menu

ચાલતી લીટી

મારા આ બ્લોક માં મુકવામાં આવેલ માહિતી સંકલિત છે જે માટે મારા તમામ કર્મયોગી શિક્ષકો અને શિક્ષણ ને સરળ તથા સર્વલક્ષી બનાવવા મહેનત કરતા તમામ ને તે માટે સહ હર્દય થી આભાર. આ બ્લોક માં મને ગમેલ અને ઉપયોગી લાગેલ માહિતી નો સંગ્રહ કરેલ છે .જેથી એંક જ સ્થળે સરળતાથી મીહતી મેળવી શકાય.॥

Thursday, June 9, 2016

Gujarati sayri

કોણ ભલાને પૂછે છે? અહીં કોણ બૂરાને પૂછે છે?
મતલબથી બધાને નિસ્બત છે, અહીં કોણ ખરાને પૂછે છે?
અત્તરને નિચોવી કોણ પછી ફૂલોની દશાને પૂછે છે?
સંજોગ ઝુકાવે છે નહીંતર અહીં કોણ ખુદાને પૂછે છે?

સુકાયેલી નદીના ક્યાંકથી પગરણ મળી આવે
વિખૂટું થઈ ગયેલું એ રીતે એક જણ મળી આવે
ઘણા વરસો પછી, વાંચ્યા વગરની કોઈ ચિઠ્ઠીમાં
‘તને ચાહું છું હું‘ બસ આટલી ટાંચણ મળી આવે

જમાનો જો હોય કાળો નાગ તો હું પણ મદારી છું;
પછાડું હું ઉડતા પંખી ને એવો હું શિકારી છું.
ખરેખર બાદશાહ બેતાબ છુ આખી આલમ નો;
છતાં આપની મીઠી નજર કાજે ભીખરી છુ.

” ધરો ધીરજ વધુ પડતો પ્રણય સારો નથી હોતો
અતિ વરસાદ કૈં ખેડૂતને પ્યારો નથી હોતો.”

મેં કર્યો એકજ સ્થળે ઊભા રહીને ઈન્તિઝાર,
એટલે તારા સુધી મારાથી પહોંચાયું નહીં…

અમે જીત્યા દરેક બાજી અને મશહુર થઈ ગયા
તારા હાસ્ય માં હસ્યા તો આંસુ દુર થઈ ગયા
શું કરિશ્મા છે તમારી આ દોસ્તી નો જુઓ
આજે અમે કાંચ માથી કોહિનૂર થઈ ગયા.

છે ઘણા એવા કે, જેઓ યુગને પલટાવી ગયા,
પણ બહુ ઓછા છે, જેઓ પ્રેમમાં ફાવી ગયા.
હું વીતેલા દિવસો પર એક નજર કરતો હતો,
યાદ કંઈ આવ્યું નહીં, પણ આંસુઓ આવી ગયાં.

જીવનમાં મુશ્કેલીઓ તો અનેક હોય છે.
પરંતુ, તે દરેકનો એક રસ્તો હોય છે.
અને એ રસ્તો એને જ મળતો હોય છે
કે જેનો ચહેરો સદાય હસતો હોય છે

દાવો અલગ છે પ્રેમનો દુનિયાની રીતથી,
એ ચૂપ રહે છે જેને અધિકાર હોય છે.

સુંદર જો હો તબીબ તો છે એક વાત નો ડર,
સાજા થવાની કોઈ ઉતાવળ નહીં કરે.

માનવ ઉપર છે ઍવા ભરોસા ના જોઈ ઍ,
બદલા જગત ની રીત મુજબ ના ના જોઈ ઍ,
તારુ ઍ બહાનુ હોય જો અમને નીભાવવા નુ,
તો ઑ ખુદા અમારે ઍવી શ્રદ્ધા ના જોઈ ઍ……

પ્રેમ એટલે કે તારા ગાલો ના ખાડા મા ડુબી જતાઁ મારા ચોર્યાસી લાખ વહાણો નોકાફલો….

આ જિંદગી આમ જુઓ તો અમારી છે
પણ એમા થોડી મહેરબાની તમારી છે
ભલે ને ઉગી તમારા હાથમાં એ રેખાઓ
પણ એમા કિસ્મત લખેલી અમારી છે

જિગરના ટુકડાઓને વિણવા નિકળ્યોછુ
નાજાણે કોના પ્રેમને શોધવા નિકળ્યોછુ
રાતના અંધારામા દિવો લઇને નિકળ્યોછુ
પ્રેમના નગરમા પ્રેમને શોધવા નિકળ્યોછુ

બસ દુર્દશાનો એટલો આભાર હોય છે,
જેને મળું છું મુજથી સમજદાર હોય છે.



Posted via RAJESH

No comments:

Post a Comment