DETROJ BRANCH SCHOOL – IMPORTANT QUE.- ANS. ( SOCIAL SCIENCE ) STD - 6 - SEC. SEM.
પાઠ- ૧. પ્રાચીન સમાજજીવન - (૧) સૌથી જૂનો વેદ કયો? – ઋગ્વેદ. (૨) ઋગ્વેદમાં કેટલી ઋચાઓ છે? -1000 થી વધુ. (૩) યુધ્ધના દેવતા કોણ છે? – ઇન્દ્ર. (૪) ઋગ્વેદની ભાષા કઈ છે? – પ્રાક સંસ્કૃત અથવા વૈદિક સંસ્કૃત. (૫) વેદો કંઠસ્થ કરીને યાદ રખાયા હોવાથી તેને શું કહે છે? - શ્રુતિ ગ્રંથો. (૭) વૈદિકકાળ દરમિયાન યુધ્ધમાં જીતેલ ધનના કેટલાં ભાગ કરવામાં આવતા? – ચાર. (૭) મહાપાષાણનો અર્થ શો થાય? -મોટો પથ્થર. (૮) મહાપાષાણ કબરો બનાવવાની શરૂઆત કેટલાં વર્ષ પહેલાં શરૂ થઈ ? - ૩૦૦૦ વર્ષ પહેલાં.
પાઠ -૨ ગુજરાતની આબોહવા અને કુદરતી સંશાધનો – (૧) કોઈપણ જગ્યા કે સ્થળની હવામાં રહેલાં તાપમાન અને ભેજની લાંબાગાળાની સ્થિતિને શું કહે છે ? - આબોહવા. (૨) ચોમાસાની ઋતુ સિવાય પડતાં છૂટાછવાયાં વરસાદને શું કહે છે ? - માવઠું (૩) ઉનાળાની ઋતુમાં પાકતા ફળનું નામ જણાવો. - કેરી (૪)જે નદીઓ સાગરને મળતી નથી ને અન્યત્ર સમાઈ જાય છે એવી નદીઓને શું કહે છે ? - અંત:સ્થ (૫) અંત:સ્થ નદીઓના નામ જણાવો.- બનાસ, સરસ્વતી અને રૂપેણ (૬) ગુજરાતની સૌથી મોટી નદીનું નામ જણાવો. - નર્મદા (૭) ગુજરાતને કેટલાં કિલોમીટર લાંબો દરિયાકિનારો મળ્યો છે ? - 1600 કિ.મી (૮)ગુજરાતના સૌથી મોટા બંદરનું નામ જણાવો. - કંડલા (૯) કાલુ માછલી ક્યાં મળે છે? - પિરોટન ટાપુ(૧૦)જામનગરમાં ક્યાં સ્થળે એશિયાનું સૌથી મોટું વિન્ડફાર્મ ક્યા સ્થળે આવેલ છે ? - ઓખા અને લાંબા (૧૧) વિશ્વવન દિવસ ક્યારે ઉજવાય છે? - 2જી માર્ચ (૧૨) વિશ્વ પર્યાવરણ દિન ક્યારે ઉજવાય છે ? - 5 મી જૂન ( ૧૩) સમગ્ર એશિયામાં સિંહનું અભિયારણ્ય ક્યાં આવેલું છે ? - સાસણગીર, ગુજરાત (૧૪) ગુજરાતમાં યાયાવર પક્ષીઓ માટેનું અભયારણ્ય ક્યાં આવેલું છે ? - નળ સરોવર. (૧૫) નર્મદા જિલ્લામાં ડોડિયાપાડામાં ક્યા પ્રાણીનું અભયારણ્ય આવેલું છે ? – રીંછ. (૧૬). ભારતનું સૌથી જૂનું પ્રાણી સંગ્રહાલય કયું છે ? -જૂનાગઢનું પ્રાણી સંગ્રહાલય. (૧૭) ધાતુને પિગાળવા માટે ક્યા ખનીજનો ઉપયોગ થાય છે ? - ફ્લોરસ્પાર (૧૮) દરિયાના પાણીના શુધ્ધિકરણ માટે ક્યાં ખનીજનો ઉપયોગ થાય છે ? – ડોલોમાઈટ.
