menu

ચાલતી લીટી

મારા આ બ્લોક માં મુકવામાં આવેલ માહિતી સંકલિત છે જે માટે મારા તમામ કર્મયોગી શિક્ષકો અને શિક્ષણ ને સરળ તથા સર્વલક્ષી બનાવવા મહેનત કરતા તમામ ને તે માટે સહ હર્દય થી આભાર. આ બ્લોક માં મને ગમેલ અને ઉપયોગી લાગેલ માહિતી નો સંગ્રહ કરેલ છે .જેથી એંક જ સ્થળે સરળતાથી મીહતી મેળવી શકાય.॥

Wednesday, January 28, 2015

ALL ABOUT ADHAAR CARD


ગુમ થઈ જાય તમારું આધાર કાર્ડ કે ખોવાઈ જાય એનરોલમેન્ટ સ્લીપ, શું કરશો




    સરકાર આધાર કાર્ડને જનધન યોજના સાથે જોડાવાની તૈયારીઓ કરી રહી છે. વડાપ્રધાને બધી બેન્કોને  નિર્દેશ આપ્યો છે કે બધા જનધન બેંક એકાઉન્ટ ખાતાઓને આધાર સાથે જોડવામાં આવે. તેમણે બેન્કોને આ પ્રક્રિયામાં તેજી લાવવા અને નાણાકીય સાક્ષારતા વધારવાનો પ્રયાસ બમણો કરવા જણાવ્યું છે.એવામાં જો આપનું આધાર ન બન્યું હોય તો જલદી તેને બનાવી લો. જો આપે આધાર કાર્ડ માટે અરજી કરી છે અને કાર્ડ ઘરે ન પહોંચ્યુ હોય કે પછી સ્લિપ ગુમ થઇ ગઇ હોય તો નિરાશ ન થશો. આપ-ઇ નંબર ડાઉનલોડ કરીને કાર્ડ અને નંબર મેળવી શકો છો. તેના માટે આપ પોતાના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અને ઇ-મેલ આઇડી દ્ધારા નેટથી આપનું આધાર કાર્ડ બનાવી શકો છો. સાથે જ એનરોલમેન્ટ નંબર પણ ડાઉનલોડ કરી શકો છો. યુઆઇડીએઆઇએ ભારતીય નાગરિકો માટે વેબસાઇટ પર કોલ ક્વેરી સોફ્ટવેર દ્ધારા આ સુવિધા શરૂ કરી છે.

શું છે એનરોલમેન્ટ

લોકોનું આધારકાર્ડ બનાવતા પહેલાં એનરોલમેન્ટની પ્રક્રિયા અપનાવાય છે. સેન્ટર પર આધારકાર્ડ બનાવવા માટે નોંધાયેલી જાણકારી બાદ જે પર્ચી આપવામાં આવે છે તેને એનરોલમેન્ટ સ્લિપ કહેવામાં આવે છે. આ નંબર પર તમે તમારૂ આધાર કાર્ડનું સ્ટેટસ જાણી શકો છો. આ સુવિધા પણ વેબસાઇટ પર છે.

શું કરવું પડશે
જેના આધાર કાર્ડ બની ગયા છે તે આધાર નંબરથી અને જેના નથી બન્યા તે એનરોલમેન્ટ (ઇઆઇડી) સ્લીપના નંબરથી ડુપ્લીકેટ કાર્ડ કે પરચી નિકાળી શકો છો.

અહીંથી કરો શરૂઆત

યૂઆઇડીઆએઆઇની વેબસાઇટ www.uidai.gov.in ના મુખ્ય પેજ પર જઇને આધાર કાર્ડના મોનોની નીચે સિલેક્ટનું ઓપ્શન આવશે. જેની પર ક્લિક કરતાં જ ઘણાં ઓપ્શન ખુલશે. તેમાંથી રેસિડેન્ટ પોર્ટલ પર ક્લિક કરો. ક્લિક કરતાં જ ઇઆઇડી-યુઆઇડીનું ઓપ્શન મળશે.


ઓપ્શનની પસંદગી

રેસિડેન્ટ પર ક્લિક કર્યા બાદ આગળનું પેજ ખુલશે. જેમાં એક રાઉન્ડમાં આધાર કાર્ડ માટે એક મહિલા નજરે પડશે. જેની નીચે ઇઆઇડી/યૂઆઇડીનો ઓપ્શન હશે. આપની એનરોલમેન્ટ નંબરની સ્લિપ ગુમ છે તો  ઇઆઇડી પર અને જો આધાર કાર્ડ ગુમ છે તો યૂઆઇડી પર ક્લિક કરો. ત્યાર બાદ એક ફોર્મ આવશે.

જાણકારી ભરો

યૂઆઇડી/ઇઆઇડી પર ક્લિક કર્યા બાદ એક ફોર્મ આવશેજેમાં નામએનરોલમેન્ટ કરતી વખતે આપવામાં આવેલો મોબાઇલ નંબર કે મેલ આઇડી ભરવું પડશે. સ્કીન પર ચાર અંકોનો સિક્યોરિટી કોડ મળશે. તેને એન્ટર કરો. આવું કર્યા પછી સ્ક્રીન પર દેખાઇ રહેલા GET OTP પર ક્લિક કરો. થોડીક જ વારમાં મોબાઇલ પર વન ટાઇમ પાસવર્ડ આવશે. તેને એન્ટર કરીને મોબાઇલ નંબર પર ઇઆઇડી કે યૂઆઇડી નંબર આવી જશે. આધાર કાર્ડ માટે આપને મળેલા યુઆઇડી નંબર દ્ધારા યૂઆઇડીએઆઇ પોર્ટલ પર જઇને ઇ-આધાર ડાઉનલોડ કરી શકો છો.

કેવી રીતે ચેક કરશો આપના આધાર કાર્ડનું સ્ટેટ્સ

તમારે તમારા આધાર કાર્ડનું સ્ટેટસ જાણવા માટેhttps://eaadhaar.uidai.gov.in/ या https://portal.uidai.gov.in/uidwebportal/enrolmentStatusShow.do  લિંક પર જઇને પોતાના આધાર કાર્ડનું સ્ટેટસ જાણી શકો છો.

No comments:

Post a Comment