menu

ચાલતી લીટી

મારા આ બ્લોક માં મુકવામાં આવેલ માહિતી સંકલિત છે જે માટે મારા તમામ કર્મયોગી શિક્ષકો અને શિક્ષણ ને સરળ તથા સર્વલક્ષી બનાવવા મહેનત કરતા તમામ ને તે માટે સહ હર્દય થી આભાર. આ બ્લોક માં મને ગમેલ અને ઉપયોગી લાગેલ માહિતી નો સંગ્રહ કરેલ છે .જેથી એંક જ સ્થળે સરળતાથી મીહતી મેળવી શકાય.॥

Saturday, January 31, 2015

DETROJ BRANCH SCHOOL  IMPORTANT  QUE.- ANS.  ( SOCIAL SCIENCE ) STD - 8  - SEC. SEM.

૧  ધાર્મિક સામાજીક જાગૃતિ - (૧) ઓગણીસમી સદીમાં ભારતમાં થયેલ નવજાગૃતિ ચળવળનાં સૌપ્રથમ સુધારક કોણ હતાં? - રાજા રામ મોહનરાય. (૨). રાજા રામ મોહનરાયનનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો?  ઇ.સ. ૧૭૭૨માં બંગાળના રાધાનગરમાં. (૩) રાજા રામ મોહનરાયે બંગાળી ભાષામાં કયું સમાચારપત્ર બહાર પાડ્યું હતું?  સંવાદ કૌમુદી. (૪) બ્રહ્મોસમાજની સ્થાપના ક્યારે થઇ હતી?  ઇ.સ. ૧૮૨૮માં. (૫) સતીપ્રથા વિરોધી કાયદો કોણે બહાર પાડ્યો હતો?  લોર્ડ વિલિયમબેંટિક. (૬) રાજા રામ મોહનરાયનું અવસાન ક્યાં થયું હતું?  બ્રિસ્ટલ મુકામે (૭) દયાનંદ સરસ્વતિનો જ્ન્મ ક્યાં થયો હતો?  મોરબી પાસે ટંકારા ગામે. (૮) દયાનંદ સરસ્વતિએ કોની પાસેથી શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો?  સ્વામી વિરજાનંદ. (૯)વેદો તરફ પાછા વળો નો બોધ કોણે આપ્યો હતો?  સ્વામી દયાનંદ સરસ્વતિએ. (૧૦) આર્યસમાજની સ્થાપના ક્યારે થઇ હતી?  ઇ.સ.  ૧૮૭૫માં. (૧૧) ધર્માંતર થયેલાં હિંદુઓનેહિંદુધર્મમાં પાછાં લાવવા માટે કઇ ચળવળ શરુ થઇ?  શુધ્ધિ ચળવળ. (૧૨) સ્વામી શ્રધ્ધાનંદે કયા ગુરૂકુળની સ્થાપના કરી?  કાંગડી. (૧૩) રામકૃષ્ણ પરમહંસનો જન્મ કયા ગામમાં થયો હતો?  કામારપુકૂર. (૧૪) રામકૃષ્ણ પરમહંસ કયા મંદિરના પૂજારી હતાં? દક્ષિણેશ્વરના મહાકાલી મંદિરના. (૧૫) નરેંદ્રનાથ દત્તનો જન્મ ક્યારે થયો હતો? -૧૨મી જાન્યુઆરી ૧૮૬૩. (૧૬) સ્વામી વિવેકાનંદના ગુરૂનું નામ જણાવો. - રામકૃષ્ણ પરમહંસ. (૧૭) દુ:ખી માનવોની સેવા કરી એમાં ઇશ્વરના દર્શન કરવાનો બોધ કોણે આપ્યો હતો? - સ્વામી વિવેકાનંદ. (૧૮) વિશ્વધર્મ પરિષદ ક્યાં યોજાઇ હતી?- અમેરિકાના શિકાગો શહેરમાં. (૧૯) સ્વામી વિવેકાનંદે ભારતીયોને કયું સૂત્ર આપ્યું?  “ઉઠો,ાગો અને ધ્યેયપ્રાપ્તિ સુધી મંડ્યા રહો”. (૨૦) સ્વામી વિવેકાનંદે કયા મઠની સ્થાપના કરી હતી? રામકૃષ્ણ મિશન મઠ. (૨૧) રામકૃષ્ણ મિશને કયુ સૂત્ર આપ્યું? જનસેવા એજ પ્રભુસેવા. (૨૨) ઇસ્લામ ધર્મ અને સંસ્કૃતિને મજબૂત કરવા મુસ્લિમ સુધારકોએ કયુ આંદોલન ચલાવ્યું?  વહાબી આંદોલન. (૨૩) સર સૈયદ અહેમદખાને કયુ સામયિક શરુ કર્યુ હતુ?  તહઝિબ-ઉલ-અખલાક. (૨૪) અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી સ્થાપવાનો શ્રેય કોને ફાળે જાય છે?  સર સૈયદ અહેમદખાન. (૨૫) ગુરૂદ્વારાઓમાં પ્રવેશેલાં દૂષણો દૂર કરવા કઇ સમિતિની રચનાકરવામાં આવી? શિરોમણી પ્રબંધક સમિતિ. (૨૬) દાદાભાઇ નવરોજીએ કયુ મુખપત્ર શરુ કર્યુ હતું?  રાશ્ત ગોફ્તાર. (૨૭) સત્યશોધક સમાજની સ્થાપના કોણે કરી હતી?  જ્યોતિબા ફૂલે. (૨૮) અખિલ હિંદ હરિજન સમાજની સ્થાપના કોણે કરી હતી?  ગાંધીજીએ. (૨૯) ઠક્કરબાપાનું મૂળ નામ જણાવો.  અમૃતલાલ ઠક્કર. (૩૦) ઠક્કરબાપાનો જન્મ ક્યાં થયો હતો? ભાવનગરમાં. (૩૧) પંચમહાલ ભીલ સેવામંડળના સ્થાપક કોણ હતાં?  ઠક્કરબાપા. (૩૨) દયાનંદ સરસ્વતિએ કયા ગ્રંથની રચના કરી હતી?  સત્યાર્થ પ્રકાશ.

