સારા િવચાર.....✨✨✨
એક એન્જીનિયરીંગ કોલેજે
આર્કીટેકચરના અભ્યાસ સાથે
સંકળાયેલા વિદ્યાર્થીઓ માટે એક ટેલેન્ટ
શોનું આયોજન કર્યુ હતુ. આ
કાર્યક્રમમાં દરેક વિદ્યાર્થીએ
પોતાની કલ્પના પ્રમાણેનું એક ઘર
ડીઝાઇન કરીને તેનું મોડેલ પ્રદર્શિત
કરવાનું હતુ.
વિદ્યાર્થીઓએ ખુબ મહેનત કરીને ખુબ સુંદર
મોડેલ તૈયાર કર્યા હતા.
નિર્ણાયકોની ટીમ એક પછી એક મોડેલને
બહુ બારીકાઇથી જોઇ રહ્યા હતા અને
મોડેલ તૈયાર કરનાર વિદ્યાર્થીઓને જાત-
જાતના પ્રશ્નો પુછી રહ્યા હતા.
એકથી એક ચડીયાતા ઘરના આ મોડેલ
જોઇને નિર્ણાયકો પણ મુંઝાઇ ગયા હતા કે
ક્યુ મોડેલ બેસ્ટ મોડેલ તરીકે પસંદ કરવુ.
નિર્ણાયકોની આ ટીમ ફરતા ફરતા એક
મોડેલ પાસે આવી. વિદ્યાર્થીએ તૈયાર
કરેલા ઘરના આ મોડેલને જોઇને ટીમ
અવાચક થઇ ગઇ. બધાના મોઢામાંથી એક
સાથે જ શબ્દો સરી પડ્યા 'અદભૂત'. આ
મોડેલમાં ઘરનો દરવાજો સૌથી વધુ
આકર્ષક હતો અને દરેકનું ધ્યાન
ખેંચતો હતો કારણ કે વિદ્યાર્થીએ ખુબ
જહેમત ઉઠાવીને દિલ
(હદય)ના આકારનો દરવાજો બનાવ્યો હતો.
એક નિર્ણાયકનું ધ્યાન ગયુ કે આ દરવાજાને
તો બહાર હેંડલ મુકવાનું જ ભુલાઇ ગયુ છે.
વિદ્યાર્થીની આ નાની ભૂલ
ધ્યાનમાં આવી એટલે નિર્ણાયકે આ જ વાત
પેલા વિદ્યાર્થીને પુછી, " બેટા, તે ખુબ
સરસ ડીઝાઇન બનાવી છે આ મકાનની અને
એમા પણ દરવાજો તો અદભૂત છે. પણ આ
દરવાજાને ખોલવો કેવી રીતે ? તું હેંડલ
મુકવાનું જ ભૂલી ગયો છે."
વિદ્યાર્થીએ જવાબ આપ્યો, " સર , આપ
તો વર્ષોના અનૂભવી છો. આપને તો એ
ખ્યાલ જ હશે કે
દિલનો દરવાજો બહારથી નહી અંદરથી જ
ખુલે."
મિત્રો, આપણે બધા બીજાનું દિલ
જીતવા માટે પ્રયાસ કરીએ છીએ પણ
સફળતા મળતી નથી કારણકે આપણે
એના દિલનો દરવાજો બહારથી ખોલવાનો પ્રયાસ
કરીએ છીએ જ્યારે હકીકતમાં દિલનો આ
દરવાજો અંદરથી ખુલે છે અને એ ખોલવા માટે
બાહ્ય દેખાડાની નહી સાચી આંતરીક
લાગણીની જરુર પડે.
No comments:
Post a Comment