menu

ચાલતી લીટી

મારા આ બ્લોક માં મુકવામાં આવેલ માહિતી સંકલિત છે જે માટે મારા તમામ કર્મયોગી શિક્ષકો અને શિક્ષણ ને સરળ તથા સર્વલક્ષી બનાવવા મહેનત કરતા તમામ ને તે માટે સહ હર્દય થી આભાર. આ બ્લોક માં મને ગમેલ અને ઉપયોગી લાગેલ માહિતી નો સંગ્રહ કરેલ છે .જેથી એંક જ સ્થળે સરળતાથી મીહતી મેળવી શકાય.॥

Tuesday, February 13, 2024

ગુજરાતી પ્રકરણ 14
વ્યાકરણ 
નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દ લખો.
(1) સાગર - દરિયો, સમુદ્ર
(2) નિસ્બત – નાતો, સંબંધ
(3) જંગલ – વન, અરણ્ય
(4) કાંઠો - કિનારો, તટ
(5) રોનક – ભપકો, તેજ
(6) રળિયામણું - સુંદર, સોહામણું 
(7) બળાપો - સંતાપ
(8) સમીપ – નજીક, પાસ
(9) ઈમારત – હવેલી, મકાન
(10) ગિરિ - પર્વત, પહાડ
(11) રમ્ય - રમણીય
(12) તળાવ-જળાશય, સરોવર
(13) નિશાની – ચિહ્ન, સંજ્ઞા
(14) સૂર્ય - ભાસ્કર, રવિ
*નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો*.
(1) આશા X નિરાશા
(2) ભારે × હલકુ
(3) પરદેશી × સ્વદેશી
(4) અંધકાર X પ્રકાશ
(5) પૂર્વ x પશ્ચિમ
(6) ઊગતું X આથમતું
(7) પ્રાચીન x અર્વાચીન
(8) આશા× નિરાશા
(9) ઊગવું X આથમવું.
(10) સમીપ × દૂર 
(11) ગુપ્ત X જાહેર
(12) તળે ×ઉપર
 *નીચે આપેલા શબ્દોની સાચી જોડણી લખો*
(1) કૂરુક્ષેત્ર – કુરુક્ષેત્ર.
(2) ખંડીએર – ખંડિયેર
(3) દિવાદાંડી - દીવાદાંડી
(4) હેલીકોપટર – હેલિકોપ્ટર
(5) કીલો – કિલ્લો
(6) રળીયામણું - રળિયામણું
(7) મોહીની – મોહિની
(8) કીલોમીટર – કિલોમીટર
(9) નીશાનિ – નિશાની
(10) સ્લોક – શ્લોક

 *નીચે આપેલા પ્રત્યેક શબ્દસમૂહ માટે એક શબ્દ લખો*.

(1) જતાં આવતાં વહાણને ચેતવવા માટે સમુદ્રમાં ખડક ઉપર બાંધેલો દીવાવાળો મિનારો - દીવાદાંડી

(2) વહાણ ચલાવનાર – ખલાસી, નાવિક

(3) હોળી ખેલવા નીકળેલો ઘેરમાંનો માણસ - ઘેરૈયો

(4) ભાંગીતૂટી ઈમારત - ખંડિયેર

(5) ઠીંગણો પણ વેગથી ચાલતો એક જાતનો બળદ - ગેણિયો

(6) છિદ્ર કે બાકામાંથી પડતું સૂર્યનું કિરણ-હેરિયું

(7) જેના મુખમાંથી જવાળા નીકળે છે એવો બળતો પહાડ — જ્વાળામુખી

[5] નીચે આપેલા રૂઢિપ્રયોગનો અર્થ આપી તેમનો વાક્યમાં પ્રયોગ કરવો.

(1) ખૂંટો બેસાડવો – પાયો નાખવો

વાક્યઃ ગાંધીજીએ સત્ય અને અહિંસાનો ખૂંટો બેસાડયો.

No comments:

Post a Comment