૨. પર્યાવરણીય પ્રદૂષણ  (૧) વરસાદનાં પાણી શાનાં કારણે પ્રદૂષિત બન્યાં છે? ઔધ્યોગિકીકરણને કારણે. (૨) ઝેરી વાયુ કયો છે?  કાર્બન મોનોક્સાઇડ. (૩) કાર્બન મોનોક્સાઇડનું અણુસૂત્ર જણાવો.  CO3(૪) કયા પ્રદૂષણથી પીવાના પાણીની સમસ્યા ઉભી થઇ છે? - જળ પ્રદૂષણ. (૫) કોલેરા,કમળો અને ઝાડા-ઉલટી જેવા રોગો શાનાથી થાય છે?  પ્રદૂષિત પાણી પીવાથી. (૬) શરદી, ઉધરસ અને ખાંસી જેવા રોગો શાનાથી થાય છે? હવા પ્રદૂષણથી. (૭) C.N.G. નું પુરૂ નામ જણાવો.  કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. ( ૮) ધ્વનિની તિવ્રતા માપવાનો એકમ કયો?  ડેસિબલ. (૯) શાળા,હોસ્પિટલ અને દવાખાના પાસે ધ્વનિ પ્રદૂષણને લગતું કયું ચિહ્ન જોવા મળે છે?  નો હોર્ન પ્લીઝ. (૧૦) રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના વધુ પડતા વપરાશને લીધે કયુ પ્રદૂષણ ફેલાય છે?  ભૂમિપ્રદૂષણ. (૧૧) કુદરતી સ્ત્રોતોના અમર્યાદિત ઉપયોગના લીધે પાણી,હવા અને વનસ્પતિમાં અશુધ્ધિઓ ભળી ગઇ છે, આ ઘટનાને શું કહે છે? -  પ્રદૂષણ.

