menu

ચાલતી લીટી

મારા આ બ્લોક માં મુકવામાં આવેલ માહિતી સંકલિત છે જે માટે મારા તમામ કર્મયોગી શિક્ષકો અને શિક્ષણ ને સરળ તથા સર્વલક્ષી બનાવવા મહેનત કરતા તમામ ને તે માટે સહ હર્દય થી આભાર. આ બ્લોક માં મને ગમેલ અને ઉપયોગી લાગેલ માહિતી નો સંગ્રહ કરેલ છે .જેથી એંક જ સ્થળે સરળતાથી મીહતી મેળવી શકાય.॥

Thursday, January 1, 2015

પુનર્જન્મનું વાસ્તવીક સ્વરુ

–મુરજી ગડા

મીડલ ઈસ્ટ કહેવાતા પશ્વીમ એશીયામાં પાંગરેલા ખ્રીસ્તી, ઈસ્લામ તેમજ અન્ય ધર્મ પુનર્જન્મમાં માનતા નથી. જ્યારે ઉત્તર ભારતમાં ઉદ્ ભવેલ હીન્દુ, બૌદ્ધ, જૈન, શીખ ધર્મ પુનર્જન્મમાં માને છે. (આની પાછળનાં કારણોની ચર્ચા અલગ વીષય છે.) પ્રચલીત માન્યતા પ્રમાણેનો પુનર્જન્મ શક્ય હોય અથવા ન પણ હોય, જે વાતને દુનીયાની અડધાથી વધુ પ્રજા સ્વીકારતી ન હોય તે વીષય, બીજું કંઈ નહીં તોયે, વધુ વીચાર અવશ્ય માગી લે છે.

પુનર્જન્મની પ્રચલીત માન્યતા સામે બીજો પડકાર આવ્યો છે ઉત્ક્રાન્તીવાદ તરફથી. ઉત્ક્રાન્તીવાદ એ કોઈ માન્યતા કે હાયપોથીસીસ નથી.

સૌ પહેલાં આપણે પ્રચલીત માન્યતાનાં છીંડાં તપાસીએ, એ માન્યતાની શરુઆત પાછળનાં કારણ જાણીએ અને પછી વાસ્તવીકતા શી છે એની ચર્ચા થશે.

પુનર્જન્મના સમર્થનમાં કરવામાં આવતી સૌથી પહેલી દલીલ છે કે કોઈ શ્રીમન્તને ત્યાં જન્મે છે; તો કોઈ ગરીબને ત્યાં. એની પાછળ પુર્વજન્મનાં કર્મો સીવાય બીજું કંઈ હોઈ ન શકે. ધાર્મીક વ્યાખ્યાનોમાં સમ્પત્તીને તુચ્છ કહેવામાં આવે છે. જ્યારે શ્રીમન્તને ત્યાં જન્મવાથી જીવન સગવડીયું તો થાય; પણ જાણે સાર્થક થતું હોય એવો ઉપરના વીધાનનો છુપો અર્થ છે.

જન્મ વીશે સવાલ પુછવો જ હોય તો એ છે કે ગરીબ હોય, શ્રીમન્ત હોય, હીન્દુ હોય કે મુસ્લીમ હોય : એમનાં બાળકો એમને ત્યાં ન જન્મે તો બીજા કોને ત્યાં જન્મે ? પ્રચલીત માન્યતા પ્રમાણે જન્મનાર બાળકનો આત્મા જન્મ ક્યાં લેવો તે નક્કી કરે છે. વાસ્તવીકતા એ છે કે નવા જન્મનો નીર્ણય જન્મનારની ઈચ્છા પર નહીં; પણ જન્મ આપનાર માતા–પીતાના હાથમાં હોય છે. સજીવોનો જન્મ એક બાયોલૉજીકલ ઘટના માત્ર છે, એનાથી વીશેષ કંઈ નથી.

એક કાલ્પનીક દાખલો લઈએ. દુનીયામાં દર વર્ષે 15-17 કરોડ માનવબાળ જન્મે છે. (આ વાસ્તવીક છે.) માની લો કે દુનીયાનાં પુખ્ત વયનાં બધાં સ્ત્રી–પુરુષ એક વર્ષ માટે સમ્પુર્ણ બ્રહ્મચર્ય પાળે તો મનુષ્ય તરીકે જન્મ લેવા યોગ્ય આ 15-17 કરોડ સમભવીત આત્મા ક્યાં અને કેવી રીતે જન્મ લેશે ? આ બ્રહ્મચર્યનું વ્રત જો બધા લાંબો સમય પાળે તો શું થઈ જાય ?

થોડાં વર્ષોથી શહેરમાં ચકલીઓ ઓછી થઈ રહી છે. નીષ્ણાતોનું માનવું છે કે એમનાં ખોરાકમાં, પાણીમાં કે હવામાનમાં આવેલ ફેરફારને લીધે એમનું પ્રજનન તંત્ર ખોરવાઈ ગયું છે. આવી જ રીતે કોઈ નવું કાતીલ રસાયણ કે નવાં વાયરસ આપણા પ્રજનન તન્ત્રને ખોરવી દે એ શક્યતા નકારી ન શકાય. આવા સંજોગોમાં કોઈપણ આત્મા મનુષ્ય યોનીમાં જન્મ ન લઈ શકે. બધા માટે મોક્ષ અશક્ય થઈ જાય.