પાઠ – ૩ મહાજનપદ સમયની શાસનવ્યવસ્થા - (૧) છઠ્ઠી સદીમાં મોટાં રાજ્યો ક્યા નામે ઓળખાતા ? - મહાજનપદ. (૨) ગણરાજ્યમાં રાજાની પસંદગી કઈ રીતે કરવામાં આવતી ? - મતદાન દ્વારા (૩) સંગઠન અથવા સભા એટલે શું ? - સંઘ. (૪) બિંબિસાર અને અજાતશત્રુ જેવા શાસકો ક્યાં રાજ્યમાં થઈ ગયાં ? - મગધ.(૫) વજિજસંઘ રાજ્યનું મુખ્ય સ્થાન કયું હતું ? - વૈશાલી (૬) સભા જ્યાં ભરાતી તે જગ્યા શા નામથી ઓળખાતી ? - સંથાગાર. (૭) ખેતી પર કેટલો કર ઉઘરાવવામાં આવતો ? - ઉપજનો છઠ્ઠો ભાગ.
પાઠ- ૪ સ્થાનિક સરકાર (ગ્રામીણ) – (૧) બી,પી.એલ. નું પુરૂ નામ જણાવો. - બીલો પોવર્ટી લાઈન (ગરીબી રેખા નીચે જીવતા લોકો). (૨) સ્થાનિક કક્ષાએ ચૂંટેલા પ્રતિનિધિઓ દ્વારા થતાં વહીવટને શું કહે છે ?- સ્થાનિક સ્વરાજ્ય. (૩) પંચાયતી રાજનું માળખું કેટલાં સ્તરે સ્વીકારાયેલું છે ? - ત્રણ. (૪) ગ્રામ પંચાયતને બીજા ક્યાં નામે ઓળખવામાં આવે છે ? - ગ્રામ સચિવાલય. (૫) ગ્રામ પંચાયતના વડાને શું કહે છે ? -તલાટી-કમ-મંત્રી. (૬) ગ્રામ પંચાયતના સભ્યોની સંખ્યા કેટલી હોય છે ? - ઓછામાં ઓછી સાત. (૭) તાલુકા પંચાયતના વહીવટી વડાને શું કહે છે ? - તાલુકા વિકાસ અધિકારી. (૮) તાલુકા પંચાયતના સભ્યોની સંખ્યા કેટલી હોય છે ? - ઓછામાં ઓછી પંદર. (૯) T.D.O નું પુરૂ નામ જણાવો.- તાલુકા ડેવલોપમેન્ટ ઓફિસર.(૧૦) જિલ્લા પંચાયતના વહીવટી વડા કોણ છે ? - જિલ્લા વિકાસ અધિકારી. (૧૧) D.D.O નું પુરૂ નામ જણાવો. - ડિસ્ટ્રીકટ ડેવલપમેન્ટ ઓફિસર. (૧૨) જિલ્લા પંચાયતના સભ્યોની સંખ્યા જણાવો. - ઓછામાં ઓછી એકત્રીસ. (૧૩) મતદાનનો અધિકાર કેટલા વર્ષે મળે ? - 18 વર્ષે. (૧૪) સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની મુદ્દત સામાન્ય રીતે કેટલાં વર્ષની હોય છે? - 5 વર્ષ
પાઠ- ૫ ગુજરાત : ખેતી, ઉદ્યોગ અને પરિવર્તન – (૧) બાજરીનું સૌથી વધુ ઉત્પાદન ક્યા જિલ્લામાં થાય છે ? - બનાસકાંઠા. (૨) અમદાવાદનો કયો પ્રદેશ ભાલિયા ઘઉ માટે પ્રખ્યાત છે ? - ભાલ પ્રદેશ. (૩) ડાંગરનું સૌથી વધુ ઉત્પાદન ક્યા જિલ્લામાં થાય છે ? - ખેડા. (૪) ગુજરાતમાં મગફળીના પાકનું સૌથી વધુ ઉત્પાદન ક્યા જિલ્લામાં થાય છે ?- જૂનાગઢ. (૫) લાંબા તારના ઉત્તમ પ્રકારના કપાસના ઉત્પાદન માટે કયો પ્રદેશ જાણીતો છે ? - ભરૂચનો કાનમ પ્રદેશ. (૬) ભારતમાં કપાસનું સૌથી વધુ ઉત્પાદન ક્યાં રાજ્યમાં થાય છે ? -ગુજરાત. (૭) ગુજરાતમાં સૌથી વધુ તમાકુ ક્યાં પાકે છે ? - ચરોતર પ્રદેશ. (૮) કૂવાઓ, બોર, નાણા-મોટાં બંધો દ્વારા કૃત્રિમ વ્યવસ્થાથી પાણીનું સિંચન કરવાની વ્યવસ્થાને શું કહે છે ? - સિંચાઈ. (૯) નદી, ઝરણાં કે વહેણનું