૩. ભારતમાં રાષ્ટ્રવાદ (૧) ભારતમાં અંગ્રેજો વિરુધ્ધ સૌપ્રથમ બળવો ક્યારે થયો?  ઇ.સ. ૧૮૫૭માં. (૨) ફ્રાંસની ક્રાંતિમાંથી ભારતનાં રાષ્ટ્રવાદને શાની પ્રેરણા મળી? સ્વતંત્રતા.સમાનતા અને બંધુતા. (૩) ભારતીય સંસ્કૃતિની ગૌરવગાથના અવશેષો કયા અંગ્રેજ પુરાતત્વવિદે શોધ્યા હતાં?  એલેક્ઝાંડર કનિંગહામ. (૪) ભારતીય સંસ્કૃતિની ભવ્યતાનો ખ્યાલ કયા ભારતીય પુરાતત્વવિદે આપ્યો?  ભગવાનલાલ ઇન્દ્રજી. (૫) હિંદી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કોણે અને ક્યારે કરી?  એ.ઓ. હ્યુમ, ઇ.સ.- ૧૮૮૫માં. (૬) હિંદી રાષ્ટ્રીય મહાસભાના સૌપ્રથમ પ્રમુખ કોણ હતાં?  વ્યોમેશચંદ્ર બેનર્જી. (૭) બંગાળાના ભાગલા કોણે અને ક્યારે પાડ્યા?  લોર્ડ કર્ઝને, ઇ.સ.-૧૯૦૫માં. (૮) વંદેમાતરમ ગીતના રચયિતા કોણ હતાં?  બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. (૯) શાંતિનિકેતનમા6 વિશ્વભારતી વિધ્યાલયની સ્થાપના કોણે અને ક્યારે કરી?  રવિન્દ્રનાથ ટાગોર, ઇ.સ.-૧૯૦૧માં. (૧૦) “સ્વરાજ્ય મારો જન્મસિધ્ધ અધિકાર છે અને તે હું મેળવીને જ જંપીશ.” આ મંત્ર કોણે આપ્યો?  બાળગંગાધર ટિળક. (૧૧) મહારાષ્ટ્રમાં ગણેશ ઉત્સવ અને શિવાજી જ્યંતિઉજવવાની શરૂઆત કોણે કરી? - બાળગંગાધર ટિળક.(૧૨) શેરે-એ-પંજાબ તરીકે જાણીતા નેતાનું નામ જણાવો.  લાલા લજપતરાય. (૧૩) મુસ્લિમ લીગની સ્થાપના ક્યારે અને ક્યાં થઇ?  ઢાકા, ઇ.સ.-૧૯૦૬માં. (૧૪) હોમરૂલ લીગ ચળવળની શરૂઆત કોણે  કરી? શ્રીમતિ એની બેસન્ટ. (૧૫) સુભાષચંદ્ર બોઝનો જન્મ ક્યારે થયો હતો?  ૨૩મી જાન્યુઆરી,ઇ.સ. ૧૮૯૭માં.  (૧૬) ફોરવર્ડ બ્લોકની સ્થાપના કોણે કરી હતી? - સુભાષચંદ્ર બોઝ. (૧૭)તુમ મુજે ખૂન દો, મૈ તુમ્હે આઝાદી દૂંગા”,  જય હિન્દ અને ચલો દિલ્લી જેવાં નારા કોણે આપ્યાં? - સુભાષચંદ્ર બોઝ. (૧૮) આઝાદ હિન્દ ફોઝની સ્થાપના કોણે કરી હતી? - સુભાષચંદ્ર બોઝ.

૪ સર્વોચ્ચ અદાલત  (૧) ભારતમાં સર્વોચ્ચ અદાલતનો પ્રારંભ ક્યારે થયો?- ૨૮મી જાન્યુઆરી ઇ.સ. ૧૯૫૦માં. (૨) આપણાં દેશની સર્વોચ્ચ અદાલત ક્યાં આવેલીછે? દિલ્હીમાં. (૩) (૩) મૂળભૂત હકોના પાલન માટેનો અધિકાર કોની પાસે છે?  સર્વોચ્ચ અદાલત. (૪) (૪) જે અરજી એક સાથે અનેક લોકોને સ્પર્શતી હોય તે અરજીને શું કહે છે? જાહેર હિતની અરજી.

