ઈંગ્લીશ ફૂલોની ફૂલછાબ
કોઈ હોય હંમેશાં માઇન્ડફુલ ,
ને તે હોય સદા ટેસ્ટફૂલ ,
તે તો લાગે સદા બ્યુટીફૂલ .
કોઈ કાયમ કામ કરે ક્લરફૂલ ,
ને તેના બધા કામ હોય કેરફૂલ ,
તેથી તો તે લાગે ગ્રેટફૂલ .
તે દરેક વખતે થાય હાઉસફૂલ,
તે બધાને માટે હોય હેલ્પફૂલ ,
તેને બધા માને સદા હોપફૂલ .
જો કોઈ હમેશાં હોય પીસ ફૂલ ,
ને તે કાયમ માટે હોય પર્પજફૂલ ,
તેથી તો તે સદા રહે પાવરફૂલ .
જે લોકો માટે રહે સદા યુઝફૂલ ,
ને તે કાયમ માટે હોય ફેઇથ ફૂલ ,
તો તે સદા માટે રહે વંડરફૂલ.
પદ મળતા તે હોય જોયફૂલ ,
પણ તેના કામ ના હોય સક્સસેફૂલ ,
તો તે સદા લાગે ડાઉટફૂલ.
નેતા લોકોને બનાવે એપ્રીલફૂલ ,
ને કેટલાકને બનાવે બીગફૂલ ,
તો તેમને લોકો કહે સેમફૂલ .
મનહર લેઉવા
±++++++++++++++++++++++++++++!+!+
ગુજરાતી ફૂલોની ફૂલછાબ
કોઈ કમળફૂલ તો
કોઈ ગેંદાફૂલ
કોઈ કોકમનાફૂલ તો
કોઈ લીંબુનાફૂલ
કોઈ સાંજીનાફૂલ તો
કોઈ ઇજમેન્ટના ફૂલ
કોઈ પ્રકૃતિના ફૂલ તો
કોઈ પુજાના ફૂલ
કોઈ શ્રધ્ધાના ફૂલ તો
કોઈ અસ્થિના ફૂલ
કોઈ હળવાફૂલ તો
કોઈ બિલકુલ હલકાફૂલ
કોઈ કુદરતી (નૈસંગિક) ફૂલ
તો કોઈ નીકળે નકલી ફૂલ
મનહર લેઉવા
No comments:
Post a Comment