વહી જતું પાણી અટકાવવા તેની આગળ પાકો આડબંધ બાંધવામાં આવે છે તેને શું કહે છે ? -ચેકડેમ. (૧૦) ગુજરાતની મુખ્ય સિંચાઈ યોજનાનું નામ જણાવો. - સરદાર સરોવર યોજના. (૧૧) કાચા માલનો ઉપયોગ કરીને જુદી-જુદી વસ્તુઓ બનાવવાના કાર્યને શું કહે છે ? - ઉદ્યોગ. (૧૨) ગુજરાતમાં આવેલ કાપડ ઉદ્યોગના મુખ્ય કેન્દ્રનું નામ જણાવો. - અમદાવાદ. (૧૩) ગુજરાતની સૌથી મોટી ડેરીનું નામ જણાવી તે ક્યાં આવી છે તે લખો. - અમૂલ ડેરી, આણંદ. (૧૪) ભારતની સૌથી મોટી ખનિજ તેલ શુધ્ધિકરણની રીફાઈનરી ક્યાં આવેલી છે ? - જામનગર. (૧૫) શાર્કમાછલીના તેલને શુધ્ધ કરવાની રીફાઈનરી ક્યાં આવેલી છે ? - વેરાવળ. (૧૬) ગુજરાતમાં જાહેર પરિવહન માટે સૌથી અગત્યની સંસ્થાનું નામ જણાવો. - ગુજરાત રાજ્ય માર્ગ અને વાહનવ્યવહાર નિગમ. (૧૭) ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય હવાઈમથક ક્યાં આવેલ છે ? –અમદાવાદ.
પાઠ – ૬ સ્થાનિક સરકાર – (૧) મહાનગરોમાં કેટલી જનસંખ્યા હોય છે ? - પાંચ લાખથી વધુ. (૨) મહાનગરના વહીવટ માટે કોણ કાર્ય કરે છે ? - મહાનગરપાલિકા. (૩) મહાનગર પાલિકાના વડાને શું કહે છે ? - મેયર. (૪) મેયરની ચૂંટણી કેટલા વર્ષ માટે કરવામાં આવે છે ? - અઢી વર્ષ. (૫) નગરપાલિકાના વહીવટી અધિકારીને શું કહે છે ? - ચીફ ઓફિસર. (૬) ગુજરાતમાં કેટલી મહાનગર પાલિકાઓ છે ? - આઠ.(૭) મહાનગર પાલિકાના વહીવટી અધિકારીને શું કહે છે ? - મ્યુનિસિપલ કમીશનર. (૮) મોટા કાર્યો માટે મહાનગર પાલિકાને કઈ આંતર રાષ્ટ્રીય સંસ્થા મદદ કરે છે ? - વિશ્વબેંક. (૯) મહાનગર પાલિકામાં કઈ કમિટી સૌથી વધુ મહત્વની છે? - સ્ટેન્ડિંગ કમિટી.
પાઠ- ૭. શાંતિ અને અહિંસા – (૧) બૌધ્ધ ધર્મની સ્થાપના કેટલાં વર્ષો પહેલાં થઈ ? - 2500 વર્ષ. (૨) ગૌતમ બુધ્ધના બાળપણનું નામ શું હતું ? - સિધ્ધાર્થ. (૩) ગૌતમ બુધ્ધનો જન્મ ક્યાં થયો હતો ? - કપિલવસ્તુ પાસે લુમ્બિની વનમાં. (૪) સિધ્ધાર્થ ક્યાં ગણરાજ્ય સાથે જોડાયેલાં હતાં ? - શાકય. (૫) સિધ્ધાર્થ જયારે બુધ્ધ બન્યા ત્યારે એમની ઉંમર કેટલી હતી ? - 36 વર્ષ. (૬) ગૌતમ બુધ્ધનું મૃત્યુ ક્યાં સ્થળે થયું ? - કુશીનારા. (૭) આત્મા અને બ્રહમ એક જ છે. આવું ચિંતન શામાં લખાયેલું છે ? - ઉપનિષદોમાં. (૮) મહાવીર સ્વામીએ ઘરનો ત્યાગ કર્યો ત્યારે તેમની ઉંમર કેટલી હતી ? - 30 વર્ષ. (૯) મહાવીર સ્વામીનું બાળપણનું નામ શું હતું ? - વર્ધમાન. (૧૦) વર્ધમાનનો જન્મ ક્યાં થયો હતો? - પટણા નજીક કુંડગ્રામમાં. (૧૧) મહાવીર સ્વામી જૈન ધર્મના કેટલામાં તીર્થકર ગણાય છે ? - 24 મા. (૧૨) મહાવીર સ્વામીએ પોતાને સૌપ્રથમ ઉપદેશ ક્યા સ્થળે આપ્યો ? – સારનાથમાં.