૫ ભારતનાં ક્રાંતિવીરો  (૧) ભારતમાં ક્રાંતિકારી પ્રવૃતિઓ શરૂ કરનાર કોણ હતાં?  વાસુદેવ બળવંત ફળકે. (૨) અંગ્રેજ સરકારે કડકેના માથા માટે કેટલાં રૂપિયાનું ઇનામ જાહેર કર્યુ હતું? ચાર હજાર રૂપિયા. (૩) વીર સાવરકરનો જન્મ ક્યાં થયો હતો?  મહારાષ્ટ્રના ભગુર ગામમાં(૪) મિત્રમેલા નામની સંસ્થા કોણે સ્થાપી?  વીર સાવરકર. (૫) “૧૮૫૭- ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ” પુસ્તક કોણે લખ્યું હતું?  વીર સાવરકર. (૬) ખુદીરામ બોઝને ક્રાંતિપથની દીક્ષા કોણે આપી? - સત્યેન બાબુ. (૭) મીઠું લઇને પસાર થતી અંગ્રેજ હોડીઓને ડુબાડવાનું પરાક્રમ કોણે કર્યુ હતું?  ખુદીરામ બોઝ. (૮) રામપ્રસાદ બિસ્મિલનો જન્મ ક્યાં થયો હતો? શાહજહાંપુર. (૯) “સરફરોશી કી તમન્ના...” ગીતની રચના કોણે કરી હતી?  રામપ્રસાદ બિસ્મિલ. (૧૦) ચંદ્રશેખર આઝાદનું મૂળ નામ જણાવો.  ચંદ્રશેખર સીતારામ તિવારી. (૧૧) હું જીવતો કદી અંગ્રેજોના હાથમાં નહી આવું  એવી પ્રતિજ્ઞા કરનાર ક્રાંતિવીરનું નામ જણાવો. -ચંદ્રશેખર આઝાદ. (૧૨) ચંદ્રશેખર આઝાદનું મૃત્યુ કયા બાગમાં થયું હતું?- અલાહાબાદનો આલ્ફ્રેડ પાર્ક. (૧૩) ઇ.સ. ૧૯૨૮માં વડી ધારાસભામાં બોમ્બ કોણે નાખ્યો હતો?  ભગતસિંહ તથા બટુકેશ્વર દત્ત. (૧૪) ભગતસિંહ,સુખદેવ અને રાજગુરૂને ફાંસી ક્યારે આપવામાં આવી હતી?  ૨૩મી માર્ચ, ૧૯૩૧માં. (૧૫) વિદેશની ધરતી પર ક્રાંતિકારી પ્રવૃતિઓની શરૂઆત કરનાર કોણ હતાં? શ્યામજી કૃષ્ણ વર્મા. (૧૬) લંડનમાં ક્રાતિકારીઓને રહેવાનું આશ્રયસ્થાન કયું સ્થળ હતું?  ઇંડિયા હાઉસ. (૧૭) ઇંડિયન હોમરૂલ સોસાયટીના સ્થાપક કોણ હતાં? શ્યામજી કૃષ્ણ વર્મા. (૧૮) ભારતનો રાષ્ટ્રધ્વજ સૌપ્રથમ વાર ફરકાવનાર સ્ત્રી ક્રાંતિકારી કોણ હતાં?  મેડમ ભિખાઇજી કામા.

