું કલેક્શન.
29. regex.info– ફોટા માં રહેલા હિડન એટલેકે છુપાયેલા ડેટા ને મેળવવા માટે.
30. livestream.com– તમારી કોઈપણ લાઇવ ઇવેન્ટને અથવા ડેસ્કટોપ સ્ક્રીનનો વીડિઓ આ વેબસાઈટ માં બ્રોડકાસ્ટ કરી શકો છો.
31. iwantmyname.com– બધા TLD માં તમને તમારું ડોમેન સર્ચ કરવામાં મદદ કરે છે.
32. homestyler.com– શરૂઆતથી જ તમારા હોમ ઇન 3d ને નવું રૂપ આપો.
33. join.me– તમારી સ્ક્રીનને ઓનલાઈન શેર કરો.
34. onlineocr.net– સ્કેન કરેલી પીડીએફમાંથી ટેક્ષ્ટ મેળવો.
35. flightstats.com– ફ્લાઈટ નું સ્ટેટસ જોવા માટે.
36. wetransfer.com– મોટી ફાઈલ  ને શેર કરવામાટે.
37. http://www.gutenberg.org/– ફ્રી કીન્ડલ બુક ડાઉનલોડ કરવા માટે.
38. polishmywriting.com– સ્પેલિંગ કે ગ્રામર ની એરર ચેક કરવા માટે.
39. marker.to– શેર કરવાના હેતુ થી કોઈપણ વેબપેજ ના મહત્વના ભાગને હાઈલાઈટ કરવા માટે.
40. typewith.me– એક કરતા વધારે લોકોને એક જ ડોક્યુમેન્ટ પર ઓનલાઈન કામ કરવા માટે.
41. whichdateworks.com– કોઈ ઇવેન્ટ નું પ્લાનિંગ કરો છો? બધાને અનુકુળ હોય તેવી તારીખ નક્કી કરવા માટે.
42. everytimezone.com– વર્લ્ડ ટાઇમ ઝોન નો સરળ વ્યુ.
43. gtmetrix.com– તમારી સાઈટ કે બ્લોગ નું પરફોર્મન્સ ઓનલાઈન ચેક કરવા માટે.
44. noteflight.com– મ્યુઝીક શીટ એટલે કે મ્યુઝીક ને લખવાની ભાષા ઓનલાઈન લખવા માટે.
45. imo.im– એક જ જગ્યાએથી સ્કાઇપ, ફેસબુક, ગૂગલ ટોક વગેરે ના ફ્રેન્ડસ સાથે ચેટ કરવા માટે.
46. translate.google.com– વેબસાઈટ, પીડીએફ, કે ડોક્યુમેન્ટ્સ નું ભાષાંતર કરવા માટે.
47. kleki.com– ઘણી બધી જાતના બ્રશ વાપરીએન પેઈન્ટ કરવા માટે.
48. similarsites.com– તમને જે સાઈટ ગમતી હોય તેના જેવી બીજી સાઈટ નું લીસ્ટ મેળવવા માટે.
49. wordle.net– લાંબા લખાણને ટેગ કલાઉડ માં ફેરવવા માટે.
50. bubbl.us– તમારા આઈડિયા કે મગજ પરના નકશા ને બ્રાઉઝર માં ઉતારો.

Thursday, May 9, 2024

અંગ્રેજી ડિક્શનરી*

*🔥 
*🟣 ધોરણ ૫ થી ૮ માટે*
*🟢 વેકેશનમાં તૈયારી માટે*

*🟡 તમામ સ્પેલીંગો એક જ Pdf ફાઈલમાં*

     ⤵️ ⤵️ ⤵️ ⤵️ ⤵️

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
*🙏 તમામ વિદ્યાર્થી મિત્રોને મોકલશો.*

Friday, May 3, 2024

*🍁ધો.1 માટેની પૂર્વ તૈયારી રૂપે મળતું આનંદમય શિક્ષણ એટલે 'બાલવાટિકા'*

*🍁નવા શૈક્ષણિક સત્ર 2024-25 માટે બાલવાટિકામાં તારીખ 2-6-18 થી 1-6-19 વચ્ચે જન્મેલ બાળકને પ્રવેશ મળશે જ્યારે, ધોરણ-1 માં તારીખ 2-6-17 થી 1-6-18 વચ્ચે જન્મેલ બાળકને પ્રવેશ મળશે*