બે ત્રણ પેઢી પહેલાનાં દંપતીને આઠ – દસ બાળકો હોવાં સામાન્ય બાબત હતી. હવે મોટાભાગના લોકો બે ત્રણ બાળકોથી સન્તોષ માને છે. વધુ બાળકોને જન્મ ન આપવાનો નીર્ણય માતા–પીતાનો હોય છે, જે વૈજ્ઞાનીક શોધોને લીધે શક્ય બન્યું છે. આ બધાં દૃષ્ટાન્તોથી જન્મનો નીર્ણય કોને આધીન હોય છે એનો વીવાદ શમી જાય છે.

પુનર્જન્મની તરફેણમાં કરવામાં આવતી બીજી દલીલ છે અવારનવાર છાપામાં ચમકતા પુર્વજન્મની યાદ(સ્મરણ)ના દાવા. આવા દાવાઓની પોકળતા એ છે કે તે હમ્મેશાં કોઈ દુરના ગામમાં જ થતા હોય છે. આપણા શહેરના કોઈને ક્યારેય પણ પોતાના પુર્વજન્મની યાદ આવી હોય એવું વાંચવામાં આવ્યું નથી.

અમેરીકામાં પણ એક વખત આવો બનાવ બન્યો હોવાનું વાંચ્યું હતું. કુતુહલવશ, ત્યાંની મોટી પબ્લીક લાયબ્રેરી, જ્યાં બધાં મોટાં શહેરોનાં છાપાં આવતાં હોય ત્યાં જઈ કથીત ગામની નજીકનાં શહેરોનાં છાપાં ઉથલાવી જોયાં. માત્ર એ દીવસના જ નહીં; પણ એની આગળપાછળના 4-5 દીવસનાં છાપાં જોયાં; પરન્તુ ક્યાંય પણ એ ગામના આવા બનાવ વીશેનો ઉલ્લેખ નહોતો.

એ શહેરોમાં પણ ક્યારેક પુર્વજન્મની યાદના દાવા છપાતા હશે. એ દાવાઓ એમના શહેરના નહીં; પણ અન્ય કોઈ શહેરના હશે. ક્યારેક કોઈ દુરના શહેરના છાપામાં મુમ્બઈમાં કોઈને પુર્વજન્મની યાદના સમાચાર આવ્યા હશે. તેમ છતાં તે વેળાના મુમ્બઈનાં એક પણ છાપામાં એનો ઉલ્લેખ નહીં હોય.

છાપાંઓનો મુખ્ય હેતુ પોતાનું વેચાણ વધારવાનો હોય છે. સનસનાટીભર્યા સમાચાર એમાં મદદ કરે છે. એવા બધા સમાચાર સાચા હોવાનું માની ન લેવાય.

પુનર્જન્મની યાદની બીજી પણ એક ખાસીયત છે. જેને પણ આવી યાદ આવી હોય તે કોઈ દુરના પ્રદેશના કોઈ કુટુમ્બના સભ્ય હોવાનું કહે. કોઈને પણ પોતે વાંદો, સાપ, મચ્છર કે ગટરમાં પડ્યા રહેતા ડુક્કર હોવાનું યાદ નથી આવતું. શા માટે ?

જાણીતા લોકોને હીપ્નોટીઝમથી ભુતકાળમાં લઈ જઈ પુર્વજન્મની યાદ તાજી કરાવતી એક સીરીયલ થોડા સમય પહેલાં ટીવી પર બતાવાતી હતી. ટુંક સમયમાં જ એને બન્ધ કરવી પડી. અન્ધશ્રદ્ધાથી ભરપુર દેશમાં પણ એ ચાલી શકી નહીં, તે બાબત પોતે જ ઘણું કહી જાય છે.

એ માન્ય છે કે કોઈને પણ પુર્વજન્મની યાદ ન હોવી; એ પુનર્જન્મ ન હોવાની નક્કર સાબીતી ન ગણાય. એ જ રીતે છુટા છવાયા એકલદોકલ કહેવાતા દાવાઓને પુર્વજન્મ હોવાની સાબીતી પણ ન જ ગણાયને ? પુનર્જન્મની માન્યતામાં આટલાં છીંડાં હોય, દુનીયાની અડધાથી વધુ પ્રજા એમાં માનતી ન હોય છતાંયે ભારતમાં તે આટલી કેમ સ્વીકારાઈ છે ?