૬. માનવ  સંસાધન -  (૧) કોઇપણ દેશ કે વિસ્તારમાં વસતાં લોકોને દર દશ વર્ષે કરવામાં આવતી નોંધણીને શું કહે છે?  વસતી ગણતરી. (૨) ૨૦૧૧માં થયેલ વસતી ગણતરી કેટલામી હતી? સાતમી. (૩) ભારત દેશનો ભૂમિવિસ્તાર કેટલો છે?  ૩૨,૮૭,૨૬૩ ચો. કિ.મિ. (૪) વિસ્તારની દ્ર્ષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન કયું છે?  સાતમું. (૫) વસતીની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન કયું છે?  બીજું. (૬) ગુણવત્તાવાળી માનવવસતીને શું કહે છે?  માનવ સંસાધન. (૭) ૨૦૧૧ની વસતી ગણતરી મુજબ ભારતની વસતી કેટલી હતી? ૧૨૧.૦૧ કરોડ. (૮) કાયદા દ્વારા નિયત કરેલ લગ્ન માટેની ઉંમર કેટલી હોવી જોઇએ? પુરૂષ માટે  ૨૧ વર્ષ, સ્ત્રી માટે  ૧૮ વર્ષ. (૯) કોઇપણ નિશ્ચિત વિસ્તારમાં જનસંખ્યાના પ્રમાણને શું કહે છે? વસતી ગીચતા. (૧૦) કોઈપણ નિશ્ચિત વિસ્તારમાં દર હજારની વસ્તીએ એક વર્ષ દરમિયાન જન્મતાં બાળકોની સંખ્યાને શું કહે છે ? - જન્મદર.(૧૧) કોઈપણ નિશ્ચિત વિસ્તારમાં દર હજારની વસ્તીએ એક વર્ષ દરમિયાન મૃત્યુ પામતાં બાળકોની સંખ્યાને શું કહે છે? - મૃત્યુદર. (૧૨) માનવવસ્તી એક સ્થળેથી બીજા સ્થળે રહેઠાણબદલી કરે તેને શું કહે છે ? - સ્થળાંતર. (૧૩) દર હજાર પુરૂષોએ સ્ત્રીઓના પ્રમાણને શું કહે છે ? - જાતિપ્રમાણ.(૧૪) ગુજરાત સરકારે ભ્રૂણહત્યા સામે કડક પગલાં લેવા કયું આંદોલન શરૂ કર્યું ? - બેટી બચાવો. (૧૫) ભારત દેશનો સાક્ષરતા દર કેટલો છે ? - 74.04 %. (૧૬) બંધારણ અનુસાર ભારતની માન્ય ભાષાઓ કેટલી છે ? - ૨૨ ભાષાઓ. (૧૭) દુનિયાની વસ્તીના કેટલાં ટકા લોકો ભારતમાં વસે છે ?  ૧૬%

પાઠ૭.  મહાત્માના માર્ગ પર - ૧.  (૧) મહાત્મા ગાંધીનો જન્મ ક્યારે અને ક્યાં થયો હતો ? -2જી ઓકટોબર 1969, પોરબંદરમાં. (૨) ગાંધીજીએ અમદાવાદમાં ક્યાં સ્થળે આશ્રમ સ્થાપ્યો- કોચરબમાં. (૩) ગાંધીજીએ ક્યાં ગામમાં રહીને ચંપારણ સત્યાગ્રહ કર્યો - મોતિહારી. (૪) ગાંધીજીએ મુસ્લિમોને ન્યાય અપાવવા ક્યાં અંદોલનમાં ભાગ લીધો ? - ખિલાફત આંદોલન.(૫) અસહકાર આંદોલનની શરૂઆત કોણે કરી ? - ગાંધીજીએ. (૬) ક્યા સ્થળની ઘટનાથી ઉદાસ થઇ ગાંધીજીએ અસહકાર આન્દોલન એકાએક પાછું ખેંચી લીધું ? - ચૌરીચૌરી. (૭)ભગવદગોમંડલ’ ની રચના કોણે કરવી ? - ગોંડલના રાજા ભગવતસિંહજીએ. (૮) બામરોલી સત્યાગ્રહનું નેતૃત્વ કોણે કર્યું ? - સરકાર વલ્લભભાઈ પટેલ. (૯) પૂર્ણ સ્વરાજનો ઠરાવ ક્યા સ્થળે કરવામાં આવ્યો ? - લાહોરમાં. (૧૦) રોલેટ એક્ટને ગાંધીજીએ કેવો કાયદો કહ્યો ? - કાળો કાયદો. (૧૧) જલિયાંવાલા બાગનો હત્યાકાંડ ક્યારે અને ક્યાં થયો હતો ? - છઠ્ઠી એપ્રિલ1919, પંજાબના અમૃતસરમાં માં (૧૨) જલિયાંવાલા બાગનો હત્યાકાંડ સર્જનાર અંગ્રેજ અધિકારી કોણ હતાં ? - જનરલ ડાયર.