*🍁અગાઉ 31 ઓગસ્ટ સુધી છોકરા અને 30 સપ્ટેમ્બર સુધી છોકરીઓને ધો.1 માં પ્રવેશ અપાતો હતો, જે ગત વર્ષથી 1લી જુને 6 વર્ષ પૂર્ણ થયા હોય તેને જ અપાતા, પ્રવેશ ન મેળવનાર માટે સરકારે બાળવાટિકા શરૂ કર્યુ હતું : આંગણવાડી કે પ્રિ-સ્કૂલના 4 થી 6 વર્ષના મહત્વના ત્રણ વર્ષ શ્રવણ-કથન-કૌશલ્યો સાથે પ્રવૃત્તિમયે શિક્ષણ અપાશે: ગયા વર્ષે બાળવાટિકામાં પણ બન્ને સત્રના અલગ પુસ્તકો બહાર પાડ્યા હતા*

*🍁રાષ્ટ્રીય શિક્ષણ નીતિના ભાગરૂપ પ્રારંભિક બાળ શિક્ષા અને સંભાળ અંતર્ગત 4 થી 8 વર્ષના પ્રથમ પાંચ વર્ષના ગાળામાં પ્રિ-સ્કૂલના પ્રવૃત્તિમય શિક્ષણ સાથે ધો.1-2 નો પાયો પાકો કરાશે: 2027 સુધીમાં ધો.3 સુધીના તમામ બાળકોને વાંચન, લેખન અને ગણન કૌશલ્યો વિકસાવાશે: સમજ સાથેનું વાંચન અને પાયાના ગણનમાં નિપુણતા માટેની રાષ્ટ્રીય પહેલ દેશે નિપુણ ભારત અભિયાનમાં કરી છે*



Monday, April 15, 2024

ડૉ બાબાસાહેબ આંબેડકર: એક સંક્ષિપ્ત જીવન પરિચય

:
----------
  1. મહાન સમાજશાસ્ત્ર
  2. મહાન અર્થશાસ્ત્રી
  3 બંધારણ નિર્માતા
  4.આધુનિક ભારતના મસીહા
  5. ઇતિહાસ જાણીતા અને નિર્માતા
  6. માનવશાસ્ત્રી
  7. તત્ત્વજ્ઞાની
  8. દલિતો અને મહિલા અધિકારના મસિહા
  9. જાણકાર કાયદો (કાયદાના નિષ્ણાત)
  10. માનવાધિકારના વાલી
  11. મહાન લેખક
  12 પત્રકારો
  13. મોડિફાયર
  14. મહાન સાહિત્યિક, પાલી સાહિત્યનો અધ્યયન
  15. બૌદ્ધ સાહિત્યના અધ્યયન
  16. ભારતના પ્રથમ કાયદા પ્રધાન
  17. મજૂરોનો મસિહા
  18. મહાન રાજકારણી
  19. વિજ્ઞાન વાદી વિચારધારાના સમર્થકો
  20. સંસ્કૃત અને હિન્દુ સાહિત્યનું
   અધ્યાનકર્તા વિદ્વાન હતા

  ડો.બાબાસાહેબ આંબેડકર, 9 ભાષાઓ જાણતા હતા -

  1. મરાઠી (માતૃભાષા)
  2. હિન્દી
  3. સંસ્કૃત
  4. ગુજરાતી
  5. અંગ્રેજી
  6. ઝોરોએસ્ટ્રિયન
  7. જર્મન
  8. ફ્રેન્ચ
  9. પાળી

 તેમણે મહારાષ્ટ્ર સરકાર દ્વારા .બાબાસાહેબ આંબેડકર લેખન અને પ્રવચનો, ભાગ -૧6" માં પ્રકાશિત પાલી વ્યાકરણ અને શબ્દકોશ પણ લખી હતી.

 # બોમ્બેડકરનું સંસદમાં બિલ રજૂ કરાયું

  1. મહાર પે બિલ
  2. હિન્દુ કોડ બિલ
  3. પ્રતિનિધિ બિલ
  4. ખેડૂત બિલ
  5. મંત્રીઓનું પગાર બિલ
  6. મજૂરો માટે પગાર બિલ
  7. રોજગાર વિનિમય સેવા
  8. પેન્શન બિલ
  9. ફ્યુચર સબસિવીશન ફંડ (પીએફ)

 # ડૉ આંબેડકરના સત્યાગ્રહ (આંદોલન) 

  1. મહાડ આંદોલન 20/3/1927
  2. મોહાલી (ધુળે) આંદોલન 12/2/1939
  3. અંબાદેવી મંદિર આંદોલન 26/7/1927
  4. પુણે કાઉન્સિલ આંદોલન 4/6/1946
  5. પાર્વતી આંદોલન 22/9/1929
  6. નાગપુર ચળવળ 3/9/1946
  7. કલારામ મંદિર આંદોલન 2/3/1930
  8. લખનઉ આંદોલન 2/3/1947
  9. મુખેડનું આંદોલન 23/9/1931