પાઠ- ૮ આપણે ગુજરાતી. (૧) ગુજરાતવાસીઓ બીજા ક્યા નામથી ઓળખાય છે ? - ગુર્જરવાસી. (૨) સૂરતની કઈ વાનગી જાણીતી છે ? - ઊંધીયું અને ધારી. (૩) સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં કઈ બોલી બોલાય છે ? - કાઠિયાવાડી. (૪) ગુજરાતના સૌથી લાંબા નૃત્ય મહોત્સવનું નામ જણાવો. - નવરાત્રિ. (૫) ગુજરાતનું પ્રાદેશિક નૃત્ય કયું છે ? - ગરબા. (૬) ગુજરાતના આદિવાસી વિસ્તારમાં દર અઠવાડિયે ભરતા મેળા કયા નામથી જાણીતા છે ? – હાટ.
પાઠ – ૯ સમ્રાટ અશોક. -અશોકનો શિલાલેખ ક્યાં આવેલો છે ? - જૂનાગઢમાં ગિરનાર પર્વત તરફ જતાં તળેટી વિસ્તારમાં. (૨) ચંદ્રગુપ્ત મૌર્યને કોણે સામ્રાજ્યની સ્થાપના માટે મદદ કરી હતી ? - ચાણક્ય. (૩) ચાણકય ક્યા ક્ષેત્રમાં નિપૂર્ણ હતાં ? - અર્થશાસ્ત્ર. (૪) સમ્રાટ અશોકના પિતાનું નામ શું હતું ? - બિન્દુસાર. (૫) સમ્રાટ અશોકના સમયમાં મગધની રાજધાની કઈ હતી ? - પાટલીપુત્ર. (૬) ક્યા યુધ્ધ પછી સમ્રાટ અશોકનું હર્દય પરિવર્તન થયું? - કલિંગના યુધ્ધ પછી. (૭) કોના ઉપદેશથી અશોકે સંન્યાસ લીધો ? - ઉપગુપ્ત નામના બૌધ્ધ સાધુ. (૮) સમ્રાટ અશોકે શિલાલેખ ઉપર શું કોતરાવ્યું હતું? - ધર્મના ઉપદેશો.
પાઠ- ૧૦ આપત્તિ અને વ્યવસ્થાપન. (૧) નદીમાં આવતાં ધસમસતાં પાણીના પ્રવાહને વેગથી ધસી જવાની ઘટનાને શું કહે છે ? - પૂર. (૨) હવાના હલકા દબાણનું ભારે દબાણવાળા વિસ્તારમાં વેગથી ધસી જવાની ઘટનાને શું કહે છે ? - વાવાઝોડું. (૩) વરસાદ ન પડે કે ખૂબ જ ઓછો પડવાની ઘટનાને શું કહેવાય ? - દુષ્કાળ. (૪) સમુદ્ધ્ર કે મહાસાગરના તળિયે ભૂકંપ આવવાથી કે જ્વાળામુખી ફાટવાથી મોટાં અને ઊંચા સમુદ્રમોજાં ઉત્પન્ન થવાની સ્થિતિને શું કહે છે ? - સુનામી. (૫) પૃથ્વીના પેટાળની અંદરના ખડક સ્તરોનું હલનચલન પૃથ્વીની સપાટી ઉપર અનુભવતા કંપનને શું કહે છે ? - ભૂકંપ. (૬) પૃથ્વીની સપાટી પર આવેલા કોઈ છિદ્ર કે ફાટ દ્વારા પેટાળમાં રહેલાં લાવ, નાના મોટાં પથ્થરો, ગરમ વાયુઓ, રાખ, માટી વગેરે ધડાકા સાથે અથવા ધીરે-ધીરે પૃથ્વીના પોપડામાંથી સપાટી પર બહાર આવવાની ઘટનાને શું કહે છે ? - જ્વાળામુખી. (૭) જંગલમાં કોઈ કારણસર આગ લાગવાની ઘટનાને શું કહે છે ? – દાવાનળ.