પ્રાચીન વૈદીક વીચારધારામાં પાપોનો (ખોટાં કાર્યોનો) નાશ કરવાનો સાવ સહેલો ઉપાય બતાવવામાં આવ્યો હતો. પુજાપાઠ, વ્રત, હવન, ચોક્કસ દીવસે નદીમાં સ્નાન વગેરે કરવાથી પાપોમાંથી મુક્તી મળે. બીજી રીતે જોઈએ તો આવી ગોઠવણથી ખોટું કરવાનો પરવાનો મળી જતો. મનફાવે તેમ વર્તો અને અમુક ક્રીયાકાંડ કરી ખોટું કર્યાના પરીણામ ભોગવવામાંથી છુટકારો મેળવો. આ માટે જરુરી ક્રીયાકાંડ કરનાર બ્રાહ્મણોનો ધન્ધો ખુબ ફુલ્યોફાલ્યો. આ ગોઠવણે પરમાત્માને આજના ભ્રષ્ટ સરકારી અધીકારીની સમકક્ષ લાવી દીધા. ફાવે તેમ કાયદાનો ભંગ કરો અને લાગતાવળગતા અધીકારીને પૈસા આપો એટલે તે જવા દે.

      પરમાત્માને થોડી લાલચ આપી કે ખુશામત કરી મનાવી લેવાનો આ ઉકેલ કેટલાક વીદ્વાન વીચારકોને વાજબી લાગ્યો નહીં. સમાજમાં વ્યવસ્થા અને જાહેર શાન્તી માટે માણસોને ખોટું કરતાં અટકાવવું જરુરી હતું. એના વીકલ્પ રુપે એમણે એક નવો નીયમ શોધ્યો, બનાવ્યો.

આ નવા નીયમ અનુસાર સારાં કર્મો(પુણ્ય)નું સારું ફળ જરુર મળે; પણ એનાથી ખરાબ કર્મો(પાપ)નો નાશ થાય નહીં. ખરાબ કર્મોનું ફળ પણ ભોગવવું જ પડે. આ નીયમ કર્મના સીદ્ધાન્ત તરીકે જાણીતો થયો.

કર્મના સીદ્ધાન્તની લોકમાનસ પર થોડી અસર થઈ ખરી; પણ સાથેસાથે આ સીદ્ધાન્તમાં પણ છીંડાં દેખાવાં લાગ્યાં. બધાનો રોજબરોજનો અનુભવ કંઈક જુદો જ હતો. ખોટું કરનારા મોજ કરતા હતા, જ્યારે સારું કરનારને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. આ વીટમ્બણાનો એક માત્ર ઉકેલ હતો, કર્મના ફળ માટેની સમયમર્યાદા વધારવાનો. દરેક સારા કે ખરાબ કર્મનું ફળ ભોગવવું જ પડે છે. આ ભવમાં ન બને તો આવતા ભવમાં અથવા તો પછીના કોઈપણ ભવમાં ભોગવવું તો પડે જ. આ હતી પુનર્જન્મની માન્યતાની શરુઆત.

        પ્રાચીન ભારતમાં કર્મનો સીદ્ધાન્ત અને પુનર્જન્મનો ખ્યાલ ફેલાવવાનો બીજો (કદાચ વધુ અગત્યનો) હેતુ વૈદીક સમયની વર્ણવ્યવસ્થાને કાયમી બનાવવાનો હતો. નીચલા વર્ણોના માનસમાં એમના ઉતરતા દરજ્જાનો ખ્યાલ ઠસાવવા માટે પુનર્જન્મની કલ્પના આબાદ કારગત નીવડી. જેથી એના પ્રચાર અને પ્રસાર માટે કર્મકાંડીઓનો મોટો ઉદ્યોગ ખીલી નીકળ્યો. કોઈ એકલદોકલ વ્યકતી એની વાસ્તવીકતા વીશે પ્રશ્ન કરે તો સ્થાપીત હીતો એને તુરન્ત દબાવી દેતા. આવી માન્યતાઓને લીધે ત્યારથી ચાલી આવતી વર્ણવ્યવસ્થા એના વીકૃત સ્વરુપે આજ સુધી ટકી રહી છે. (બુદ્ધ અને મહાવીરે વર્ણવ્યવસ્થાનો વીરોધ કર્યો અને પુનર્જન્મને પણ માન્ય રાખ્યો તેથી વર્ણવ્યવસ્થાને અટકાવી શક્યા નહીં)

      પુનર્જન્મને સ્વીકાર્ય બનાવવા આત્માને શરીરથી અલગ અને અમર બતાવવો જરુરી હતો. આનાથી માણસની અમર થવાની જન્મજાત અભીલાષા પણ સન્તોષાતી હતી. આ તો એક પંથ ને દો કાજ જેવું થયું ! ભાવતું’તું એ વૈદે બતાવ્યું ! લોકમાનસને અમર આત્માની કલ્પના એટલી ગમી ગઈ કે એની સાથે સંકળાયેલું બધું જ એમણે સહર્ષ સ્વીકારી લીધું.

      પુનર્જન્મમાં ન માનતી પ્રજામાં પણ અમરત્વની પ્રબળ ઈચ્છા હોય છે. આ ઈચ્છા સન્તોષવા પ્રાચીન ઈજીપ્તમાં મૃત શરીરને મમી (Mummy) બનાવી સાચવી રાખતા હતા. આજે પશ્વીમના દેશોમાં મમી બનાવવાને બદલે શબને કોફીનમાં સાચવીને જમીનમાં દટાય છે.

No comments:

Post a Comment