 # ડૉ આંબેડકર દ્વારા સ્થાપિત સામાજિક સંસ્થા.

  1. બાકાત રાખેલી હિતકારિણી સભા: 20 જુલાઈ 1924
  2. સમતા સૈનિક દળ - 27 માર્ચ 1927

 # રાજકીય સંસ્થા:

  1. સ્વતંત્ર મજદુર પાર્ટી - 16 ઓગસ્ટ 1936
  2. અનુસૂચિત જાતિ સંઘ - 19 જુલાઈ 1942
   રિપ્લિંકિંગ પાર્ટી ઓફ ઇન્ડિયા

 # વિશિષ્ટ સંસ્થાઓ:

  1. ભારતીય બૌદ્ધ મહાસભા: 4 મે 1955

 # શૈક્ષણિક_ઓર્ગેનાઇઝેશંસ:

  1. ડિપ્રેસ ક્લાસ એજ્યુકેશન સોસાયટી: 14 જૂન 1928
  2. પીપલ્સ એજ્યુકેશન સોસાયટી: 8 જુલાઈ 1945
  3. સિદ્ધાર્થ કોલેજ, મુંબઇ - 20 જૂન 1946
  4. મિલિંદ કોલેજ,ઔરંગાબાદ - 1 જૂન 1950

 # ડૉ..આંબેડકર દ્વારા પ્રકાશિત: અખબારો, મેગેઝીન

  1. મુકનાયક - 31 જાન્યુઆરી 1920
  2. બાકાત ભારત - 3 એપ્રિલ 1927
  3. સમાનતા - 29 જૂન 1928
  4 જાન્યુઆરી - 24 નવેમ્બર 1930
  5. પ્રબુદ્ધ ભારત - 4 ફેબ્રુઆરી 1956

 ડો.બાબાસાહેબ આંબેડકર જીએ તેમના જીવનમાં વિવિધ વિષયો પર 527 થી વધુ ભાષણો આપ્યા હતા.

 # ડોમ્બેડકર: એવોર્ડ મળ્યો

  1. ભારતરતત્ન
  2. વિશ્વનો મહાન માણસ:
      કોલમ્બિયા યુનિવર્સિટી:
  3. યુનિવર્સિટી મેકર: ઓક્સવૉર્ડ યુનિવર્સિટી:
  4.મહાનતમ ભારતીય: સીએનએન આઈબીએન અને ઇતિહાસ
       ટી.વી.

 # ડોમ્બેડકર: વ્યક્તિગત પુસ્તકો (તેમની પાસે હતા)

  1. અંગ્રેજી સાહિત્ય - 1300 પુસ્તકો
  2. રાજકારણ - 3,000 પુસ્તકો
  3. ધર્મશાસ્ત્ર - 300 પુસ્તકો
  4. અર્થશાસ્ત્ર - 1100 પુસ્તકો
  5. ઇતિહાસ - 2,600 પુસ્તકો
  6. ધર્મ - 2000 પુસ્તકો
  7. કાયદો - 5,000 પુસ્તકો
  8. સંસ્કૃત - 200 પુસ્તકો
  9. મરાઠી - 800 પુસ્તકો
  10. હિન્દી - 500 પુસ્તકો
  11. તત્વજ્ઞાન- 600 પુસ્તકો
  12. અહેવાલ - 1,000
  13. સંદર્ભ પુસ્તકો - 400 પુસ્તકો
  14. પત્રો અને ભાષણો - 600
  15. જીવવાની (જીવનચરિત્ર) - 1200
 16 એનસક્લોપીડિયા- 1 થી 29 ભાગ
17. એનસક્લોપીડિયા ઓફ સોશિયલ સાયિન્સ - 1 થી 15 ભાગ
18. કેથાલિક એનસક્લોપીડિયા - 1 થી 12 ભાગ
19. એનસક્લોપીડિયા ઓફ એજ્યુકેસન
20 હિસ્ટોરીયન્સ હિસ્ટ્રી ઓફ દ વલ્ડ - 1 થી 25 ભાગ
21. દિલ્હીમાં રાખવામાં આવેલા પુસ્તકો-
   બુદ્ધ ધમ્મા, પાલી સાહિત્ય,
  મરાઠી સાહિત્ય - 2000 પુસ્તકો
  22. બાકીના વિષયોના 2305 પુસ્તકો

 ડો.  બાબાસાહેબ જ્યારે અમેરિકા ભારત,
 તે બોટ અકસ્માતમાં પાછો ફર્યો હતા
 સેંકડો પુસ્તકો દરિયામાં ડૂબી ગયા.