 

પાઠ -૮. ભારતની સમસ્યાઓ અને ઉપાયો. (૧) ૨૦૦૧ ની વસતી ગણતરી મુજબ ભારતની વસતી કેટલી હતી?  ૧૦૨ કરોડ. (૨) સાક્ષરતા દર વધારવા પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત કરનાર રાજવી કોણ હતાં? - સયાજીરાવ ગાયકવાડ. (૩) R.T.E નું પુરૂ નામ જણાવો. - રાઈટ ટુ એજ્યુકેશન. (૪) દેશના મોટાભાગના લોકો જીવનધોરણની પાયાની જરૂરિયાતોથી વંચિત હોય તેવી સ્થિતિને શું કહે છે? - ગરીબી.(૫) ગુજરાતમાં ગરીબીરેખા નીચે જીવતા લોકોનું પ્રમાણ કેટલું છે? - 14.7 %. (૬) B.P.L. નું પુરૂ નામ જણાવો. -બિલો પોવર્ટી લાઈન(૭) લાંચ રુશવત વિરોધી બ્યૂરોની રચના ક્યારે કરવામાં આવી? -.. 1964 માં. (૮) ચીજવસ્તુઓના વધતાં ભાવને શું કહે છે?  મોંઘવારી.

પાઠ૯.  આપણી અર્થવ્યવસ્થા. (૧) BHEL નું પુરૂ નામ જણાવો. - ભારત હેવી ઈલેક્ટ્રીક લિમિટેડ. (૨) ONGC નું પુરૂ નામ જણાવો. - ઓઈલ એન્ડ નેચરલ ગેસ કમિશન. (૩) ભારતે આર્થિક ઉદારીકરણની નીતિ ક્યારે અપનાવી? - 1991માં. (૪) W.T.O. નું પુરૂ નામ જણાવો. - વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન.

પાઠ૧૦.  મહાત્માના માર્ગ પર  .  (૧) દાંડીકૂચની શરૂઆત ક્યારે થઈ? - 12 મી માર્ચ,1930માં. (૨) દાંડીકૂચ શાના માટે કરવામાં આવી હતી? - મીઠાનો વેરો નાબૂદ કરવા. (૩) ધરાસણા સત્યાગ્રહની આગેવાની કોણે લીધી? - સરોજિની નાયડુ. (૪) વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે ગાંધીજીએ કોની પસંદગી કરી? - વિનોબા ભાવે. (૫) હિંદ છોડો ચળવળની શરૂઆત કયારે થઈ? - 8મી ઓગસ્ટ1942. (૬) હિંદ છોડો ચળવળ વખતે ગાંધીજીએ લોકોને કયો નારો આપ્યો? - કરેંગે યા મરેંગે. (૭) હિંદને સંપૂર્ણ સ્વશાસન આપવાની જાહેરાત કોણે કરી?- બ્રિટિશ વડાપ્રધાન એટલીએ. (૮) ગોળમેજી પરિષદો ક્યા સ્થળે યોજાતી હતી?  લંડન.

પાઠ૧૧.  સંયુક્ત રાષ્ટ્રો.  (૧) યુ.નું પુરૂ નામ જણાવો. - યુનાઇટેડ નેશન્સ. (૨) સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થપાય એ હેતુથી કઈ સંસ્થા રચાઈ?  યુન . (૩) અણુબોંબનો ઉપયોગ ક્યાં વિશ્વયુધ્ધમાં થયો? - બીજા. (૪) યુનોની રચના ક્યાં પ્રમુખના પ્રયાસોથી થઈ? - રૂઝવેલ્ટ.(૫) યુનોની સ્થાપના ક્યારે થઈ? - 24 ઓકટોબર1945માં.(૬) યુનોનું વડું મથક ક્યાં આવેલું છે? - ન્યૂયોર્ક. (૭)  માનવ-અધિકાર દિન ક્યારે ઉજવવામાં આવે છે? - 10ડિસેમ્બ. (૮) WHO નું પુરૂ નામ જણાવી તેનું વડુ મથક જણાવો. - વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનજીનિવા. (૯) ભારત વતી પંચશીલનો સિધ્ધાંત કોણે રજૂ કર્યો? - જવાહરલાલ નહેરુએ.