પાઠ- ૧૧ હક અને ફરજ ( એક સિક્કાની બંને બાજુ ). (૧) આપણા દેશમાં દરેકને પોતાને યોગ્ય લાગે તે ધર્મમાં માનવાના અધિકારનું નામ શું ? - ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર. (૨) પોતાની માંગણી માટે સરકાર યોગ્ય રીતે રજૂ કરવાના અધિકારનું નામ શું ? - વાણી સ્વાતંત્ર્યનો અધિકાર. (૪) ૧૮ વર્ષે આપણને કયો અધિકાર મળે ? - મતદાનનો અધિકાર.
પાઠ- 12 ગુપ્ત સામ્રાજ્ય. ગુપ્ત વંશનો સ્થાપક કોણ હતો ? - શ્રી ગુપ્ત. (૨) મહારાજાધિરાજનું બિરૂદ કોણે ધારણ કર્યું ? - ચંદ્રગુપ્ત. (૩) ગુપ્ત સંવંતની શરૂઆત કોની યાદમાં થઈ? - ચંદ્રગુપ્ત. (૪) ચંદ્રગુપ્તે બહાર પાડેલાં સોનાનાં સિક્કામાં કયો શબ્દ અંકિત હતો ? - લીચ્છવીય. (૫) ભારતમાં સુંદર અને કલાત્મક સિક્કાઓ બહાર પડવાનું શ્રેય કોને જાય છે? - ચંદ્રગુપ્ત. (૬) કવિરાજનું બિરૂદ ક્યાં રાજાને મળ્યું હતું ? - સમૃદ્ધગુપ્ત. (૭) વિક્રમ સંવંતની શરૂઆત કોણે કરી હતી ? - વિક્રમાદિત્ય. (૮) કયા યુગને ભારતના ઇતિહાસમાં સુવર્ણયુગ કહે છે ? - ગુપ્તયુગ. (૯) ગુપ્તયુગના મહાન ગણિતશાસ્ત્રીનું નામ જણાવો. - આર્યભટ્ટ. (૧૦) આર્યભટ્ટે શાની શોધ કરી હતી ? - દશાંશ પધ્ધતિ અને શૂન્યની શોધ. (૧૧) પ્રખ્યાત વૈજ્ઞાનિક વરાહમિહિરે કયું પુસ્તક લખ્યુંહતું ? - બૃહદ સંહિતા. (૧૨) ગુપ્તયુગના સમયનો 1600 વર્ષ જૂનો લોહસ્તંભ ક્યાં આવેલો છે ? - દિલ્લી પાસે.
પાઠ- ૧૩. ખંડ પરિચય : અજાયબ ખંડ એન્ટાર્કટિકા અને ઓસ્ટ્રેલિયા. (૧) પૃથ્વી સપાટીનો 90% બરફ ક્યાં જોવા મળે છે ? - એન્ટાર્કટિકા. (૨) સૂર્ય કિરણોના પરાવર્તનથી આકાશમાં જોવા મળતાં રંગીન પટ્ટાઓને શું કહે છે ? - સુમેરુ જ્યોતિ (અરોરા). (૩) એન્ટાર્કટિકા ખંડમાં ભારતે સ્થાપેલ સંશોધન કેન્દ્રોના નામ જણાવો. - મૈત્રી સંશોધન કેન્દ્ર, ગંગોત્રી સંશોધન કેન્દ્ર. (૪) એન્ટાર્કટિકા ખંડમાં પ્રવેશનાર સૌપ્રથમ સાહસિક કોણ હતા ? - કેપ્ટન જેમ્સ કૂક ઈ.સ. 1772 માં. (૫) વસ્તીની દ્રષ્ટીએ વિશ્વનો નાનામાં નાનો ખંડ કયો ? -ઓસ્ટ્રેલિયા. (૬) ઓસ્ટ્રેલિયાના કેટલા ટકા સમુદ્રી ખોરાકની નિકાસ સાથેસંકળાયેલા છે ? - 31 % લોકો. (૭) વિશ્વની સૌથી મોટી સીસાની ખાણ ક્યાં આવેલી છે ? - બ્રોકન હિલ, ઓસ્ટ્રેલિયા. (૮) ઓસ્ટ્રેલિયાનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે ? - કાંગારૂ
No comments:
Post a Comment