 # ડો આંબેડકર: સુવિધાઓ

  1. પાણી માટે આંદોલનકારીઓ
  વિશ્વના પ્રથમ મહાન પુરુષો

  2. લંડન યુનિવર્સિટીના સંપૂર્ણ પુસ્તકાલયનું
   પુસ્તકોની તપાસ કરવી
  માહિતી સાથેનો એકમાત્ર અતિમાનુષ્ય

3.લંડન યુનિવર્સિટીના 200 વિદ્યાર્થીઓમાંથી,
   નંબર 1 ના વિદ્યાર્થી હોવાનો સન્માન મેળવ્યો
   પ્રથમ ભારતીય

  4.વિશ્વના છ વિદ્વાનોમાંના એક

  5. વિશ્વની સૌથી ઉંચી પતલ
  ડો.  બાબાસાહેબ આંબેડકરના છે

  6. લંડન યુનિવર્સિટીમાં ડી.એસ.સી.
  આ બિરુદ પ્રાપ્ત કરનાર પ્રથમ અને અંતિમ ભારતીય

  7. લંડન યુનિવર્સિટી 8 વર્ષ જૂનું
  કોર્સ 3 વર્ષમાં પૂર્ણ કરનારા

◼️ડો...  બાબાસાહેબ આંબેડકરને કારણે
   ભારતમાં ફક્ત "રિઝર્વ બેંક" ની સ્થાપના થઈ

  ડો.  બાબાસાહેબ આંબેડકર જી
  ડોક્ટર ઓફ  સાયન્સ માટે સમસ્યા
  રૂપી'નો આ નિબંધ પણ લખાયો હતો.
  આયોજન પંચ (નીતિ આયોગ)
  રોજગાર વિનિમય
  પાવર ગ્રીડ સિસ્ટમ
  પુખ્ત મતાધિકાર
  પ્રસૂતિ લાભ
  ચૂંટણી પંચ
  લઘુત્તમ વેતન
  ન્યૂનતમ કાર્યકાળ

 # વ્યક્તિગત સઘર્ષ -

  1. ભારતની સૌથી શિક્ષિત વ્યક્તિ
  2. મોટાભાગના પુસ્તકકારો
  3. સૌથી ઝડપી ગતિથી ઉપરના ટાઇપરાઇટર
  4. મોટા ભાગના શબ્દ પ્રકાર
  5. સૌથી વધુ આંદોલન કર્યા
 6. મહિલા અધિકાર માટે 'હિન્દુ કોડ બિલ'
   સંસદમાં,  પાસ ન કરવામાં આવ્યું તો,
  રાજીનામું આપનારા મંત્રી
  7. દલિતો, જે પછાત લોકોનો હક અપાવ નાર 
  8.  હિન્દુ ધર્મનો ગ્રંથ મનુસ્મૃતિ ને ચોક વચ્ચે સળગાવનાર
  
  9. જાતિવાદી ને સમાપ્ત કરવા માટે,
     આંતરજાતીય લગ્ન
  10. ગરીબ મઝ્લોમો કી હકો કો ના લીધે,
   પોતાના4 બાળકોના બલિદાન
  11. 2 લાખ પુસ્તકો વાંચ્યા પછી,
   યાદ રાખનાર
  12. ભારતના બંધારણ ઘડનાર
  13. પૂના પટેકટ લખ્યું
  14. સાયલેન્ટ હિરો મેગેઝિન કાળી
  15. બાકાત અખબાર ચાલુ કર્યું
  16. સૌથી ઝડપી લખનાર
  17. બંને હાથથી લખનાર
  18. ગાંધીજીને જીવન દાન આપનાર
  19. સૌથી સક્ષમ બેરિસ્ટર
  20. મુંબઇનો શેઠ પુત્ર નકલી,
  મુકદ્દમા થી બચાવ નાર
  21. યોગ સાધકો
  22. સૌથી પ્રામાણિક અને અધિકૃત
  23.  18 થી 20 કલાક વાંચનાર
  24. સરદાર પટેલને ઓબીસી,નો મતલબ
  સમજાવનારા
  25. શાળાની બહાર બેસીને અપમાનજનક શબ્દો સાંભળી ને 
  ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરનાર
  25. સમાજ માટે
   જેમણે પત્ની રામાબાઈને ગુમાવી દીધી હતી.

   #ડો... આંબેડકર...
  
