પત્ની જયારે પોતાની માં બનવાની
ખુશ ખબર આપે, અને તે ખબર સાંભળીને આંખમાંથી ખુશીના
આશુ ટપ- ટપ પડે ત્યારે....માણસ......,
" પુરુષ માંથી બાપ બને છે
નર્સે હાથમાં જયારે વીટળાયેલો થોડાક જ...અમુક પાઉન્ડ નો જીવ સોંપ્યો ને જવાબદારીના પ્રચંડ ભાર નું ભાન કરાવ્યુ ત્યારે.....,માણસ.....,
" પુરુષ માંથી બાપ બને છે "
રાત- અડધી રાતે પત્ની સાથે બાળક ના ડાયપર બદલવા જાગવું, અને બચ્ચા ને કમરમાં તેડીને ફરાવતા ચુપ કરે ત્યારે..........,માણસ......,
" પુરુષ માંથી બાપ બને છે "
મિત્રો સાથે સાંજે નાકે મેળાઓ અને પાર્ટીઓ જયારે નીરસ લાગે,
એજ પગલાં જ્યારે ઘર તરફ દોટ મુકે ત્યારે........, માણસ......,
"પુરુષ માંથી બાપ બને છે "
" અરે લાઈન કોણ લગાડે " અને હંમેશ સિનેમાની ટીકીટ ચ બ્લેકમાં ખરીદે
એજ વ્યક્તી, બચ્ચાની શાળાના
ફોર્મ માટે વહેલી સવારથી કલાકો
ના કલાકો ઈમાનદારી થી ઉભો
રહેતો ત્યારે ......, માણસ....,
" પુરુષ માંથી બાપ બને છે "
જેને ઉંઘ માંથી સવારે ઉઠાડતા ઘડિયાળ ના અલાર્મ કંટાળતા, એજ આજે નાજુક બબલુના હાથ
અથવા પગ ઉંઘ માં પોતાના શરીર
નીચે ના આવે માટે વારે ઘડીએ રાતે ઉઠીને જોઇને સાવધાની થી સુવે ત્યારે......,માણસ...,
" પુરુષ માંથી બાપ બને છે "
સાચા જીવનમાં એકજ ઝાપટ માં કોઈને પણ પછાડી શકે એ જ
જયારે બચ્ચા સાથે ખોટી ફાઈટીંગ માં બચ્ચાની નાજુક ચપાટ ખાઈને
ભોયમાં આળોટવા માંડે ત્યારે......
માણસ........,
" પુરુષ માંથી બાપ બને છે "
પોતે ભલે ઓછું-વધુ ભણ્યો હશે પણ, ઓફીસેથી આવીને છોકરા ને
" હોમ વર્ક બરાબર કરજે "
કડકાઈ થી કહે ત્યારે....માણસ......,
" પુરુષ માંથી બાપ બને છે "
"કાલ કોણે જોઇ છે?" કહી નેમોજ મજા કરનારો અચાનક છોકરાના આવતીકાલ માટે આજે બચત કરવા લાગે ત્યારે......
માણસ......,
" પુરુષ માંથી બાપ બને છે "
ઓફિસમાં અનેકોના બોસ બનીને
હુકમ છોડવા વાળો, શાળા ના
PTm માં વર્ગ શિક્ષક સામે ગભરુ બનીને, દાખલ થાય, પુરેપુરી INSTRUCTION
સાંભળે ત્યારે.....માણસ......,
" પુરુષ માંથી બાપ બને છે "
પોતાના પ્રમોશન કરતા પણ તે શાળાની સાદી યુનિટ ટેસ્ટના રીઝલ્ટની વધારે કાળજી કરવા
લાગે ત્યારે......માણસ.......,
" પુરુષ માંથી બાપ બને છ"
પોતાના જન્મદિવસ ના ઉત્સાહ કરતા, છોકરાના બર્થડે પાર્ટી ની તૈયારીમાં અટવાઈ જાય ત્યારે.....
માણસ.......,
" પુરુષ માંથી બાપ બને છે "
સતત કાર માં ફરનારો જયારે છોકરાના સાયકલની સીટ
પકડીને પાછળ ભાગે ત્યારે......
માણસ......,
" પુરુષ માંથી બાપ બને છે"
પોતે જોયેલી દુનિયા, અને
કરેલી ભૂલો છોકરાઓ ના કરે માટે તેમને પ્રીચિંગ કરવાની શરૂઆત કરે ત્યારે......માણસ.......,
" પુરુષ માંથી બાપ બને છે
છોકરાના કોલેજ ના પ્રવેશ માટે ગમ્મે ત્યાંથી રૂપિયા લાવી,
અથવા સારી ઓળખાણ સામે બે હાથ જોડે ત્યારે.......માણસ.......,
" પુરુષ માંથી બાપ બને છે
"તમારો સમય અલગ હતો,
હવે જમાનો બદલાઇ ગયો,
તમને કાઈ ખબર નહિ પડે, "
" This is generation gap "
આવું વાક્ય કે એણે જ ક્યારેક બોલેલા સંવાદ એને જ સાંભળવા મળે ત્યારે બાપુજી ને યાદ કરી, હળવા થઈને
મનમાં ને મનમાં માફી માંગી લે ત્યારે.....માણસ........,
" પુરુષ માંથી બાપ બને છે "
છોકરો પરદેશ જાશે, છોકરી લગ્ન
કરીને પારકે ઘરે જશે, તેની ખબર
છે, તો પણ તેમની માટે પોતેજ સતત પ્રયત્ન કરે ત્યારે....માણસ......,
" પુરુષ માંથી બાપ બને છે "
છોકરાઓ ને મોટા કરતા- કરતા પોતે ક્યારે વૃધ્ધ થઇ ગયા એ
પણ ધ્યાન માં નથી આવતું,
અને જયારે ધ્યાન માં આવે ત્યારે તેનો કોઈ ઉપયોગ નથી હોતો ત્યારે......,માણસ.......,
" પુરુષ માંથી બાપ બને છે.....
બહુ ઓછી સ્ત્રીઓ પિતા બનેલા પતિ ને સ્નેહ થી credit આપી શકે છે.
હા, મા પોતાના શરીર માં થી જીવનની રચના કરે છે.પણ એ જીવન ને જાળવી ને એના સંવર્ધન નુ કામ જે કરે છે એ પિતા ને પણ એટલા જ વ્હાલ અને ધન્યવાદ આપવા પડે.
સ્ત્રી સ્વભાવે expressive છે માટે પોતે જે કરે છે તે કહી શકે છે..
જે ફરજ માની ને કરે ને જવાબદારી સ્વીકારી ને જીવે છે એવા પુરુષ અને પિતા બંને ને વંદન.
Dedicate to all Fathers
Posted via RAJESH
No comments:
Post a Comment