પાઠ  ૧૨.  આઝાદી અને ત્યાર પછી.  (૧) આપણો દેશ સ્વતંત્ર ક્યારે થયો? - 15મી ઓગસ્ટ. (૨) આઝાદી સમયે ભારતમાં કેટલાં રજવાડાં હતાં?  ૫૬૨. (૩) સરહદના ગાંધી તરીકે કોણ ઓળખાતું હતું? - ખાન અબ્દુલ ગફારખાન. (૪) સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતું ?લોર્ડ માઉન્ટ બેટન. (૫) ત્રાવણકોર રાજ્યને સ્વતંત્ર જાહેર કોણે કર્યું? -સી.પી.રામસ્વામી ઐયર. (૬) ભારતસંઘમાં જોડાવની - સૌપ્રથમ શરૂઆત કોણે કરી? -ભાવનગરના રાજા કૃષ્ણકુમારસિંહજી. (૭) દેશી રાજ્યોના વિલીનીકરણનું અઘરૂ કામ કોણે પાર પાડ્યું? - સરદાર વલ્લભભાઈ પટેલે. (૮) બંધારણ સભાની રચના ક્યારે કરવામાં આવી? -.1946 માં. (૯) બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતાં? - ડૉ.બાબાસાહેબ આંબેડકર. (૧૦)  બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતાં? - ડૉરાજેન્દ્ર પ્રસાદ. (૧૧) ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું? - 26મી જાન્યુઆરી 1950. (૧૨) સ્વતંત્ર ભારતના છેલ્લા ગવર્નર જનરલ કોણ હતાં? - ચક્રવર્તી રાજગોપાલાચારી.

પાઠ૧૩. સ્વતંત્ર ભારત.  (૧) આંધ્રપ્રદેશની રચના ક્યારે થઈ? - .1953 માં. (૨)મહાગુજરાત ચળવળની આગેવાની કોણે લીધી? - ઇન્દુલાલ યાજ્ઞિક. (૩) ુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ? - મે1960. (૪) ગુજરાત રાજ્યનું ઉદઘાટન કોના હસ્તે કરવામાં આવ્યું? - રવિશંકર મહારાજ. (૫) ગુજરાતના સૌપ્રથમ મુખ્યમંત્રી કોણ હતાં? - જીવરાજ મહેતા. (૬) ગુજરાતના સૌપ્રથમ રાજ્યપાલનું નામ જણાવો. - મહેંદી નવાઝ જંગ. (૭)પોંડિચેરીનું ભારતસંઘમાં જોડાણ ક્યારે થયું? - .1954 માં. (૮) ગોવાને ફ્રેન્ચોની સત્તાથી મુક્ત કરાવવા કયું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું? - ઓપરેશન વિજય. (૯) .1999માં પાકિસ્તાનની દળો ભારતનાં કયા વિસ્તારમાં ઘુસી આવ્યા હતાં? - કારગીલ. (૧૦) ભારતે પરમાણુ પરિક્ષણો ક્યારે કર્યા? - .. ૧૯૯૮.

પાઠ-૧૪.  ખંડ પરિચય આફ્રિકા અને એશિયા.  (૧) 18મી સદીના અંત સુધીમાં આફ્રિકા ખંડ ક્યાં નામે ઓળખાતો હતો? - અંધારિયા ખંડ. (૨) આફ્રિકા ખંડના સૌથી ઊંચા પર્વતનું નામ જણાવો. - કિલીમાન્ઝારો. (૩) વિશ્વની સૌથી લાંબી નદી કઈ છે? - નાઈલ નદી. (૪) કયા ટાપુને લવિંગનો ટાપુ કહે છે? - ઝાંઝીબાર. (૫) વિશ્વના સૌથી ઊંચા શિખરનું નામ જણાવો. - માઉન્ટ એવરેસ્ટ. (૬) વિશ્વનું સૌથી ઠંડું સ્થળ કયું છે? - વર્ખોયાન્સ્ક. (૭) વિશ્વનું સૌથી ગરમ સ્થળ કયું છે? - જેકોવાબાદ. (૮) વિશ્વમાં સૌથી વધુ વરસાદવાળું સ્થળ કયું છે? - ચેરાપુંજી. (૯) નેપાળની રાજધાની કઈ છે ? - કાઠમંડુ. (૧૦) શ્રીલંકાને બીજા ક્યા નામથી ઓળખવામાં આવે છે? - પૂર્વનાં મોતી.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

   

No comments:

Post a Comment