  * -: 1891-1956: -
  * બી.એ., એમ.એ., એમ.એસ.સી., ડી.એસ.સી., પી.એચ.ડી.,
  * એલ.એલ.ડી.
  * ડી. લિટ., બેરિસ્ટર-એટ-લા ડબલ્યુ. *
  * બી.એ. (બોમ્બે યુનિવર્સિટી)
  * બેચલર ઓફ આર્ટ્સ,
  * એમએ. (કોલંબિયા યુનિવર્સિટી)
  આર્ટ્સના માસ્ટર,
  * એમ.એસ.સી. (લંડન સ્કૂલ ઓફ
  * અર્થશાસ્ત્ર)
  * વિજ્ઞાનના વિશેષજ્ઞ,
  * પી.એચ.ડી.  (કોલમ્બિયા યુનિવર્સિટી)
  * તત્વજ્ઞાન ના મહર્ષિ,
  * ડી.એસ.સી. (લંડન સ્કૂલ ઓફ
  * અર્થશાસ્ત્ર)
  * ડોક્ટર ઓફ સાયન્સ,
  * એલ.એલ.ડી. (કોલમ્બિયા યુનિવર્સિટી)
  * કાયદાના ડોક્ટર,
  * ડી.લીટ. (ઉસ્માનિયા યુનિવર્સિટી)
  * સાહિત્યના ડોક્ટર,
  * બેરિસ્ટર-એટ-લા ડબલ્યુ (ગ્રેની ધર્મશાળા,
  * લંડન)
  * વકીલ માટે કાયદાની લાયકાત
  * ઇંગ્લેંડની શાહી અદાલત.
  * પ્રારંભિક શિક્ષણ, 1902
  * સતારા,
  * મહારાષ્ટ્ર *
  * મેટ્રિક, 1907,
  * એલ્ફિન્સ્ટન ંચું
  * સ્કૂલ, બોમ્બે પર્સિયન વગેરે.
  * ઇન્ટર 1909, એલ્ફિન્સ્ટન ઇ
  * ક Collegeલેજ, બોમ્બે
  * ફારસી અને અંગ્રેજી
  * બી.એ., 1912 જાન્યુ, એલ્ફિન્સ્ટન
  * કૉલેજ, બોમ્બે,
  *બોમ્બે યુનિવર્સિટી,
  * અર્થશાસ્ત્ર અને રાજકીય
  * વિજ્ઞાન
  * એમ.એ. 2-6-615 ફેકલ્ટી ઓફ પોલિટિકલ
  * વિજ્ઞાન,
  કોલમ્બિયા યુનિવર્સિટી, ન્યુ યોર્ક,
  * મુખ્ય- અર્થશાસ્ત્ર
  * આનુષંગિક બાબતો-સોક આઇઓલોજી, ઇતિહાસ
  * તત્વજ્ઞાન
  * માનવશાસ્ત્ર, રાજકારણ
  * પી.એચ.ડી. 1917 ફેકલ્ટી ઓફ પોલિટિકલ
  * વિજ્ઞાન,
  કોલમ્બિયા યુનિવર્સિટી, ન્યુ યોર્ક,
  * 'ભારતનો રાષ્ટ્રીય ભાવિ -
  * એક ઇતિહાસક અને
  વિશ્લેષણાત્મક અભ્યાસ '
  * એમ.એસ.સી 1921 જૂન લંડન સ્કૂલ
  અર્થશાસ્ત્ર *, લંડન
  * 'પ્રાંતીય ડીસેન્ટ્રિલાઇઝિઓ n ની
  * બ્રિટિશ ભારતમાં શાહી નાણાં '
  * બેરીસ્ટર-એટ-લો 30-9-1920
  * ગ્રેની ધર્મશાળા, લંડન કાયદો
  * ડી.એસસી 1923 નવે.  લંડન સ્કૂલ
  અર્થશાસ્ત્ર *, લંડન
  * રૂપિયાની સમસ્યા -
  * તેનું મૂળ અને તેનો સોલ્યુશન 'હતું
  ની ડીગ્રી માટે સ્વીકૃત
  * ડી.એસ.સી.  (અર્થશાસ્ત્ર).
  * એલ.એલ.ડી (હોનોરિસ કસા) 5-6-1952
  કોલંબિયા યુનિવર્સિટી, ન્યૂ યોર્ક ફોર
  * તેની સિદ્ધિઓ,
  * નેતૃત્વ અને લેખન
  * ભારતનું બંધારણ
  * ડી. લિટ (orનોરિસ કૌસા)
  * 12-1-1953 ઉસ્માનિયા
  * યુનિવર્સિટી, હૈદરાબાદ તેના માટે
  * સિદ્ધિઓ,
  * નેતૃત્વ અને લેખન
  * ભારતનું બંધારણ!